________________
૮૦..
રાજકાળના વીસમા વર્ષમાં તેણે જાતે જ એ સ્થળની મુલાકાત લીધી, અને ત્યાં તેણે પૂજાવિધિ કર્યો. આથી કરીને એટલું તે સ્પષ્ટ થાય છે કે, અશકે પિતાના રાજકાળના વીસમા વર્ષમાં નેપાળની ધર્મયાત્રા કરેલી. અહીં કદાચ કોઈ પૂછશે કે, અશકે બૌદ્ધપંથ સ્વીકાર્યો ત્યારપછી છેક છ વર્ષે બુદ્ધ ભગવાનના જન્મસ્થાનની મુલાકાત લેવાનું તેને કેમ સૂઝયું હશે ? બૌદ્ધ સાહિત્યમાં કહ્યું છે તેમ બુદ્ધ ભગવાનને જન્મ લુબિની ગામમાં જ થયા હતા તે પછી અશકે પ્રથમ નેપાળના પ્રદેશમાં જ જવું જોઈતું હતું, અને ત્યાં જે સ્થળે પોતાના પંથના સ્થાપકનો જન્મ થએલો તે સ્થળે તેણે પૂજાવિધિ કર જોઈતું હતું : એમ દરેક વાચક કહી શકે. પરંતુ અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, નરી આંખે નહિ પણ આત્માના ઊંડાણમાંથી પ્રકાશનાં દર્શન જે સ્થળે સિદ્ધાર્થ કુમારને થયાં તે જ સ્થળ બૌદ્ધપથી લોકોના મનને પવિત્રમાં પવિત્ર છે. બૌદ્ધપંથની પ્રત્યેની, ઉપાસક તરીકેની પોતાની બેદરકારી અશોકે છેડી દીધી અને ભિક્ષગતિક તરીકેનું પ્રવૃત્તિમય જીવન તેણે સ્વીકાર્યું તે જ વખતે તેણે સંબંધિની –જે સ્થળે બૌદ્ધપંથના સ્થાપકને પ્રકાશનું દર્શન થતાં બોધ થયો તે સ્થળની–ધર્મયાત્રા કરી, એવું આપણા જોવામાં આવે છે તેનું કારણ આ જ છે.
આ બધું જોતાં આપણને એમ જણાય છે કે, પિતાના • રાજકાળના આઠમા વર્ષમાં અશેકે બૌપંથ સ્વીકાર્યો હતો. અઢી વર્ષના કરતાં વધારે વખત સુધી તે માત્ર ઉપાસક જ રહ્યો હતો, અને પિતાના પંથની બાબતમાં તેણે કોઈ પણ પ્રવૃત્તિ કરેલી નહિ. પિતાના રાજકાળના દસમા વર્ષમાં તે ભિક્ષુગતિક બન્યો હત; પણ રાજા તરીકેના તેના પિતાના કાર્યને ભિક્ષુગતિક તરીકેના તેના પોતાના જીવનથી કાંઈ બાધ આવતો ન હતો. ભિક્ષુગતિક તરીકેના જીવનની શરૂઆત કરતાની સાથે જ તેણે બોધિવૃક્ષની ધર્મયાત્રા કરી
હતી. ધર્મપ્રચાર કરવાની બાબતમાં તેને એટલી બધી ચિંતા રહેતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com