________________
ની હકીક્ત પૂરી પાડતા છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં પણ આ બાબતમાં ભાર દઈને કહેવામાં આવેલું છે. એ શિલાલેખમાં અશોક કહે છે કે, “(હુકમ) આપવાની કે સંભળાવવાની બાબતમાં હું જે કાંઇ મોઢેથી ફરમાવું તેના સંબંધમાં, અથવા તો વળી, મહામાત્રોના ઉપર કાંઈ મહત્ત્વનું કામ આવી પડે તેના સંબંધમાં મંત્રીમંડળમાં કાંઈ મતભેદ પડે કે તે રદબાતલ થાય તે સર્વત્ર અને સર્વ સમયે તેના સમાચાર મને તુરત પહોંચાડવા, એવું ફરમાન મેં કર્યું છે.” આ બાબતમાં અશોક એવું કહેવા માગે છે કે, તે પિત મેઢેથી કાંઈ હુકમ કરે ત્યારે અથવા તે કાંઈ અતિ મહત્ત્વનું કામ મહામાત્રોના ઉપર આવી પડે ત્યારે પરિષદે મળવું જોઈએ અને એ બાબતની ચર્ચા કરવી જોઈએ. પરિષદના સૌ સભ્યો સર્વાનુમતે નિર્ણય કરે તે હુકમને અમલ કરવાની અથવા અતિ મહત્વનું કામ કરવાની બાબતમાં કાંઈ પણ સવાલ ન રહે. પરંતુ એ બાબતમાં કાંઈ મતભેદ થાય અથવા તો સર્વાનુમતે તેનો વિરોધ થાય, અને એ બાબત થોડા વખતને માટે આવી મુકાય, તે એ. મતભેદની અને વિરોધની તપાસ કરવાનું તેમ જ એ બે પૈકીની કયી જાતની સલાહ સૌથી વધારે ફળદાયક નીવડશે તે નક્કી કરવાનું કામ રાજાનું છે. પણ તે પોતે કાંઈ નિર્ણય કરે તેના પહેલાં પરિષદના અભિપ્રાયનો લાભ તેને મળવા જોઈએ. નિર્ણય કરવાની બાબતમાં કાંઈ પણ ઢીલ ન થાય તેટલા માટે તેણે પ્રતિવેદક(બાતમીદારે)ને એ હુકમ કરેલ કે, તે પોતે ગમે તે વખતે ગમે તે સ્થળે હોય તો પણ પરિષદને અભિપ્રાય બંધાય એટલે તુરત જ તેમણે તે અભિપ્રાય તેને પિતાને કહી જણવવે. આ બધું જોતાં એમ જણાય છે કે, હાલના મંત્રીમંડળના જેવી તે કાળની પરિષદ હતી. રાજાની અને તેના મહામાત્રાની વચ્ચે રહીને તે મધ્યસ્થ મંડળ તરીકેનું કામ કરતી. રાજા પોતાના હુકમની બાબતમાં ફરીથી વિચાર કરી શકે તેટલા માટે રાંજાના હુકમનો અમલ કરતા પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com