________________
રસગી મેળો હતો. બીજા પ્રકારને સમાજ પ્રજાને આનંદ કરાવવાના હેતુથી ભરવામાં આવતા હતા. આ બીજા પ્રકારના સમાજને “સમાનાર” અથવા “પ્રેક્ષાગાર' કહી શકાય. ભેગા થએલા “લેને મેળે” એવો પણ એને અર્થ કરી શકાય. બ્રાહ્મણસાહિત્યમાં તેમ જ બૌદ્ધ સાહિત્યમાં “સમાજ” ના જે દાખલાઓ વર્ણવેલા છે તે બધા એમ સૂચવે છે કે, લેકેને પકવાન્ન ખવાડવાં તેમ જ સુંદર દશ્ય બતાવવાં અને મેહક સંગીત સંભળાવવું, એ એવા સમાજેનો મુખ્ય હેતુ હતો આપણા દેશના પ્રાચીન કાળના રાજાઓને સમાજે ભરવાની ટેવ હતી, એમાં તો કાંઈ જ શંકા નથી; કારણ કે, એને ઘણું દાખલા મોજુદ છે. કટક ગામમાંથી મળી આવેલા હાથીગુફાના શિલાલેખમાં કહ્યું છે કે, કલિંગના રાજા ખારવેલે ઉત્સવ ઊજવીને અને સમાજે ભરીને પિતાના પાટનગરના લેકને આનંદ કરાવ્યો હતો. દક્ષિણના રાજા ગૌતમીપુત્ર શાતકણુએ પણ લગભગ એવું જ કર્યું હતું, એમ નાશિકને ગુહાલેખ વાંચતાં જણાય છે. કૌટિલ્ય પણ પિતાના
અર્થશાસ્ત્ર” માં કહે છે કે, “પોતાના દેશના કે દેવના સમાજની કે ઉત્સવની કે વિહારની પ્રત્યેના (પ્રજાના) શોખનું અનુકરણ રાજાએ કરવું.” ૧ આ બન્ને પ્રકારના સમાજે અશકે ઊજવેલા લાગે છે. પરંતુ તેને પહેલે મુખ્ય શિલાલેખ વાંચીને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, તે ધર્મોપદેશ કરવા લાગ્યો ત્યારે ભોજનમાં પીરસાવાને માટે માંસ મેળવવાના હેતુથી જે સમાજમાં પ્રાણીઓને વધ થતો હતો તે સમાજને તેણે નિષિદ્ધ ગણ્યા હતા. બીજા સમાજમાં કાંઈ પણ વધાભરેલું ન હોવાથી તેવા સમાજે .ભરવાની છૂટ તેણે આપી હતી; પણ જાહેર ખેલ કરવાના પ્રકારમાં તેણે ડે ફેરફાર કર્યો હતે ખરે. જે ખેલેથી પ્રજાને આનંદ મળે તેમ જ તેમનામાં ધર્મ જન્મ અને વિકસે તથા પ્રસરે તે
૧. “અર્થશાસ્ત્ર, પૃ. ૪૦૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com