________________
કરતી વેળાએ અંદરના તેમ જ બહારના પૂરાવા આપણે ધ્યાનમાં લેવાના છે. તેની ધર્મલિપિઓ જે સ્થળેથી મળી આવેલી તે સ્થળે બહારને પૂરાવો પૂરા પાડે છે. તેમાં પણ તેના ચૌદ મુખ્ય શિલાલેખો તે આપણું કામે બહુ જ મહત્ત્વના છે; કારણ કે, આપણે દેશની સઘળી સરહદની પાસેથી તેઓ મળી આવેલા છે. એ લેખેને વિચાર કરતાં પૂર્વદિશાથી શરૂઆત કરીને આપણે પશ્ચિમદિશાએ જશું. તેના ચૌદ મુખ્ય શિલાલેખની બે નકલે તેના સામ્રાજ્યના અગ્નિકોણમાંથી બંગાળના ઉપસાગરની કનેથી–મળી આવી હતી. ઉત્કલ(ઓરિસ્સા)ના પુરી પ્રાંતમાં ભુવનેશ્વરની દક્ષિણદિશાએ આશરે ચાર ગાઉ દૂર ધવલી (ધૌલી) નામક ગામ છે ત્યાં તે પૈકીની એક નકલ મોજુદ છે. મદ્રાસ ઇલાકાના ગંજામ પ્રાંતમાં યાવગઢ (જોગડા ) નામક ગામ છે ત્યાં તે પૈકીની બીજી નકલ હયાત છે. આ બન્ને લેખો નવેસર જીતેલા કલિંગ પ્રાંતમાં કોતરવામાં આવેલા; અને આપણા દેશના અગિણના છેક છેડાએ જ કલિંગ દેશ છે તેથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, અશોકના સામ્રાજ્યની અચિકાણની સીમા તરીકે કલિંગ દેશ હોવો જોઈએ. ઉત્તરદિશામાં આગળ ધપતાં આપણને એવું જણાય છે કે, દેહરાદુન પ્રાંતમાંના કાલ્લી ગામની પાસે પડેલા પથ્થરની ઉપર અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની ત્રીજી નકલ અસ્તિત્વ ધરાવે છે. તેની પશ્ચિમદિશાએ આગળ જતાં વાયવ્યકોણની સરહદના પ્રાંતમાંની બે નકલો આપણી નજરે ચઢે છે. અબટાબાદની ઉત્તરદિશાએ આશરે આઠ ગાઉ દૂર, હઝારા પ્રાંતમાંના મન શહર(મેસેરા)માં તે પૈકીની એક નકલ મેજુદ છે; અને પેશાવરના ઇશાનખૂણુએ વીસ ગાઉ દૂર, પેશાવર પ્રાંતમાંના શાહબાઝગઢીમાં તે પૈકીની બીજી નકલ મોજુદ છે. તેની દક્ષિણદિશાએ નીચે ઊતરતાં અને પશ્ચિમ કાંઠે આવતાં. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખેની બીજી બે નકલે આપણું ધ્યાન ખેંચે છે. તે પૈકીની એક નકલ કાઠિયાવાડમાંના જૂનાગઢની પાસેના ગિરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com