________________
૧૦૫
ભવિષ્યવેત્તાની જરૂર રહે છે. ખરું જોતાં આવું જ કાંઈક અશકે કરેલું છે. સર્વ પાષને માટે સર્વસાધારણ ગણાય એવા ધર્મના સારની ઉપર જે કાળે લેાકો ધ્યાન દેતા ન હતા તે કાળે ધર્મના સારની ઉપર અશકે પોતાના ચિત્તને એકાગ્ર કર્યું હતું, એમાં જ સર્વ સંતપુરુષોની માફક અશોકની પણ નવીનતા રહેલી છે. પ્રજના મનને ધર્મના અનાવશ્યક તત્ત્વમાંથી ખસેડી લઈને આવશ્યક તત્ત્વમાં લગાડવાનો પ્રયત્ન અશકે કેવી રીતે કરેલે, એ પણ જોવાયોગ્ય
એકબીજાના ધર્મને સાંભળવાની બાબતમાં અને સાંભળવાની ઇચ્છી રાખવાની બાબતમાં અશે કે લોકોને બોધ કરેલો છે. ધર્મમાં કોઈ પણ પાખંડના માત્ર નીતિશાસ્ત્રનો જ સમાવેશ થતો નથી, પણ તેના કર્મકાંડને તેમ જ તેની અધ્યાત્મવિદ્યાનો પણ સમાવેશ થાય છે : એવું કહેવાને અશોકનો આશય છે. જૂદા જૂદા પાષડે એકબીજાથી જુદા પડતા હોય તો પણ તેમની વચ્ચે અનેક બાબતમાં મળતાપણું હોય છે, એમ અશોક કહેવા માગે છે. જૂદાજૂદા પાખંડોની વચ્ચે જે મળતાપણું હોય તેના તરફ લોકોનું ધ્યાન એ રીતે અશોક પિતે ખેંચવા માગતો હતો. એ મળતાપણું જ ધર્મને સાર છે, એમ લેકેએ સમજી લેવું જોઈએ એવું કહેવાનો અશોકને મુદ્દો છે. એ રીતે ધર્મનું આવશ્યક તત્ત્વ નક્કી થાય અને તેના ઉપર ભાર દઈને કહેવામાં આવે એટલે પછી લેકે તેને અમલમાં મુકવાને લગતી પિતાની પ્રથમ ફરજ સમજી જાય, અને તેના પરિણામમાં ધર્મની દીપ્તિ (ધમર તોપના) થાય, અને પાષડે જગતનું કલ્યાણ સાધવાને મથે (રા-મામ ). પરંતુ અશોકે ધર્મના અનાવશ્યક તત્ત્વને અવગણ્યું હતું, એમ આથી સમજવાનું નથી. એ પ્રકારના ધર્મમાં કર્મકાંડને અને અધ્યાત્મવિદ્યાને સમાવેશ થાય છે, અને તે મનુષ્યની નીતિભાવનાને કે ધર્મભાવનાને પોષતો નથી તેટલે તેની બુદ્ધિને પોષે છે: એમ
અશોક સારી પેઠે સમજતો હતો. લોકેએ એકબીજાના ધર્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com