Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005234/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીએ ને શયનાસને; પરાધીનપણે ત્યાગે, તેથી ત્યાગી ન તે બને, જે પ્રિયકાન્ત ભાગને, પામીને અળગા કરે; સ્વાધીન પ્રાપ્ત ભેગોને, ત્યાગે-ત્યાગી જ તે ખરે. સંતબાલ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરનું શ્રેય ધાર્મિક, રાષ્ટ્રિય અને સામાજિક એ ત્રણે દ્રષ્ટિએ સમન્વય કરનારાં સાહિત્ય પ્રકાશનેનો પ્રચાર જે કાળમાં પ્રજાજીવન સાવ કચરાઈ રહ્યું હતું. બીજી બાજુ સંસ્કૃતિના લેપ થવા માંડ્યા હતા. પિશાચેને શરમાવે તેવા ભયંકર અત્યાચારો થઈ રહ્યા હતા. જાતિવાદનાં જેર વ્યાપ્યાં હતાં. ઉચ્ચનીચના ભેદની માનવ માનવ વચ્ચે દીવાલે ખડી થઈ ગઈ હતી. અહંકારથી ઉશૃંખલા બનેલી દ્વિજ જાતિ પવિત્રતાને પરવારી બેઠી હતી. વેદવિહિત કર્મકાંડની બાહ્ય ક્રિયાઓમાં ખૂબ સંકરતા વ્યાપી ગઈ હતી. તે વખતે સાધનાપૂર્ણ જે મહાવિભૂતિએ વિશ્વમાં પ્રકાશ ફેંકી વિશ્વવંદ્યનું બિરુદ મેળવ્યું તે પ્રભુ મહાવીરનાં મૌલિક વચનામૃતનો જેન અને જેનેતર જનતામાં પ્રચાર કરવા સારુ સસ્તુ, સુંદર અને સર્વોત્તમ સાહિત્ય બહાર પાડવું એ એકજ માત્ર મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર નો ઉદેશ છે. 4 મહાવીર કાર્યાલયઃ સાબરમતી Page #3 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનું કાર્યવાહક મંડળ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ, [ જેમની દેખરેખ નીચે બધા પ્રકાશનો બહાર પડે છે.] લેખક શતાવધાની શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજ કાર્યવાહકે – મંત્રો શ્રી. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી સલાહકાર શ્રી. બુધાભાઈ મહાસુખભાઈ શાહ - શ્રી. જેઠાભાઈ અમરશી શાહ ખજાનચી વ્યવસ્થાપક શ્રી. મણિલાલ ઉજમશી શાહ શ્રી. જમુ રવાણું - શ્રી. તારક રવાણું લેખકના મદદનીશ તરીકે રહેશે. આર્થિક સહાયદાતા શ્રી. ડુંગરશી ગુલાબચંદ સંઘવી જેમની આર્થિક મદદથી સંસ્થા ચાલી રહી છે. સહાયકોને આ સંસ્થાને પ્રતિવર્ષે રૂ. ૧૫૦) આપી સંસ્થાના પિષક બની શકાશે. આ સંસ્થાને પ્રતિવર્ષે રૂ. ૨૫) આપી સંસ્થાના શુભેચ્છક બની શકાશે. આ સંસ્થાના આર્થિક સહાયદાતા શ્રી. ડુંગરશી ગુલાબચંદ સંઘવી તરફથી મળેલી રકમ વગર વ્યાજેજ રોકાઈ છે. એટલે વ્યાજનો કે તે કશો જે પ્રકાશન પર પડવાનો નથી. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહકને ૧ અગાઉથી ગ્રાહક થનાર પાસેથી માત્ર કાગળ, છપાઈ, પુસ્તક બધામણી તથા વ્યવસ્થાનું જ માત્ર ખર્ચ લેવામાં આવશે. હાલ તેઓની પાસેથી બે રૂપિયા પ્રથમ લેવામાં આવશે. અને જેમ જેમ પુસ્તક બહાર પડશે તેમ તેમ તેઓને મૂળ કિંમતે ટપાલ તથા રવાનગી ખર્ચ ઉમેરી ઘેર બેઠાં પહોંચાડવામાં આવશે. તે કુલ ખર્ચ તેમની આવેલી રકમમાંથી બાદ થતું રહેશે. ૩ ગ્રાહક થવાથી વી. પી. નું ખર્ચ બચી જશે તથા પુસ્તકો પહેલી તકે મેળવી શકાશે. બીજું ઉપયોગી ૧ જે પહેલેથી ગ્રાહકો ન થયાં હોય તેઓને પુસ્તકો સિલકમાં હશે તો જ આપવામાં આવશે. ૨ આ સંસ્થાના પ્રકાશનોમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાનો યથાશક્ય પ્રયત્ન થશે. ૩ થયેલા ખર્ચની વિગત હમેશાં પુસ્તકની પાછળ આપવામાં આવશે. બુકસેલરને સૂચના ૧ કોઈ પુસ્તકની ૨૫ થી ઓછી નકલોના ઓર્ડર સ્વીકારાશે નહિ. ૨ રેલભાડું અને રવાનાખર્ચ સહિત પૂરાં નાણાં કાર્યાલયને મળ્યા પછીજ મંગાવેલ પુસ્તકો મોકલવામાં આવશે. વી. પી. થી પુસ્તકો મોકલવામાં આવશે નહિ. ૩ બધાં પુસ્તકમાં ૬ ટકા કમિશન મળશે. ૪ રસ્તામાં દાગીને ગેરવલ્લે પડે, બગડે મોડે પહોંચે કે બીજી કાઈ હાનિ પહોંચે તેને સારું કાર્યાલય જવાબદાર નથી. રેલ્વેને દાગીને સોંપતા સુધી કાર્યાલયની જવાબદારી રહેશે. ૫ પુસ્તકની છાપેલી કિમતથી વધારે કિંમતે અમદાવાદમાં કોઈથી વેચી શકાશે નહિ. ૬ બુકસેલરોએ બધે વહેવાર નીચેને સરનામે કરવો. મહાવીર કાર્યાલય: સાબરમતી છે .: Page #5 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર પ્રત ૫૦૦૦ ના ખર્ચની વિગત ૩૧-૪-૦ ક્રાઉન ૧૬ પેજી સાઈઝ ફર્મ ૧રાઃ પૂષ્ઠ ૨૦૦ કાગળ રીમ ૬ સત્તાવીસ રતલી ૫-૫-૬ લેખે ૩૩૩-૧૫–૮ છપામણી ૧૬૯–૦-૦ વળામણ અને મેળવણું બંધામણી ૨૦૦–-૦–૦ પૂંઠા તથા છપામણી ૪૦–૮–૦ વ્યવસ્થા ખર્ચ ૧૨૫–૮–૦ પ્રચાર ખર્ચ ૨૦૦–૮–૦ સરંજામખર્ચ ૭૦ –૦–૦ કાગળ વગેરેની મજૂરી ૨-૧૦–૩ ૧૧૭૧-૧૪-૦ નોંધા–પ્રચાર ખર્ચમાં જાહેરખબરખર્ચ, ટપાલખર્ચ, મુસાફરી ખર્ચ સમાલોચના અભિપ્રાય તથા ભેટ માટે અપાતાં પુસ્તક વગેરેના ખર્ચને સમાવેશ થાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, ગ્રંથ ર - શ્રી દશવૈકાલિક સૂત્ર [ ગુજરાતી અનુવાદન] અનુવાદક કવિવર્ય પંડિત શ્રી. નાનચંદ્રજી સ્વામીના સુશિષ્ય લધુ શતાવધાની છે. મુનિશ્રી સાભાગ્યચંદ્રજી કિંમત રૂપિયા પાંચ - વીર સંવત : ૨૪૬૦ ઈ. સ. ૧૯૩૫ ચાર આના Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક :– શ્રી. લક્ષમીચંદ ઝવેરચંદ સંઘવી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર સાબરમતી : ગૂજરાત પ્રથમ આવૃત્તિ પ્રત ૫૦૦૦ ફાગુન સુદ ૧ : ૧૯૯૧ મુદ્રક પટેલ મગનલાલ લક્ષ્મીદાસ ધી “સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ.” છે. પાનકારનાકા–અમદાવાદ, Page #8 -------------------------------------------------------------------------- ________________ ગુરુચરણે જેની દયા દ્રગ થકી ઉરમાં ઉમંગ, જાગે વિચારબળ, ત્યાગતનું પ્રસંગ; તે પૂજ્યપાદ ગુરુના ચરણારવિન્દ સેવા અર્પણ હજ અનુવાદબંધ. સૌભાગ્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ નિવેદન મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરનો આ બીજો ગ્રંથ બહાર પડે છે. લેખક મુનિરાજશ્રી વિહારમાં લેવાથી દશવૈકાલિકનું પ્રકાશન ધારવા કરતાં કંઈક મોડું થવા પામ્યું છે. પરંતુ આનીજ સાથે ત્રીજું પ્રકાશન “સાધક સહયરી” પણ તૈયાર થઈ ગયું છે. અને તે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થઈ થોડાજ વખતને અંતરે ગ્રાહકોને મળવાથી અવશ્ય સંતોષ થશે એમ અમે માનીએ છીએ. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની પ્રથમ આવૃત્તિના પ્રકાશન વખતે જનતાની માગને અમો પહોંચી શકયા નહતા. તેથી આ દશવૈકાલિક સૂત્રની પ્રથમ આવૃત્તિની ૫૦૦૦ પ્રત છપાવી છે. બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓ જ વાપરવાનો સંસ્થાનો ઉદ્દેશ હોવાથી છીંટના પાકાં પૂઠાને બદલે કાગળનું જ પાકું પૂંઠું રાખ્યું છે. આમ કરવાથી ખર્ચ પણ ઓછું થાય છે અને પ્રકાશન ટકાઉ તથા સતું બહાર પડી શકે છે. આ પછી અમારી સંસ્થાનું ચોથું પ્રકાશન શ્રી આચારાંગ સૂત્ર [ગુજરાતી અનુવાદન બહાર પડશે. આ સંસ્થાની પ્રકાશન સંબંધી યોજના અને તેના નિયમો આગળ જ આપેલા છે. તે વાંચી લાગે તે જિજ્ઞાસુ બંધુઓએ ગ્રાહક થઈ જવું. તેમ થવાથી તેમને અને સંસ્થાને પોસ્ટ ખાતાની અને વધુ ખર્ચની તકલીફ રહેશે નહિ. અમારા ગ્રાહકોએ અને વિદ્વાનોએ અમારા પ્રથમ પુષ્પ શ્રી ઉત્તરાધ્યયનને ભાવભીને સત્કાર કરી સંસ્થાને આગળ ધપાવવાની પ્રેરણું આપી છે તે બદલ અમે તે સૌના આભારી છીએ, અને તેઓની આ સંસ્થા પર આવી શુભ ભાવના વહ્યા કરે એમ અમે ઈચ્છીએ છીએ. આ સંસ્થાના હંમેશના નિયમ મુજબ ખર્ચની વિગત પણ આગળ આપેલી છે. મંત્રી Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશતાં પહેલાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારે શ્રી દશવૈકાલિક સૂત્રનું અનુવાદન બહાર પાડવાની ઇચ્છા હતી, અને તેનો પ્રારંભ પણ થઈ ચૂકેલે. પરંતુ અનેક સંયોગની વચ્ચે પ્રબળ ઇચ્છા હેવા છતાં અમદાવાદમાં તે પૂર્ણ ન જ થયું. “ અમદાવાદથી જેમ જેમ વિહાર કરી આગળ વધતા ગયા તેમ તેમ ત્યાં માર્ગમાં જેટલે અવકાશ મળે તેટલે લઈ તથા “સાધક સહચરી” (જે પુસ્તક તૈયાર થઈ છપાઈ રહ્યું છે તે) વૃદ્ધિ પામે જતાં હતાં. પરંતુ તેની સમાપ્તિ તે કઠેર મુકામે જ થઈ. આ પરથી આ ગ્રંથનું પ્રસિદ્ધિકરણ કેમ મોડું થયું તે સમજી શકાશે. ઉત્તરાધ્યયન જેટલું દશવૈકાલિક પ્રચાર પામશે કે કેમ તે અણુઉકેલ્યો પ્રશ્ન છે. કેમકે ઉત્તરાધ્યયન સૂત્રમાં તે અનેક કથાપ્રસંગે, સુંદર ઐતિહાસિક ઘટનાઓ તથા પુકારીય, ચિત્તસંભૂતીય અને રથનેમીયમાં આવતા ચેતનવંતા સંવાદો સામાન્ય વાચકના હૃદયમાં પણ રસવૃત્તિ જગાડે તેવા છે. દશવૈકાલિકમાં નથી કથાવિભાગો કે નથી રેચક સંવાદે. તેમ છતાં પણ દશવૈકાલિકમાં એક એવું આકર્ષક તવ તે જરૂર છે કે જેના તરફ જિજ્ઞાસુ વાચક આકર્ષાયા વગર રહી શકે નહિ. આજે ભારતવર્ષમાં જેટલે અંશે આર્થિક સમસ્યાનું કેક ગુંચવાયેલું છે તેટલું જ ચારિત્ર વિષયનું પણુ ગુંચવાયેલું છે. કારણકે આર્થિક નિર્બળતાનું મૂળ જ આ છે, તેને આજે કેઈ અસ્વીકાર કરી શકશે નહિ. આધુનિક યુગમાં જેટલું મનુષ્ય વાંચે અને વિચારે તેના Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કરતાં થતાંશ પણ વનમાં મૂકે એ વધુ આવશ્યક છે. એ આવશ્યક તત્ત્વ દશવૈકાલિકમાંથી મળી શકે તેમ છે કારણ કે તેમાં સંયમી જીવનના કડક નિયમ અને સાથે સાથે તેના પાલનની પ્રેરણા પણ છે. તે અપેક્ષાએ જિજ્ઞાસુ વર્ગમાં જેટલું ઉત્તરાધ્યયન આદર પામ્યું છે તેટલુંજ દશવૈકાલિક પણ પામે તે આશા અસ્થાને નથી. પદ્ધતિ ઉત્તરાધ્યયનની પદ્ધત્તિમાં જે જે દ્રષ્ટિબિંદુએ રાખવામાં આવ્યાં હતાં તે તે દશવૈકાલિકમાં પણ રાખવામાં આવ્યા છે. માત્ર ફેર એટલેાજ કે ઉત્તરાધ્યયન કરતાં દશવૈકાલિકમાં સંપાદકીય તૈાંધા ઉમેરે વધુ પ્રમાણમાં કર્યાં છે. જો તે ન કર્યાં હાત તે મૂળ શ્લેકાના અને સમજવામાં મુશ્કેલી પડત. એટલે તેમ સમજી એટલા ઉપયેગી ઉમેરાની આવશ્યક્તા પૂરી પાડવામાં આવી છે. જો કે અમુક વ માત્ર ભાષાદ્રષ્ટિએજ મૂળને અનુવાદ કરવે તેટલુંજ અનુવાદકનું કાર્યક્ષેત્ર માને છે. પણ મને લાગે છે કે મૂળ ચનના ઉદ્દેશ જ્યાં જ્યાં મૂળ કથનના વાક્યેામાં પરિપૂર્ણ ન થતા હાય અથવા તે કથન કઈ અપેક્ષાએ કહેવાયેલું છે તે સ્પષ્ટ થતું ન હાય ત્યાં ત્યાં તેને વ્યક્ત કરવા ઘટતા પ્રયત્ન કરવા તે પણ અનુવાદકનું અનિવાર્ય કર્તવ્ય છે. કાઈપણું ભાષાના ગદ્યાનુવાદ કરતાં પદ્યાનુવાદ કરવામાં આ વસ્તુની વિશેષ ચેાસી રાખવાની હોય છે. જો કે સમથ નાની પુરુષોના કથનમાં ન્યૂનતા સંભવતી નથી. કે તેની પૂર્તિની આવશ્યક્તા હાય. પરંતુ જ્ઞાનીજનેાના વક્તવ્યમાં ગાંભીય અવશ્ય હાય છે, અને તે ગાંભીર્યને સ્પાર્થ જો ન આપવામાં આવે તેા વાચકવર્ગની જિજ્ઞાસા ઘણીવાર અતૃપ્ત રહી જવાના સંભવ છે. તેવા પ્રસંગે એ વકતવ્યના હૃદયને સ્પષ્ટ અને રાચક ભાષામાં વ્યક્ત કરવા સારું અનુવાદક પેાતાની વિવેકશકિત અને ભાવનાને શુભ ઉપયેાગ કરે તે તે અપ્રાસંગિક તા ન જ ગણાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ જો કે આથી હું એમ નથી માનતો કે આમ કરવાથી જિજ્ઞાસુવર્ગની ઈચ્છા સંપૂર્ણ સંતોષાઈ જાય. પરંતુ હું એમ તો અવશ્ય માનું છું કે તેમની વિચારણામાં યર્કિચિત પણ એ ને ઉપયોગી થઈ પડશે. અને તે ઉપયોગિતા મે ઉત્તરાધ્યયનના વાચકો પાસેથી જાણીને જ અહીં પણ ઉચિત પ્રસંગે સંક્ષિપ્ત કિવા વિસ્તૃત ને આપવી યોગ્ય ધારીને આપી છે. જે જે અનુવાદકની નોધ છે તેના ‘ટાઈપ” મૂળ શ્વેકથી ભિન્ન રાખવામાં આવ્યા છે અને તેથી અનુવાદક પિતાને માત્ર અભિપ્રાય આપે છે તેટલું જ સમજવાનું છે. દશવૈકાલિકનાં વાચકોને તેટલે નિર્દેશ કર્યા પછી તેમને ખાસ જાણવા યોગ્ય વસ્તુ તરફ પ્રેરણું કરું છું કે જે આ પુસ્તકના વાંચન પહેલાં જાણવી જરૂરી છે. જેનદર્શનની અનેકાંતતા જિનદર્શન એ અનેકાંતદર્શન હેવાથી તેમાં આવતાં સૂત્રો બહુધા સાપેક્ષ (એપેક્ષાપૂર્વકના) હોય છે. અપેક્ષા એટલે દ્રષ્ટિબિંદુ, મનુષ્ય જ્યાંસુધી સાધકદશામાં હોય ત્યાં સુધી તે દ્વારા ખલના, દેષ અને પતન થવું એ સહજ સંભવિત હેવાથી તેવા સાધકોના સંયમી જીવનની રક્ષા માટે ધર્મધુરંધરોએ પ્રસંગને અનુલક્ષી વિધેય અને નિષેધાત્મક નિયમો તથા ઉપનિયમો સ્થાપિત કર્યા હોય છે, અને તેમાં ભિન્નભિન્ન દ્રષ્ટિબિંદુઓ રહ્યા હોય છે. આવા નિયમે વેદધર્મ, ધર્મ તથા ઇતર ધર્મોમાં પણ મળે છે, અને સાધકદશામાં તેની પૂર્ણ આવશ્યકતા પણ છે. તે વાત તે નિઃસંશયપણે બુદ્ધિમાન સજજનો પણ સ્વીકારશે. હવે અહીં પ્રશ્ન થાય છે કે નિયમો તો નિશ્ચયાત્મકજ હોવા જોઈએ. તેમાં અનેકાંતતા અને ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓ શા માટે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે જે જે નિયમો જ્યારે જ્યારે ઘડાય છે ત્યારે તે તે ધર્મસંસ્થાપકાએ ત્યારની સંઘદશા અને સાધ-. કર્યા છે જ રથ હલા મળે છે. નિયમ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કાની પરિસ્થિતિના અલાબલને વિચાર કરી નિયમે લડયા હેાય છે, અને તે નિયમેાની વ્યવસ્થા જાળવવા ઉપનિયમે! પણ રચ્યા હાય છે, જો કે સાધાનું ધ્યેય તે કેવળ આત્મવિકાસનું હોય છે, પરંતુ તે વિકાસને સાધવા માટે આવા નિયમે અને ઉપનિયમાની પણ મહાન આવશ્યકતા છે. ઉત્સગ અને અપવાદ તેમાંનાં જે જે નિયમેા વિકાસની તદ્દન સાનિધ્યમાં છે તેમાં અપવાદ હાતા નથી. અર્થાત્ તે નિશ્ચયાત્મક હેાય છે. પરંતુ જે નિયમે કે ઉપનિયમે! મૂળ ગુણાની પુષ્ટિ માટે યેાજાયા હોય તેમાં તે અપવાદ અવશ્ય હાઈ શકે. આવી રીતે જૈનદર્શનમાં ઉત્સર્ગ અને અપવાદ એમ બન્ને માર્ગો છે. અપવાદમા ની આવશ્યકતા આજે લેાકમાનસનું વલણ કઈ તરફ્ છે? સમાજ આજે કઈ પરિસ્થિતિમાં છે ? હું કયા પ્રદેશમાં ઉભેજું ? એ બધા બાતે ખ્યાલ કરી જે જે નિયમે ત્યાં બાધક થતા હોય તેને વિવેકપૂર્વક તાડ કાઢી આત્મવિકાસનું ધ્યેય ન ચૂકાય તેજ દ્રષ્ટિબિંદુ જાળવી અપવાદમાર્ગના ઉપયાગ કરવા તેજ અનેકાંતવાદનું પ્રયેાજન છે. આવા અનિવાર્ય સંયેાગામાંજ અપવાદમાર્ગની ઉત્પત્તિ થાય છે અને હાઇ શકે, જૈનદર્શનની વિકાસશ્રેણી જૈનદર્શનને વિકાસ એ વિભાગમાં વિભક્ત છે. (૧) ગૃહસ્થજીવનમાં રહી વિકાસ સાધનાર સાધક અને (૨) ત્યાગાશ્રમી સાધક. તે બન્ને વર્ગના આદર્શ તા સમાન જ હોય છે. પર ંતુ વિકાસ સાધવાની ઝડપમાં જેટલું તારતમ્ય હાય છે તેટલું તે તે સાધકના સાધનામાં પણ તારતમ્ય ડ્રાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચ અને અપરિગ્રહ એ બધ વિકાસનાં સાધનેા ગણાય. તેનું પાલન કરવામાં ગૃહસ્થસાધકને મર્યાદા