________________
આરામશોભાની કથાનું મહત્ત્વ આરામશોભાની કથા એ જૈન પરંપરાની એક પ્રસિદ્ધ કથા છે. ઓરમાન સંતાનને ભાગ્યોદયના કથાઘટકને વણી લેતી આ કથાનું મૂલ્ય એ દષ્ટિએ ધણું છે. આ કથાઘટક જગદ્રવ્યાપી છે. યુરોપમાં પ્રચલિત સિન્હેલાની તથા અસ્પટલની કથા અને ભારતની દિગંબર જૈન પરંપરાની સુગંધદશમીની કથામાં આ કથાઘટક છે. સિડ્રેલાની કથા સૌપ્રથમ ચાલ્સ પરોટ (ઈ.૧૬૨૮-ઈ.૧૭૦૩)ના કથાકેશ “કેબિને ફીમાં અને અસ્પટલની કથા જેકબ લુડવિક કાલ શ્રિમ (ઈ.૧૭૮૫–ઈ.૧૮૬૩)ના લોકકથાસંગ્રહ “દિ કિંડર ઉર્ડ હાઉસમાર્મેન'માં મળે છે, જ્યારે આરામશોભા અને સુગંધદશમીની કથાઓ છેક ઈ.૧૧મી–૧૨મી સદીની છે. આથી ઓરમાન સંતાનના ભાગ્યોદયનું કથાઘટક ભારતીય મૂળનું હેવાની સંભાવના વધુ રહે છે.
- હીરાલાલ જેને સુગંધીદશમીની કથાને પ્રભાવ આરામશોભાની કથા પર હેવાનું માનેલું અને તેથી સુગંધદશમીની કથાને આ વિષયની સૌથી પ્રાચીન કથા માનેલી. પરંતુ ઉદયચન્દ્રની અપભ્રંશ સુગંધદશમીકથા ઈ.૧૧૫૦ની રચના છે,
જ્યારે આરામશોભાની કથા પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિપ્રકરણની દેવચંદ્રસૂરિવિરચિત વૃત્તિ(ર.ઈ.૧૦૮૯-૯૦)માં સૌપ્રથમ મળી આવી છે. આથી શ્રી જેનને અભિપ્રાય હવે સ્વીકાર્ય રહેતો નથી. આરામશોભાની કથા એ, હવે, આ વિષયની સૌથી પ્રાચીન કથા ઠરે છે.
આરામશોભાવિષયક કૃતિઓ આરામશોભાનાં કથાનક સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં મળી આવે છે. સંસ્કૃત-પ્રાકૃતમાં જાણવા મળેલી કૃતિઓની યાદી સમયાનુક્રમે નીચે મુજબ છે:
૧. પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિપ્રકરણ” પરની દેવચન્દ્રસૂરિવિરચિત વૃત્તિઅંતગતઃ ર.ઈ.૧૦૮૯-૯૦: પ્રાકૃત.
૨. વિનયચન્દ્રસૂરિવિરચિત મુનિસુવ્રતસ્વામિચરિત અંતગતઃ રઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ: સંસ્કૃત.
૩. હરિભદ્રસૂરિવિરચિત “સમ્યકત્વસપ્તતિ' પરની સંપતિલકસૂરિવિરચિત વૃત્તિ-અંતર્ગતઃ ર.ઈ.૧૩૬૫: પ્રાકૃત.
૪. જિનહર્ષસૂરિવિરચિત આરામશોભાચરિત્રઃ ર.ઈ.૧૪૮૧ઃ સંસ્કૃત. ૧. સુગંધીદશમીથા, ૧૯૬૬, પ્રસ્તા. પૃ.૧૬-૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org