________________
સધાય તેમ કરવું, એ તેમની મુખ્ય ફરજ હતી. આ હેતુ કેવી રીતે તેમણે સાધવાનો હતો, એનું દિગદર્શન તે “ધર્મોપદેશક અશોક” નામક પ્રકરણમાં આપણે કરશું. રાજ્યવ્યવસ્થાને લગતા કયા પ્રકારના સુધારાથી રજુકોએ લેકેનું ઐહિક હિત સુખ સાધવાનું હતું, એ જ અહીં તે આપણે જોઈ લેશું. આપણને કહેવામાં આવ્યું છે કે, ન્યાયની તપાસ કરવાની બાબતમાં તેમ જ યોગ્ય પ્રમાણમાં દંડ કરવાની બાબતમાં તેમને સર્વોપરિ સત્તા આપવામાં આવેલી હતી. આથી કરીને અહીં બે સવાલ ઉપસ્થિત થાય છે. “તેમને આ બાબતમાં સર્વોપરિ સત્તા શા કારણે આપવામાં આવેલી ?” એ પહેલે સવાલ છે. આના જવાબમાં અશોક કહે છે કે, ન્યાય ચૂકવવામાં સમાનતા સચવાય અને દંડ પણ યોગ્ય પ્રમાણમાં અને સમાનતા સાચવીને કરવામાં આવે, એ હેતુથી જ તેણે તેમને સર્વોપરિ સત્તા આપી હતી. “અહીં “સમાનતા' શબ્દ કયા અર્થમાં અશોકે વાપર્યો હશે?” એ બીજો સવાલ છે. આ સવાલનો જવાબ આપવાનું કામ જરા અઘરું થઈ પડે તેમ છે. પરંતુ ઘણું કરીને તેનો મુદ્દો આ કાંઈક હોવો જોઈએ -ન્યાય ચૂકવવાના કામે માત્ર રજજુકે જ નીમાયા ન હતા. નગર-વ્યાવહારિક અને પ્રાદેશિક પણ
ન્યાયાધીશનું કામ કરતા હતા. ન્યાયને લગતું તેમ જ ઇતર કામ સંભાળી લેનારા ત્રણ અમલદારે એક જ પ્રાંતમાં નીમાએલા હતા તેથી કરીને, ન્યાયની નજરે તપાસનું કામકાજ કરવામાં તેમ જ દંડ કરવામાં સમાનતા રહે, એ શક્ય ન હતું. આથી કરીને એક જ પ્રાંતના લોકેાની બાબતમાં પણ ન્યાયની સમાનતા જાળવવાનું બની શકે નહિ, એ બનવાજોગ છે. આ તે અગ્ય જ ગણાય; અને તેથી જ અશોકે આનો ઉપાય લેવાના હેતુથી રજજુને ન્યાયખાતાની ઉપર સર્વોપરિ સત્તા આપી હતી, અને બાકીના બે અમલદારોને આ ફરજમાંથી મુક્ત કર્યા હતા. અશેકે પિતાના ચોથા મુખ્ય સ્તંભલેખમાં યોગ્ય જ કહ્યું છે કે, “ ખરેખર, “હુશિયાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com