________________
४८
અશોકના રાજકાળમાં પ્રાંતિક સરકારની રાજ્યપદ્ધતિ અસ્તિત્વ ધરાવતી હતી, એમ તેના પિતાના લેખે સ્પષ્ટપણે બતાવી આપે છે. પરંતુ તેની પછીના શાહી ગુપ્તવંશના કાળની માફક તેના પિતાના કાળમાં પણ પ્રાંતિક હાકેમ બે પ્રકારના હતા. રાજકીય દૃષ્ટિએ જે પ્રાંત મહત્ત્વના લાગતા- અને તેથી કરીને જેમની વ્યવસ્થા વફાદારીથી અને યુક્તિપુર સર કરવાની જરૂર જણાતો - તે પ્રાંત રાજવંશના પુત્રોને સોંપવામાં આવતા, અને તેઓ “કુમાર” કહેવાતા. જે ચાર પ્રાંતના સુબા તરીકે ચાર કુમારની નીમણુક થએલી તે ચાર પ્રાંતનો ઉલ્લેખ અશોકની ધર્મલિપિઓમાં થએલો છે. ગંધારના મુખ્ય સ્થળ(તક્ષશિલા)માં એવો એક કુમાર નીમાયો હતે; કારણ કે, તે સરહદી પ્રાંત હતો તેથી તેની વ્યવસ્થા સંભાળપૂર્વક કરે તેવા વિશ્વાસુ હાકેમને ત્યાં નીમવાની જરૂર અશકને જણાઇ હતી. સુવર્ણગિરિમાં એ જ બીજે કુમાર નીમાયો હતો. એ સ્થળ કયું હશે? એ પ્રશ્નને સંતોષકારક ખુલાસે હજી સુધી થયો નથી. તેમ છતાં પણ છેક દક્ષિણદિશામાં ચોલ તથા પાંડયા અને કેરલપુત્ર નામક રાજાઓના સ્વતંત્ર પ્રદેશને જોડીને આવી રહેલા સરહદી પ્રાંતનું તે પાટનગર હતું, એમાં તો કાંઈ શક હોઈ શકે નહિ. ત્રીજા કુમારને કલિંગદેશ સેડાયો હતો, અને તેનું પાટનગર તસલી’ હતું. ધવલી ગામમાંથી અશેકના ચાર મુખ્ય શિલાલેખોની એક નકલ મળી આવેલી હોવાથી તે જ અશોકકાલીન
સલી બેશક હેવું જોઈએ. એ પ્રાંત સુરતમાં જ જીતી લેવામાં આવ્યું હતું તેથી કઈક વિશ્વાસપાત્ર અને ચાલાક હાકેમને તેની સંપણી કરવાની જરૂર અશકને જણાઇ હતી; અને તેથી જ અશોકે પિતાના કુમારને તેની સુબાગીરી સંપી હતી. એણે કુમાર જે પ્રાંતને સુબો નીમાયો હતો તે પ્રાતનું પાટનગર “ઉજ્જયિની હતું. તે કાંઇ સરહદી પ્રાંત ન હતા. વળી તે કાંઇ તાજેતરમાં જ છતાય ન હતો. તેમ છતાં પણ રાજકીય દૃષ્ટિએ અશેકને તે પ્રાંત બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com