________________
સાસ ઉપદેશ્યાં છે, માટે જ તે મૂળસૂત્રે કહેવાયાં હોય તેવું મૂળસંસા પરથી સૂચિત થાય છે.
પરંતુ Prof. Guerinot (પ્રે. ગેરીને) એમ માને છે કે આ ગ્રંથ Traites Originaux અર્થાત કે અસલ ગ્રંથો છે. કારણકે તેના પર અનેક ટીકાઓ અને નિર્યુક્તિઓ થઈ છે. ટીકા ગ્રંથને અભ્યાસ કરતાં આપણે પણ જે ગ્રંથપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. જૈન ધાર્મિક ગ્રંથોમાં આ ગ્રંથ ઉપર સૈથી વધારે ટીકાનાં પુસ્તકો છે, તેથી ટીકાઓની અપેક્ષાએ આ ગ્રંથને મૂળસૂત્રો કહેવાની જૈન આગમમાં પ્રથા પડી હશે તેવી તેમની કલપના છે.
આ ત્રણે પશ્ચિમાત્ય વિદ્વાનોએ ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુઓને મોખરે કરી કલ્પનાઓ કરી હોય તેમ જણાય છે. - તેમાંની પ્રથમ કલ્પના ઉત્તરાધ્યયનને લાગુ પડી શકે. કારણકે ભગવાન મહાવીરે તેમને અંતિમ ચાતુર્માસ્યમાં જે છત્રીસ અણપૂગ્યા સવાલના ઉત્તર આપેલા તે ઉત્તરાજ આ ગ્રંથમાં સંગૃહીત છે. પરંતુ આ વસ્તુ દશવૈકાલિકને તે સીધી રીતે લાગુ પડી શકતી નથી. એટલે બીજે મત દશવૈકાલિકની વસ્તુને અનુસરીને કદાચ નક્કી કરવામાં આવ્યો હોય, પણ આ બીજા મતને માન્ય ગણવા જતાં ઉત્તરાધ્યયન સૂત્ર આપણને રોધ કરે છે. કારણકે તેમાં કેવળ શ્રમણજીવનના યમનિયમ જ નહિ બલકે અનેક કથાઓ, શિક્ષાપદે, એક્ષપ્રાપ્તિના ઉપાયો, લેકવર્ણ વગેરે જેન આગમોની મૂળભૂત ઘણી ઘણી વસ્તુઓ છે. સારાંશકે તેમાં યમનિયમાદિ વસ્તુ મુખ્યતયા ન હોવાથી દશવૈકાલિકની જેમ તેને ઘટાવી શકાય નહિ. તે ઉકેલ લાવવા માટે ત્રીજો મત બહાર આવ્યો
2 See:-La. Religion Dyaina. Page no. 79.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org