________________
રહેતા હોય જગ્યાએ રહેવાને તેને મોકલી આપવામાં આવશે. ટૂંકામાં કહેતાં, પિતાના સહધમી લેકોની સાથેનો તેવા માણસને બધા વ્યવહાર બંધ કરી દેવાનું અશકે ઠરાવ્યું હતું. અશોકને હુકમ દરેક બૌદ્ધસંધને પહોંચાડવાનો હતો. તે એવા હેતુથી કે, કોઈ પણ વિરોધી ભિક્ષુ પિતાના સહધમી લેકના મગજમાં પિતાના સ્વધર્મવિરોધી વિચારે ઠસાવતો અટકે. સંધમાં તડ પડવાને લગતો પિણાભાગને ભય તો આથી કરીને દૂર થતા. પણ ધર્મબહાર (સમાજબિહાર) મુકાએ એ ધર્મવિરોધી ભિક્ષુ ઉપાસકોના કાન ભંભેરીને તેમને પિતાના અનુયાયી બનાવે, અને પિતાના એ અનુયાયીઓની મદદથી તે સમાજમાં તડ પાડવાનો પ્રયત્ન કરે: એ બનવાયોગ્ય હતું. આ ભય અશોકના ધ્યાનમાં હતો જ; અને તેથી આ વિષયના આ હુકમની નકલ ઉપાસકોના પાડોસમાં પણ રખાવવાને હુકમ પિતાના મહામાત્રોને તેણે કર્યો હતો. તેમની જાણને માટે કયી જગ્યાએ એ હુકમ ગોઠવાયો હતો, એ આપણને કહેવામાં આવ્યું નથી. પરંતુ શિલાલેખોમાં તેમ જ સાહિત્યમાં જે “નિગમ-સભા (જાહેર સભામંડપને ઉલ્લેખ થએલે ઘણુંખરું જોવામાં આવે છે તે નિગમ-સભામાં પિતાના હુકમની નકલ ગોઠવવાને હુકમ અશકે કર્યો હેય, એમ માની શકાય છે.
સારનાથના અને કૌશાંબીના તેમ જ સાંચીના સ્તંભલેખથી એટલી તે ખાત્રી થાય છે કે, બોદ્ધપંથમાં તડ પાડવાને લગતા બધા પ્રયત્નોને દાબી દેવાનો દૃઢ નિશ્ચય અશોકે કરેલ હતા. એ સ્તંભલેખમાં જે અંતઃકરણપૂર્વક સખ્ત ભાષા વપરાએલી છે તે જોતાં તેમ જ મહત્ત્વના બધા બદ્ધ સંધારામામાંથી તેની નકલે મળી આવેલી છે તે જોતાં આપણે એવું અનુમાન ખુશીથી કરી શકીએ કે, અશોકના વખતમાં બાહપંથમાં તડ પડવાને લગતા ભય ઊભો થયા હતા, અને તેમ થતું અટકાવવાને તે તનતોડ મહેનત કરી રહ્યો
૧. ઇ. અં; ૧૧૯, પૃ. ૮૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com