________________
૧૪૦ કરતા હતા, અને તેથી કરીને તે પોતે જ કહે છે તેમ તેના પિતાના દરબારી રસોડામાં દરરોજ સેંકડો અને હજારે પ્રાણીઓને વધ કરવો પડતો હતો. સમાજને માટે અથવા દાનને માટે જોઇતાં પ્રાણીઓને વધ જમણના કામે અલબત્ત થતે હતો; અને તેથી અશોકના પાંચમા મુખ્ય સ્તંભલેખમાં ગણાવેલાં બંધનોથી એ જાતના વધને અટકાયત થઈ શકતી ન હતી. પરંતુ અશકે નિતિ(જીવહિંસાની બંધી)નો કાર્યક્રમ અમલમાં મુકી દીધો ત્યારથી લેકેને તેને ઉપદેશ કરીને જ તે સંતેષ માની બેસતું ન હતું, પણ રાજકુટુંબમાં જ તેને અમલ કરીને તે પોતાની જાતે તેને દાખલો બેસાડતો હતો. પણ એટલેથી જ તે અટકો નહિ. તેણે તે પોતાની જાતને પણ અપવાદરૂપ ગણું નહિ. આપણે જાણીએ છીએ કે, તેને પિતાને પીરસવામાં આવતા માંસની ઉપર પણ તેણે અંકુશ મુક્યો, અને છેવટે તેણે માંસ ખાવાનું બીલકુલ બંધ કરી દીધું. મધ્યદેશના લકે મોરના માંસને સ્વાદિષ્ટ ભજન ગણતા હતા તેમ અશોક પણ મોરના માંસને સ્વાદિષ્ટ ભજન ગણતો હતો, પરંતુ તેવું ભજન કરવાનું પણ તેણે છેવટે બંધ કરી દીધું. આપણે એટલું યાદ રાખવાનું છે કે, સામાન્ય રીતે પ્રાણીઓને ઈજા થતી તથા પ્રાણીઓને વધ થત અટકાવવાના હેતુથી જ આવા ઉપાયો અશકે જ્યાં હતા. પ્રાણુંઓના શરીરસુખને વધારવાનો આશય તેમાં બીલકુલ ન હતા. પણ એ આશયને બર લાવવાને માટે તેણે બીજા જ ઉપાય જ્યા. એ ઉપાયોની માહિતી અગાઉ આપણે મેળવી ગયા છીએ. મનુષ્યો તેમ જ પશુઓ જીવનને ઉપભોગ કરે તેટલા માટે એ ઉપાયો(પરોપકારનાં કામો)ની યોજના અશેકે કરી હતી. અશોકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં એમનું વર્ણન કરવામાં આવેલું છે, અને અગાઉ આપણે તેની માહિતી મેળવી ગયા છીએ. અશોકના બીજા મુખ્ય શિલાલેખમાં લગભગ એ જ જાતનાં પરોપકારનાં કામ ગણાવવામાં આવેલાં છે. પરંતુ ઉક્ત શિલાલેખમાં અતિ મહત્ત્વનું જે કામ ઉલેખાએલું છે તે ઉક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com