________________
પછીથી આ ત્રણ પ્રાણીઓને પણ હણવામાં આવશે નહિ.” અહીં અશકે એટલું તે કબૂલ કર્યું છે કે, બીજાં બધાં પ્રાણીઓનો વધ તેણે પોતે બંધ કરાવ્યો હતો તે પણ તેના પિતાના ભજનના કામે મેરો અને હરણને વધ કરવાની છૂટ તેણે આપી હતી. આ પ્રાણીઓનું માંસ તેને ભાવતું હશે, એમ આથી સ્પષ્ટ થાય છે. વળી એ બે જાતનાં પ્રાણીઓ પૈકી ઘણુંખરૂં હરણને વધ થવા દેવામાં આવતો ન હસે તેથી એવું પણ અનુમાન થઈ શકે છે કે, તેને મેરની જાતનાં પ્રાણીઓનું માંસ બહુ ભાવતું હોવું જોઈએ. “સંયુત્તનિકાય” ને લગતા પોતાના ભાગ્યમાં બુહષે જે કહ્યું છે તે આના સંબંધમાં અહીં નોંધવા જેવું છે. બુદ્ધોષ કહે છે કે, “સરહદની પાસેના પ્રાતના લોકોને ગંડુપાદ બહુ ભાવે છે; પણ મધ્યદેશના લેકેને એમની સૂગ ચઢે છે.” ૧ આવું હોઈને, મધ્યદેશને રહીશ અશોક મારનું માંસ ખાવાનું લાંબા કાળ સુધી મુકી દઈ ન શકો, એમાં કાંઈ નવાઈ નથી. તેમ છતાં પણ, પિતાના ઉક્ત લેખમાં તેણે વચન આપ્યું છે તેમ, પાછળથી તેટલું માંસ પણ ત્યજી દઈને તે શુદ્ધ શાકાહારી બન્યા હશે જ. એ બાબતમાં શંકા રાખવાની જરૂર રહેતી નથી.
પિતાના બીજા એક લેખમાં અશોકે પિતાના ગૃહજીવનની થોડીક ઝાંખી આપણને કરાવી છે. પિતાના ચાર મુખ્ય શિલાલેખો પિકીના આઠમા શિલાલેખમાં તેણે કહ્યું છે કે, ઘણાં વર્ષોથી રાજાઓ વિહારયાત્રાએ નીકળી પડતા, અને ત્યાં શિકાર તથા એવા જ બીજા આનંદેત્સવ થતા પરંતુ પોતાને રાજ્યાભિષેક થયો ત્યારથી માંડીને દસમા વર્ષે તેણે પોતે સંબંધિની (જે સ્થળે બુદ્ધ ભગવાનને જ્ઞાન થયું હતું તે સ્થળની) મુલાકાત લીધી ત્યારથી એ વિહારયાત્રાઓના બદલામાં ધર્મયાત્રાઓની ચાજના કરી હતી. અહીં અશેક આપણને એમ કહેવા માગે છે કે, બીજા બધા રાજાઓની માફક તે પોતે પણ પોતાના રાજ્યાભિષેકથી માંડીને દસમા વર્ષ ૧. ઇ. સ. ૧૮૯૮ માં સિંહલદ્વાપમાં શેર વિમલબુદ્ધિએ પ્રકટ કરેલા બુદ્ધ
ઘોષકૃત “રાથસિંઘા” ૫. ૦૪ તથા આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com