________________
૨૪
જયને લગતી બીજી વાર આવે છે.
એટલું બધું ઘેરાઈ ગયું હતું કે, કલિંગ દેશમાં પોતાનો શિલાલેખ કેતરાવવામાં પણ તેને શરમ લાગતી હતી. કલિંગ દેશમાંનાં બે સ્થળોએ તેના શિલાલેખો કોતરાએલા જોવામાં આવે છે. પરંતુ, બીજી બધી જગ્યાએ અશોકની બીજી ધર્મલિપિઓની સાથે સાથે કલિંગના વિજયને લગતા શિલાલેખ પણ કોતરાવવામાં આવેલ છે ત્યારે કલિંગ દેશમાંની ધર્મલિાપઓમાંથી તે એ દેશના વિજયને લગતા શિલાલેખને બાતલ જ કરવામાં આવેલો છે. ખરેખર, અહીં તો પશ્ચાત્તાપની અને શરમની હદ વળી છે! -
અશકે બીજી કોઈ પણ ચઢાઈ નહિ કરી હોય, એમ આપણે ચોક્કસપણે માની શકીએ. પરંતુ અશકે કલિંગ દેશને જીતી લઈને પિતાના અતિ વિસ્તૃત પ્રદેશની સાથે શા હેતુથી જોડી દીધું હશે, એ બાબત તો હંમેશાં અંધારામાં જ રહેશેઃ એમ લાગે છે.
અશોકનું સામ્રાજ્ય કેટલું વિસ્તૃત હતું, અને તેની સત્તા કેટલી બધી . હતી? એ બીજા પ્રકરણમાં આપણે જોશું.
બીજું પ્રકરણ
અશકનું સામ્રાજ્ય અને તેની રાજ્યવ્યવસ્થા.
- કેઅશોકના સામ્રાજ્યની સીમાઓ નક્કી કરવાને લગતો તેમ જ જે ભૂભાગના ઉપર તેનો અમલ ચાલતો હતો તે ભૂભાગ નક્કી કરવાને લગતા બનતા પ્રયત્ન આ પ્રકરણમાં આપણે કરશું. તે પિતાનું રાજ્યતંત્ર જે રીતે ચલાવતો તે રીતની તથા તેણે કાંઈ નવા સુધારા દાખલ કર્યા હોય તો તેમની ચર્ચા ત્યારપછી આપણે કરશું. આ બન્ને બાબતોમાં આપણે મુખ્યત્વે કરીને તેની ધર્મલિપિઓને જ આધાર લેશું. તેના સામ્રાજ્યના વિરતારનો વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com