________________
૩૫
હતું, એમ પણ આપણે જાણીએ છીએ. એ રીતે જૂના વખતનાં ચાર પાટનગરમાંથી અશેકના ચૌદ મુખ્ય શિલાલેખો મળી આવેલા છે તો પછી એ હકીકતના આધારે આપણે ખુશીથી એવું અનુમાન કરી શકીએ કે, એ જ શિલાલેખોની બાકીની ત્રણ નકલે પણ અશોકના સરહદી પ્રાંતનાં પાટનગરમાં જ કતરાએલી હોવી જોઇએ. એ પૈકીના શાહબાઝગઢીની ચર્ચા પ્રથમ આપણે કરી ગયા છીએ; અને તે ન’ પ્રાંતનું પાટનગર હેવું જોઈએ, એમ આપણે બતાવી ગયા છીએ. આમ છે તે પછી કાશી” અને “મનહર (મજોરા) પણ અશોકના એવા જ સરહદી પ્રાંતનાં પાટનગરો ભવિષ્યમાં ઠરે તે. તેથી આપણને કાંઈ નવાઈ લાગશે નહિ. પરંતુ જે સ્થળેથી અશોકના ગૌણ શિલાલેખો જડી આવેલા છે તે સ્થળોની હકીકત કાંઈક જુદી જ છે. જેમની આસપાસ કાંઈ પણ જૂનાં ખંડેરે નથી એવાં અને તદન ગીચ જંગલમાં આવી રહેલાં સ્થળેથી એ ગણું શિલાલેખો મળી આવેલા છે. વૈરાટ અને મશ્કિ : એ બે ગામે આ બાબતમાં અપવાદરૂપ છે. અશોકના શિલાલેખમાં ઉલ્લેખેલું વૈરાટ' મસ્યદેશના રાજા વિરાટનું પાટનગર વિરાટપુર હોવું જોઇએ. મકિ ગામમાં ચાલુક્યવંશનાં દફતરે છે તેમાં તે ગામને “વિરિયમાસંગિ” કહ્યું છે. સ્વતંત્ર કે અધ સ્વતંત્ર રાજ્યોની સરહદથી અશોકના સામ્રાજ્યની સરહદ જે સ્થળે જૂદી પડતી હતી તે સ્થળે અશોકના બાકીના ગૌણ શિલાલેખો કોતરવામાં આવેલા હતા, એમ જણાઈ આવે છે. પિતાના પહેલા ગૌણ શિલાલેખમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરતાં અશોક પોતે કહે છે કે, લોકેને આધ્યાત્મિક ઉદ્ધાર કરવો હોય તે ખૂબ પરાક્રમ કરવાની અત્યંત જરૂર છે. થોડા વખતમાં પણ તે પિને ઘણું કામ સાધી શકો હતા, એમ પણ તે આપણને જણાવે છે. તેણે બે દૃષ્ટિબિંદુથી આ બાબતની ધર્માજ્ઞા કરેલી છે - (૧) ચઢતી પાયરીના કે ઊતરતી પાયરીના તેના પિતાના અમલદારો પ્રજાના આધ્યાત્મિક સુખને માટે મથે, એ હેતુથી તેણે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com