________________
૪૮
દશવૈકાલિક સૂત્ર વાછરડે હોય તે તેને ઓળંગીને કે તેને વેગળા કરીને પણ પ્રવેશ ન કરે.
સેંધા--ળગવાથી કદાચ પડી જવાય અને હઠાવવાથી કૂતરે કે તેવું પ્રાણુ પિતાને ઇજા કરે. રિ૩] ગૃહસ્થને ઘેર ગયેલો મુનિ ( ભિક્ષા કિવા કોઈ વ્યકિત પર)
આસકિતપૂર્વક કશું પણ ન જુએ. આમતેમ દૂર દૂર જોયા ન કરે અને દ્રષ્ટિને વિકાસીને પણ ન જુએ. પરંતુ ઘરમાં કોઈ વ્યક્તિને ન જુએ તે ત્યાંથી બોલ્યા વગર (ચૂપચાપ શાન્તિથી) પાછો ફરે.
નોંધ –વારંવાર કોઈ સામે જેવાથી કે આમ તેમ દૂર દૂર જેવાથી * ગૃહસ્થને અવિશ્વાસ ઉત્પન્ન થવાનું કારણ મળે માટે તેમ કરવું ભિક્ષને
ઉચિત નથી. [૨૪] ગોચરાગ્ન (શિક્ષાથે) ગયેલો મુનિ, જે કુળને જે આચાર
હોય ત્યાં સુધીની પરિમિત ભૂમિમાં જ ગમન કરે. તે ગૃહસ્થની બાંધેલી મર્યાદાથી આગળ ગમન ન કરે.
મેં -જૈન મુનિઓ માટે ઉચ્ચ વિચાર અને વર્તનવાળા કુળમાં ભિક્ષાની છૂટ છે તો પણ ભિન્નભિન્ન કુળના જ્ઞાતિ કે ધર્મગત રિવાજ પ્રમાણે તેમનાં ઘરની મર્યાદામાં રહીને જ ભિક્ષુ શુદ્ધ ભિક્ષા મેળવે; મર્યાદાથી આગળ રસોડામાં જવાથી દાતારને કદાચ દુઃખ થાય માટે તેમ ન કરવું. રિપ] જ્યાં આગળ ઉભા રહેવાથી સ્નાનાગાર કે મળ વિસર્જનગૃહ
(સંડાસ) દેખાતું હોય તો તે સ્થાને છેડી અન્ય વિભાગમાં જઈ શુદ્ધ સ્થાનનું નિરીક્ષણ કરી વિચક્ષણ સાધક ત્યાં ભિક્ષાર્થે ઉભો રહે.
નોંધ –તેવા સ્થળે ઉભા રહેવાથી સ્નાનાગારમાં નહાતા કે મળવિસનગ્રહમાં જતા ગૃહસ્થને મુનિનું ત્યાં ઉભું રહેવું તે અસભ્યતા ભર્યું ખાય અને તેથી મુનિની અવગણનાનો સંભવ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org