________________
પિષણા
૪૭
૪૭ સર્વત્ર પાલન થાય તે કોઈને “રન વિના આવશો નહિ.” એવી સૂચના દ્વાર પર લખવી ન પડે. [૧૯] મળમૂત્રની શંકા હોય તે તે નિવારીને પછી જ મુનિ ગોચરી
માટે (ભિક્ષાર્થે) પ્રવેશ કરે. કદાચિત રસ્તામાં આકસ્મિક શંકા થાય તે મળ કિવા મૂત્ર વિસર્જન કરવાને યોગ્ય નિર્જીવ જગ્યા જઈ તે જગ્યાના ખાસ માલિક હેય તે તેની આજ્ઞા લઈને બાધાને નિવારી લે..
ધમળ અને મૂત્રની હાજત માર્ગમાં ન થાય તે માટે પહેલેથી જ સાવધ થવું અને કદાચ આકસ્મિક થાય તો બધાને રેકવાનો પ્રયત્ન કરવો નહિ. કારણકે કુદરતી હાજત રોકવાથી શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થવાનો ભય છે. પરંતુ તે ક્રિયાને ઉચિત સ્થાને જ તે ક્રિયા કરવી ઘટે.
[૨૦] જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરમાં અંધકાર વ્યાપ્ત હેય,
કે ઊંડું ભોંયરું હેય તે ઘરમાં મુનિ ભિક્ષાર્થે ન જાય. ત્યાં આગળ અંધારું હોવાથી કંઈ આંખથી જોઈ શકાય નહિ અને તેથી હાલતા ચાલતા પ્રાણીઓ ન દેખાય તે તેની હિંસાને પણ ભય રહે.
નોંધ – અંધારામાં પોતાના સંયમને બાધા કરનાર ખોરાક છે કે નિર્દોષ છે તેનો પણ ખ્યાલ ન રહે. કદાચ પડી જવાનો ભય રહે. કિંવા નાના મોટાં જીવજંતુને પણ હાનિ પહોંચે. [૨૧] જ્યાં આગળ બીજ કે કૂલ વેરાયાં હોય અથવા જે સ્થાન
તાજું લિંપણ થવાથી લીલું કે ભીનું ઘર હોય તે તેવું જાણીને ત્યાં મુનિ ન જાય.
નોંધ –વનસ્પતિ કે જળના જીવો પણ ન દુભાય તેવી ઝીણું કાળજી રાખવા માટે પણ ભિક્ષુઓ સાવધાન રહેવું ઘટે. [૨] સંયમી મુનિ ગ્રહસ્થના ઘરને બાળક, બકરો કે કૂતરો અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org