હાય છે. કારણ કે તેને ગૃહસ્થધમ સાચવીને સાથે સાથે આત્મધમ માં આગળ વધવાનું હાય છે, અતે તેથી બધાં વ્રતામાં તેને માટે મર્યાદા રાખવામાં આવી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે. કે જે મર્યાદા તેના જીવનમાં સુસાધ્ય થાય. પરંતુ શ્રમણ સાધકેને તેનું સંપૂર્ણ પાલન કરવાનું હોય છે. આથી જ ગૃહસ્થસાધકના તો અણુવ્રત કહેવાય છે અને શ્રમણસાધકના વ્રત મહાવ્રતો. કહેવાય છે. આ પ્રમાણે ગૃહસ્થ સાધિકા તેમજ સાધ્વીનું પણ અંતર સમજી લેવું ઘટે. આ આખું સૂત્ર છે કે શ્રમણ સાધકને ઉદ્દેશીને કહેવાયેલું છે. એટલે શ્રમણજીવનને સ્પર્શતી ઘટના વિશેષ હોય તે સાવ સ્વાભાવિક છે. (પણ તે સંસ્કૃતિ સાથે ગૃહસ્થસાધકનો સંબંધ સેય દેરા જેવો છે તે તો આપણે પહેલે વિચારી ગયા.) અહીં આપણે શ્રમણજીવનના કેટલાક અગત્યના પ્રશ્નો વિચારીએ અને તેમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગને સ્થાન છે કે કેમ? અને છે તે ક્યાં સુધી અને ક્યા હેતુએ તે જોઈએ. સંયમી જીવનમાં અહિંસાનું મન, વાણી અને કર્મથી સંપૂર્ણ પાલન કરવા સારુ વનસ્પતિ, અગ્નિ, જળ, વાયુ ઈત્યાદિ જીવનના આવશ્યક તત્ત્વો પણ જયાં સુધી સજીવ હોય ત્યાંસુધી તેવા સૂક્ષ્મ . જીવોની પણ હિંસા કરવાનો નિષેધ છે જ પરંતુ તે નિષેધ સંયમમાં બાધાકર ન થઈ પડે તે માટે તેજ અધ્યયનમાં તેનો ઉકેલ પણ સાથે જ સમજાવ્યો છે. કારણકે સંયમી એ કાષ્ઠનું પુતળું નથી, પરંતુ દેહધારી પુરુષ છે. તેને પણ ખાવું, પીવું, સૂવું, ચાલવું, ઈત્યાદિ ક્રિયાઓ કરવાની હોય છે. તે આવશ્યક ક્રિયાઓમાં જ્યાં જ્યાં આનવાર્ય હિંસા છે ત્યાં અપવાદ પણ છે. જેમકે – (૧) ચાલવામાં વાયુની હિંસા થાય પણ તે પાપ કરતાં આળસની વૃદ્ધિ થાય એ સંયમને વધુ હાનિકર છે, માટે જ કહ્યું કે ઉપગપૂર્વક તે ક્રિયા કરે તે પાપકર્મને બંધન થતાં નથી. * જુએ દશકાલિક સૂત્ર અધ્યયન ૪ થું Page #15 -------------------------------------------------------------------------- ________________ (૨) ત્યાં પણ ખોરાક અને પાણી માટે તે સચેત ખાવાનો અપવાદ નથી. કારણકે નિર્જીવ પાણી અને ખોરાક દુઃશક્ય ભલે હે છતાં અલભ્ય તેમ નથી. તેથીજ ત્યાગી માટે સચિત્ત આહાર પાણીને અડકવા સુધીને પણ સર્વથા નિષેધ છે. પરંતુ ચાલતાં ચાલતાં નદી નાળાનાં પાણી આવે તે શું કરવું ? ત્યારે બતાવ્યું કે બીજો માર્ગ ન હોય તે નદીઓ ઓળંગી શકાય અને પ્રાયશ્ચિત લઈ તે પાપથી નિવૃત્ત થઈ શકાય. પરંતુ ચાલવાને ત્યાં નિષેધ ન કર્યો. કારણકે તે છૂટ આપવામાં પણ સંયમની રક્ષા છે. વસુધામાં સ્થળે સ્થળે વિચરી સંયમ ધર્મના પ્રચાર કરવાને તેમાં ગંભીર હેતુ રહેલે છે. () વરસાદ વરસતો હોય તે ખોરાક નિમિત્તે બહાર ન જઈ શકાય. પરંતુ ત્યાં) પણ મળવિસર્જન સારુ નીકળવાની છૂટ આપી છે. કારણકે તે ક્રિયા અનિવાર્ય છે. (૪) ગૃહસ્થના ઘરમાં ન ઉતરવું એમ શ્રમણસાધકને જનશાસ્ત્ર આજ્ઞા કરે છે. પણ બીજી બાજુ એકાદ દિવસ અનિવાર્ય રહેવું પડે તો છૂટ પણ આપી ત્યાં રહી શ્રમણધર્મ કેમ સાચવવો તેને વિવેક સમજાવે છે. પરંતુ કનક અને કામિનીના સંગથી તે સર્વથા મુક્ત જ રહેવું. તેમાં શ્રમણસાધકને લેશમાત્ર અપવાદ કે છૂટ આપી નથી. કારણકે અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ બને અંગે સંયમના રોધક અને સીધી રીતે આત્માના ઘાતક છે. તે જ રીતે જે જે સંયમજીવનને બાધક હોય તે તે ક્રિયાઓનો અને પદાર્થોને સન નિષેધ છે. સારાંશ કે ત્યાગી સાધકે વિવેકપૂર્વક સંયમી જીવન વહન કરવું તે જ તેને નિષ્કર્ષ છે. આ રીતે દશવૈકાલિકમાં આવતા નિયમોને વિવેકપૂર્વક ઉકેલ કરવા સારુ દશવૈકાલિકના વાચકોને અનેકાંતવાદના સિદ્ધાંતને આ માત્ર અંગુલિનિર્દેશ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સહાયક આ સૂત્રનો અનુવાદ કરતી વખતે તેની સાથે ડૉ. બિંગ, પ્રોટ અત્યંકર, ડૉ. જીવરાજભાઈ, પૂજ્યશ્રી અમુલખઋષિજી તથા ઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજ તરફથી પ્રગટ થયેલા અનુવાદોને સમન્વય કરવામાં આવ્યો છે. અને પ્રોઅત્યંકર, ડો. બ્રિગ તથા ઉપાધ્યાયજીની પ્રસ્તાવનામાંથી તે ઉપયોગી પ્રમાણે પણ લીધા છે તેથી તે પણ મારા સહાયકોજ ગણાય. મારા પૂજ્ય ગુરુદેવના નિરીક્ષણને ફાળો એ આ અનુવાદમાં ઉત્તરાધ્યયન કરતાં ઓછા નથી. તેમને આભાર શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય ! અને ઇતર સજજનો કે જેને આ પુસ્તક અને અન્ય પ્રકાશને પાછળ પુષ્કળ શ્રમ અને ઉત્સાહ છે તે સૌની સેવાનું દશવૈકાલિકને વાચકોને સંસ્મરણ કરાવી વિરમું છું. સુરત ૧: ૨ : '૩૫ સંતમાલ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના - દશવૈકાલિકસૂત્ર એ જૈન આગમમાં મૂળસૂત્ર તરીકે ઓળખાય છે. આગમ સાહિત્યના (એમૂડ અને ધંસ્થા ને માન્ય ગણાતા) અંગ, ઉપાંગ, મૂળ અને છેદ એમ ચાર વિભાગો છે. તેની સંખ્યા a૧ અને એક આવશ્યક સૂત્ર મળી કુલ્લે ૩૨ સૂત્રો સર્વમાન્ય છે. તે પૈકી મૂળના વિભાગમાં દશવૈકાલિકનો સમાવેશ થાય છે. આચારાંગ, સૂયગડાંગ આદિ બાર સૂત્રોની ગણના અંગવિભાગમાં થાય છે. પરંતુ તેમાંનું દ્રષ્ટિવાદ નામનું એક સમૃદ્ધ અને સુંદર અંગસૂત્ર હાલ આપણી પાસે ઉપલબ્ધ નથી તેથી અગિયારજ અંગો ગણાય છે, ઉવવાઈ, રાયપણી ઇત્યાદિની ગણના ઉપાંગમાં; ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેની ગણના મૂળમાં અને વ્યવહાર બૃહતક૫ વગેરેની ગણના સૂત્રોમાં થાય છે. અંગ અને ઉપાંગોમાં જેનધર્મના મૂળભૂત સિદ્ધાંતે સિવાય વિશ્વનાં આવશ્યક તો જેવાંકે જીવ(આત્મા), અજીવ(કર્મ) અને તેના કાર્યકારણની પરંપરા તથા કર્મબંધનથી મુક્ત થવાના ઉપાયો પણ દર્શાવ્યા છે. મૂળસૂત્રામાં સારસાર તત્વોનું વર્ણન તથા સંયમી જીવનના યમનિયમો અને તેને લગતે ઉપદેશ વિશેષ અંશે Page #18 -------------------------------------------------------------------------- ________________ S . છે. જ્યારે છેલ્સમાં શ્રમણજીવનના યમનિયમ સંબંધી થયેલ ભૂલોનું પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધ થવાના ઉપાય છે. દશવૈકાલિકમાં સાધુજીવનના યમનિયમનું વર્ણન મુખ્યતયા હેવાથી ઠાણાંગ સૂત્રના ચોથા ઠાણામાં વર્ણવેલા ચાર વેગે પૈકી ચરણકરણનુયોગમાં તેને સમાવેશ કરી શકાય. મૂળ સંજ્ઞા શા માટે ? અંગ, ઉપાંગ અને છેદ એ ત્રણે વિભાગોના સંબંધમાં તે તે સંજ્ઞા તેને કેમ મળી છે તે તેના અર્થ અને વિષયપરથી સ્પષ્ટ સમજાય છે. તેથી તેમાં કોઈ પણ પશ્ચિમાત્ય કે પિત્ય વિદ્વાનોને લેશમાત્ર મતભેદ નથી, પરંતુ મૂળસૂત્ર શા માટે કહેવાયાં તે સંબંધમાં ભિન્નભિન્ન વિદ્વાને ભિન્નભિન્ન કલ્પનાઓ કરે છે. શાપેન્ટિયર નામના એક જર્મન વિદ્વાન મૂળસંસાનું કારણ બતાવે છે કે તેમાં “ Mahavir's own words” એટલે કે તે સૂત્રોમાં ભગવાન મહાવીરનાં જ શબ્દો ગ્રથિત થયો છે અને તેથી જ તેને મૂળ સંજ્ઞા મળી હશે. આ કથન શંકાસ્પદ છે. કારણકે ભગવાન મહાવીરના શબ્દો તેમાં છે અને ઈતરમાં નથી એવું કહી શકાય નહિ અને દશવૈકાલિકના ઘણા કથન ઈતર આગમાંથી લીધા હોય એમ સ્પષ્ટ દેખાય છે, તેથી તે અભિપ્રાયનું નિરાકરણ કરવા સારુ Dr. Walther Schubring (ડો. બિંગ) કહે છે કે – "This designation seems to mean that these four works are intended to serve the Jain Monks and Nuns in the beginning () of their career. " આ સૂત્રો જૈન સાધુ તેમજ સાધ્વીને સાધુજીવનના મૂળમાં જે યમનિયમાદિ (વર્તણુક)ની આવશ્યકતા છે તેની આરાધના 1 See:- Utt. Su. Introduction. Pago no. 79 Page #19 -------------------------------------------------------------------------- ________________ સાસ ઉપદેશ્યાં છે, માટે જ તે મૂળસૂત્રે કહેવાયાં હોય તેવું મૂળસંસા પરથી સૂચિત થાય છે. પરંતુ Prof. Guerinot (પ્રે. ગેરીને) એમ માને છે કે આ ગ્રંથ Traites Originaux અર્થાત કે અસલ ગ્રંથો છે. કારણકે તેના પર અનેક ટીકાઓ અને નિર્યુક્તિઓ થઈ છે. ટીકા ગ્રંથને અભ્યાસ કરતાં આપણે પણ જે ગ્રંથપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. જૈન ધાર્મિક ગ્રંથોમાં આ ગ્રંથ ઉપર સૈથી વધારે ટીકાનાં પુસ્તકો છે, તેથી ટીકાઓની અપેક્ષાએ આ ગ્રંથને મૂળસૂત્રો કહેવાની જૈન આગમમાં પ્રથા પડી હશે તેવી તેમની કલપના છે. આ ત્રણે પશ્ચિમાત્ય વિદ્વાનોએ ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુઓને મોખરે કરી કલ્પનાઓ કરી હોય તેમ જણાય છે. - તેમાંની પ્રથમ કલ્પના ઉત્તરાધ્યયનને લાગુ પડી શકે. કારણકે ભગવાન મહાવીરે તેમને અંતિમ ચાતુર્માસ્યમાં જે છત્રીસ અણપૂગ્યા સવાલના ઉત્તર આપેલા તે ઉત્તરાજ આ ગ્રંથમાં સંગૃહીત છે. પરંતુ આ વસ્તુ દશવૈકાલિકને તે સીધી રીતે લાગુ પડી શકતી નથી. એટલે બીજે મત દશવૈકાલિકની વસ્તુને અનુસરીને કદાચ નક્કી કરવામાં આવ્યો હોય, પણ આ બીજા મતને માન્ય ગણવા જતાં ઉત્તરાધ્યયન સૂત્ર આપણને રોધ કરે છે. કારણકે તેમાં કેવળ શ્રમણજીવનના યમનિયમ જ નહિ બલકે અનેક કથાઓ, શિક્ષાપદે, એક્ષપ્રાપ્તિના ઉપાયો, લેકવર્ણ વગેરે જેન આગમોની મૂળભૂત ઘણી ઘણી વસ્તુઓ છે. સારાંશકે તેમાં યમનિયમાદિ વસ્તુ મુખ્યતયા ન હોવાથી દશવૈકાલિકની જેમ તેને ઘટાવી શકાય નહિ. તે ઉકેલ લાવવા માટે ત્રીજો મત બહાર આવ્યો 2 See:-La. Religion Dyaina. Page no. 79. Page #20 -------------------------------------------------------------------------- ________________ હેય તેમ અનુમાન થાય છે. પરંતુ તે માન્યતાની દલીલ બહુ વજનદાર જણાતી નથી. કારણકે જેમ દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન ઉપર અનેક ટીકાઓ રચાઈ છે તેમ છતર એટલે અંગ ઉપાંગોની પણ પુષ્કળ ટીકાઓ ઉપલબ્ધ છે. તેથી ટીકાઓ ઉપરથી તેની મૂળસંજ્ઞા માનવામાં આપણને પૂર્ણ સંતોષ થતો નથી. ત્યારે હવે મળ સંજ્ઞા શા માટે મળી હશે તે સંબંધમાં વિચારણા કરતાં એમ જણાય છે કે આખાયે જેનદર્શનના સિદ્ધાંતેનું અને જેનજીવનનું રહસ્ય સંક્ષિપ્તમાં અને યથાર્થ સમજવું હોય તે તેને માટે આ મૂળ ગ્રંથેજ સુસાધ્ય ગ્રંથો ગણી શકાય છે. અને તે અંગેજ તે મૂળ ગ્રંથ તરીકે સ્વીકારાયાં હોય તે સુસંગત લાગે છે. દશવૈકાલિક પોતેજ આપણને તેમ માનવા માટે વધુ પ્રેરણા કરે છે, અને આજ માન્યતાને શ્રી હેમચંદ્રાચાર્ય પણ પુષ્ટ કરે છે. From this mixture of contents it can easily be understood why tradition, as represented in Hemacandra's Parisistaparvan 5.81 ff, in accord. ance with earlier models should ascribe the origin of the Dasaveyaliya Sutt to an intention to condense the essence of the sacred lore into an anthology. અહીં જુદી જુદી વસ્તુઓને સમાવેશ થયેલ હોવાને લીધે દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યના પરિશિષ્ટપર્વ ૫, ૮૧ માં દશવૈકાલિક સૂત્રને જૈનધર્મનું તત્વબોધ સમજાવનાર તરીકે આ પુસ્તક માન્યું છે.” આ પ્રમાણે ડો. બિંગ પણ આ મતને પિતાની પ્રરતાવનામાં રજુ કરી પોતે પણ તેને સ્વીકારે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ મૂળ સંજ્ઞાને પ્રારંભકાળ - વાસ્તવિક રીતે તે આ ગ્રંથને મૂળ સંજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્યના કાળમાંજ (૧૨ માં સૈકાની આસપાસ) પ્રાપ્ત થઈ હોય તેમ અનુમાન થાય છે. કારણ કે અન્ય સૂત્રગ્રંથમાં ક્યાંય તેવો ઉલ્લેખ નથી. નંદીસૂત્રમાં આગમગ્રંથના બે વિભાગ છે. (૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય. તેમજ અંગબાના પણ બે ભેદો છે. (૧) કાલિક (૨) ઉત્કાલિક. તેમાં દશવૈકાલિક સૂત્રની ઉત્કાલિકમાં ગણના બતાવી છે. પરંતુ ત્યાં મૂળ સંસાનો ઉલ્લેખ મળતો નથી. ગ્રંથકાર કેણ? સંજ્ઞા સંબંધમાં આટલે ઉહાપે કર્યા પછી દશવૈકાલિકના રચયિતા કોણ? તે પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય છે. * અન્ય આગમાં ભગવાન મહાવીર કથિત શબ્દોને સંગ્રહ શ્રી સુધર્મવામીએ કરેલ અને તે પ્રવચનો પોતાના શિષ્ય જંબુસ્વામીને ઉદ્દેશીને કહેલાં. જેમકે -ગુમે તેજ માવયા જીવમસાચા એ પરથી સિદ્ધ થાય છે કે તેવાંજ સુકતિ દશવૈકાલિકમાં પણ મળી આવતા હોવાથી એક એવી માન્યતા ચાલી આવે છે કે દશવૈકાલિક પણ સુધર્મસ્વામીએ જંબુસ્વામીને ઉદ્દેશીને કહેલું. પરંતુ આ માન્યતા સર્વમાન્ય થઈ શકી નથી. એટલે કે તેના રચયિતા સંબંધી મતભેદ પ્રવર્તે છે. - નિર્યુક્તિકાર કહે છે કે –નિવૂ વિર છે નંમા રારિર્ચ તેજ છે મકવાડુંનિ૧૨. અર્થાત ભવ નામના આચાર્ય પ્રણીત આ સૂત્ર છે. હેમચંદ્રાચાર્યે પણ આ જ વસ્તુને સિદ્ધ કરી છે. દશવૈકાલિક સત્રની સળંગ સંકલના પણ તે મતમાં પુષ્ટી કરે છે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સળંગ સકલના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં જૈનધર્મનું સંપૂર્ણ રહસ્ય દર્શાવ્યું છે, જૈનદનનું ધ્યેય સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિનું છે. કાઁથી સંપૂર્ણ મેક્ષ થયા વિના સંપૂર્ણ અધ્યાત્મભાવતી પ્રાપ્તિ થઈ શકે નહિ, અને સંપૂર્ણ મુક્તિ તા ક્રોધાદિ ષરિપુએના સંપૂર્ણ ક્ષય વિના સાવ અશકય છે, તેથીજ તે રિપુઓના સંડાર કરવા સારુ તે છપ્પાળ મેવ જીન્નાહ । વાચેય તમે ચત્રો । આત્મા સાથે યુદ્ધ કરવાનું સૂચવે છે, અને સાધનરૂપ અહિંસા, સંયમઅને તપશ્ચર્યાને ધ બતાવી ગૃહસ્થ અને શ્રમણને માટે વિકાસના રાજમાર્ગને નિર્દેશ કરે છે. ત્યારથી માંડીને એકી સંખ્યાના બધાં અધ્યયને માર શ્રમણને કેમ વર્તવું તે સંબંધમાં સાંકળરૂપે ચાલ્યા આવે છે. અને ચેાથાથી માંડીને એકી સંખ્યાના બધા અધ્યયને વિશેષતઃ સાધુજીવનની શિક્ષા સંબંધમાં છે. આવી સળંગ સંકુલના પરથી સિદ્ધ થાય છે કે આ સૂત્ર ક્રાઇ શ્રમણુશિષ્યને ઉદ્દેશીને જ તેમના ગુરુદેવે બનાવ્યું હાય. ગ્રંથકારની પેાતાની જ કૃતિ છે ? જો કે આ સૂત્રના લેખક શય્યભવ પાતે સ્વતંત્ર લાગતા નથી. કારણકે જો તેમની સ્વતંત્ર કૃતિ હેત તે! ફ્રી ફ્રી એકને એક વસ્તુ ન આવે. પરંતુ આમાં કેટલેક સ્થળે એકને એક વસ્તુ વારંવાર આવે છે. એટલે જાણે કાઇ પાતાના પ્રિયજનને સરળ અને સુંદર શિક્ષા આપી ન રહ્યું હાય ! તેમ જણાય છે. અને આથીજ શય્યભવ આચાર્યે પાતાના લધુશિષ્ય મનકને ઉદ્દેશીને આ ગ્રંથનું સંપાદન કર્યું હાય તેમ માનવાનું સમુચિત પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ તેમની સ્વતઃકૃતિ નથી પણ ભિન્ન ભિન્ન આગમેામાંથી સારાસાર ચૂંટી તેને વિસ્તૃત રૂપ આપ્યું હોય તેમ નીચેના પ્રમાણેાયી સ્વયંસિદ્ધ થાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ રર પ્રમાણે – પહેલું અધ્યાપન उरग गिरि जलन सागर नहतल तरुगण समो य जो होइ। भमर मिय धरणि जल रूह रविपवण समो अ सो समणो ॥ એ અનુયોગદ્વાર સૂત્રની બાર ઉપમાઓ પૈકીની ભ્રમરની ઉપમાનું વિસ્તૃત સ્વરૂપ છે. બીજું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર બાવીસમા અધ્યયનની સાથે મળતું આવે છે. અને તેની કેટલીક ગાથાઓ પણ સમાને છે. ત્રીજુ અધ્યયન * નિશથ આદિ સૂત્રમાંથી લીધું હોય તેમ જણાય છે. ચાથું અધ્યયન આચારાંગના ચોવીસમા અધ્યયનને મળતું છે. પાંચમું અધ્યયન - આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પિંકષણ નામના પ્રથમ અધ્યયનને પ્રાયઃ અનુવાદ છે. પણ અહીં ઘણી સુંદર રીતે લખવામાં આવ્યું છે. છ અધ્યયન સમવાયાંગ સૂત્રના અઢાર સમવાયની અઢાર શિક્ષાનું વિવેચન છે. સાતમું અધ્યયન - આચારાંગસૂત્રના બીજા પ્રતરકંધના ૧૩ મા ભાષા નામના અધ્યયનનું વિસ્તૃત રૂપ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આઠમું અધ્યયન ઠાણાંગસૂત્રના આઠમાં અધ્યયનની વસ્તુ છે. નવમું અધ્યયન ૨૩ આમાં ઉત્તરાધ્યયનના પ્રથમ અધ્યયનની વસ્તુનું માત્ર ભિન્ન સ્વરૂપ છે. દસમું અધ્યયન ઉત્તરાધ્યયનના પંદરમા અધ્યયનને મળતું છે, અને તેની ગાથાએ પણ તેને મળતી છે, એટલે કે ઇંદ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ, વૈતાલીય વગેરે પદ્યગંધાનું એવું એવું મિશ્રણ છે. છેવટની એ ચૂલિકાઓ છે તેનું સંપાદન દશ અધ્યયન પછી કંઇક પાછળથી થયું હેાય તેમ લાગે છે, કારણકે પ્રથમ અધ્યયનના પ્રથમ શ્લાકમાં આદિ મંગળ છે. સાતમા અધ્યયનમાં મધ્યમ મંગળ છે અતે દસમા અધ્યયનમાં જ અંત્ય મંગળ છે. ચૂલિકામાં નથી. પરંતુ ભાષાદ્રષ્ટિએ જોતાં આગળના દસ અધ્યયન કરતાં તે બહુ અર્વાચીન હેાય તેમ લાગતું નથી. અને તેના સંપાદક પણ શ્રી. શય્યભવ હાય એમ માનવામાં ખાસ હરકત જણાતી નથી. દશવૈકાલિકના કાળનિર્ણય ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેમની પાટે શ્રી સુધર્મસ્વામી ગણધર થયા. ત્યારબાદ જંબૂસ્વામી અને તેમનો પુછી પ્રભવે સ્વામી આવ્યા. પ્રભવસ્વામીના ઉત્તરાધિકારી જે શય્યભવસ્વામી થયા તે જ આ ગ્રંથના નિર્માતા. તેએ વીર સંવત ૭૫ થી ૯૮ ની વચ્ચે આચાર્યપદ વિભૂષિત હતા. તે નિમ્નોક્ત પ્રમાણચી સિદ્ધ થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ तदनु श्री शय्यंभवोऽपि साधानमुक्त निजभार्याप्रसूतमन का ख्य पुत्रहिताय श्री दशवैकालिकं कृतवान् । क्रमेण च श्री यशोभद्रं स्वपदे સંસ્થાવ્ય શ્રી વીરાદનવચા (૧૮) વવું: વર્ગમઃ || “ શ્રી શય્યભવ સ્વામીએ ગૃહસ્થવાસમાં સગર્ભા મૂકેલ પત્નીથી ઉત્પન્ન થયેલ મનક નામના શિષ્યના કલ્યાણ માટે દરાવૈકાલિક સૂત્ર રચ્યું. અને કેટલાક વખત પછી યશેાભદ્ર સ્વામીને પેાતાના પદ પર સ્થાપી ભગવાન મહાવીર્ પછી વીર સંવત ૯૮ મે વર્ષે તેઓશ્રી કાળન ધર્મ પામ્યા આ પરથી એમ પણ સિદ્ધ થાય છે કે આ સૂત્ર પેાતાના પુત્ર મનકને ઉદ્દેશીને જ તેમણે રચેલું.+ ભાષાષ્ટિએ પ્રાચીનતા દશવૈકાલિકની લેખન પદ્ધતિમાં જે ભાષા વપરાઇ છે તે દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ કે તે પ્રાચીન સૂત્ર છે. તેમાંનાં ધણા ક્રિયાપ્રયોગા અને શબ્દોને સમન્વય . આચારાંગ અને સૂયગડાંગ સાથે કરી શકાય તેમ છે. અહીં માત્ર વિરલ પ્રયાગા દ્રષ્ટાંતરૂપે જોઇએ. પ્ર॰ દિવા સં. નૃત્વા તે અર્થમાં જ દશવૈકાલિક પ્રથમ ચૂલિકામાં ૪ વપરાયા છે. कहु જીએ આચારાંગ સૂ નં. ૧૪૪. અ. ૫ ઉ૦-૧ * જુએ કલ્પત્રની સુખાધિની વ્યાખ્યા. આગમોચ સમિતિ મુદ્રિત. પૃ ૧૬૧. . + લેાકવાયકા ચાલે છે કે મનકનું મૃત્યુ થવાને છ જ માસ બાકી હતા ત્યારે તેવાજ ટુંક સમયમાં સરળતાથી સમજાય તે સારું અન્ય સૂત્ર ગ્રંથામાંથી દશવૈકાલિકની તે આચાર્ય રચના કરી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫ તેજ પ્રમાણે મા નન્ના સ॰ જ્ઞાત્વા અર્થમાં દશવૈકાલિક ૮ મા અધ્યયનમાં નાળ, તેજ પ્રમાણે એ સૂત્રòતાંય ગાળ-૧-૧-૧. ¢ આ સિવાય જ્ઞોત્તર, સંમેન, પ્રુચ, લિસા, બત્તા, મળાં, અપિરો વગેરેમાં કેટલાક તેા Archaic (આ) પ્રયાગા અને કેટલાક શ્રીઆચારાંગ, શ્રો સૂયગડાંગ અને શ્રી ઉત્તરાયન સૂત્રમાં વપરાયેલી પ્રાચીન ભાષાના પ્રયાગે છે. આ રીતે દશવૈકાલિકની પ્રાચીનતા, ઉપયેાગિતા અને પ્રમા ણિકતા અનેક દ્રષ્ટિબિંદુથી સિદ્ધ થાય છે. દાવૈકાલિક નામ શા માટે ? નિયુક્તિકાર કહે છે કેઃ વૈયાજિયા ટવિયા તખ્તા સાહિય "" નામ । દસ વિકાલમાં ( સાંજે ) શ અધ્યયને કહ્યાં માટે તે સંગ્રહનું નામ પણ દરેકાલિક રખાયું. બન્ને ચૂલિકાઓ+ તેા પાછળથી જ લખાઈ છે. તેથી આ ઘટના પ્રમાણિત હાવાને સંભવ છે. : દશવૈકાલિકમાં શું વસ્તુ છે ? પ્રથમ અધ્યયનમાં ધર્મની પ્રશંસા અને ભ્રમર સાથે સાધુજીવનની બહુ સુંદર સરખામણી આપી છે. ખીજાં અધ્યયન પ્રાચીન વાર્તાને લઇને ખૂબ ઉપયાગી છે. ત્રીજું અધ્યયન સાધુજીવનના સુંદર નિયમા અને વ્યવસ્થા સૂચિત કરે છે. ચેાથા અધ્યયનમાં જૈનધર્માંના સિદ્ધાંતા, દુનિયાના જીવાનું જીવન અને શ્રમજીવનના મૂળ ત્રતા એટલે કે કેમ વર્તવું તે બતાવ્યું છે. પાંચમા અધ્યયનમાં ભિક્ષાવૃત્તિએ ક્રમ જીવવું તે સમજણુ †, જોકે આને અ` ચિત્ વમાન કૃદંતમાં પણ જ્ઞાનન્ તરીકે વપરાચેલે છે છતાં ઉપરને અ` અહીં વધુ સંગત છે. + ચૂલિકાના સંબ’ધમાં પરંપરાથી એક વિવવન્તી ચાલી આવે છે. પણ તેની વાસ્તવિકતા બુદ્ધિગમ્ય ન હાવાથી આપણે પ્રમાણભૂત ન માની શકીએ, તેથી અહીં લીધી નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ # આપેલી છે. આ અધ્યયનમાં આવતાં શિક્ષાપટ્ટા કુંદનમાં જડેલા હીરાની માફક ઝળકી રહે છે. છઠ્ઠા અને આઠમા અધ્યયનમાં પણ અઢાર સ્થાનાનું નિરૂપણુ કરીને સાધુજીવનના નિયમે તથા ઉપનિયમે બતાવ્યા છે. સાતમા અધ્યયનમાં ભાષાશિક્ષા, નવમા અધ્યયનમાં ગુરુભક્તિનું માહાત્મ્ય અને દસમા અધ્યયનમાં આદર્શ સાધુની વ્યાખ્યા આપી છે. પ્રથમ ચૂલિકામાં બાહ્ય તેમજ આંતરિક મુશ્કેલીને લીધે સૈંયમી જીવનને છેાડી છ ગૃહસંસારી થઈ જવાની સાધુની મનેાદશાની શક્યતા બતાવી માત્ર જૈનદનના સિદ્ધાંતાનુંજ નહિ બલ્કે મનુષ્ય માત્રના માનસમાં ઉત્પન્ન થતી સારી કે માડી, નબળી કે સબળ સ્વાભાવિક લાગણીઓને આષેત્ર ખ્યાલ આપે છે. આ અધ્યયન તેના સંપાદક માનસશાસ્ત્રના કેટલા ઊંડા અભ્યાસી હતા. તેની પણ સાક્ષી પૂરે છે. દ્વિતીય ચૂલિકામાં આર્યના નિયમા આપે છે. આ રીતે દશવૈકાલિકનું સાદ્યંત સુંદર સંકલન પૂરું થાય છે. દશવૈકાલિકની વિશિષ્ટતા દશવૈકાલિકમાં પ્રવેશતાંજ તે આપણને સીધા મેાક્ષને માર્ગ બતાવે છે. મેાક્ષ એટલે વીતરાગ ભાવની પરાકાષ્ટા; તેના મા તેજ ધર્મ, ધર્મ એટલે વસ્તુના સ્વભાવ. અહીં આત્મસ્વભાવની પ્રાપ્તિ કરાવે તે ધર્મની સુંદર વ્યાખ્યા આપી છે. અને તેવા આત્મધના અધિકારી અને તે ધર્મોની સાધનાને અનુક્રમ પણ બતાવ્યા છે. જ્યાં સુધી માનવ પેાતાની યેાગ્યતાને પ્રાપ્ત ન કરે અર્થાત્ કે. માનવધર્મને ન પામે ત્યાંસુધી તે આત્મધર્મની સાધનામાં સફળ ચઈ શકે નહિ. એ અનુક્રમ સમજાવવા સારુ ધર્મ સાથે વૃક્ષની સુટિત ઉપમા આપી ધર્મનું મૂળ વિશિષ્ટનીતિ સમજાયું છે. વિશિષ્ટનીતિમાં માનવતા, સજ્જનતા, શિષ્ટતા અને સાધુતાનાં સમાવેશ થાય છે અને એ બધાં મેાક્ષમાર્ગનાં પગથિયાં છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વેદધર્મમાં પણ ઋજિજ્ઞાસુની યાગ્યતાનાં ચાર લક્ષણ બતાવ્યાં છેઃ— विवेकीनो विरक्तस्य शमादिगुणशालिनः । मुमुक्षोरेव हि ब्रह्म जिज्ञासा योग्यता मता ॥ विवेक चूडामणि વિવેક, વૈરાગ્ય, શમાદિ ષટ્કપત્તિ અને મુમુક્ષુતા એ ચાર બ્રહ્મજિજ્ઞાસુનાં લક્ષણો છે. તેટલી યેાગ્યતા ઉત્પન્ન ન થાય ત્યાંસુધી તે સાધક પ્રભુપ્રાપ્તિને ચેાગ્ય થઈ શકતા નથી. ઐાદ્ધધર્મ પણ ચાર આર્યસત્યાને બતાવી દુઃખ, સમુદ્ર, માર્ગ અને નિરોધ એ ચાર વસ્તુના વિવેકથી જે સ્મૃતિમાન થાય છે તેજ નિર્વાણને અધિકારી થાય છે તેમ સમજાવે છે. આ રીતે એ ભારતના ત્રણ પ્રાચીન ધર્મનાં તત્ત્વા ભિન્નભિન્ન હોવા છતાં એકજ માર્ગ દિશાનાં સૂચક છે તેમ જોઇ આવાં ધર્મસમન્વય પ્રબોધક ધર્મક્તાને આ બુદ્ધિવાદ અને સર્વધર્મ સમન્વયના જમાનામાં સ્વીકારવા કયા જિજ્ઞાસુ તૈયાર ન હેાય ? આવૃત્તિ દશવૈકાલિક સૂત્રની નીચે પ્રમાણે આવૃત્તિએ બહાર પડી છે. દશવૈકાલિક પર સૌથી પ્રાચીન શ્રીભદ્રબાહુ સ્વામીની, નિયુઍંકિત ત્યારબાદ હરિભદ્રસૂરિની ટીકા અને સમયસુંદરગણીની દીપિકા એમ આ ત્રણે ટીકાએ સુંદર, અને મમાન્ય છે અને ત્યારબાદ સુમતિસૂરિની લઘુટીકા અને પ્રાકૃત ણિ સંસ્કૃત અવસૂરિ તથા બાલાવબેધ ગુજરાતી ટીકા વગેરે ટીકા અનુક્રમે શ્રી તિલાકસૂરિ, શ્રી જ્ઞાન સાગર અને તેમના શિષ્ય રચેલી છે. સંવત ૧૬૪૩ માં રાજહંસ મહેાપાધ્યાય કે જે ખાતરગચ્છના જિનરાજસૂરિના પ્રશિષ્ય હતા તેમણે ગુજરાતી ટીકા બનાવેલી. ઇ. સ. ૧૮૯૨ માં Dr. Ernest Leuman (Journal of the German Oriental Society ) . લ્યુમેને દશવૈકાલિકની પ્રથમ આવૃત્તિ છપાવી. ત્યાર પહેલાં બધી આવૃત્તિઓ હસ્તલિખિત હતી. ત્યાર પછી ધણી આવૃત્તિઓ હિંદુસ્તાનમાં છપાઇ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ 1. સંવત ૧૯૫૭ માં રાયધનપતિ સિંહબહાદુરની આવૃત્તિ છપાઈ હતી. જે પંચાગી સહિત અર્થાત મૂળ હરિભદ્રસૂરિની બ્રહવૃત્તિ, નિર્યુક્તિ ગૂજરાતી અનુવાદ, અવચૂરિ અને દીપિકા સહિત હતી. ડે. જીવરાજ ઘેલાભાઈએ દશવૈકાલિકની ત્રણ ચાર આવૃત્તિઓ બહાર પાડેલી. ઇ. સ. ૧૯૩૨ માં ડે. શુદ્ધિગે જર્મનીમાં અમદાવાદના શેઠ આણંદજી કલ્યાણજીની માગણીથી છપાવી; અને તેજ અરસામાં છે. અભ્યકરે જૈન સાહિત્યના અભ્યાસી કોલેજીયનેની સગવડ માટે શ્રી ભદ્રબાહુ નિયુક્તિ સહિત સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ સાથે દશવૈકાલિક પ્રકાશિત કર્યું. આ પુસ્તક ટિપ્પણી તથા નેટથી અલંકૃત થઈ સુંદર આકારમાં પ્રસિદ્ધ થયું છે. આ સિવાય આગોદય સમિતિ સુરત. જૈનધર્મ પ્રસારક સભાઃ ભાવનગર. અજરામર જૈન વિદ્યાશાળાઃ લિંબડી તથા ઋષિ સમિતિ હૈદ્રાબાદ તરફથી પણ મૂળ, સંસ્કૃત અનુવાદ, હિન્દી અનુવાદ વગેરે સહિત પ્રગટ થયાં છે. તેમ છતાં ગુજરાતી આલમમાં વધારે પ્રચાર ન થયેલ હોવાને અંગે તે આવશ્યકતા પૂરી પાડવા મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી આ બીજો ગ્રંથ બહાર પડે છે. આ ગ્રંથમાં પણ ઉત્તરાધ્યયન સૂત્રની જેમ ઉપયોગી નો દાખલ કરી સૂત્રનું હાર્દ સરળતાથી સમજાય તે દ્રષ્ટિથી સરળ ભાષા લાવવા અને ગાથાને પ્રવાહ ન તૂટે તેવી રીતે અવિચ્છિન્ન ચાલુ રાખવા યથાશક્ય પ્રયત્ન સેવ્યો છે. અંતિમમાં જણાવવાનું કે આ ગ્રંથમાં અજાણતાં કે ત્રુટિ રહી ગઈ હોય તે તે લક્ષમાં લાવવા તજજ્ઞ વિદ્વાનો સુચવશે તે તેને બીજી આવૃત્તિમાં ઘટતો ન્યાય અવશ્ય મળશે એ અભિલાષા સાથે વિરમું છું. ' સુરત તા. ર૯ઃ ૧ઃ '૩૫ સંતબાલ Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ કુમપુષ્પિકા ૩ ધર્મની વાસ્તવિક વ્યાખ્યા–સામાજિક રાષ્ટ્રિય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તેની ઉપચાગિતા અને તેનું ફળ-ભિક્ષુ અને ભ્રમરજીવનની તુલના–ભિક્ષુની ભિક્ષાવૃત્તિ સામાજિક જીવનપર ભારરૂપ ન થવાનું કારણુ ૨ શ્રામધ્યપૂર્વક વાસના અને વિકલ્પાને વશ થઇ સાધુતાની આરાધના થઈ શકે ખરી ?-~~આદર્શ ત્યાગી કાણુ ?બીજકરૂપ રહેલી વાસનાવૃત્તિથી ચિત્ત ચંચળ અને ત્યારે તેને રાકવાના સરળ અને સફળ ઉપાય રથનેમિ અને રાજીમતીનેા નાજુક પ્રસંગ—ર્થનૈમિની જાગ્રત થયેલી વાસના રાજીમતીની અડગતા——પ્રમળ પ્રલોભનમાંથી રથનેમિને ઉદ્ધાર–સ્ત્રીશક્તિનું જ્વલંત દ્રશ્ય, ૩ કાચાર ૧૩ ભિક્ષુએના સંયમી જીવનને સુરક્ષિત રાખવા સારુ મહર્ષિઓએ બતાવેલા ચિકિત્સાપૂર્ણ બાવન નિષેધાત્મક નિયમેાનું નિદર્શનજેમાં પેાતાના નિમિત્તે કાઇપણું જીવ ન દુભાય તેવી વૃત્તિથી જીવન નિર્વાડ-આહારશુદ્ધિ-અપરિગ્રહ બુદ્ધિ-શરીરસત્કારને! ત્યાગ-ગૃહસ્થના અતિ સંસગના ત્યાગ–અનુપયેાગી વસ્તુએ તથા ક્રિયાઓને ત્યાગ વગેરેના સમાવેશ થાય છે. ૪ નિકા ગદ્યવિભાગ ૨૦ શ્રમણજીવનની ભૂમિકામાં પ્રવેશ કરનાર સાધકની યેાગ્યતા કેવી અને કેટલી હાવી જોઇએ ?-શ્રમણ્ જીવનની પ્રતિજ્ઞાના કડક ત્રતાનું સંપૂર્ણ વર્ણન-તે પ્રસન્નતાપૂર્વક પાળવા માટે જાગરૂક યેલા વીર સાધકની પ્રબળ અભિલાષા. પદ્મવિભાગ ક્રિયાઓ કરવા છતાં પાકમના બંધના ન નડે તેવા સરળ માર્ગોના નિર્દેશ–અહિંસા અને સંયમમાં વિવેકની આવશ્યક્તા–જ્ઞાનથી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ માંડીને મુક્તિની પ્રાપ્તિ સુધીની બધી ભૂમિકાઓનું ક્રમપૂર્વક વિસ્તૃત વર્ણન–ક સાધક સદ્દગતિ અને કયે સાધક દુર્ગતિને પામે ? સાધના આવશ્યક ગુણો કયા ? ૫ પિષણા પ્રથમ ઉદ્દેશક ૪૨ ભિક્ષાની વ્યાખ્યા-ભિક્ષા અધિકારી કેણ? -ભિક્ષાની ગવેષણ વિધિ-જેમાં ક્યા માર્ગે અને કેવી રીતે જવું?–ચાલવામાં, બેલાવામાં વગેરે ક્રિયામાં કેટલું જાગૃત રહેવું ?-ક્યાંથી ભિક્ષા મેળવવી?-કેવી રીતે મેળવવી?—ગૃહસ્થને ઘેર કેમ ઉભા રહેવું –નિર્દોષ ભિક્ષા કોને કહેવાય?– કેવા દાતાર પાસેથી ભિક્ષા લઈ શકાય ?–ભોજન કેમ કરવું ? પ્રાપ્ત થયેલા આહારમાં સંતોષવૃત્તિ કેમ જાળવવી વગેરે વર્ણન છે. દ્વિતીય ઉદ્દેશક ભિક્ષાને સમયેજ ભિક્ષા સારુ નિર્ગમન–થોડી પણ ભિક્ષાને અસંગ્રહ-ભેદ રાખ્યા સિવાય શુદ્ધ આચારવિચારવાળા પ્રત્યેક ઘરમાંથી ભિક્ષાની ગષણ-રસવૃત્તિનો ત્યાગ. ૬ ધમધૈકામાધ્યયન ૭૦ મેક્ષમાર્ગનું સાધન શું?-ત્યાગને સ્તંભ કણ-શ્રમણજીવનના અતિ ઉપયોગી અઢાર નિયમનું સચોટ વર્ણન–અહિંસા શા માટે ?–સત્ય અને અસત્ય વ્રતની ઉપયોગિતા કેવી અને કેટલી ?– મિથુનવૃત્તિમાંથી કયા કયા દોષે જન્મે છે – બ્રહ્મચર્યની આવશ્યક્તા પરિગ્રહની જીવનસ્પર્શી વ્યાખ્યા-રાત્રિભોજન શા માટે વર્યું છે?સૂક્ષ્મ જીવોની દયા કયા જીવનમાં અને કેટલી શક્ય છે? – ભિક્ષુઓને અકથ્ય પદાર્થો ક્યા?-વિભૂવાનો ત્યાગ વગેરે વિષયોનું તલસ્પર્શી ખાન. ૭ સુવાકયશુદ્ધિ વચન શુદ્ધિની આવશ્યક્તા- વાણું એ શું છે? – વાણના અતિ વ્યયથી થતી: હાનિનું દિગદર્શન– ભાષાના પ્રકારે- તેમાંની કઈ કઈ ભાષાઓ વર્ષ છે ? અને તે શા માટે ? તેનું વિસ્તૃત વિવેચન-સત્યવાણી પણ કેવી રીતે બેલવી તેની શિખામણ-કેઇનું દિલ ન દુભાય, વ્યવહાર પણ બરાબર જળવાય અને સંયમી જીવનને Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ બાધક ન હેાય તેવું સત્ય ખેલવું પણ વિવેક હાય તો શક્ય છે અત્યાદિ ભાષાનું સમૃદ્ધ સમાલાચન. હું આચારણિધિ ૧૦૧ સગુણાની સાચી લગની કાને હેય ?