________________
૫
“ મહાવંશ” નામક ઈતિહાસ સંગ્રહમાં કહ્યું છે તેમ અશોકે પિતે. સંઘની દરબારી મુલાકાત લીધી હતી અને તેની વચમાં બેસીને બૌદ્ધપંથને પિતાનો સ્વીકાર જાહેર કર્યો હતો તેનો ઉલ્લેખ ઉક્ત વાક્યમાં અશોકે કરે છે. એ જ પ્રસંગે પિતાના પુત્રને તથા પિતાની પુત્રીને બૌદ્ધપથી બનાવીને અશકે પિતાના ખરેખર બૌદ્ધપથીપણાની સાબીતી કરી આપી હતી, એમ સેના સાહેબ માને છે. પરંતુ એમનો આ અર્થ સ્વીકારી શકાતું નથી; કારણ કે, કર્ન સાહેબે અને ખુદ્દાર સાહેબે બતાવી આપ્યું છે તેમ, જે . કાળના દરમ્યાનમાં તે પોતે સંઘમાં હતા તે કાળની સાથે જે કાળના દરમ્યાનમાં તે પિતે ઉપાસક હતું તે કાળને તે પોતે સરખાવતો નથી, અને તેણે સંધની દરબારી મુલાકાત લીધેલી તે વખતે તે ઉપાસક રહ્યો ન હતો, એવું “મહાવંશ”માં કોઈ પણ સ્થળે જણાવેલું નથી. ૨ આથી કરીને કર્ન સાહેબ અને મ્યુક્લર સાહેબ એવું માને છે કે પોતે સંધમાં દાખલ થયો અને એ રીતે સાધુ બન્યો, એવું કહેવાને અશકનો આશય હે જોઈએ. તેનાર્ત સાહેબે કરેલા અર્થની સામે ઉક્ત બે વિદ્વાનોએ ઊઠાવેલે વાંધો સબળ છે ખરો; તેમ છતાં પણ તેમણે પિતે કરેલા એ અર્થની સામે પણ વાંધો ઉઠાવી શકાય તેમ છે. અશોકે પિતાના શિલાલેખમાં આ શબ્દો વાપર્યા છે તો સાથો (ક્તિ અથવા ઉપચાસે અથવા ૩૫તે ). “ ૩પtતે ” શબ્દને કે તેને મળતા અર્થના જે અન્ય શબ્દો કૌસમાં અહીં આપ્યા છે તે શબ્દોને અર્થ ( સંઘમાં) દાખલ થવું” કે “જોડાવું' થતું નથી, પણ (સંધની પ્રત્યે) “પ્રયાણ કરવું” અથવા (સંધની સાથે ) “સમાગમ કરવો
૧, ઇ. અ, ૮૯૧, પૃ. ૨૩૩-૧૩૪.
૨. કર્નકૃત “મૈન્યુઅલ ઑફ ઇડિયન બુદ્ધીઝમ” (હિંદી બૌદ્ધપંથને લઘુગ્રંથ ), પૃ. ૧૧૪ અને ટીકા ૫ એ, ઈ, પુ. ૩, ૫. ૧૪૧ અને ટીકા ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com