________________
૧૨૨
વિદ્વાન હવે કરતા નથી. અશોકના પહેલા મુખ્ય શિલાલેખના સંબંધમાં એટલું તો સૌ કબૂલ કરે છે કે, અશેકે વધની બંધી કરેલી તેને ઉલ્લેખ એમાં છે, એ વાત ખરી; પરંતુ તેના પિતાના જ રાજમહેલમાં થતા વધની જ બંધી તેણે કરેલી નહિ, પણ સર્વત્ર થતા વધની બંધી તેણે કરેલી, એવું એથી જરા પણ સ્પષ્ટ થતું નથી. તેણે પિતાના આખા સામ્રાજ્યમાં થતા વધની બંધી કરેલી, એમ આપણે ઘડીભર માની લઈએ તો પણ તેથી બ્રાહ્મણધર્મની પ્રત્યેને તેને વિધ ખાસ કરીને સિદ્ધ થતો નથી. બ્રાહ્મણનાં કેટલાંક કૃતિપુસ્તકે(ઉપનિષદો)માં ૧ જીવહિંસાની વિરુદ્ધમાં અને અહિંસાની તરફેણમાં બહુ જ સ્પષ્ટ ભાષામાં લખાણ કરેલું છે, એ આપણે ભૂલવું જોઈતું નથી.
પાંચમું પ્રકરણ
ધર્મોપદેશક અશે. બૌદ્ધપથી અશોકની ઓળખાણ આપણે કરી ગયા. વળી, તેણે જે ધર્મને ઉપદેશ કરેલ તે સર્વ પંથોનો સાદો ધર્મ ન હતો, પણ ઉપાસકને માટે બદ્ધિપથે ઠરાવી આપેલાં સત્કર્મોને સંગ્રહ હતઃ એમ પણ આપણે જોઈ ગયા. ધર્મને વધારવાની અને ફેલાવવાની બાબતમાં અશકે શાં પગલાં લીધેલાં? એ હવે આપણે વિચારશું. ધર્મપ્રવર્તક તરીકે તેણે કેવા પ્રકારની અને કેટલા પ્રમાણમાં પ્રવૃત્તિ કરી હતી ? એની ચર્ચા આપણે કરશું.
આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, પિતાના રાજકાળના આઠમા વર્ષમાં તેણે બૌદ્ધપંથને સવીકાર કરે. અઢી વર્ષ લગી તે ઉપાસક જ રહેલે; અને તે પોતે જ કહે છે તેમ, એ અઢી વિર્ષના ગાળામાં તેણે ધર્મની બાબતમાં કાંઈ જહેમત ઊઠાવેલી નહિ. પરંતુ ત્યારપછી તેનામાં જબરો ફેરફાર થયો, અને પોતાના
૧. જ. એ. સે. બે, ૧૯૨૦, પૃ. ૩૦૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com