________________
નામે ઓળખાતું હતું. દાખલા તરીકે, મોજ-સુરેનું બીજું નામ ના -સુર’ પણ છે. પરંતુ અશકે ગણાવેલા ધર્મપર્યાનું જ આ ખાસ લક્ષણ નથી. બીજા અનેક દાખલાઓ મોજુદ છે, અને તે અન્યત્ર બતાવવામાં આવેલા છે. વળી, અશેકે આટલાં સૂત્રો ગણાવ્યાં છે તેથી તેના કાળમાં આખું “તિપિટક" હયાતીમાં ન હતું કે તેનો કોઈ ભાગ પણ અસ્તિત્વમાં ન હતા, એમ કાંઈ સાબીત થતું નથી; કારણ કે, પિતાના શિલાલેખમાં તે ગણ્યાગાંઠયાં સૂત્રો જ અશોકે ગણાવેલાં છે; અને તેણે જે કહ્યું નથી તે તેને કાળમાં હયાત જ ન હતું, એમ કાંઈ કહી શકાય નહિ.
અશોક કેવા પ્રકારનો બૌદ્ધપથી હતા? એને ઉત્તર તો તેણે પસંદ કરેલાં સૂત્રો જોઈને આપી શકાય છે. બૌદ્ધપંથના કર્મકાંડથી કે આધ્યાત્મિક ભાગથી તેનું મન આકર્ષાયું ન હતું, પણ તેના સર્વસામાન્ય સિદ્ધાંતોથી જ તેનું મન તેની તરફ આકર્ષાયું હતું. માત્ર બહારનો દેખાવ કરવાના હેતુથી યંત્રવત પાળવાના નિયમો વગેરેથી તે મેહ પામ્યો ન હતો, પણ ખરેખર આંતરિક વિકાસ સાધે તેવાં તત્ત્વોથી જ તેને બૌદ્ધપથને મેહ થયો હતો. અશકે ઉલ્લેખેલા રિ-વંશનો જ દાખલો આપણે લેશું. તેમાં ભિક્ષના ચાર આચારધર્મ ગણવેલા છે -(૧) તેણે સાદાં કપડાંથી સંતોષ માનવો જોઈએ; (૨) યોગ્ય રીતે મેળવેલા સાદા ખોરાકથી તેણે સંતોષ માનવો જોઈએ; (૩) નાનામાં નાના ઝૂંપડાથી પણ તેણે સંતોષ માનવો જોઈએ, અને (૪) ધ્યાનમાં તેણે આનંદ માનવો જોઈએ. ભિક્ષુ કેવો હોવો જોઈએ ? તેણે કેવું જીવન ગાળવું જોઈએ ? એ બાબતનો ખ્યાલ ટૂંકાણમાં અહીં આપવામાં આવેલું છે. દુનિગાથr'માં તથા “નેચર'માં અને એવાં બીજા ત્રણેક સૂત્રોમાં પણ
૧. ઈ. સ. ૧૯૧૨, ૫. ૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com