________________
૭૮
શકતો ? એ બાબતને વિચાર પાછળથી એકાદ પ્રકરણમાં આપણે કરવાના છીએ. અહીં તે આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે, પોતાના રાજકાળના દસમા વર્ષમાં તેણે બોધિવૃક્ષની મુલાકાત લીધી હતી, અને તે તેની ધર્મયાત્રાઓ પૈકીની પહેલી ધર્મયાત્રા હતી. તે ભિક્ષુગતિક બન્યો તે જ કાળે તેણે પિતાની ધર્મયાત્રાની શરૂઆત કરી તેથી કરીને આપણે એ જ નિર્ણય કરી શકીએ છીએ કે, ભિક્ષુઓના સંધની સાથે જઈને બોધિવૃક્ષની મુલાકાત લઈને તેણે ભિક્ષુગતિક તરીકેના પિતાના જીવનની શરૂઆત કરી; અને તેને પિતાને તેમ જ તેની પ્રજાને જે અનેક આધ્યાત્મિક ફાયદા થયા તેમને લઈને તેણે ફરીફરીને ધર્મયાત્રાએ નીકળી પડવાનું ચાલૂ રાખ્યું, અને તેના પરિણામમાં તે તેનો હંમેશને નિયમિત કાર્યક્રમ થઈ પડે. નેપાળમાંથી અશોકના જે બે સ્તંભલેખો મળી આવેલા છે તેમાં તેની પાછળની કેાઈ ધર્મયાત્રાની યાદગીરી નોંધાઈ રહેલી છે. તે બે સ્તંભલેખે પૈકીના એક સ્તંભલેખ લુબિની(રૂગ્નિનીદે)માંથી મળી આવે છે, અને બીજે સ્તંભલેખ તેના વાયવ્યખૂણે સાતેક ગાઉ દૂર આવેલા નિગ્લીવમાંથી મળી આવેલે છે. લુબિનીના લેખમાં કહ્યું છે કે, એ લેખવાળો થાંભલે જ્યાં ઊભેલો છે ત્યાં અશોક પિતાના રાજકાળના વીસમા વર્ષમાં ગએલો અને ત્યાં તેણે પૂજાવિધિ કરેલ તેમ જ શાક્યમુનિ બુદ્ધનું એ જન્મસ્થાન હોવાથી તેણે પથ્થરની મોટી દિવાલ ચણાવેલી અને પિતાના લેખવાળો થાંભલે દટાવેલ. એ લેખમાં એમ પણ જણાવેલું છે કે, ભગવાન બુદ્ધ) ત્યાં જન્મેલા તેથી કરીને અશોકે લુબિની ગામને બધા ધાર્મિક કર(વ૪િ)માંથી મુક્ત કર્યું હતું, અને ઉત્પન્નને માત્ર એકઅષ્ટમાંશ જ મહેસુલ (માગ ) તરીકે આપવાની પરવાનગી આપવામાં આવી હતી. આ લેખનો અર્થ એવો થાય છે કે, બૌદ્ધ સાહિત્યમાં કહ્યું છે તેમ જે લુબિની-ઉદ્યાનમાં બૌદ્ધપંચના
સ્થાપક સિદ્ધાર્થકુમારને જન્મ થયો હતો તેની મુલાકાત અશકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com