–સદાચારના માર્ગની નિતા- સદવર્તનના સાધકને કેવી મુશ્કેલીમાં કઈ રીતે પ્રસાર થવું તેની સળંગ વિચારણા અને વસ્તુનિર્દેશ ક્રોધાદિ આરિપુએ પર્ વિજય શી રીતે મેળવવા ?-માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે સાધનાથી બ્રહ્મચર્યની રક્ષા શી રીતે કરવી ?-આસક્તિ ને અભિમાનને કેમ નિવારવા ?–જ્ઞાનને! સદુપયોગ કઇ રીતે કરવા ? કઇ કઇ ક્રિયાઆના સાધુજીવનમાં આદર્ કરવા અને કઇ કના ત્યાગ કરવા વગેરે સાધક જીવનના પ્રત્યેક કેયડાને ઉકેલતું વિવેચન, ૯ વિનયસમાધિ પહેલા ઉદ્દેશક ૧૧૯ વિનયની વિશાળ વ્યાખ્યા ગુરુકુળના શ્રમણ સાધકેાના ઉપકારી ગુરુદેવ! પ્રત્યે વિવેકપૂર્ણ ભક્તિનું દર્શન-અત્રિનીત સાધક પોતાની મેળેજ પેાતાનું પતન કૅમ નાતરે છે તેને સ્પષ્ટ ચિતાર-જ્ઞાન ને વયમાં લઘુ જાણી જે સાધકા ગુરુનું અપમાન કરે છે તેના પરિણામની ભયંકરતા–નાની સાધકને પણ ગુરુભક્તિની આવશ્યક્તા-ગુરુક્તિમાં શિષ્યને વિકાસ વિનીત સાધકનાં વિશિષ્ટ લક્ષણા. બીજો ઉદ્દેશક વૃક્ષના ક્રમિક વિકાસની સાથે આધ્યાત્મિક માર્ગોના વિકાસની તુલના-ધર્મ'થી માંડીને તેના અંતિમ પરિણામ સુધીનું દિગ્દર્શનવિનય અથવા અવિનયના ફળની સરખામણી—વિનયસખાના કટા રાત્રુઓનું મેબ વર્ણન. ત્રીજો ઉદ્દેશક પૂજ્યતાની અવશ્યકતા છે કે? આદર્શો પૂજ્યતા કઈ?-પૃયતા પ્રાપ્ત કરવા માટે કયા કયા ગુણૈાની આવશ્યકતા છે ?-ક, વાણી અને મન એ ત્રણેને વિનીત સાધક કયાં કયાં અને કેવી કેવી રીતે યેાજે તેનું વિસ્તૃત વર્ણન અને વિનીત સાધકની અંતિમ ગતિના નિર્દેશ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર ચિશે ઉદ્દેશક સમાધિની વ્યાખ્યા અને તેના ચાર સાધનાનું વર્ણન-આદર્શ જ્ઞાન, આદર્શ વિનય, આદર્શ તપ અને આદર્શ આચારની આરાધના શી રીતે થાય?–તેની પ્રાપ્તિમાં કયા પ્રકારની સાવચેતી રાખવાની છે તેનું બયાન. ૧૦ ભિક્ષુ નામ ૧૩૯ ત્યાગનું આકર્ષણ કયારે થાય ?—સગા સંબંધી અને સંપત્તિને ત્યાગ નાર ભિક્ષુની જવાબદારી–જીવનપર્યત પાળવાની પ્રતિજ્ઞાપર તે કેમ સ્થિર રહે તેની શિક્ષા–ત્યાગનો સંબંધ વેશ સાથે નહિ પરંતુ આત્મવિકાસ સાથે છે તેનું નિદર્શન–આદર્શ ભિક્ષુની પ્રત્યેક ક્રિયાનું તલસ્પર્શ કયો. ૧૧ રવિાક્ય : પ્રથમ ચૂલિકા ૧૪૭ ગૃહસ્થ જીવન કરતાં સાધુ જીવનની મહત્તા શાથી? – ભિક્ષસાધક પરમ પૂજનીય હોવા છતાં શાસનના બંધારણને ન્યાય આપવાની તેની ફરજ-વાસનાના અભ્યાસની જીવન પર થતી અસર-સંયમથી ચલિત થયેલા ચિત્તરૂપી અશ્વને તુરત વશ કરવા સારુ લગામરૂપ બતાવેલા સચેટ અને સફળ અઢાર ઉપાયો–સંયમી જીવનથી પતિત થયા પછીની ભયંકર સ્થિતિને આબેહૂબ ચિતાર-ભ્રષ્ટ થયેલા ભિન્નભિન્ન જીવોના દૃષ્ટાંત સાથે પતિતની સરખામણ-પતિતનો પશ્ચાત્તાપ–સંયમી દુઃખની ક્ષણભંગુરતા અને ભ્રષ્ટ જીવનની ભયંકરતાને ખ્યાલ-મનના મલિન કચરાને સાફ કરવાના ઉપાયો. ૧૨ વિવિક્તચય: દ્વિતીય ચૂલિકા એકાંતચર્યાની વ્યાખ્યા-સંસારના પ્રવાહમાં વહી રહેલા જીવોની દશા-એ પ્રવાહની સામે જવાનો અધિકારી કોણ? અને તેની પરિસ્થિતિ–આદર્શ એકચર્યાની અને સ્વછંદી એકચર્યાની તુલના-આદર્શ એકચર્યામાં ક્યા સદગુણની આવશ્યક્તા છે?કયા નિયમો પાળવાના હેય છે? તેનું વિસ્તૃત વર્ણન-એકાંતચર્યાનું રહસ્ય અને તેની ચોગ્યતાને અધિકાર-એક આત્મલક્ષી એજ એચર્યા અથવા વિવિક્ત ચર્યા તે સૂચવીને બતાવેલા મેક્ષનો રાજમાર્ગ. Page #34 -------------------------------------------------------------------------- ________________ :; પ્રારંભ : Page #35 -------------------------------------------------------------------------- ________________ तत्थिमं पढमं ठाणं, महावीरेण देखिअं । अहिंसा निउणा दिश, सव्व भूएस संजमो ॥ तत्रेदं प्रथमं स्थानं, महावीरेण देशितम् । अहिंसा निपुणा दष्टा सर्वभूतेषु संयमः ॥ વ્રતામાં સથી શ્રેષ્ઠ, સર્વ જીવે ચા પાળે, દયાનું અહિંસા વીર वर्णवे; મૂળ संयभ. દેશ અ॰ હું ; ટ્ Page #36 -------------------------------------------------------------------------- ________________ મ પુપિકા (વૃક્ષના ફૂલસંબંધી) વસ્તુને સ્વભાવ એજ ધર્મ, તેના ઘણા પ્રકારે હેઈ શકે જેવાં કે – દેહધર્મ, મનધર્મ, આત્મધર્મ. તેજ પ્રકારે વ્યક્તિધર્મ સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, વિશ્વધર્મ વગેરે. અહીં તે ખાસ કરીને સાધુતા જાળવવાને સાધુધર્મ સમજાવવામાં આવે છે કે જે સાધુ ધર્મમાં મુખ્યતયા નહિ તે ગૌણુતાએ પણ ઈતર ધર્મોનો (વ્યક્તિધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, અને વિશ્વધર્મને સમાવેશ થાય છે. ભગવાન મહાવીરની પાટે બેસી તેમનાં જે પ્રવચને શ્રીસુધર્મસ્વામીએ જંબૂને ઉદ્દેશીને કહ્યાં હતાં તેજ પ્રવચનોને પોતાના સુશિષ્ય મનકને શ્રી સ્વયંભવ સ્વામીએ કહ્યાં. ગુરુદેવ બોલ્યા:– [૧] ધર્મ એ સર્વોત્તમ (ઉચ્ચ પ્રકારનું) મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એજ ધર્મનું સ્વરૂપ છે. આવા ધર્મમાં જેનું મન હમેશાં લીન રહે છે તેવા પુરુષને દેવો પણ નમસ્કાર કરે છે. નોંધ-કેઇ મનુષ્ય મંગળ જોયા વિના કેઇ પણ શુભ કાર્યને પ્રારંભ કરતું નથી માટે મંગળની સૌ કોઈને આવશ્યક્તા છે. મંગળ પાંચ પ્રકારનાં છે (૧) શુદ્ધ મંગળ-પુત્રાદિને જન્મ (૨) અશુદ્ધ મંગળ-ગૃહાદિ Page #37 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર નૂતન બનાવવાં (૩) ચમત્કારિક મંગળ-વિવાહાદિ કાર્ય (૪) ક્ષીણમંગળધનાદિની પ્રાપ્તિ અને (૫) સદા મંગળ-ઘર્મપાલન. તે બધાં પછી સર્વોત્તમ મંગળ જો કોઈ હોય તો તે ધર્મ જ છે. બીજાં મંગળામાં અમંગળનો સંભવ છે. ઘર્મરૂપ મંગળમાં તેમ બનતું નથી. તે સદા મંગળમય રહે છે અને પાળનારને પણ મંગળમય રાખે છે. માટે જ તે સર્વોત્તમ મંગળ છે. દુર્ગતિમાં જતાં જીવોને બચાવે તે ધર્મ. તે ધર્મ આ ત્રણ વસ્તુમાં સમાઈ જાય છે. અહિંસા:-અહિંસા એટલે પ્રાણાતિપાતથી વિરતિ. શુદ્ધ-પ્રેમ, દયા કે અનુકંપાથી હૃદય છલકાય છે ત્યારે જ સાચો મિત્રભાવ જાગે છે. સર્વ પ્રાણી પ્રત્યે મિત્રભાવ રાખવો, ઉપયોગ પૂર્વક કોઈને દુભવવાની ઇચ્છા રાખ્યા વિના દેહિક, માનસિક કે આત્મિક કાઈ પણ તેવી ક્રિયા કરવી તે વાસ્તવિક રીતે અહિંસક ક્રિયા છે. આવી અહિંસાના આરાધક માત્ર અહિંસક જ નથી હોતો બલકે હિંસાના પ્રબળ વિઘક હોય છે. સંયમ–આસ્રાવદ્વારથી ઉપરતિ ( પાપકાર્યોને રોકવાં). સંયમના ત્રણ પ્રકાર છે. (૧) કાયિક સંચમ, (૨) વાચિક સંયમ અને (૩) માનસિક સંચમ. દેહને લગતા પદાર્થોની જેમ બને તેમ જરૂરિયાતો ઘટાડવી તે કાયિક સંયમ છે. વાણીને દુષ્ટમાર્ગથી નિવારીને સુમાર્ગમાં પ્રવર્તાવવી તે વાચિક સંયમ અને મનને દર્વિકપમાંથી છોડાવીને સુવ્યવસ્થિત રાખવું તે માનસિક સંચમ છે. સંયમના વિસ્તૃત સત્તર ભેદેનું વર્ણન આગળ આવશે. તપ:–વાસનાને નિરોધ કરે તેનું નામ તપ. ઊંડી ઊંડી મલિન ચિત્તવૃત્તિની શુદ્ધિ માટે આંતરિક તથા બાહ્યક્રિયા કરવી તે તપશ્ચર્યા છે. તે તપના બાર ભેદેનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. અહિંસામાં સ્વ અને પરનું હિત છે. મેં કોઈને શાન્તિ મળે છે. માટે જ અહિંસા એ ઘર્મ છે. સંયમથી પાપી પ્રવૃત્તિ અટકે છે, તૃષ્ણ મંદ પડે છે અને તેવા સંચમીપુ જ રાષ્ટ્રપતિમાં સાચા ઉપકારક થઈ પડે છે. અનેક દુઃખિતેને તે દ્વારા આશ્વાસન મળે છે, માટે સંયમમાં ઘર્મ છે. તપશ્ચર્યાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે માટે જ તપશ્ચર્યામાં ધર્મ છે. આ રીતે તે તો દ્વારા સામાજિક, રાગટ્રીય અને આધ્યાત્મિક ત્રણે દ્રષ્ટિઓનો સમન્વય, શુદ્ધિ તથા વિકાસ થાય છે. માટે જ તે ત્રણે તત્ત્વોની ક્રિયા તે ધર્મક્યિા છે. આવા ધર્મમાં જેઓનું મન છે તેઓ મનુજ અને દેવોને પણ વંદ્ય Page #38 -------------------------------------------------------------------------- ________________ દુમ પુષ્પિકા હોય તેમાં કશું જ આશ્ચર્ય નથી. અર્થાત કે તેવા ધર્મિષનું વાતાવરણ જ એટલું સુંદર હોય છે કે ત્યાં દેવો પણ સહેજે નમી પડે છે. [૨] જેમ ભમરો વૃક્ષોનાં ફૂલોમાંથી મધ ચૂસે છે (રસ પીએ છે) ત્યારે તે ફૂલોને ઈજા પહોંચાડ્યા વિના પણ પિતાની જાતને પિષી શકે છે, [૩] તેમ સંસારના રાગબંધનથી (ગ્રંથીથી) રહિત એવા પવિત્ર સાધુઓ આ વિશ્વમાં વસે છે, કે જેઓ સ્કૂલમાં ભમરાની માફક આ સંસારમાં માત્ર પિતાની ઉપયોગી સામગ્રી (વસ્ત્રપાત્રાદિ) તથા શુદ્ધ-નિર્દોષ ભિક્ષા (અન્નપાન) અને તે પણ ગૃહસ્થ આપેલી તે મેળવીને સંતુષ્ટ રહે છે. નોંધઃ-બીજાને પીડા ન આપવી તે અહિંસા. પરને પીડા ન ઉપજે તેવી રીતે બહુ ઘેડામાં જીવનનિર્વાહ કરી લેવો તે સંયમ અને તેમ કરવા જતાં પોતાની ઇચ્છાને નિધિ થાય તે તપ. આવી રીતે સાધક જીવનમાં સ્વાભાવિક ધર્મનું વ્યવહારિક અને નિશ્ચય એમ બને દ્રષ્ટિએ પાલન સ્વર્ય થતું રહે છે. ભ્રમર અને સાધુ એ બન્નેમાં ભિક્ષુની વિશેષતા એ છે કે ભમરે તો વૃક્ષનું પુષ્પ છે કે ન છે તો પણ તેમાંથી રસને ચૂસે છે પરંતુ ભિક્ષુએ તો ગૃહસ્થ પોતાનામાંથી રાજીખુશીથી આપે તેજ [૪] તે ધર્મિષ્ઠ શ્રમણ સાધકો કહે છે કે “ અમે અમારી ભિક્ષા તેવી રીતે મેળવીશું કે જે ભિક્ષાદ્વારા કોઈ પણ દાતારને દુઃખ ન થાય અથવા અમે એવું જીવન ગાળીશું કે જે જીવનમાં કોઈ પણ પ્રાણી જાતને અમારા નિમિત્તે હાનિ ન પહોંચે.” વળી ભમરાઓ જેમ અકસ્માત પ્રાપ્ત થયેલાં ફૂલો પર બેસી જાય છે, તેમ તેવા શ્રમણવર અપરિચિત ઘરમાં (પોતાના નિમિત્તે જ્યાં ભોજન ન થયું હોય તેવા ઘરમાં (ભિક્ષાર્થે) જ ગમન કરે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર નોંધ –જે અંતઃકરણની શુદ્ધિ કરી સર્વ જીવો પર સમભાવ રાખે છે અને તપશ્ચર્યામાં રક્ત રહે છે તે પ્રમણ કહેવાય છે. શ્રમણનું જીવન સ્વાવલંબી હોવું જોઈએ. તેની પ્રત્યેક ક્રિયા હળવી હોવી જોઈએ. તેની આવશ્યક્તાઓ હલકી હેવી જોઈએ. અર્થાત કે સાધુજીવન નિઃસ્વાર્થી અને નિષ્પક્ષપાતી જીવન છે અને તે આવા નિઃસંગ ભાવથી જ સુરક્ષિત રહી શકે. [૫] મધુકર જેવા શાણમુનિઓ (કે જેઓ ઘર અને કુટુંબથી) અનાસક્ત (બંધનરહિત) તથા કોઈ પણ જાતના ખેરાકમાં સંતુષ્ટ રહેવાની ટેવવાળા દમિતેન્દ્રિય હોય છે તેથી જ તેઓ શ્રમણો કહેવાય છે. નોંધ-અનાસક્તિ, દાન્તતા અને મળેલામાં સંતોષ એમ આ ત્રણ ઉચ્ચ ગુણો એજ સાધુતા છે. અથવા તે શરીર, વચન અને મનનું દમન, બ્રહ્મચર્યનું પાલન, કષાયોનો ત્યાગ અને તપશ્ચર્યા વડે આત્મા સાધના કરે એ જ સાધુ. એમ કહું છું. એ પ્રમાણે દ્રમપુષ્પિક નામનું પ્રથમ અધ્યયન પૂર્ણ થયું. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રામણયપૂર્વક ( સાધુત્વ સૂચક) ઈચછા આકાશ જેવી અનંત છે. એટલે આખા વિશ્વના પદાર્થો ભલે ને હે! તેમ છતાં તે પરિમિત જ છે. તેથી ઈચ્છાની અનંતતા તેમાં કયાંથી સમાય! ઈચ્છાને પાર સંસારની વસ્તુઓમાં કયાંથી પમાય ! તેથીજ જ્યાં ઈચ્છા, તૃષ્ણ કે વાસના છે ત્યાં અતૃપ્ત શેક અને ખેદ છે. જ્યાં ખેદ છે ત્યાં જ વિકલ્પ છે અને વિક છે ત્યાં શમતા નથી તેથી શમરસના પિપાસુ સાધુએ બાહ્ય ઈચ્છાએનેજ તિલાંજલિ આપી દેવી ઘટે. અને જ્યાં અનંતતા છે એવા આત્મસ્વરૂપમાં જ તેને જોડી દેવી જોઈએ. તે જ સાચું કામ છે. ગુસદેવ બોલ્યા:[૧] જે વિષયવાસના કિવા દુષ્ટ ઇચછાઓને નિવારી શકે નહિ તે સાધુ, સાધુતા કેમ પાળી શકે ? અને તેવી ઇચ્છાઓને આધીન થયેલો તે પગલે પગલે ખેદ પામીને સંકલ્પ વિકલ્પોને વશ થાય. નોંધ-વાસના એજ અનર્થનું મૂળ છે. તેનો વેગ ન દબાવાય તે સાધુધર્મને લેપ થાય. વિકલ્પોની વૃદ્ધિ થવાથી મન ફેલાયમાન થાય અને ચિત્તની ચંચળતા ડગલે ને પગલે ખેદ ઉત્પન્ન કરી ઉત્તમ યોગીને પણ પતિત કરી દે. Page #41 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર [૨] વસ્ત્રો, કસ્તુરી, અગર કે તેવા સુગંધી પદાર્થો, મુદ્રાદિ અલંકારા, સ્ત્રીઓ તથા પતંગ વગેરે સુખશાને પરવશપણે જે ન ભગવે તે કંઈ ત્યાગી કહી શકાય નહિ. નોંધઃ-પરવશપણે અર્થાત્ કાંતા ઉપરનાં સાધને ન જ મળ્યાં હોય અને ન ભેાગવે અથવા મળવા છતાં રાગ કે તેવા ખીજા કાઈ કારણે ભાગવી ન શકે તે તે ન ભાગવવા છતાં આદર્શ ત્યાગી કહી શકાય નહિ. કારણ કે ત્યાં પદાર્થાના ભાગ ભલે ન હોય પણ પદાર્થ ભાગવવાની લાલસા તા' છે જ. [8] પરંતુ જે મનેાહર તથા ઇષ્ટ એવા કામભોગે સ્વતંત્ર રીતે પ્રાપ્ત થવા છતાં તેને શુભ ભાવનાઓથી પ્રેરાઈ પાતાથી અળગા કરી ત્યાગી દે છે તેજ આદર્શ ત્યાગી કહેવાય છે. નોંધઃ—મને રમ્ય અને દ્રવ્ય ભેગેની સંપૂર્ણ સામગ્રી હેાય, તેને ભાગવી શકે તેવું શરીર હેાય, સપૂર્ણ સ્વતંત્રતા હાય છતાં આવા પ્રસંગમાં પણ વૈરાગ્યપૂર્વક તેને ત્યાગ કરે તે આદર્શ ત્યાગી ગણાય છે. જો કે ભાગા ન મળવા છતાં તેવા સમયે પણ તેના ત્યાગની ભાવના થવી દુ`ભ જ છે. પરંતુ આ લેાકમાં ઉત્તમ ત્યાગની અપેક્ષાએ ઉપયુક્ત કથન છે. [૪] સમદ્રષ્ટિથી ( સંયમની અભિમુખ દ્રષ્ટિ રાખી સંયમમાં ) વિચરવા છતાં કદાચિત્ ( ભાગવેલા ભાગાના સ્મરણથી અથવા હિં ભાગવેલાને ભાગવવાની વાસના થવાથી ) તે સંયમી સાધુનું મન સંયમમાર્ગથી બહાર જાય ( ચલિત થાય ) તા તેને આ પ્રમાણે ચિંતવવું જોઇએ કે “ વિષયભાગની સામગ્રી મારી નથી અને હું પણ તેને નથી. અથવા તે સ્ત્રી મારી નથી તેમ હું પણ તેને! નથી. ' આવી રીતે સુવિચારના અંકુશથી તે પરને સ્નેહ ( આસક્તિ ) હડાવી લે. નોંધઃ-વાસનાનું બીજ એટલું સૂક્ષ્મ છે કે ઘણી વખત તે નિમૂળ થયું હાચ તેમ લાગે છે પરંતુ ચિત્ સહજ નિમિત્ત મળતાં તે 'કુર પાંગરી ઉઠે છે. થનેમિ અને રાજીમતી દેવીને ઉત્તરાધ્યયનમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રામણ્યપૂર્ણાંક આપેલા પ્રસંગ તેની પ્રતીતિ આપે છે. કદાચિત્ સંચમથી અસ્થિર ચિત્ત થાય તે તેને સ્થિર કરવાના સચોટ વિચાર। અને ઉપાયે માટે જીએ આજ સૂત્રની પાછળ આપેલી ચૂલિકા ૧. જો માત્ર ચિંતનથી મનેનિગ્રહ ન થાય તે શું કરવું? [૫] ( મહાપુરુષા કહે છે કેઃ—) “શરીરનું સુકેામળપણું ત્યાગી ઋતુ પ્રમાણે શીત કે તાપની આતાપના લે. અથવા પેાતાને અનુકૂળ બીજી તપશ્ચર્યાં કરે, અને આવી રીતે કામભેગાની વાંછા એળગશે। તે