________________
અને “સભાપર્વમાં કહ્યું છે કે, એ લેકનું પાટનગર
પુલિંદનગર’ હતું, અને એમનો પ્રદેશ ચેદિદેશની લગોલગ આવી રહેલો હતો. આથી કરીને એવું અનુમાન થઈ શકે છે કે, અશકે જણાવેલા પુલિંદ લેકે હાલના મધ્ય પ્રાંતના જબલપુર જિલ્લામાં તે કાળે વસતા હશે. એ જ પ્રાંતમાંના રૂપનાથમાંથી અશોકના ગૌણ શિલાલેખેની એક નક્લ પણ મળી આવેલી છે, એ ધ્યાનમાં લેવા જેવું છે.
અશેકની ધર્મલિપિઓની ખાસ ખુબી એ છે કે, તેના સામ્રાજ્યની સરહદે આવેલાં સ્થળેથી તે બધી મળી આવેલી છે. તેમ છતાં પણ એટલે ફેર તે છે કે, સરહદી પ્રાંતનાં પાટનગરમાં અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરવામાં આવેલા જણાય છે ત્યારે તેના સ્વતંત્ર કે અસ્વતંત્ર પાસીઓના પ્રદેશથી તેના પિતાના પ્રદેશને જુદા પાડતાં સ્થળે તેના ગૌણ શિલાલેખ કરવામાં આવેલા લાગે છે. અશોકના સામ્રાજ્યના અગ્નિકાણના અંતભાગમાં આવેલા ધવલી (ધૌલી) અને યાવગઢ (જિગડા) ગામમાંથી તેના ચૌદ મુખ્ય શિલાલેખેની નકલે મળી આવેલી છે, એ આપણે જાણીએ છીએ. સરહદી પ્રાંતનું પાટનગર “તેસલિ’ અને તેના કોઈ મહાલનું મુખ્ય સ્થળ સમાપા': એ બે અનુક્રમે અશોકનાં “ધવલી” અને “યાવગઢ’ ગામ બેશક હોવાં જોઈએ. હાલના જૂનાગઢમાંથી (પ્રાચીન સુરાષ્ટ્રના પાટનગર “ગિરિનગર' માંથી) અશોકના ચૌદ મુખ્ય શિલાલેખેની ત્રીજી નકલ મળી આવેલી છે. ક્ષત્રપરાજ દ્ધદામાના શિલાલેખના આધારે આપણે કહી શકીએ છીએ કે, ઈસ્વીસનની બીજી સદીના મધ્યભાગ સુધી તે ગિરિનગર સુરાષ્ટ્રના પાટનગર તરીકે ચાલૂ રહ્યું હતું. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની ચોથી નકલ મુંબાઈની પાસેના હાલના સોપારા (પ્રાચીન પંરક) ગામમાંથી મળી આવેલી છે, એ આપણે જાણીએ છીએ; અને તે ગામ અપરાંતનું પાટનગર
૧૨૯, ૧૧,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com