________________
પિતાના રાજકાળના વીસમા વર્ષમાં લીધી હતી; અને ત્યાં માત્ર પૂજાવિધિ કરીને જ તેણે સંતોષ માન્યો નહિ, પણ જે સ્થળે બુદ્ધ ભગવાનનો જન્મ થએલે તે સ્થળની આસપાસ તેણે પથ્થરની દિવાલ ચણાવી લીધી અને તે જ સ્થળે થાંભલ પણ ઊો કરાવ્યો. પરંતુ એટલું જ બસ ન હતું. આજે પણ દ્વારકાના જેવાં કેટલાંક યાત્રાધામમાં યાત્રાળુઓએ ધાર્મિક કર ભરવા પડે છે. કુંબિની ગામમાં બૌહાપંચના સ્થાપકને જન્મ થએલો તેથી તે પણ યાત્રાનું ધામ થઈ પડેલું હશે, અને અશોકના સમયના પહેલાંના કાળમાં પણ અનેક બૌદ્ધપંથી યાત્રાળુઓ તેની મુલાકાત લેવા જતા હશે. વળી, તેના ઉપર પણ ધાર્મિક કર નાખવામાં આવ્યો હશે, એમ લાગે છે. અશોક પોતે બૌહ૫થી હતો તેથી, પોતાના પંથને સ્થાપક જે સ્થળે જન્મેલ તે જ સ્થળે પોતાના સહધમી યાત્રાળુઓએ કર ભરવો પડે, એ વિચાર સ્વાભાવિક રીતે તેને સો નહિ; અને તેથી એ કર તેણે કાઢી નાખે. પરંતુ લુંબિની ગામના પર એટલી જ મહેરબાની બતાવીને તે અટક નહિ. આપણા દેશનું જે ગામ જે રાજાના રાજ્યમાં હોય તે ગામે તે રાજાને પ્રાચીન કાળમાં પોતાના ઉત્પન્નનો એકચતુથાશ કે એકષષાંશ મહેસુલ તરીકે આપ પડતો. લુબિની ગામ અશોકના તાબામાં હતું તેથી તેણે પિતાના ઉત્પન્નનો અમુક અંસા મહેસુલ તરીકે અશોકને આપવો પડતો. અશોકને લુંબિની ગામના ઉત્પન્નને કેટલો ભાગ મળતો, એ આપણે જાણતા નથી; પણ નિદાન તેને એકછાંશ તો તેને મળતો જ હશે. પરંતુ અશકે ખાસ કરીને લુંબિની ગામના ઉત્પન્નને એકઅષ્ટમાંશ જ લેવાનું ઠરાવ્યું. અને એ રીતે પોતાની મહેરબાની તેના ઉપર બતાવી. નેપાળમાં આવી રહેલા “નિગ્લીવ” મુકામે અશોકને બીજે થાંભલે જેવામાં આવે છે. તેના ઉપર કોતરવામાં આવેલા લેખમાં એમ કહ્યું છે કે, પોતાના રાજકાળના ચૌદમા વર્ષમાં અશોકે બુદ્ધ કેનાગમનના (કનકમુનિના ?) સૂપને બીજી વેળાએ વધાર્યો; અને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com