________________
કેદખાનામાંથી છોડી દઈને તે પિતાના રાજ્યાભિષેકને વાર્ષિક ઉત્સવ નિયમિત રીતે ઊજવતે, એમ આપણે જાણી લીધું છે. તે બૌદ્ધપંથી બન્યો તેના પહેલાંની- એટલે કે, પિતાના રાજકાળના આઠમા વર્ષમાં તેણે કલિંગ દેશને જીતી લીધે ત્યાં સુધીની- રાજા તરીકેની તેની ઓળખાણ આટલી જ આપણને મળી શકે છે. એના રાજકાળના શરૂઆતના સમયમાં કાંઈ બનાવ બનેલા કે નહિ, તેમ જ એવી જ ચઢાઈઓ તેણે કરેલી કે નહિ? એ બાબતની માહિતી આપણને મળી શકતી નથી. તેણે કલિંગ દેશનાં ઉપર વિજય મેળવ્યો, એ જ તેના રાજકાળને સૌથી પહેલે બનાવ તેની ધર્મલિપિઓમાં નેધાએલ છે. વૈતરણ નદીની અને લંગુલિય નદીની વચ્ચે, બંગાળાના ઉપસાગરના કાંઠાની પાસે જે ભૂભાગ હતો તે એ કાળને કલિંગ દેશ હતું, એમ લાગે છે. કલિંગની લડાઈનું અછું વર્ણન પિતાના શિલાલેખમાં અશેકે કરેલું છે. તે કહે છે તેમ, “દેઢ લાખ માણસો પકડાયાં હતાં (અને) એક લાખ માણસો હણાયાં હતાં અને તેનાથી અનેક ગણું માણસો મરી ગયાં હતાં.” આ આંકડાઓ તે માત્ર કલિંગ દેશને લગતા જ છે. અશોકના પિતાના લશ્કરનાં માણસો માર્યા ગયાં હશે, એની ગણત્રી તો આમાં કરેલી નથી. આથી કરીને આપણે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, કલિંગના જેવા નાના પ્રદેશમાં જ એક લાખ માણસો સમરાંગણમાં માર્યા ગયાં હતાં, અને તેનાથી અનેક ગણું માણસો ઘવાવાથી કે ભૂખમરાથી મરી ગયાં હતાં, અને દેઢ લાખ માણસો તો કેદી તરીકે પકડાયાં હતાં. કલિંગના જેવા નાનકડા પ્રદેશને વિચાર આપણે કરીએ તો તે આ આંકડાઓ બેશક ચોંકાવનારા ગણી શકાય. હાલના સમયમાં લડાઈમાં વપરાતાં હથિયારે જેવાં રાક્ષસી અને છવલોણું હોય છે તેવાં તે જમાનામાં ન હતાં. તેમ છતાં પણ લડાઈ કેટલી ભયાનક નીવડતી હશે, એને ખ્યાલ
આથી આવી શકે છે. કલિંગની લડાઈ થઈ ત્યારપછી તુરત જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com