________________
ભિક્ષુ નામ
૧૬૩ નોંધઃ-શાસનના નિયમોને આધીન નહિં રહેતાં એકલા ફરવું, ગુરુકુળ વાસ ને છેડી જુદા વિહરવું એ કંઈ વિવિકતચર્યા નથી અને એકચર્યા પણ નથી, આ તે કેવળ અનેકાંત ચર્ચા જ છે.
જે એકચર્યામાં વૃત્તિની પરાધીનતા અને સ્વચ્છંદતાનો અતિરેક હેય તે ચર્ચામાં ત્યાગના વિકાસને બદલે દુરાચારની વૃદ્ધિ થવાને જ વધુ સંભવ છે.
વયં પોતાના જ પાપનું પ્રક્ષાલન, પોતાની જ શક્તિથી વિપત્તિઓનું વિદારણ અને પિતાનું જ પોતાને અવલંબન બનાવી એકાંત આત્મદમન કરવું તે જ આદર્શ એકચર્યા.
આત્મરક્ષાને પ્રબળ ઉપાસક એ વીરસાધક આવી એકાંત (સગદેષ રહિત ) ચર્ચાનું રહસ્ય સમજી ઈદ્રિયની ચપળતા અને મનના દુષ્ટ વેગને આધીન ન થતાં કેવળ એકજ લક્ષ્ય રાખી પોતાનું સાધ્ય સાધી અને વીતરાગ ભાવની પરાકાષ્ઠા પામી સિક, બુદ્ધ અને મુક્ત થાય એ જ સંચમ અને ત્યાગનું અતિમ ફળ છે.
એમ કહું છું -
એ પ્રમાણે વિવિતચર્યા નામની બીજી ચૂલિકા પૂર્ણ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org