દુઃખ પણ ઉલ્લંઘી શકશો. દ્વેષને છેદી નાખા અને આસક્તિને દૂર કરે. બસ આમ કરવાથી આ સંસારમાં સુખી થશે. "" નોંધઃ—કામથી ક્રોધ, ક્રોધથી સમેાહ, સમેહથી રાગ અને દ્વેષ અને રાગદૂષથી દુઃખ. એમ દુઃખની પરંપરાનું મૂળ વાસના જ છે. માટે વાસનાને ક્ષય કરવાની ક્રિયારૂપ તપશ્ચર્યા કરવી તેજ દુઃખનારાનેા ઉપાય છે. અહીં રથનમ તથા રાજીમતીનું દ્રષ્ટાંત આપી તે વસ્તુને વિશેષ સ્પષ્ટ કરે છે. સેરઠ દેશમાં એક અલકાપુરી સમાન વિશાળ દ્વારિકા નામે નગરી હતી. ત્યાં બહેાળા યાદવકુળ સહિત શ્રીકૃષ્ણે રાજ્ય કરી રહ્યા હતા. તેમના પિતાશ્રીનું નામ વસુદેવ અને વસુદેવના મેટેરા ભાઇનું નામ સમુદ્ર વિજય હતું. તે સમુદ્રવિજયનાં શિવાદેવી નામનાં પટરાણીના અંગજાત સુપુત્રનું નામ નેમિનાથ તું. નેમિનાથ જ્યારે યુવાનવયનાં થયા ત્યારે કૃષ્ણ મહારાજની પ્રબળ પૃચ્છાથી તેમનું વેવિશાળ ઉગ્રસેન ( જેનું અપર નામ ભેાજરાજ કિંવા ભોગરાજ હતું તે) રાજાનાં ધારણી નામના રાણીની અંગપ્રસૂત રાજીમતી નામની સાંદ^વતી કન્યા સાથે થયેલું. * ડા. હ`ન જેકાખી તેને ભેાજરાજ તરીકે સિદ્ધ કરે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર શ્રાવણ સુદ છઠ્ઠના શુભ મુહૂર્ત મોટા ઠાઠમાઠ સાથે તે કુમાર ઠરાવેલા નિયમ પ્રમાણે પરણવા સારુ શ્વસૂર ગૃહે પધારતા હતા. તેવામાં માર્ગે ચાલતાં પાંજરામાં પૂરેલાં પશુઓનો પીડિત પિકાર તેના કર્ણદ્વારે અથડાય. સારથિને પૂછતાં તેને ખબર પડી કે આ તો પિતાના જ લગ્નનિમિતે આટલા પશુઓની હિંસા થવાની છે. આ સાંભળતાં જ તેને આ અને એવા અનેક અનર્થો એકે એક કાર્યમાં દેખાવા લાગ્યા. આ સંસારના સ્વાર્થો પર તેને વૈરાગ્યની ફુરણું જાગી. પૂર્વના સંસ્કારોનો તેમાં વેગ મળ્યો અને તેની ભાવનાન પ્રવાહ સહજ વારમાં પલટી ગયો. ત્યાંથી જ રથ પાછો વાળીને તે ઘેર આવ્યા અને ખૂબ ચિંતન કરી આખરે તેણે ત્યાગમાર્ગને અંગીકૃત કર્યો. તેની ઉત્કટ ભાવનાથી બીજા પણ એક હજાર સાધકે તેની સાથે યોગમાર્ગને આરાધવા સારુ નીકળી પડ્યા. પાછળથી રામતી પણ આ નિમિત્તે પ્રબળ વૈરાગ્યપૂર્વક સાધ્વી થયાં. સાત સહચરીઓ સાથે તેણે પ્રવજ્યા અંગીકાર કરી લીધી. એકદા નૈવતક પર્વત પર નેમિનાથ ભગવાનને વંદન કરવા જતાં માર્ગમાં ખૂબ મેઘવૃષ્ટિ થતાં તેનાં વસ્ત્રો લિંજાયાં. એક એકાંત ગુફામાં તે પિતાના બધાં વસ્ત્રો ઉતારીને સુકવવા લાગ્યાં. તેવામાં તેજ ગુફામાં ધ્યાનસ્થ રહેલા તેમનાથના નાનાભાઈ રથનેમિ કે જે બાળવયથી યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા હતા; તેની દ્રષ્ટિ રામતીના દેહ પર પડી. સૌંદર્યમય શરીર અને એકાંતવાસમાં તેને નહિ અનુભવેલ વેદના થઈ આવી. વિકારની વાસનાએ તેને વ્યાકુળ બનાવ્યા. તેને પિતાની ગદશાનું ભાન ન રહ્યું. છેવટે તે સાધ્વી સ્ત્રીરથનેમિને કેવી રીતે સંયમ માર્ગમાં સ્થિર કરે છે તે વાંચવા માટે તેમને તથા સતી રામતીને પરસ્પર વાર્તાલાપ ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં જોઈ લો.* * ઉત્તરાધ્યયન રમૂત્રનું અનુવાદન. પાનું ૧૮૫ થી શરૂ. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રામણ્યપૂર્ણાંક ૧૧ યોગેશ્વરી રાજીમતી દેવીએ જે વચનરૂપ અંકુશથી રથનેમિને માર્ગ પર ઢાર્યા તે વચનાના સારાંશ નીચેની ગાથાઓમાં છે. [] અર્ગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પી ઝળહળતી અગ્નિમાં બળી મરવું પસંદ કરે છે. પરંતુ વસેલું વિષ કરીથી પીવાનું ઈચ્છતા નથી. [૭] અપયશના અભિલાષિન્ ! તને ધિક્કાર હે!! કે જે તું વાસનામય જીવન માટે વમેલા ભાગને ભાગવવા ઈચ્છે છે. એવા પતિત જીવન કરતાં તારુ મૃત્યુ વધારે ઉત્તમ છે. [૮] હું ભાજકવિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન મહારાજાની પુત્રી છું. અને તું અંધક વિષ્ણુના પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાને પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્પ જેવા થઈએ ! એ સંયમીશ્વર ! નિશ્રળ થઈ સંયમમાં સ્થિર થા. નેોંધ:—હરિભદ્રસૂરિના કથનના આધારે ડા. હન જેકામી પેાતાની નોંધમાં લખે છે કે ભેાગરાજ કિંવા ભાજરાજ એ ઉગ્રસેન મહારાજાનું અપરનામ છે. અંધવિષ્ણુ એ સમુદ્રવિજય મહારાજાનું અપરનામ છે. [૯] હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઇશ અને તે સ્ત્રીએતે જોયા પછી જો આમ કામાગની વાંછના રાખ્યા કરીશ તા સમુદ્ર કિનારે હુડ નામનેા વૃક્ષ જેમ પવનથી ઉખડી જાય છે તેમ તારા આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે. [૧૦] બ્રહ્મચારિણી અને સાધ્વીનાં આ આત્મસ્પર્શી અને સચોટ વચનેાને સાંભળી જેમ અંકુશ વડે (મદોન્મત્ત) હાર્થો વશ થાય તેમ ચમિ શીઘ્ર વશ થયા અને સ યમધમાં બરાબર સ્થિર થયા. નોંધ:-ત્યાં હાથીરૂપ રથનેમિ, માવતરૂપ રાજીમતી અને અકુરારૂપ વચને। હતાં. રથનેમિને વિકાર ક્ષણવારમાં ઉપશાંત થયે અને પેાતાનું ભાન થવાથી તે પશ્ચાતાપપૂર્વક પેાતાના માર્ગમાં સ્થિર થયા. ચારિત્રને પ્રભાવ શું ન કરે? Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દશવૈકાલિક સૂત્ર [૧૧] જેમ તે પુરુષશ્રેષ્ઠ રથનેમિએ વિષયભોગથી મનને શીધ્ર હટાવી લીધું તેમ વિચક્ષણ અને તત્વજ્ઞ પુરુષો પણ વિષય ભેગોથી નિવૃત્ત થઈ પરમ પુરુષાર્થ કરે. નોંધ:–ચિત્તની ચંચલતા મર્કટ જેવી છે. મનનો વેગ વાયુ જેવો છે. સંયમમાં સતત જાગૃતિ અને વૈરાગ્ય એ બને તેની લગામો છે. લગામે શિથિલ થાય કે તુરતજ ચિંતનથી તેને સજજડ કરવી. માનસિક ચિંતનની સાથે શારીરિક સંયમની પણ પ્રમાણ પુરતી આવશ્યકતા છે. તે વિવેક ભુલાવો ન જોઈએ. શરીર, પ્રાણ અને મન એ ત્રણે પર કાબુ રાખવાથી ઈચ્છાઓને નિરોધ થાય છે અને શાંતિની ઉપાસના (સાધના) સિદ્ધ થતી રહે છે. જેમ જેમ રાગ અને દ્વેષને ક્રમશઃ ક્ષય થતો રહે છે તેમ તેમ આનંદનો સાક્ષાત્કાર થતો જાય છે. એમ કહું છું. એ પ્રમાણે શ્રમણ્યપૂર્વક નામનું બીજું અધ્યયન પૂર્ણ થયું. Page #46 -------------------------------------------------------------------------- ________________ ફુલકાચાર (લઘુ આચાર) ત્યાગ એ જેટલે વ્યકિતગત આધ્યાત્મિક વિકાસમાં સહાયક છે તેટલેજ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને પણ પ્રત્યક્ષ અથવા પક્ષ રીતે ઉપકારક થઈ પડે છે. જે સમાજમાં આદર્શ ત્યાગની પૂજા છે તે સમાજ નિઃસ્વાથી સંતાથી અને પ્રશાત હેવાને. તેની નિઃસ્વાર્થતા રાષ્ટ્રની પીડાતી પ્રજાને આશ્વાસન આપી શકે અને તેની શાંતિના આંદોલન વિશ્વમાં શાંતિને પ્રચાર કરી શકે. આથી જે રાષ્ટ્રમાં ત્યાગની મહત્તા છે ત્યાં સુખને સાગર સ્વયે ઉલટવાને, તે સાગરની લહેરમાં વૈરીનાં વૈમનસ્ય લય થવાનાં અને વિરાધક શકિતને પ્રચંડ બળે પણ શમી જવાનાં. પરંતુ જે રાષ્ટ્રની પ્રજામાં ભેગવાસનાનુંજ પ્રાધાન્ય છે તે દેશમાં ધન હોવા છતાં સ્વાર્થ, મદાંધતા, રાષ્ટ્રદ્રોહ ઈત્યાદિ શાંતિના શત્રુ એનું સ્વરાજય વ્યાપી રાષ્ટ્રશાંતિનું આજે, કાલે કે પછી અપહરણ થવાનું. સારાંશકે આદર્શ ત્યાગમાં વિશ્વશાંતિનું મૂળ છે, અને વાસનાનું પોષણ વિશ્વની અશાંતિનું કારણ છે, આદર્શ ત્યાગીને ત્યાગ એ જ જીવન છે. જીવનમાં સાંપ્રદાયિકતાના વિષ ન ભળે કે તે જીવન કલુષિત ન થાય તે સારુ સાધક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દશવૈકાલિક સૂત્ર દશામાં ત્યાગીને ખુબ સાવધ રહેવું પડે છે. તેથી તે સાવધાનતા અને વ્યવસ્થા જાળવવા માટેજ આધ્યાત્મિક દર્દીના પ્રબળ ચિકિત્સક મહર્ષિ દેવેએ માનસિક મંથનથી સંશોધન કરી અહીં સાધુતાના સંરક્ષણ સારુ સૂમથી માંડીને મેટા આકાર સુધીના બાવન અનાચીર્ણ (નિષેધાત્મક) નિયમનું આ અધ્યયનમાં વર્ણન આપ્યું છે. ગુરુદેવ બાલ્યા – [૧] જેઓને આત્મા સંયમમાં સુસ્થિર થયો છે. જેઓ સાંસારિક વાસનાથી કિવા આંતરિક અને બાહ્ય પરિગ્રહથી મુકત રહ્યા છે, જેઓ પોતાના અને પરના આત્માને દુર્માર્ગથી બચાવી શકે છે અથવા જેઓ છકાય (દુન્યવી પ્રાણીમાત્ર)ના રક્ષક છે, જેઓ આંતરિક ગ્રંથીથી રહિત છે તેવા મહર્ષિઓનું જે અનાચીર્ણ (નહિ આચારવા લાગ્યો છે. તે નીચે પ્રમાણે છે. નેધ–સ્ત્રી, ધન, પરિવાર ઈત્યાદિ બાહ્ય પરિગ્રહ અને ક્રોધાદિ જે આત્મદે છે તે આંતરિક પરિગ્રહ કહેવાય છે. વ્યાયી શબ્દ રક્ષણ વાચી છે. છકાયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ ( હાલતા ચાલતા બધા જીવો) એમ સૌ જીવોને સમાવેશ થાય છે. [૨] બાવન પ્રકારનાં અનાચીનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે – (૧) શિક (પિતાને ઉદ્દેશીને બનાવેલે આહાર હેય તેને સાધુ લે તે આ આધામિક દેષ લાગે, ) (૨) ક્રીકૃત (સાધુ માટે ખરીદીને બનાવેલ આહાર લે તે દોષ). (૩) નિત્યક (હમેશાં એકજ ઘરે આમંત્રણ આપી જાય ત્યાં આહાર લે તે ), (૪) અભિહત ( દૂરથી સાધુ માટે ઉપાશ્રાયાદિ સ્થાનમાં સન્મુખ લવાયેલે આહાર લેવો તે), (૫) રાત્રિભકત (રાત્રિ ભોજન કરવું), (૬) સ્નાન કરવું. (૭) Page #48 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકાચાર ચંદન વગેરેની ગંધોને ઉપયોગ કરવો, (૮) પુષ્પોનો ઉપયોગ કરે, (૯) પંખાથી પવન નાખે, નોધ --આમંત્રણ આપે તેમાં પોતાનું નિમિત્ત હોવાને પાકે સંભવ છે માટે તે આહાર શાસ્ત્રીય દષ્ટિએ સાધુ માટે વર્ષ કહ્યો છે. [8] (૧૦) સંનિધિ (પિતાને કે પરને માટે ઘી, ગોળ કે કોઈપણ પ્રકારના આહારનો રાત્રિએ સંગ્રહ કરી રાખવો તે ), (૧૧) ગૃહિપાત્ર (ગ્રહસ્થના પાત્રમાં આહારાદિ કરવો તે ). (૧૨) રાજપિંડ ( ધનિક લોકે પિતાને માટે બલિષ્ઠ ઔષધિ નાખી ખેરાક બનાવે છે તે ), (૧૩) કિમિચ્છક ( તમને શું જોઈએ એમ પૂછીને બનાવેલો આહાર લેવો તે અથવા દાનશાળાનો આહાર લેવો તે ), (૧૪) હાડ, માંસ, ત્વચા, રોમ ઈત્યાદિને સુખ થાય તેવું તૈલાદિકનું મર્દન કરાવવું તે, (૧૫) દંતપ્રધાન (દાતણ કરવું), (૧૬) સંપ્રશ્ન ( ગૃહસ્થના શરીર કે ગૃહ, સંબંધી કુશળક્ષેમ પૂછી તેવી વાર્તામાં રસ લે તે ), (૧૭) દેહપ્રલેચન (આરસો કે તેવા સાધનથી શરીરની શોભા નીરખવી, નંધ:–અલિષ્ઠ આહાર કરવાથી શરીરમાં વિકાર થવા સંભવ છે. અને વિકાર વધવાથી સંયમમાં હાનિ પહોંચવાનો સંભવ રહે, માટે તે વર્યું છે. દાનશાળાનો આહાર લેવાથી અન્ય ચાચકની લાગણી દુભાવાને સંભવ છે. [૪] (૧૮) અષ્ટાપદ ( જુગાર ખેલ ), (૧૯) નાલિકા (શતરંજ વગેરે બીજી રમત રમવી), (૨૦) છત્રનું ધારણ કરવું, (૨૧) ચિકિત્સા (જે દ્વારા હિંસા થાય તેવું વૈદું કરાવવું તે), (૨૨) પગમાં પગરખાં પહેરવાં, (૨૩) અગ્નિ સમારંભ કરે, નોંધ –નાલિકા એ એક જાતની પ્રાચીન રમત છે. પરંતુ તે શબ્દથી પાટ, ગંજીપે, શેતરંજ વગેરે સૌ રમતો સમજી લેવી, તે રમતો સાધુજન માટે વર્યું છે. કારણકે તેમાં અનેક દેષોનો સંભવ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬. દશવૈકાલિક સૂત્ર [૫] (૨૪) શય્યાતરપિંડ ( જે ગૃહસ્થ રહેવા માટે આશ્રય આપે હોય તેનું ભોજન લેવું તે), (૨૫) આસંદી–પર્યકનો ઉપયોગ (સાંગામાચી કે પલંગ પર બેસવું), (૨૬) ગુહાન્તર નિષદ્યા (બે ઘરની વચ્ચે બેસવું અથવા ગૃહસ્થને ત્યાં બેસી રહેવું), (૨૭) શરીરનું ઉદ્દવર્તન કરે (શરીરને પીઠી વગેરે ચોળે), નેધ–જેની આજ્ઞાથી મકાનમાં સાધુ રહ્યા હોય તેના ઘરના આહાર પાણું લેવાની મનાઇનું કારણ એ છે કે પોતાને ત્યાં મોજમાન આવ્યા છે તેમ ધારી સાધુને ઉદેશીને ખેરાક થાય અને તેથી દેષ થવાનો સંભવ છે. આનંદી એ હીંડોળાખાટ કે સાંગામાંચી જેવું ગૃહસ્થનું આસન હોય છે. તે સ્થળે બેસવાથી પ્રમાદાદિ દેને સંભવ છે. બે ઘરની વચ્ચે બેસવાથી તે તે ઘરના માણસેને આ કોઈ ચોર હશે તેવી શંકા થવાનો સંભવ છે. ગૃહસ્થને ત્યાં રિગી, અશક્ત કે તપસ્વી સાધુ દેહની અશક્તિના કારણે બેસે તેને છૂટ છે. તે સિવાય ગૃહસ્થને ત્યાં બેસી ન રહે. ગૃહસ્થને ત્યાં બેસવાથી પરિચય વધે અને પરિચયથી સંયમી જીવનને બાધા પહોંચે. [ક] (૨૮) ગૃહસ્થની સેવા કરવી અથવા ગૃહસ્થની સેવા લેવી, (૨૯) પિતાનું કુળ કે જાતિ ઓળખાવી ભિક્ષા મેળવવી, (૩૦) તપ્તાનિવૃતભેજિત્વ (જે ગરમ પાણું બરાબર અગ્નિનું શસ્ત્ર લાગી ઉકળ્યું નહેાય તેવું સચેત પાણી લેવું ), (૩૧) રોગ કિવા સુધાની પીડા ઉપસ્થિત થાય ત્યારે વહાલાનું સ્મરણ કરવું કે કોઈનું શરણ ઈચ્છવું તે. નેધ–અહીં સેવાને અર્થ અંગ વગેરે દબાવવા ઈત્યાદિ ક્રિયાઓ છે. વિના કારણે આવી સેવાઓ લેવાથી આળસ વગેરે દેશોનો સંભવ છે. વાસણના ઉપર, નીચે અને મધ્ય એ ત્રણે ભાગમાં બરાબર તપેલું હોય તેવું ગરમ પાણી અચિત્ત ગણાય છે. [૭] (૩૨) મૂળ, (૩૩) આદુ કે (૩૪) શેરડીના કકડા જે નિવૃત ન હેય અર્થાત સચિત્ત હોય તે ભેગવવાં તે, (૩૫) સચેત , ભિક્ષા મેળવી જે ગરમ રે ણી ઉકળ્યું ન Page #50 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકાચાર ૧૭ સૂરણ વગેરે કંદ કે (૩૬) સચિત્ત જડીબુટ્ટી*(૩૭) સચિત્ત ફળ, (૩૮) કે સંચિત બીજ ગ્રહણ કરવાં તે. નોંધ –જીવહિત હેચ તે સચિત્ત ગણાય અને જીવરહિત હોય તે અચિત્ત ગણાય. અન્ય જાતિના કેઈ પણ શસ્ત્રથી પરિણત થયેલી કિંવા પકાવેલી વસ્તુઓ અચિત્ત થઈ જાય છે. (૮) (૩૯) ખાણનું સંચળ, (૪૦) સિંધાલૂણ, (૪૧) સામાન્ય મીઠું, (૪૨) રોમદેશનું (રોમક) મીઠું, (૪૩) સમુદનું મીઠું, (૪૪) ખારો (પાંશુ લવણ) તથા (૪૫) કાળું મીઠું એમ અનેક પ્રકારનું મીઠું જે સચેત ગ્રહણ કરાય તો તે દૂષિત છે. [૯] (૪૬) ધૂપન (ધૂપ દે કિંવા બીડી વગેરે પીવા), (૪૭) વમન (ઔષધદ્વારા ઉલટી કરવી), (૪૮) બસ્તિકર્મ (ગુહ્યસ્થાનઠારા બલિષ્ઠ ઔષધિનો શરીર માટે ઉપયોગ કરવો કિંવા હઠયોગની તેવી ક્રિયા કરવી), (૪૯) વિરેચન (વિના કારણે ઔષધદ્વારા જુલાબ લેવો), (૫૦) નેત્રરોભાર્થે અંજન ઇત્યાદિનો ઉપયોગ કરે, (૫૧) દાંતને રંગવા, (પર) ગાત્રા ભંગ (શરીરની ટાપટીપ કરવી કિંવા શરીરની વિભૂષા કરવી). નોંધ –ધૂપનને અર્થ વસ્ત્રાદિકને ધૂપ દેવો એ પણ થાય છે. ઘણું ખાઈ પછી તેને ઔષધદ્વારા મોંથી ઉલટી કરીને કે વિરેચનથી કાઢવાનો પ્રયત્ન કરવો તે દૂષણ છે તે દ્રષ્ટિએ વમન અને વિરેચન એ બનેને નિષેધ કર્યો છે. [૧૦] સંયમમાંજ યોજાયેલા અને દ્રવ્યથી (ઉપકરણથી) હળવા તેમજ આવ્યંતર (ક્રોધાદિ કષાયો)થી હળવા એવા નિગ્રંથ મહષિઓ માટે ઉપર કહેલાં બાવન અનાચીણું (નહિ આચરવા યોગ્ય વસ્તુઓ) છે. * કેટલીક વસ્તુઓ સંબંધી સચિત્ત-અચિત્તને નિર્ણય સામાન્ય રીતે ન થઈ શકે તે સાર સચિત-અચિત્ત નિર્ણાયક કમિટિન નિબંધ કોન્ફરન્સ રિપેટમાં વાંચી લેવો. