________________
ઉલ્લેખ કરીને પછી તરત જ તે પિતાના “સવીરને (ઝનાનાને) ઉલ્લેખ કરે છે. તે પિતે કહે છે તેમ, એ “ ધન'મનાં (ઝનાનામાંનાં) માણસ પાટનગરમાં વસતાં હતાં એટલું જ નહિ, પરંતુ પ્રાંતોમાં પણ વસતાં હતાં. જે કોઇ વાચક એ લેખને કાળજીપૂર્વક વાંચશે તેને એટલું તો તુરત જ જણાઈ આવશે કે, અશોકના “અવરોધનમાં (ઝનાનામાં) માત્ર તેની રાણીઓ જ ન હતી. આમ છે તે પછી સવાલ એ થાય છે , તેમાં બીજી કયી સ્ત્રીઓ હશે, વારૂ ? અશોકનાં સગાંસંબંધીઓની સ્ત્રીઓ તો તેમાં ન જ હોઈ શકે; કારણ કે, તે સ્ત્રીઓને “યવધન” (ઝનનો) શબ્દ લાગૂ પાડી ન શકાય. તે પછી તે અશોકની રખાતો હશે ? આ બાબતમાં કાંઈ ચોક્કસપણે કહી શકાતું નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે, અશોકના “અવરોઘર” માં (ઝનાનામાં) તેની રાણીઓ હતી એટલું જ નહિ, પણ ઊતરતા દરજજાની પનશીન સ્ત્રીઓ પણ હતી. અશોકના સંબંધમાં સિંહલદ્વીપમાં જે દંતકથા પ્રચલિત છે તે આના સંબંધમાં અહીં યાદ આવી જાય છે. એ દંતકથામાં એમ કહ્યું છે કે, અશોકનો પિતા જીવતો હતો તે વખતે અશોક ઉજજયિનીને મહામાત્ર હતો ત્યારે તેણે “ષ્ટિ”(શેઠ ). ની જ્ઞાતિની કઈ સ્ત્રીની સાથે સંબંધ બાંધ્યો હતો. હાલના જિલ્લાની પાસેના હાલના બેસગર (પ્રાચીન વિદિશાનગર)માં એ સ્ત્રી રહેતી હતી. અશેકે ગાદી પચાવી પાડી અને એ સ્ત્રીથી પોતાને થએલાં
કરાંને તે પિતાના પાટનગરમાં પિતાની સાથે તેડતો ગયો ત્યારે પણ એ સ્ત્રી તે વિદિશાનગરમાં જ રહેતી હતી. અશોકની રાણુઓના ઉપરાંત રખાત પણ હતી; અને તેનો બધો જ “ ધ” (ઝનાનો) પાટલિપુત્રમાં ન હતા, પણ તેમાંની કેટલીક સ્ત્રીઓ પ્રાંતમાં પણું રહેતી હતીઃ એવું જે અનુમાન અશોકના ઉપર્યુક્ત સ્તંભલેખની ઉપરથી બાંધી શકાય છે તેને ઉપલી દંતકથાથી પુષ્ટિ મળે છે. એ જ સ્તંભલેખમાં રાજકુટુંબનાં દાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com