________________
હતી તથા એટલો બધે ઉત્સાહ રહેતો હતો કે, ત્યાર પછીથી પૂરું એક વર્ષ પણ વીત્યું નહિ ત્યાં તો પોતે સાધેલા કામની બાબતમાં તેને પિતાને જ નવાઈ લાગવા માંડી હતી. ધર્મને પ્રચાર કરવો, એ જ તેનું કામ હતું. તેને ધર્મ કેવા પ્રકારને હતો ? એને વિચાર તે આવતા પ્રકરણમાં આપણે કરવાના છીએ. વળી, (કેટલાક વિદ્વાનો માને છે તેમ) અશોકનો ધર્મ બધા ધર્મોની બાબતમાં સર્વસામાન્ય ગણી શકાય તેવા નીતિનિયમોનો સંગ્રહ ન હતું, પણ (બૌદ્ધપથી તરીકે અશોકે પોતે જે ધર્મોપદેશ કરેલ તેના આધારે આપણે કહી શકીએ છીએ તેમ) સામાન્ય પ્રજાને બૌદ્ધ પંથે બધેલા નીતિનિયમોને સંગ્રહ હતોઃ એમ પણ આવતા પ્રકરણમાં આપણે જેવાના છીએ. આ પ્રકરણમાં તો આપણે બૌદ્ધપથી અશોકને વિચાર કરીએ છીએ તેથી જે લેખોમાં અશોક પિતાના બૌદ્ધપથીપણાનું દર્શન આપણને કરાવે છે તે લેખોને જ વિચાર આપણે કરવાનો છે.
આના સંબંધમાં અશોકને વૈરાટને બીજે (ભાબ્રાને ) શિલાલેખ” આપણું ધ્યાન પ્રથમ ખેંચે છે. રાજપૂતાનામાંના જયપુર રાજ્યની ઉત્તરદિશાએ “વૈરાટ' નામનું ગામ છે તેની પાસે ટેકરી છે તેના ઉપર જૂના કાળના બૌદ્ધવિહારનાં ખંડેરે છે તેમાંથી અશેકનો ઉક્ત લેખ મળી આવેલ છે. બૌદ્ધસંઘને ઉદ્દેશીને પોતાનો ઉક્ત લેખ અશોકે કોતરાવેલો છે. તે કાળમાં મહત્ત્વના મનાતા દરેક બૌદ્ધવિહારમાં પિતાને એ લેખ અશકે કે તરાવ્યો હશે, એમ માની શકાય છે; પરંતુ અત્યારે તે માત્ર ભાવ્યાના વિહારમાં જ લેખ જડી આવેલ છે. બૌદ્ધપંથનું સુપ્રસિદ્ધ ત્રિશાબ્દિક સૂત્ર “બુદ્ધ ધર્મ અને સંઘ” છે. એ જ અનુક્રમ જાળવીને અશોક પોતાના ઉક્ત લેખની શરૂઆતના ભાગમાં કહે છે કે, “બુદ્ધને માટે તથા ધર્મને માટે અને સંધને માટે મને કેટલું બધું માન અને (કેટલો બધો આનંદ છે. એ તમે જાણે છે.” વળી, “ભગવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com