________________
ધર્મવિધી લેકની પ્રવૃત્તિઓને દાબી દેવાની બાબતમાં અશોક જે સખ્ત પગલાં ભરતો હતો તેમને કાંઇ અર્થ જ રહેતો નથી.
કેટલાક લેકે એ સવાલ પૂછે છે કે, બૌદ્ધપંથની બાબતમાં અશેકનું વલણ કેવા પ્રકારનું હતું ? બૌદ્ધપંથની સાથેના પિતાના વ્યવહારમાં તે પિતાનું ધાર્યું કરતો હતો કે તેને વશ વર્તી રહેતો હતો ? માત્ર સારનાથનો લેખ અને ભાષાને લેખ આ સવાલને ફડ આણવાની બાબતમાં આપણને મદદરૂપ થઈ પડે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ તેમ, બૌદ્ધપંથમાં તડ પડવાને લગતો જે ભય ઊભો થયો હતો તેને શરૂઆતથી જ દાબી દેવાના હેતુથી અશોકે પિતાને સારનાથને લેખ કોતરાવ્યો હતે. કમનસીબે એ લેખને શરૂઆતનો ભોગ છેક જ ઘસાઈ ગયો છે અને તેથી, અમુક ભિક્ષુ કે ભિક્ષણ ધર્મભ્રષ્ટ છે કે નહિ, એને નિર્ણય મહામાત્રોએ કેવી રીતે કરોઃ એ આપણે એ લેખમાંથી જાણી શકતા નથી. આ બાબતનો નિર્ણય બહુમતિથી સંધ પિતે કરતે હશે ? સંધના નિયમને જ માન્ય રાખીને મહામાત્રો પિતાનું વર્તન રાખતા હશે ? સારનાથના લેખમાં જે ભાગ ઘસાઈ ગયો છે તે જળવાઈ રહ્યો હતો તે આ બાબતને ખુલાસો તેમાંથી આપણને કદાચ મળત. પરંતુ એટલું યાદ રાખવું જોઈએ કે, અશોકે પોતાના ઉક્ત લેખને શાસન તરીકે ગણે છે, અને પિતાના સામ્રાજ્યમાં વસનાર ભિક્ષુઓના અને ભિક્ષુણીઓના દરેક સંધને પોતાનું ઉક્ત શાસન પહેચાડવાને લગતો હુકમ પોતાના મહામાત્રોને તેણે કરેલ છે. આખા બૌદ્ધસંઘે પૂર્ણ વિચાર કરીને કરેલા ઠરાવને અમલ જ આ રીતે અશક કરતો હોય તે તો તેની નાનીનાની સંસ્થાઓને ઉક્ત શાસન પહોંચાડવાનું કામ તદ્દન નિરર્થક થઈ પડે. આથી કરીને બૌદ્ધસંધને પૂછ્યા વગર –તેની જાણની બહાર-જ અશેકે પિતાનું ઉક્ત શાસન પ્રસિદ્ધ કર્યું હશે, એમ લાગે છે. અમુક પ્રસંગે કેવા પ્રકારની ધર્મભ્રષ્ટતા થવા પામી છે, એ બાબતની સલાહ આપનારા કેટલાક થેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com