________________
છે, એમ તેઓ કહી ગયા છે. તેમણે એમ કહ્યું છે કે, અશકે પિતાના રાજ્યાભિષેકથી માંડીને ત્રીસમા વર્ષે એટલે કે, તેના પિતાના સ્તંભલે કોતરાયા તેના પછી બે વર્ષે –બાપંથ સ્વીકાર્યો હતો. પરંતુ અશેકે પોતાના શિલાલેખોમાં અને સ્તંભલેખોમાં જે ધર્મને ઉલ્લેખ કરે છે તેનો અમલ અશેકે પિતે કે તેના અમલદારોએ કરવાનો ન હતો, પણ તેની પ્રજાએ કરવાનું હતું : એ વાત ફલીટ સાહેબ ભૂલી ગયા છે, એ દેખીતું છે. અને ધર્મ કાંઈ “રાજધર્મ” ન કહેવાય. રાજાએ અને તેના અમલદારોએ જે ધર્મ પાળવો જોઈએ તે જ “રાજધર્મ ” કહેવાય. પ્રજાએ પાળવાના ધર્મને “રાજધર્મ કહી શકાય નહિ. હુંબિનિ( રૂમિનીટેઈ)નો લેખ આપણને કહી જણાવે છે કે, જે સ્થળે બુદ્ધ ભગવાનને જન્મ થએલો તે સ્થળની મુલાકાત અશોકે પિતાના રાજકાળના વીસમા વર્ષમાં લીધેલી, અને ત્યાં તેણે પૂજાવિધિ પણ કરેલો. આની ઉપરથી એટલું તે સ્પષ્ટ થાય છે કે, પોતાના રાજકાળના વીસમા વર્ષમાં તે અશોક બૌદ્ધપંથી હતો. ઉક્ત લેખના શબ્દોનો સ્પષ્ટાર્થ એટલો જ છે કે, અશોકે પોતે બુદ્ધ ભગવાનના જન્મસ્થાનની મુલાકાત લીધી હતી, અને ત્યાં તેણે પૂજાવિધિ પણ કર્યો હતો. ફલીટ સાહેબે તો એનો એ અર્થ કર્યો છે કે, અશોકે જાતે એ સ્થળને પોતાની મુલાકાતનું માન આપ્યું હતું. પરંતુ એ અર્થ કોઈ રીતે એ લેખમાંથી નીકળતો. નથી. વળી, પિતાના આઠમા મુખ્ય શિલાલેખમાં અશેકે પોતે કહ્યું છે કે, પિતાના રાજકાળના દસમા વર્ષે તે પોતે “સંધિ'ના પંથે નીકળી પડ્યો હતો. “ પિ'ના બદલામાં “સંવષ” શબ્દ વાંચીને કેટલાક વિદ્વાને “સર્વોત્તમ જ્ઞાન” એ કાંઈક તેનો અર્ય કરે છે. “ જે સ્થળે બુદ્ધ ભગવાનને બોધ થયો તે સ્થળ ': એવો તેનો અર્થ શ્રીયુત દે. રા. ભાંડારકરે કરેલું છે. એ શબ્દને ગમે તે અર્થ લેવામાં આવે તો પણ, એટલું તે સૌ કોઈ કબૂલ કરે છે કે, બૌદ્ધપંથી સાહિત્યમાં એ પારિભાષિક શબ્દ ખાસ વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com