________________
૧૨૪
હાથીઓનું અને અગ્નિસ્ક ધોનું પ્રદર્શન લેકને કરીને તેણે લેકમાં ધર્મને પિષ્યો અને ફેલાવ્યા હતા. આવતા ભવમાં ધર્મિષ્ટ લેકે દેવ તરીકે જન્મ લે તે વખતે એ જાતનાં સ્વર્ગસુખ તેમને મળે, એમ અશોક કહે છે. આથી કરીને ધર્મને જાગ્રત અને વિકસિત કરવાના હેતુથી અશેકે ભરેલું પહેલું પગલું આપણે વિચારવું જોઈએ છે. વિવિધ પ્રકારના દેવનાં દર્શન તેમ જ વિવિધ પ્રકારનાં જે સુખને અનુભવ કરી શકાતે તે સુખનાં દર્શન અશકે પિતાની પ્રજાને કરાવ્યાં હતાં. ગયા પ્રકરણમાં આપણે એવું સૂચન કરી ગયા છીએ કે, જે સમાજેમાં લેકેને ખાનપાનને આનંદ આપવામાં આવ (જે સમાજને અશોક પિતે તુચ્છકારી કાઢત) તે - સમાજમાં અશોકે ઉક્ત પ્રકારનાં દર્શન કરાવ્યાં નહિ હોય, પણ જે સમાજમાં લેકીને વિવિધ દેખાવોથી તથા સંગીતથી અને નૃત્યથી ખુશ કરવામાં આવતા હતા (જે સમાજેના ઉપર અશોકની મીઠી નજર રહેતી હતી) તે સમાજમાં ઉક્ત પ્રકારનાં દર્શન અશોકે કરાવ્યાં હશે. આથી કરીને આપણે એવું અનુમાન કરી શકીએ કે, ધર્મોપદેશક તરીકેની પિતાની કારકીર્દીિની શરૂઆતના સમયમાં અશકે પ્રથમ તે વિવિધ પ્રકારના દેવેનું તથા તેમના પ્રકાશમય ચહેરાઓનું અને તેમના ઠાઠમાઠમાં અને તેમની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર તેમના સ્વગીય મહેલનું તેમ જ આકાશગામી હાથીઓનું અને એવાં અન્ય દસ્થાનું પ્રદર્શન પોતાની પ્રજાને કર્યું હશે. આવું પ્રદર્શન કેટલા સમય સુધી તેણે જારી રાખેલું, એ આપણે જાણતા નથી. તેમ છતાં પણ, કદાચ પિતાના આખા રાજકાળના ગાળામાં તેવું પ્રદર્શન કરવાનું તેણે ચાલુ રાખ્યું હશે; કારણ કે, તેથી કરીને બે પ્રકારની અસર તે જરૂર થતી હતીઃ–(૧) લેકને આનંદ મળતો હતો; અને (૨) લેકે ધર્મપરાયણ જીવન ગાળવાને પ્રેરાતા હતા. પરંતુ સુમારે એક વર્ષ લગી તે પોતે ભિક્ષુગતિક તરીકેનું
જીવન ગાળતો હતો તે સમયમાં તે જરૂર તે આવા પ્રદર્શનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com