________________
ભૂમિકા : ૩
પ. શુભવર્ધનગણિવિરચિત વર્ધમાનદેશના-અંતર્ગતઃ ર.ઈ.૧૪૯૬ઃ પ્રાકૃત.
૬. રાજકીર્તિગણિવિરચિત વર્ધમાનદેશના-અંતર્ગતઃ ર.ઈ.૧૭મી સદી પૂર્વાધ: સંસ્કૃત,
૭. મલયહંસગણિવિરચિત આરામશોભાકથા : રચના સમય અપ્રાપ્ત સંસ્કૃત. ૮–૯. અજ્ઞાતવિરચિત આરામશોભાકથાઃ રચના સમય અપ્રાપ્ત સંસ્કૃત.
ઉપરની કૃતિઓમાંથી મલયહંસગણિવિરચિત “આરામશોભાકથા પ્રાપ્ત થઈ નથી અને અજ્ઞાતવિરચિત બે ગદ્યકથાઓમાં ખાસ કશી વિશેષતા હોવાનું જણાયું નથી તેથી એ સિવાયની કૃતિઓનો વીગતે પરિચય હવે પછી આપે છે.
અન્ય “વધમાનદેશનાઓ પણ હશે જ, જેમાં આરામશોભાકથા હેય. અન્ય કવિઓનાં “મુનિસુવ્રતચરિત્ર મળે છે તેમાં બધે આ કથા છે કે કેમ તે નક્કી થઈ શકે તેમ નથી. અજ્ઞાતકક અન્ય રચનાઓ પણ હશે જ. બીજી લાંબી કૃતિઓમાં દષ્ટાંતકથા તરીકે આ કૃતિ આવતી હોય એવું પણ બને. આ અભ્યાસની મર્યાદાને કારણે એ સંશોધનમાં જવાનું શકય બન્યું નથી, પણ સંભવ છે કે આ કથાનકનાં વીસ-પચીસ સંસ્કૃત-પ્રાકૃત રૂપાંતર પ્રાપ્ત થાય. એ સ્વતંત્ર સંશાધનને વિષય બને.
આ વિષયની ગુજરાતી કૃતિઓ સમયાનુક્રમે નીચે પ્રમાણે છે: ૧. રાજકીર્તિ કે કતિવિરચિત આરામશોભારાસ : ૨.ઈ.૧૪૭૯. ૨. વિનયસમુદ્રવાચકવિરચિત આરામશોભાએ પાઈઃ ૨.ઈ.૧૫૨૭. ૩. સમયપ્રમોદવિરચિત આરામશોભાચોપાઈઃ ર.ઈ.૧૫૯૫.
૨. જિનનકોશ વ.૧ (સંપા. હરિ દાદર વેલનકર, ૧૯૪૪)માં આ કૃતિ નોંધાયેલી છે તે ઉપરાંત પાટણ અને છાણના જૈન ભંડારેમાં એની પ્રતા હોવાની માહિતી મારી પાસે છે.
૩. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના હસ્તપ્રતક્રમાંક (૧) ૯૯, ૧૯૩૩, ૯૧૭૪, ૧૬૦૧૫, ૨૩૯૧૯ તથા (૨) ૩ર૬૦, ૨૬૮૩૮. ક્રમાંક ૯૧૭૪ની પ્રત “ફલમાકર્થ સુંદર” એ શબ્દને કારણે ભૂલથી માણિક્યસુંદરને નામે નોંધાયેલી છે.
૪. “જિનરત્નકોશ'માં સર્વવિજયકૃત અને અજ્ઞાતકરૂંક “વર્ધમાનદેશના” નોંધાયેલ છે.
૫. જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ ભા. , સંપા. હીરાલાલ રસિકદાસ કાપડિયા, ૧૯૬૮, પૃ.૨૫-૨૬.
૬. લા દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રતમાંક ૧૬૦૫ (પ્રાકૃત પદ્ય) જોવા મળી નથી તેમજ પાટણ, છાણુ અને વડોદરાના જૈન ભંડારોમાં તથા અમદાવાદ ડેલાના ભંડારમાં આ વિષયની અજ્ઞાતકર્તક કૃતિઓની હસ્તપ્રતો હોવાની માહિતી મળી છે, જે જોવાનું બની શક્યું નથી. “જિન રત્નકેશમાં પણ અજ્ઞાતત્ક આરામશોભાકથા નોંધાયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org