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દશવૈકાલિક સૂત્ર [૧૧] ઉપરના અનાચીÎથી રહિત, પાંચ આસવદ્વારાના ત્યાગી, મન, વચન અને કાયા એ ત્રણે ગુપ્તિએથી ગુપ્ત, કાય જીવેાના પ્રતિપાલક (અહિંસક), પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરનારા, ધીર અને સરળ સ્વભાવી જે નિગ્રંથ મુનિએ હાય છે; નોંધઃ—મથ્યાત્વ (અજ્ઞાન), અવ્રત, કષાય, પ્રમાદ અને અશુભયાગ એ પાંચ વસ્તુઓથી જ પાપનું આગમન થાય તે આસ્રવાર કહેવાય છે. [૧૨] તે સમાધિવત સંયમી પુરુષા ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે. હેમંત (શીત) ઋતુમાં વસ્ત્રને વેગળાં કરી ઠંડી સહન કરે છે અને વર્ષા ઋતુમાં માત્ર પોતાના સ્થાનમાંજ અંગેાપાંગનું સંવરણ કરી એસી રહે છે. નોંધઃ-સાધુજના ત્રણે ઋતુઓમાં ભિન્નભિન્ન પ્રકારની શરીરને અને મનને ક્રસવા માટે તપશ્ચર્યા કરે છે. અહિંસા, સંચમ અને તપની ત્રિપુટિની આરાધના કરવી તેજ સાધુતા છે. ભિન્ન ભિન્ન ઋતુએસમાં કષ્ટ પડે તેને પ્રતિકાર કરવા નહિ તેમાં સાધુતાની રક્ષા છે. [૧૭] પરિષદ્ધ (આકસ્મિક આવી પડેલાં સંકટા) રૂપ શત્રુઓનું દમન કરવાવાળા, મેહને દૂર કરનારા અને જિતેન્દ્રિય ( ઇંદ્રિયાના વિષયાને જીતનારા) મહર્ષિએ સર્વ દુઃખના નાશ કરવા માટે સયમ અને તપમાં પ્રવૃત્ત થાય છે. [૧૪] અને તેમાંના કેટલાક સાધુએ દુષ્કર એવું (તપ) કરીને તથા ન સહન થઈ શકે તેવું (કષ્ટ) સહીને ઉચ્ચ પ્રકારના દેવલાકમાં ગમન કરે છે અને કેટલાક કર્માંરૂપ રજથી સાવ મુક્ત થઈને સાસિદ્ધ થાય છે. અર્થાત્ મુક્તિ પામે છે. [૧૫] (જેએ દેવગતિને પામે છે તે સંયમી પુરુષા પણ કરીથી મૃત્યુલેાકમાં આવીને) છ કાયના પ્રતિપાલકા સંયમ અને તપશ્ચર્યાં દ્વારા પૂર્વ કર્માને ક્ષય કરીને સિદ્ધિ માર્ગને આરાધીને ક્રમશઃ નિર્વાણ પામે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકાચાર ૧૯ નોંધ:-જીવનપર્યંત પેાતાના નિમિત્તે કાઇને દુઃખ ન થાય તેવી જાગૃત વૃત્તિથી જીવવું અને સાધના કર્યે જવી એ શ્રમણધનું શુદ્ધ ધ્યેય છે. તે ધ્યેય નિભાવવા સારું અપરિગ્રહ મુદ્ધિ, આહાર શુદ્ધિ, ગૃહસ્થજીવનની આસક્તિમાંથી નિજ સાધુતાનું સંરક્ષણ, ભેાજનમાં પરિમિતતા અને રસાસક્તિને ત્યાગઃ આ બધા કાયિક સંયમના નિયમે છે. જેવી રીતે માનસિક અને વાચિક સચમ આવશ્યક છે તેજ રીતે કાચિક સચમની પણ અપેક્ષા છે. કારણ કે કાયિક સ`ચમ એ માનસિક અને વાચિક સચમની ઇમારતને પાયેા છે. તે મજબૂત રહે તેમાં સાધુતાના સ્થાનની સુરક્ષા છે, અને સાધુજીવન જેટલું સ્વાવલંબી અને નિઃસ્વાર્થી અને તેટલું જ તે ગૃહસ્થજીવનને ઉપકારક છે. એમ કહું છું. એ પ્રમાણે ક્ષુલ્લકાચાર સંબધી ત્રીજું અધ્યયન સમાપ્ત થયું. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ જીવનિકા (સમગ્ર વિશ્વના છ પ્રકારના છાનું વર્ણન) ગદ્યવિભાગ ભેગની વાસનામાંથી તીવ્રતા મટી જઈ તે તરફની ઈચ્છાને વેગ મંદ પડે તેનું જ નામ વૈરાગ્ય. તે વૈરાગ્ય બે રીતે ઉદ્ભવે છે –(૧) વિલાસના અતિરેકથી સાંપડેલું માનસિક અને કાયિક સંકટ અથવા (૨) ઈડેલી તૃપ્તિનું તેમાંથી અનુભવેલું અદર્શને. આમાંથી તે સ્વયં જાગૃત થઈ જાય છે અથવા તે તે જાગૃતિમાં કવચિત કેાઈ પ્રબળ નિમિત્તની પ્રેરણુ પણ હોય છે. આવી વૈરાગ્યભાવના વિવેકબુદ્ધિને જાગૃત કરે છે અને ત્યારથી તે સાધક ચાલવામાં, ઉઠવામાં, બેલવામાં અને બેસવામાં એમ પ્રત્યેક કાર્ય પર તેની ઉત્પત્તિ, હેતુ અને પરિણામનું ઊંડું ચિંતન કરતાં શીખે છે. આવી સ્થિતિમાં તે પિતાની આવશ્યકતા ઘટાડે છે અને આવશ્યકતા ઘટવાથી તેનું પાપ ઘટવા માંડે છે. આનું જ નામ રાવપૂર્વકનો સંયમ. તેવા સંયમ પછી જ ત્યાગની ભૂમિકા છે. જ્યારે તે સાધક પિતાની માલિકી પ્રત્યેક પદાર્થ પરથી ત્યાગી દે છે, જ્યારે તે પિતાનું જીવન હળવું ફૂલ જેવું બનાવી દે ત્યારે તેને જૈન શ્રમણની ગ્યતા પ્રાપ્ત થાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ - - ષડ જવનિકા ૨૧ - તેવી ગ્યતા પછી તે કઈ પીઢ, મેધાવી, સમય અને સમભાવી ગુરુને શોધી લે છે અને શ્રમણભાવની આરાધના સારુ ગૃહસ્થસ્વાંગ તજી દીક્ષિત થઈ શ્રમણકુળમાં પ્રવેશે છે. પ્રવેશતા પહેલાં ગુરુદેવ શિષ્યના માનસની સંપૂર્ણ ચિકિત્સા કરે છે અને સાધકની યોગ્યતા જોઈ ત્યાગમાગની જવાબદારીનું ભાન કરાવે છે તથા શ્રમણુધર્મનું બેધમય ભાવથી યથાર્થ રહસ્ય સમજાવી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચેનું સંપૂર્ણ પાલન અને છઠ્ઠા અણુવ્રતમાં રવિભાજનના ત્યાગની કડક પ્રતિજ્ઞા લેવડાવે છે. એ પ્રતિજ્ઞા યાવતૂછવન પાળવાની હોય છે. તે આત્માથી સાધક વિવેકપૂર્વક પ્રતિજ્ઞા સ્વીકારી લે છે અને સ્વીકાર્યા પછી પિતાના સંયમમય જીવનને નિભાવવા છતાં પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધીના સ્થિર છે, ક્ષુદ્ર નાના મોટા જંતુઓ તથા અન્ય પ્રાણીઓની રક્ષા કેવી રીતે કરી શકે? તેને સંપૂર્ણ ખ્યાલ આ અધ્યયનમાં આપે છે – ગુરદેવ બેલ્યા:સુધર્મ સ્વામીએ પોતાના સુશિષ્ય જબૂસ્વામીને કહ્યું હતું કે – હે આયુષ્મન જંબૂ ! મેં સાંભળ્યું છે કે જીવનિકા નામનું અધ્યયન છે તે કાશ્યપ ગોત્રીય શ્રમણ તપસ્વી ભગવાન મહાવીરે કહ્યું છે. ખરેખર તે પ્રભુએ આ લેકમાં તે જીવનિકાની પ્રરૂપણું કરી છે, સુંદર રીતે તેની પ્રસિદ્ધિ કરી છે અને સુંદર રીતે તેને સધ પણ કરાવ્યો છે. શિષ્ય કહ્યું – શું તે અધ્યયનને શીખવામાં મારું કલ્યાણ છે? ગુરુએ કહ્યું –હા, તેથી ધર્મનો બંધ થાય છે. શિષ્ય કહ્યું – હે ગુરુદેવ ! તે કયું ષ જીવનિકા નામનું અધ્યયન જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ફરમાવ્યું છે, જેની પ્રરૂપણું અને પ્રસિદ્ધિ કર્યાં છે ? અને જે અધ્યયનનું પઠન કરવાથી મારું કલ્યાણ અને ધર્મબોધ થવાનાં છે તે અધ્યયન કયું? Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ દશવૈકાલિક સૂત્ર ગુએ કહ્યું –ખરેખર તે આ ષડૂછવનિકા નામનું અધ્યયન કાશ્યપ શેત્રીય શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવ્યું છે, પ્રરૂપ્યું છે અને પ્રસિદ્ધ કર્યું છે. વળી એ અધ્યયન શીખવાથી કલ્યાણ અને ધર્મબંધ પણ થઈ શકશે. તે આ પ્રમાણે –(છ કાય જીવનાં પૃથક્ પૃથ નામે કહે છે) (૧) પૃથ્વીકાય સંબંધીના છે, (૨) જળકાય સંબંધીના છે, (૩) અગ્નિકાય સંબંધીના જીવે, (૪) વાયુકાય સંબંધીના જીવો, (૫) વનસ્પતિકાય સંબંધીના જીવ અને (૬) ત્રસકાય સંબંધીના છે. નોંધ –દુઃખાદિથી જે જીવોની દુભાતી લાગણી પ્રત્યક્ષ ન દેખી શકાય પરંતુ અનુમાનથી જાણી શકાય અને જે સ્થિર હોય તેને સમાવેશ સ્થાવરમાં થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના છોને સ્થાવર કહેવાય છે અને દુઃખાદિથી જેની દુભાતી લાગણી પ્રત્યક્ષ દેખી શકાય છે તેવા બધા હાલતા ચાલતા જીવોનો સમાવેશ ત્રસજીમાં થાય છે. [૧] પૃથ્વીકાયમાં અનેક જ હોય છે. પૃથ્વીકાયની જુદી જુદી ખંડકાયામાં પણ ઘણું છે રહ્યા હોય છે. પૃથ્વીને અગ્નિ ઇત્યાદિ બીજું (પૃથ્વી સિવાયનું) શસ્ત્ર પરિણમે (લાગે) નહિ (તે શસ્ત્રદ્વારા હણાય નહિ). ત્યાંસુધી પૃથ્વી પિતે સચેત કહેવાય છે. પૃથ્વીના જીવોને અગ્નિ વગેરેથી નાશ થાય છે. [૨] એક પાણીના બિંદુમાં અસંખ્યાત (અનેક) પૃથફ પૃથફ જીવો રહ્યા હોય છે. તેને બીજું અગ્નિ વગેરે શસ્ત્ર પરિણમે (લાગે) નહિ ત્યાં સુધી તે સચેત (જીવસહિત) કહેવાય છે. પરંતુ જ્યારે તેને બીજું શસ્ત્ર લાગે છે ત્યારે તે છોનો નાશ થાય છે. અને તેથી અમુક કાળ સુધી તે અચિત (જીવરહિત) રહે છે. ધ:-- હમણાં હમણાં વૈજ્ઞાનિક શોધથી એક પાણીના બિંદુમાં સેંકડે છ રહે છે તે પ્રયોગ જગજાહેર થઈ ચૂક્યા છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ષડ્ જીનિકા ૨૩ [8] એક અગ્નિના તછ્ખામાં પૃથક પૃથક્ અસંખ્યાત અગ્નિના જીવા હોય છે તેવા તેને જો ખીજાં (પાણી વગેરે) શસ્ત્ર પરિણમે (લાગે) નાડુ તા તે સચેત કહેવાય છે અને શસ્ત્ર પરિણમ્યા પછી તે અજીવ (જીવ રહિત) થવાથી અચેત કહેવાય છે. [૪] વાયુકાયમાં પણ પૃથક્ પૃથક્ રહેલા અનેક જીવા હાય છે અને તેને ખીજું શસ્ત્ર પરિણમે (લાગે) નહિ ત્યાંસુધી સચેત કહેવાય છે. પણ અન્ય શસ્ત્ર વાગે ત્યારે તે અચેત જ થાય છે, નોંધ:-વીંજણા ઇત્યાદિ વતી વીંજવાથી વાયુકાયના જીવે નાશ પામે છે તેથી તે વાયુનાં શસ્ત્રો ગણાય છે. [૫] વનસ્પતિકાયમાં પણ જુદા જુદા શરીરમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત જીવે! પૃથક્ પૃથક્ રહેલા છે તેથી વનસ્પતિને જ્યાંસુધી અગ્નિ કે લવણુ ઇત્યાદિ શસ્ત્ર પરિણમે (સ્પર્શે) નહિ ત્યાંસુધી તે સચેત કહેવાય છે. હવે તે વનસ્પતિના ભેદા કહે છેઃ— (૧) જેનો ટાચ પર ખીજ છે તેવી અગ્રભીન્ન વનસ્પતિ (કોર’ટાદિ વૃક્ષ), (૨) જેના મૂળમાં બીજ છે તે મૂળબીજા વનસ્પતિ (ઉત્પલ કંદાદિ), (૩) જેના પત્ર (કાતળીઓ)માં ખીજ હોય છે તે પબીજા વનસ્પતિ (શેરડી વગેરે), (૪) જેના સ્કંધમાં ખીજ છે તે સ્કંધબીજા વનસ્પતિ (વડ, પીપળે! વગેરે), (૫) જેના બીજમાં બીજ રહે તે ખીજડા વનસ્પતિ (ચાવીસ પ્રકારનાં અનાજ), (૬) સ’મૂર્ણિમ (પેાતાની મેળે ઉગે તે) વનસ્પતિ (અંકુરાએ વગેરે), (૭) તૃણુ તરણાં તે ધ્રો વગેરે, (૮) લતા-ચ‘પા વગેરેવેલા. એવા એવા પ્રકારના જોવાળી વનસ્પતિમાં પૃથક્ પૃથક્ અનેક જીવો રહેલા છે અને તેને આ શસ્ત્ર લાગે નહિ ત્યાંસુધી તે સચેત કહેવાય છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દશવૈકાલિક સૂત્ર હવે ત્રસકાય અને ભેદા કહે છે – વળી આ હાલતા ચાલતા ત્રસ (બે ઈકિયાદિ) જીવે પણ અનેક પ્રકારના કહ્યા છે. તે જીવોને ઉત્પન્ન થવાનાં મુખ્યતય આઠ સ્થાને છેતે કહે છે -(૧) અંડજ (ઈડાથી ઉત્પન્ન થાય) તે પક્ષી વગેરે, (૨) પિતજ (ચર્મથી વિંટાયેલા જન્મ પામે) તે હાથી વગેરે, (૩) જરાયુજ (ઓરથી વિંટાયેલા જન્મે) તે ગાય ભેંસ વગેરે, (૪) રસજ (બગડી ગયેલા રસમાં ઉત્પન્ન થાય) તે બે ઈદ્રિય વગેરે, (૫) સ્વેદજ (પરસેવાથી ઉત્પન્ન થાય) તે જૂ, માકડ વગેરે, (૬) સંમૂર્ણિમ (નરમાદાના સંયોગ વિના જન્મ) તે માખી, કીડી વગેરે, (૭) ઉભિજી (ધરતી ફાડીને નીકળે) તે તીડ, પતંગ વગેરે, (૮) ઔપપાતિક (ગર્ભ વિના સ્થાનમાં ઉત્પન્ન થાય) તે દેવ તથા નારકીના છો. તેનાં લક્ષણે કહે છે – જે કઈ પ્રાણીઓનું સન્મુખ આવવું, પાછું જવું, સંકોચાઈ જવું, વિસ્તૃત થવું, શબ્દોચ્ચાર કરવો, ભયબ્રાન્ત થવું, ત્રાસ પામો, ભાગી જવું, આગમન થવું અને ગમન કરવું ઈત્યાદિ ક્રિયાઓ સ્પષ્ટ થતી દેખાય તે પરથી તે ત્રસ જેવો છે તેવી પ્રતીતિ જાણવી. હવે તેના ભેદ કહે છે:––જે કીડા, કુંથવા વગેરે બે ઈક્રિય વાળા,કીડી વગેરે ત્રણ ઈન્દ્રિયવાળા, પતંગ, ભમરા વગેરે ચતુરિન્દ્રિય વાળા છ તથા પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ યોનિના જીવો તેમજ સર્વ નારકી, સર્વ મનુષ્ય અને સર્વ દેવતાઓ એ બધા પંચેન્દ્રિયના છેકહેવાય છે. ઉપર કહ્યા તે તથા બધા પરમાધાર્મિક (નરકોનિમાં નારકીને જીવોને દુઃખ આપનાર) દેવો પણ પાંચ ઈંધિવાળા હોય છે અને તે બધા ને આ છઠ્ઠો જવનિકાય તે ત્રસકાયના નામે ઓળખાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ષડૂ જવનિકા ૨૫ એ સી જીવો સુખનાજ અભિલાષી છે. માટે એ છએ જીવનિકાયો પિકી કોઈ પર સ્વયં (તે) દંડ આરંભવો નહિ (હિંસા કરવી નહિ), બીજા પાસે દંડ આરંભાવ નહિ (વાત કરાવવી નહિ), તેમજ જે કોઈ બીજા માણસો દંડ આરંભતાં હિંસા કરતાં) હેય તેને અનુમોદન સુદ્ધાં આપવું નહિ. ઉપરની પ્રતિજ્ઞા ગુરુદેવે કહી ત્યારે શિષ્ય કહે છે કે હે ભગવન! હું પણુ જીવનપર્યત મન, વચન અને કાયા એ ત્રણ વેગથી હિંસા નહિ કરું, નહિ કરાવું કે બીજા કરતા હોય તેને અનુમોદન પણ નહિ આપું. અને હે ભદંત ! પૂર્વ કાળમાં થયેલા પાપથી હું નિવૃત્ત થાઉં છું. મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદુ છું. આપની સાક્ષીએ તે પાપની અવગણના કરું છું અને હવે તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અળગો કરું છું. હવે ઉપરના છ કાય જીવોની રક્ષા માટે પાંચ મહાવ્રતની વિગત કહે છે:-- શિષ્ય કહ્યું–હે પૂજ્ય ! પહેલા મહાવ્રતમાં શું કરવાનું હોય છે? ગુરુદેવે કહ્યું –પહેલા મહાવ્રતમાં જીવની હિંસાથી (પ્રાણુતિપાતથી) વિરમવાનું હોય છે. અહે ભગવન ! હું સર્વપ્રકારે પ્રાણાતિપાતનાં પ્રત્યાખ્યાન કરું છું. ગુરુએ કહ્યું –તે પ્રાણીઓ ચાર પ્રકારનાં છે –(૧) સુક્ષ્મ (નાના શરીરવાળા છો) તથા (૨) બાદર (મોટા શરીરવાળા છો) તેમજ (૩) ત્રસ (હાલતા ચાલતા) તથા (૪) સ્થાવર (પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધીના) છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર આ પ્રાણીઓને સ્વયં અતિપાત (ધાત) કરવા નહિ, અન્ય પાસે કરાવવા નિહ કે ધાત કરવાવાળાને અનુમેદન આપવું નહિ. આ સાંભળીને શિષ્યે કહ્યું:—હે ગુરુદેવ ! જીવનપર્યંત હું ત્રણ પ્રકાર અને ત્રણ યાગાથી અર્થાત્ મન, વચન કે કાયાથી હિંસા કરીશ નહિં, કરાવીશ નહિ, કે હિંંસા કરનારને અનુમેાદન આપીશ નહિ. અને પૂર્વકાળમાં જે હિંસાદ્દારા પાપ કર્યું છે તેથી હું નિવ્રુત્ત ચાઉં છું, મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદું છું, આપની પાસે તેની અવગણુના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગા કરું છું. હું પૂજ્ય ! એ પ્રમાણે પહેલા મહાવ્રતને વિષે પ્રાણાતિપાત (જીવહિંસા)થી નિવૃત્ત થઈ હવે હું સાવધાન થયે। છું. ॥ ૧ ॥ શિષ્યે કહ્યું: હું ભગવન્ ! હવે ખીજા મહાવ્રતમાં શું કરવાનું હાય છે? ૨૬ ગુરુએ કહ્યું:ખીજા મહાવ્રતમાં મૃષાવાદ ( અસત્ય ભાષણ)થી નિવર્તવાનું હાય છે. શિષ્યે કહ્યું:હે પૂજ્ય ! હું સર્વ પ્રકારે મૃષાવાદના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) લઉં છું. ગુરુએ કહ્યું:-ક્રોધથી, માનથી, માયાથી કે લાભથી અસત્ય સ્વયં ન ખાલવું, ખીજાએ દ્વારા ન લાવવું કે અસત્ય ખેલનારતે અનુમેાદન પણ ન આપવું. શિષ્યે કહ્યું:—હે પૂજ્ય ! હું જીવનપર્યંત ત્રણ કરણ અને ત્રણ યેાગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા અસત્ય વદવાનું કાર્ય નહિ કરું, ખીજા પાસે નહિ કરાવું, કિવા અસત્ય ખેાલનારાને અનુમેાદન પણ નહિ આપું. તેમજ પૂર્વ કાળે જે કાર્ય તત્ સંબધી પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું, આપની પાસે તે પાપની અવગણુના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્માંથી મારા આત્માને સથા અળગા કરું છું. ॥ ૨ ॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ ષડ્ જીનિકા ૨૭ શિષ્યે કહ્યું:—હે ગુરુદેવ ! હવે ત્રીજા મહાવ્રતમાં શું કરવાનું છે ? ગુરુએ કહ્યું:~ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવાનું છે. શિષ્યે કહ્યું:—હૈ પૂજ્ય ! હું સર્વાં પ્રકારે અદત્તાદાન ( અણુહકનું લેવું કિંવા નહિ દીધેલું લેવું) તેના ત્યાગ કરું છું. ગુરુએ કહ્યું:—ગામમાં, નગરમાં કે અરણ્યમાં કાઇપણ સ્થળે અલ્પ । કે બહુ હૈ। અથવા નાની ચીજ હૈ। કે મેટી વસ્તુ હે, ચિત્ત (પશુ, મનુષ્ય ઇત્યાદિ સજીવ વસ્તુ) હા કે અચિત્ત વસ્તુ હા; તેમાંનું કાંઇપણ અદીધેલું સ્વયં ન ગ્રહણ કરવું, ન કરાવવું કે ગ્રહણ કરનારાને અનુમેાદન પણ ન આપવું, શિષ્યે કહ્યું:—હે પૂજ્ય ! હું જીવનપર્યંત ત્રણ કરણ અને ત્રણ યેાગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા ચારી નહિ કરું, નહિ કરાવું કે ચોરી કરતા હોય તેને ઠીક કરે છે એમ નહિ માનું. અને પૂર્વકાળે તે સંબંધી જે કંઇ પાપ થયું હોય તેથી હું નિવ્રુત્ત ચાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું, આપની સમક્ષ તેની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી ક`થી મારા આત્માને અળગા કરું છું. || ૩ || શિષ્યે કહ્યું: હું ભગવન! હવે ચેાથા મહાવ્રતમાં શું કરવાનું હાય છે? તે કૃપા કરીને કહે. ગુરુએ કહ્યું:—ચેાથા મહાવ્રતમાં મૈથુન (વ્યભિચાર) થી નિવવાનું હાય છે. શિષ્યે કહ્યું:——હે ગુરુદેવ ! હું મૈથુનના સર્વથા ત્યાગ કરું છું. ગુરુએ કહ્યું:— દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી એમ ત્રણે જાતિ પૈકી કાઇ સાથે સ્વયં મૈથુન સેવવું નહિ, ખીજા પાસે મૈથુનસેવન કરાવવું નહિ કે તેવા મૈથુન સેવનારાને અનુમેદન આવું નહિ. Page #61 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર શિષ્યે કહ્યુંઃ હે પૂજ્ય ! હું જીવનપર્યંત ત્રણ કરણ અને ત્રણ ચેાગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા મૈથુન નહિ સેવું, જા પાસે મૈથુનસેવન નહિ કરાવું કે મૈથુન સેવનારાને અનુમેાદન પશુ નહિ આપું. તેમજ પૂર્વકાળે તત્સંબંધી જે કંઈ પાપ થયું હાય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આપની પાસે તે પાપની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્માંથી મારા આત્માને અળગા કરું છું. ॥ ૪ ॥ ૨૮ નોંધઃ--સાધ્વીજાતિને તથા સાધુજાતિને બન્નેને ઉપરનાં પ્રત્યાખ્યાન પેાતાની જાતિ પ્રમાણે લેવાનાં અને પાળવાના હાય છે. શિષ્યે કહ્યું: હું ભગવન્ ! હવે પાંચમા મહાવ્રતમાં શું કરવાનું છે ? ગુરુએ કહ્યું:—પાંચમા મહાત્રતમાં પરિગ્રહ (પદાર્થોં પરની આસક્તિ)થી વિરમવાનું છે. શિષ્યે કહ્યું:--હું પૂજ્ય ! હું સર્વથા પરિગ્રહને પરિહરું (ત્યા૩) છું. ગુરુએ કહ્યું:“તે થાડું હા કે બહુ હૈ। (થાડા મૂલ્યવાળું તથા ભારથી પણ હલકું તેવું કાડી વગેરે તથા વજનમાં ભારી અને મૂલ્યમાં હલકું તેવું કાષ્ટાદિ દ્રવ્ય), નાનું હા કે મોટું હા (ભાર થાડા અને મૂલ્ય ઘણું તે હીરા, રત્ન વગેરે તથા ભાર વધુ અને મૂલ્ય પણ ઘણું તે હાથી વગેરે) સચિત્ત (શિષ્ય વગેરે) ડા કે અચિત્ત (બીજાં દ્રવ્ય) હા તેમાંની કાઇ પણ વસ્તુના પરિગ્રહ કરવા નહિં, ખીજા પાસે પરિગ્રહ કરાવવા નહિ અને પરિગ્રહ કરનારાને અનુમેાદન પણ આવું નિહ. નોંધ:—પરિગ્રહમાં સચેત ગણાવવાનું કારણ એ છે કે પરિગ્રહના ત્યાગી મુનિએ શિષ્યાદિને તેના વાલીની રજા વગર સાથે રાખી શકે નહિ અને તેવી પ્રવૃત્તિ કરે તે તેથી પરિગ્રહ નામનું પાંચમું મહાવ્રત ખંડિત થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ષ જીવનિકા શિષ્ય કહ્યું –હે પૂજ્ય ! જીવનપર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અર્થાત્ મન, વચન અને કાયદ્વારા હું પરિગ્રહ કરીશ નહિ. બીજા દ્વારા પરિગ્રહ કરાવીશ નહિ કે પરિગ્રહ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે તત સંબંધી જે કંઈ પાપ થઈ ગયું હેય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ નિન્દુ છું, આપની સમક્ષ તે પાપની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અળગો કરું છું. તે પIL નેંધ –જ્યારે જ્યારે સાધુને બીજી પરિપકવ દીક્ષા અપાય છે. ત્યારે ઉપરનાં પાંચ મહાવ્રતોની જીવનપર્યંતની પ્રતિજ્ઞા આપવામાં આવે છે. અને તે પાકી પ્રત્રજ્યાને છેદે પસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. આ પાંચ મહાવ્રતના વિશેષ-ભાંગાએ મળીને તેના ૨૫૨ ભેદે થાય છે. શિષ્ય કહ્યું –હે ભગવન! હવે છઠ્ઠા વ્રતમાં શું કરવાનું છે? ગુરુએ કહ્યું–છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી નિવર્તવાનું છે. શિષ્ય કહ્યું –હે ગુરુદેવ! હું રાત્રિભોજનને જીવનપર્યત સર્વથા ત્યાગ કરું છું. ગુરુએ કહ્યું –અન્ન, પાણી, ખાદિમ (મેવા વગેરે ખેરાક) તથા સ્વાદિમ (મુખવાસાદિ) એમ ચાર પ્રકારના આહારને રાત્રે સ્વયં ન ભોગવે, બીજા પાસે રાત્રિએ ભોજન કરાવવું નહિ કે રાત્રિભોજન કરનારને અનુમોદન આપવું નહિ. શિષ્ય કહ્યું--હે પૂજ્ય! હું જીવનપર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ કે રાત્રિભૂજન કરનારને અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વે જે રાત્રિભોજન સંબંધી પાપ કર્યું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું, આપની પાસે તે પાપને અવગણું છું અને હવેથી તે પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. Page #63 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર નોંધઃ-ઉપરનાં વ્રતાના સંબંધ શરીર કરતાં વિશેષ તે આત્મવૃત્તિની સાથે જ છે જીવનની સાથે દુષ્ટ વૃત્તિએ અનાદિ કાળના અભ્યાસને લઇને એવી તા રૂઢ થઈ ગઈ હોય છે કે આવી પ્રતિજ્ઞાઓનું સર્વથા પાલન કરવા * સારુ સાધકને અખૂટ ધીરજ અને જાગૃતિની આવશ્યકતા રહે છે. અને તેથી જ તે પાંચ ત્રાને તેા મહાવ્રતેા તરીકે ઓળખાવ્યાં છે. અને છઠ્ઠું વ્રત નિયમરૂપે ચાવજીવન અને ગમે તેવા કષ્ટમાં પણ પાળવાનું હોય છે. છતાં ઉપરનાં વ્રતે જેટલું કિડન ન હેાવાથી તેને વ્રત તરીકેજ ગણાવ્યું છે. ૩૦ જ્યારે ઉપરના ત્રતાના સંબંધ પણ માત્ર દેહ પૂરતા જ રહેવા પામે છે ત્યારે તે 'ભપૂર્વક પળાય છે અને યથા ફળ નથી આપી શકતાં. તે વાત ભિક્ષુકે પ્રત્યેક પળે વિચારતા રહેવું ઘટે. “ “ એ પ્રમાણે એ પાંચ મહાવ્રતા તથા છ રાત્રિભોજનથી નિવવારૂપ વ્રત મળી એ છ વ્રતને મારા આહિત અર્થે અંગીકાર કરીને વિહરું છું. આમ શિષ્યે ગુરુ પાસેથી યાવજ્જીવન ત્રતા અંગીકાર કર્યા. " આ ચારિત્રધર્મીના અધિકાર પછી હવે કાયના જીવાની શી રીતે રક્ષા કરવી ? (જીવનપર્યંત શી રીતે પૂર્ણ યાધનુ પાલન કરવું ?) તે વિધિ બતાવે છે. ગુરુએ કહ્યું ——સંયમી, પાપથી વિરત અને નવાં પાપકમ બાંધવાનાં પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હૈા કે સાધ્વી હા, તેણે દિવસને વિષે કિવા રાત્રિએ, એકાકી કિવા સાધુ પરિષદ ( સભા )માં, સૂતાં કે જાગતાં કદી પણુ પૃથ્વી, ભીંત, શિલા, ઢેકું, સચેત રજવાળું શરીર કે સચેત રજવાળું વસ્ત્ર હાય તેને હાથથી, પગથી, કાષ્ટથી, કાછના ખંડથી, આંગળીથી, લેાખંડની સળીથી કે લાખ’ડની સળીના સમૂહથી ખાતરવું, ખાવું, હલાવવું (પરસ્પર અફળાવવું) કે છેદન ભેદન કરવું નહિ, તેમજ ખીન્ન પાસે કાતરાવવું, ખાદાવવું, હલાવવું કે છેદન Page #64 -------------------------------------------------------------------------- ________________ ષ જીવિના ૩૧ ભેદન કરાવવું નહિ. કિવા ખીજા કાતરતા હોય, ખાદતા હાય, સંધજૈન કરતા હાય કે ભેદન કરતા હેાય તેને અનુમેદન પણ આપવું નહિ. શિષ્યે કહ્યું:--હે ભગવન્ ! હું જીવનપર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમેાદન પણુ આપીશ નહિ. તથા પૂર્વકાળે તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હવે પાછા કરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિદું છું, આપની સાક્ષીએ તે પાપને અવગણું છું તથા હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને અળગો કરું છું. | ૭ || ગુરુએ કહ્યું:—સયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાનાં પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હો કે સાધ્વી ઢો તેણે દિવસે ૪ રાત્રે એકાકી કૅ પરિષદમાં, સૂતાં કે જાગતાં કદી પણ કુવા-તળાવનું પાણી, એસનું (ઝાકળ) પાણી, બરફ, ધુમસ, કરા કે લીલા છેડવા પર પડેલાં બિન્દુઓ, વર્ષોનું પાણી, સચેત પાણીથી ભિજેલી કાયા, પાણીથી ભિજાયેલું વસ્ત્ર, પાણીનાં બિંદુથી સ્નિગ્ધ થયેલી કાયા, કિંવા તેવું સ્નિગ્ધ વસ્ત્ર હોય તેને મસળવું નહિ, તેને સ્પર્શ કરવા નહિ, તેને કચરવું નહિ, દબાવવું નહિ, ઝાટકવું નહિ, પછાડવું નહિ, સુકાવવું નહિ કે તપાવવું નહિ તેમજ અન્ય પાસે મસળાવવું નહિ, સ્પ કરાવવા નહિ, કચરાવવું નિહ, દબાવવું નિહ, ઝટકાવવું નહિ, પ ડાવવું નહિં, સુકાવરાવવું કે તપાવરાવવું પણ નહિ. વળી બીજો કાષ્ઠ મસળતા હોય, સ્પર્શ કરતા હાય, કચરા હાય, દબાવતા હોય, ઝાટકતા હાય, પછાડતા હેાય, સુકાવતા હોય કે તપાવતા હૈાય તે ઠીક કરે છે તેવું માનવું નિહ. શિષ્યે કહ્યું:—હે પૂજ્ય ! હું જીવનપર્યંત મનથી, વચનથી અને કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ કે અનુમેદન પશુ આપીશ નહિ તથા પૂર્વકાળે તત્ સંબંધી જે પાપ થયું હોય તેનાથી પા કરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું, આપની સાક્ષીએ તે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨ || ૮ || દશવૈકાલિક સૂત્ર પાપની અવગણના કરું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગે કરું છું. ગુરુએ કહ્યું –સંયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર પછી તે ભિક્ષુ છે કે સાધ્વી છે તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં સૂતાં કે જાગતાં કદી પણ કાછનો અગ્નિ, કેલસાના અંગારાને અગ્નિ, બકરીની લીંડી વગેરેને અગ્નિ, દીપ વગેરે શિખાને અગ્નિ, ઉંબાડાનો અગ્નિ, લેઢાને અગ્નિ, ઉલ્કાપાત વિજળી વગેરેને અગ્નિ હેય; તે અગ્નિને વાયુથી વધારો કે ઠાર નહિ, તેનું પરસ્પર સંઘઠ્ઠન કરવું (હલાવો) નહિ, ધૂળ વગેરે નાખી તેને ભેદ નહિ, કાષ્ઠ નાખી તેને સળગાવો કે વધારવો નહિ કિવા એલવો નહિ. બીજા પાસે વાયુથી વૃદ્ધિ કરાવવી નહિ, સંઘન કરાવવું નહિ, ધૂળ વગેરે નાખી ભેદાવો નહિ, કાષ્ટ નખાવી સળગાવવાની કે વધારવાની ક્રિયા કરાવવી નહિ અને એલવાવ નહિ. તેમજ બીજે કઈ વાયુથી અગ્નિની વૃદ્ધિ કરતો હોય, પરસ્પર સંઘદૃન કરતો હોય, ભેદન કરતે હોય, સળગાવતો કે પટાવતે હેય કિંવા ઓલવતે હોય તે તે ઠીક કરે છે એમ પણ માનવું નહિ. શિષ્ય કહ્યું –હે પૂજય ! હું જીવનપર્યત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત સંબંધી જે કાંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદું , આપની સાક્ષીએ તે પાપને અવગણું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું. ગુરુએ કહ્યું –સંયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ છે કે સાધ્વી છે તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં રહી સૂતાં કે જાગતાં કદી પણ ધોળા ચામરથી, પંખાથી, તાડના પાંદડાના પંખાથી, પાંદડાંથી કે પાંદડાના I !! Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ષડુ જીવનિકા કટકાથી, વૃક્ષની શાખાથી કે શાખાના કટકાથી, મોરપીંછથી કે મોરપીંછના હાથાથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પિતાની કાયાને (ગરમીથી બચાવવા સારુ) કે બહારના (ઉષ્ણ) પુદ્ગળ (પદાર્થ)ને (ારવા માટે) ફૂંક મારવી નહિ કે વીંજણાથી વાયુ નાખવો નહિ, બીજા પાસે ફૂંક મરાવવી નહિ કે વીંજણાથી વાયુ નાખતે હેય તે તે ઠીક કરે છે એમ માનવું નહિ. શિષ્ય કહ્યું –હે પૂજય! હું જીવનપર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ હું નિંદું છું, આપની પાસે તે પાપની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગે કરું છું. તે ૧૦ | ગુએ કહ્યું –સંયમી, પાપથી વિરત, અને તેવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ છે કે સાધ્વી છે તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, સૂતાં કે જાગતાં કદી પણ બીજ પર કિંવા બીજ પર રહેલી વસ્તુઓ પર અંકૂરા ઉપર કે અંકૂરા પર રહેલી વસ્તુઓ ઉપર, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છ પર રહેલી વસ્તુઓ ઉપર, છેદેલી સજીવ વનસ્પતિ પર અથવા તેના પર રહેલી વસ્તુઓ પર અથવા જીવડાની ઉત્પત્તિ થાય તેવા કાષ્ટ ઉપર ન જવું, ન ઉભા રહેવું, ન બેસવું કે ન પાસાં ફેરવવા (સૂવું). તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ, ઉભા રાખવા નહિ, બેસાડવા નહિ કે સુવાડવા નહિ. વળી જે કોઈ તેના પર ચાલતો હોય, ઉભો રહેતે હાય બેસતો હોય કે સૂતે હોય તે તે ઠીક કરે છે તેમ પણ માનવું નહિ. શિષ્ય કહ્યું –હે પૂજ્ય ! હું જીવનપર્યત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વ કાળે પણ તત સંબંધી જે કંઈ પાપ થયું હોય Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દશવૈકાલિક સૂત્ર તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ હું નિંદું છું, આપની સાક્ષીએ તે પાપને અવગણું છું અને હવેથી તેવી પાપકારી પ્રવૃત્તિથી મારા આત્માને અળગે કરું છું. મેં ૧૧ નોંધ:–અહીં કોઈને એમ પણ લાગે કે પૃથ્વી, પાણી, વાયુ અને વનસ્પતિ જેવા સૂક્ષ્મ જીવોને બચાવવા માટે આટલો બધો ભાર શા માટે આ હશે? આવી અહિંસા શું જીવનમાં શક્ય છે ? એવી રીતે જીવી જ કેમ શકાય ? આનો ઉત્તર એ છે કે ત્યાગી જીવન એટલે જાગરૂક જીવન. તેથી જ એવા જાગરૂક સાધકો જ સંપૂર્ણ ત્યાગના અધિકારી છે એમ જૈનદર્શન માને છે. જે સાધક પ્રત્યેક પળે આટલે જાગ્રત હોય તેને આ વસ્તુ લેશ માત્ર અસાધ્ય નથી તેમ અશક્ય પણ નથી. અને ત્યાગીને તો તે સાધ્ય છે તેથી જ આવા કઠિન નિયમો તેના માટે છે. ગૃહસ્થજીવનમાં અસાધ્ય છે. તેથી તેના સાર અહિંસાની વ્યાખ્યા પણ મર્યાદિત અને તેને સુસાધ્ય થાય તેવા વ્રત નિયમોનું વિધાન જૈનશાસ્ત્રોમાં સ્પષ્ટ છે. જેટલી લાગણી અને જેટલું દુઃખનું વદન મહાપ્રાણીને થાય છે તેટલું જ વેદન સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રાણને થાય છે તેથી સર્વથા અહિંસાની પ્રતિજ્ઞાવાળા ભિક્ષકે સંપૂર્ણ અહિંસા પાળે છે અને તેથી જ તે દરેક જીવોના પ્રતિપાલક ગણાય છે. તેવા ભિક્ષુજીવનની ઉપરની પ્રતિજ્ઞા છે. ગુરુએ કહ્યું –સંયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાનાં પ્રત્યાખ્યાન લેનાર સાધુ છે કે સાધ્વી છે તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં, સૂતાં કે જાગતાં, હાથ પર, પગ પર, બાંઘ પર, સાથળ પર. ઉદર પર, મસ્તક પર, વસ્ત્ર પર, ભિક્ષાપાત્ર પર, કંબલ પર, પાદપુંછન પર, રજોહરણ પર, ગુચ્છા પર, માત્રાના ભાજન પર, દંડ પર, બાજોઠ પર, પાટિયા પર, શાપર કે સંથારા બેસવાના આસન) પર કે તેવાં કોઈ પણ અન્ય ઉપકરણો (સંયમનાં સાથનો) પર રહેલા કીડાને, પતંગિયાને, કુંથવાને કે કીડીને જુએ તે તેને ઉપગપૂર્વક જુએ, જોઈને પરિમાર્જન કરે અને પછી તે Page #68 -------------------------------------------------------------------------- ________________ ષડ્ જીનિકા ૩૫ છાને (દુ:ખ ન થાય તેવા) એકાંતમાં લઈ જાય, પણ તેને પીડાં ઊપજાવે નહિ. ॥ ૧૨ ॥ નોંધ:--પ્રતિજ્ઞા એ એક સાધક જીવનને માટે અતિ આવશ્યક અને આદરણીય વસ્તુ છે. સાધક જીવનમાં ક્ષણે ક્ષણે જ્યાં જ્યાં ઢસ કહ્યુ મળની અપેક્ષા છે ત્યાં પ્રતિજ્ઞા તે બળને પુરુ પાડવામાં સહુચરી જેવું કાર્યો કરે છે. પ્રતિજ્ઞા એ નિશ્ચળ જીવનના પ્રાણ અને વિકાસની જનની છે. મનના દુષ્ટ વેગને રોકવામાં તે એક અ`લા (આગળિયા) જેટલું જ કાર્ય કરે છે. તેથી જ પ્રતિજ્ઞાની દારી પર નટની જેમ લક્ષ્ય રાખો શ્રમણ સાધક પેાતાના પથ કાપે છે અને પ્રતિજ્ઞાના પાલન સારુ આશા, તૃષ્ણા, કામ, મેહ અને એવાં વિશ્વમાં વાગી રહેલાં વાન્તને નહિ ગણકારતાં જીવનના અંત સુધી અડગ અને એતાર રહે છે. વિભાગ સાધકની જિજ્ઞાસાથી માંડીને સાધકની સાસિદ્ધિના આખાએ વિકાસક્રમની પ્રત્યેક ભૂમિકાઓને આ પ્રમાણે ઉલ્લેખ છે:-~~~ [૧] અયત્નાથી (ઉપયાગ રહિત) ચાલનાર પ્રાણિભૂત (નાના પ્રકારના જીવા)ની હિંસા કરે છે અને તેથી તે જે પાપકમના બંધ કરે છે તે કર્મીનું કડવું પરિણામ તેને પેાતાનેજ ભોગવવું પડે છે. નોંધ:—ઉપયાગના અ` ખૂબ વ્યાપક છે છતાં અહીં જો તેને અ નગૃતિ લેવાય તે તે વધુ ઠીક છે. જાગૃતિ કે સાવધાનતા વગર માણસ ચાલતા હેાય તે રસ્તે ચાલતા નાના પ્રકારના જીવેાની હિંસા થાય, ફાઇ ખાડા વગેરેમાં પડી જવાય કિંવા તેવી અનેક પેાતાને અને બીજાને આપત્તિને સભવ રહે. તેજ પ્રકારે દરેક ક્રિયામાં સમજી લેવું. Page #69 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર [૨] અત્નાથી ઉભો રહેનાર ઉભા રહેતાં પ્રાણિભૂતની હિંસા કરે તે છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કડવું ફળ ભોગવવું પડે છે. [8] અયત્નાથી બેસનાર બેસતાં બેસતાં પ્રાણિભૂતની હિંસા કરે છે અને તે દ્વારા તે જે પાપકર્મ બાંધે છે તેનું કડવું પરિણામ તેને ભોગવવું પડે છે. [૪] અનાથી શયન કરનાર સૂતાં સૂતાં પણ પ્રાણિભૂતની હિંસા 'આ કરે છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું કડવું ફળ ' ' . ' તેને ભોગવવું પડે છે. [૫] અયત્માથી (અપ્રકાશિત પાત્રમાં) ભોજન કરતાં કિવા રસની આસક્તિથી ભોજન કરતાં (તે ભજન કરનાર) પ્રાણિભૂતની હિંસા કરે છે અને તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કડવું ફળ ભોગવવું પડે છે. [3] અયત્નાથી ( વિચાર્યા વગર) બેલનાર પ્રાણિભૂતની હિંસા કરે છે અને તેનાથી તે જે પાપકર્મ બાંધે છે તેનું તેને કડવું ફળ ભેગવવું પડે છે, નોંધ –કેટલીક ક્રિયાઓમાં સીધી રીતે પ્રાણહિંસા પ્રત્યક્ષરૂપે થતી દેખાતી નથી. જેમકે બોલવામાં. પરંતુ તેમ છતાં અસત્ય કે તેવા પ્રયોગથી સામી વ્યક્તિ કે સમૂહની લાગણી દુભાય તે પણ હિંસા જ છે. અને તેથી તેવી ક્રિયાથી થતું પાપ પરિણામે ખૂબ જ પરિતાપ ઉપજાવે છે. [] શિષ્ય પૂછે છે; હે પૂજ્ય! કેમ ચાલવું? કેમ ઉભા રહેવું? કેમ બેસવું? કેમ સૂવું ? કેમ ખાવું? અને કેમ બેલવું? કે જેથી પાપકર્મ ન બંધાય ? [૮] ગુરુદેવ કહે છે –ઉપગપૂર્વક ચાલવું, ઉપગપૂર્વક ઉભા રહેવું, ઉપગપૂર્વક બેસવું, ઉપગપૂર્વક સૂવું, ઉપગપૂર્વક ભજન Page #70 -------------------------------------------------------------------------- ________________ પડે જીનિકા કરવું અને ઉપયાગપૂર્વક ખેલવું. તેમ કરવાથી પાપકમ બંધાય નહિ. ૩૭ નોંધઃ-ઉપયાગ એજ ધર્મ છે. તેથી ઉપયુક્ત એટલે કે જાગૃત સાધક ઇરાદાપૂર્વક પાપકમ કરતા નથી. અને ખેસતાં, ઉઠતાં, ચાલતાં, ખાતાં, પીતાં તેવી ક્રિયામાં જે કંઇ પાપકમ સહજ ભાવે થઈ જાય તેનું તપશ્ચર્યા અને પશ્ચાત્તાપ દ્વારા શીઘ્ર નિવારણ કરી નાખે છે. [૯] જે સર્વ પ્રાણીઓને પેાતાના આત્મા સમાન જાણનાર તથા પ્રાણી માત્ર પર સમષ્ટિથી જોનાર અને પાપના આસ્રવેા ( પાપનાં આગમને) તે રોકનાર હોય છે. તેવા દમિતેન્દ્રિય સયમીને પાપકર્મને બંધ થતા નથી. નોંધઃ-સમભાવ, આત્મભાવ, પાપત્યાગ તથા ઈંદ્રિયદમન આ ચારે વસ્તુ પાપકર્મીની રાત્રક છે. તેથી નવાં પાપેાનું આવવું થતું નથી અને પૂર્વીકૃત પાપા ક્રમશ: નષ્ટ થતાં નચ છે. [૧૦] પ્રથમ જ્ઞાન ( સમજણુ-સારાસારને વિવેક) અને પછી જ યાનું સ્થાન છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક ધ્યા પાળવાથી સાધુ સર્વથા સયમી રહી શકે છે તેવું જાણીને-સંયમી પુરુષ વર્તે છે કારણ કે અજ્ઞાની જન પેાતાને માટે શું કલ્યાણકારી છે . કે શું પાપકારી છે તેને જાણી શકતા નથો. નોંધઃ-ઉપરની બધી ગાથાઓમાં કેવળ પ્રાણીદયાનું વિધાન આપ્યું છે. તેથી રખે કાઈ દાના શુષ્ક અથ કરે! તે માટે અહીં પ્રથમ જ્ઞાન એટલે વિવેકને સ્થાન આપ્યું છે. જો અહિંસામાં વિવેક ન હોય તા ઉપરથી દેખાતી અહિંસા પણ હિંસા રૂપે પરિણમે છે. માટે દરેક ક્રિયામાં વિવેકનું સ્થાન પહેલું રાખ્યું છે. હવે ઉત્ક્રાન્તિને ક્રમ બતાવે છે— [૧૧] ધર્મનું યથા શ્રવણુ કરીને જ્ઞાની સાધક કલ્યાણકારી શું છે ? તેમજ પાપકારી શું છે? તે બન્નેને જાણી શકે છે અને તે પૈકી જે હિતાવહ છે તેને જ તે આચરે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ G દશવૈકાલિક સૂત્ર [૧૨] જે જીવતે ( ચેતનતત્ત્વને ) પણ જાણી શકતે નથી તેમ જ અજીવ (જડતત્ત્વને ) પણ જાણી શકતા નથી તે જીવાવને નહિં જાણુવાથી સંયમને કેમ જાણી શકશે ? નોંધઃ—સૌથી પ્રથમ આત્મતત્વને નવું મજીવનું જ્ઞાન થઇ શકે છે અને તે એ તત્ત્વને યથા જગતના સ્વરૂપને ખ્યાલ આવે છે. અને તેવી સમજ સચમને સમજી તેની આરાધના થઇ શકે છે. [૧૩] જે જીવાને તથા અવાને પણ જાણે છે તે જીવાજીવાને જાણીને સંયમને પણ યથાર્થ જાણી શકશે. હવે વાદિના જ્ઞાનથી માંડીને મુક્તિ સુધીના ક્રમ કહે છે:— [૧૪] જ્યારે જીવ તથા અજીવ એમ બન્ને તત્ત્વોને જાણે છે ત્યારે તે સ જીવાની બહુ પ્રકારની ( નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી ) ગતિને પણ જાણી શકે છે. ઘટે. તેને જાણવાથી જાણ્યા પછી આખા આવ્યા પછી સાચા [૧૫] જ્યારે બધા વેની સર્વ પ્રકારની ગતિ જાણે છે ત્યારે તે સાધક પુણ્ય, પાપ, બંધ અને મેક્ષ એમ ચારે વસ્તુએતે જાણી શકે છે. નોંધઃ-પાપ અને ખંધથી શી ગતિ થાય છે? અને પુણ્યથી કેવું માલસુખ અને ક`મુક્તિથી કેવા આનંદ મળે છે તે તેવા સાધક ખરાખર સમજી શકે છે. [૧૬] જ્યારે પુણ્ય, પાપ, બધ અને મેાક્ષના સ્વરૂપને જાણે છે ત્યારે તે દુઃખના મૂળરૂપ દેવ અને મનુષ્ય ઇત્યાદિ સબંધીના કામભાગેથી નિવેદ પામે છે. ( વૈરાગ્ય પામી કામભોગાથો નિવૃત્ત થાય છે. ) [૧૭] જ્યારે દેવતા અને મનુષ્ય સ ંબંધી ભાગા પરથી નિવેદ પામે છે ત્યારે તે આભ્યતર અને બાહ્ય સયાગની આસક્તિને તજી શકે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩ ષડુ જીવનિકા નોંધા–આચૈતર સંયોગ એટલે કષાયાદિને સંયોગ અને બાહ્યસંગ એટલે કુટુંબાદિને સંગ. [૧૮] જ્યારે આત્યંતર અને બાહ્ય સંયોગને તજે છે ત્યારે જ તે દ્રવ્ય અને ભાવથી મંડિત બનીને સાચુ સાધુત્વ અંગીકાર કરે છે. [૧૯] જ્યારે મુંડિત થઇને તે અણગારપણું સ્વીકારે છે ત્યારે જ તે સંવર (પાપનું ધન) રૂપ ઉત્તમ ધર્મને સ્પર્શ કરે છે. નોંધ –ઉત્તમ ધર્મ એટલે આધ્યાત્મિક ધર્મ. આટલાં સોપાન આગળ વધ્યા પછી જ તે આધ્યામિક ધર્મને આરાધી શકે છે. [૨૦] જ્યારે સંવરરૂપ ઉત્કૃષ્ટ ઘર્મને સ્પર્શ કરે છે ત્યારે અબોધિ (અજ્ઞાન) રૂપ કલુષિતાથી સંચિત કરેલા પાપકર્મરૂપી મેલને દૂર કરી શકે છે. [૨૧] જ્યારે અજ્ઞાનદ્વારા અનાદિ કાળથી એકઠો કરેલો કર્મરૂપી મેલ દૂર કરે છે ત્યારે જ સર્વવ્યાપી (કેવળ ) જ્ઞાન અને કેવળ દર્શનને સાધક પામી શકે છે. નેધ –જે દ્વારા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળના સર્વ ભાનું એકી સાથે સંપૂર્ણ જ્ઞાન થાય તે સંપૂર્ણ જ્ઞાનને જૈનદર્શન કેવળશાન કહે છે. [૨૨] જ્યારે તે સર્વ લેકવ્યાપી (કેવળ) જ્ઞાન અને કેવળદર્શનને પામે છે ત્યારે તે જિન (રાગ અને દ્વેષરહિત) કેવળી થઈને લોક અને અલોકના સ્વરૂપને જાણે શકે છે. [૨૩] જ્યારે તે કેવળી જિન લોક અને અલોકના સ્વરૂપને જાણે છે ત્યારે તે મન, વચન અને કાયાના સર્વ વ્યાપારને રૂંધીને શેલેશી ( જ્યાં મેસ જેવી આત્માની અડલ સ્થિતિ થાય છે તે) અવસ્થાને પામે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ४० દશવૈકાલિક સૂત્ર રિ૪] જ્યારે તે ગાને રૂંધીને શૈલેશી અવસ્થાને પામે છે ત્યારે સર્વ કર્મોને ક્ષય કરીને કર્મરૂપી રજથી સર્વથા રહિત બની સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે. [૨૫] જ્યારે સર્વ કર્મને ક્ષય કરીને કર્મરૂપી રજથી રહિત થઈ સિદ્ધગતિને પામે છે ત્યારે સ્વાભાવિક રીતે આલોકના મસ્તક પર જઈ તે શાશ્વત સિદ્ધ થાય છે. નોંધ –આત્માને સહજ સ્વભાવ ઉર્વ ગમનને છે છતાં કર્મવશાત તેની વિલેમગતિ થયા કરે છે. જ્યારે તે કર્મથી સર્વથા રહિત થાય છે. ત્યારે તે કર્મથી રહિત બની સરલગતિએ ઉધ્ધ જઈ રહે છે. [૨૬] જે સુખનો સ્વાદક અર્થાત માત્ર બાહ્ય સુખને જ અભિલાષી હેય, પિતાને કેમ સુખ મળે તે માટે સદા આકુળ રહેતે હેય, ઘણું ઊંઘી રહેવાના સ્વભાવવાળો હોય અને સતત હાથ પગ ઈત્યાદિ અંગોને વિભૂષા અર્થે ધેયા કરવાને જેને સ્વભાવ હોય તેવા સાધુને સુગતિ દુર્લભ છે. નેધ–પિતાનાં શરીર તથા ઈદ્રિયોને કેમ સુખ થાય તે માટે સતત ચિંતા રાખતા હોય, આળસુ હોય અને શરીરવિભૂષામાં રાચતો હોય તેનું ચિત્ત સંચમ પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઓછું રહે છે અને તેવા સાધકને વિકાસ રેલાય છે. નિકામશાયિન શબ્દમાં ઈન પ્રત્યયને પ્રયોગ સ્વભાવાર્થમાં વપરાય છે. [૨૭] જેનામાં આત્યંતર તથા બાહ્મ તપશ્ચર્યાના ગુણ પ્રધાનપણે છે, પ્રકૃતિથી સરળ, ક્ષમા તથા સંયમમાં રકત, બાવીસ પરિષહેને જીતનાર એવા સાધકને સુગતિ પ્રાપ્ત થવી સુલભ છે. મેંધા–પરિષહેનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં અને તપશ્ચર્યાનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમા અધ્યયનમાં જુઓ, [૨૮] જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય વહાલાં છે તેવા પાછલી વયમાં પણ સંયમ માર્ગમાં ગયેલા (માર્ગને પ્રાપ્ત Page #74 -------------------------------------------------------------------------- ________________ ષડુ જીવનિકા ૨૧ થયેલા) સાધકો શીઘ્રતાથી અમરભવન (ઉચ્ચ પ્રકારનાં દેવલોકનાં સ્થાને)ને પામે છે. નોંધ –અલ્પકાળને પણ ઉચ્ચ સંચમ ઉચગતિને આરાધી શકે છે. [૨૯] આ પ્રકારે હમેશાં યત્નાવાન અને સમ્યક દૃષ્ટિ સાધુએ દુઃખે કરીને પામી શકાય તેવી આદર્શ સાધુતાને પામીને (પૂર્વોક્ત ષડુ જીવનિકાયની) મન, વચન અને કાયા એમ ત્રણે યુગોથી વિરાધના ન કરે. નેંધ –પ્રમાદ એજ પાપ-અવિવેક એજ પાપ અને ઉપયોગ એજ ધર્મ-વિવેક એજ ધર્મ. આટલું જે સાધક જાણીને વર્તે છે તે જ સાધક આધ્યાત્મમાર્ગને અધિકારી છે અને તેજ જ્ઞાન, વિજ્ઞાન, સંયમ, વૈરાગ્ય, ત્યાગ, અને એમ ક્રમશઃ સંપૂર્ણ કર્મ ક્ષય કરી સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શન આરાધીને રાગદ્વેષથી સર્વથા મુક્ત અડેલ યેગી થઈ સાધ્યસિદ્ધ, બુદ્ધ અને ભવબંધનથી સર્વથા મુક્ત થાય છે. એમ કહું છું. . એ પ્રમાણે જીવનિકા નામનું ચોથું અધ્યયન પૂર્ણ થયું. Page #75 -------------------------------------------------------------------------- ________________ પિણ્ડેયણા (ભિક્ષાની ગવેષણા ) ૫ પ્રથમ ઉદ્દેશક ભિક્ષા એટલે બીજાને લેશ પણ ઈજા પહોંચાડયા વગર માત્ર આત્મવિકાસ માટે પ્રાપ્ત થયેલા દેહસાધનથી કા લેવા પુરતું તેને પાષણ આપવા સારું અન્નદિ સામગ્રી મેળવવી તે. ફ્રેંચન અને ફામિનીથી સર્વથા વિરક્ત હોય તેવા પુણ્ય પુરુષ જ આવી ભિક્ષા માગવાના અને મેળવવાના અધિકારી છે. જેણે રાષ્ટ્રગત, સમાજગત, કુટુબગત અને વ્યક્તિગત મેળ વેલી સર્વ સંપત્ત જેવી કે ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર, માત્ર, મિલકત એ બધાં પરનું મમત્વ અને માલિકી ખેથી વિશ્વચરણે તે સૌને ધરી દીધાં છે, જેણે કયાણ માર્ગમાં પેાતાની કાયાને સમપી છે. તેવા સમર્થ સાધુ પુરુષો જ આવી વૃત્તિમાં જીવન વહાવી શકે છે અને પેાતાનું પોષણ કરવા છતાં ઈતરને માન્તરૂપ થતા નથી. તેમજ પેાતાનુ કાણુ સતત સાધતા રહેવા છતાં શ્રેયાથી મુમુક્ષુઓના મહા કલ્યાણના નિમિત્તરૂપ બને છે. પરંતુ ઈતરની લાગણી ન દુભવવા છતાં અન્ય સૂક્ષ્મ જીવાને પણ પીડા ન થવા દેવા છતાં. દેહનુ પાષણ પરિપુર્ણ વિદ્વિપુર્વક કરવું એ ભિક્ષુની ખાંડાની ધાર સમી કપરી કસોટી છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પિšષણા ૪૩ તેમાં કેમ પાર ઉતરવું ? તેના આ અધ્યયનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ભિક્ષાર્થે જવાથી માંડીને ભિક્ષા લઇ પાછા ફરી કેવી રીતે ભાજન કરવું ? ત્યાં સુધીની પ્રત્યેક ક્રિયાઓનુ` તલસ્પર્શી વર્ણન નીચે આપ્યું છે. ગુરુદેવ મેલ્યા: [૧] ભિક્ષાના કાળ પ્રાપ્ત થાય ત્યારે વ્યાકુળતારહિત (ધૈર્યવાન ) અને મૂર્ખારહિત સાધુ આ ક્રમયેાગથી ભાત પાણી (ભિક્ષા)ની ગવેષણા કરે. નોંધઃ—સાધક ભિક્ષુએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, ખીન્દ્ર પ્રહરમાં ધ્યાન અને ત્રીા પ્રહરમાં ભડોપકરણ (સંચમને ઉપયાગી સાધને) ની પ્રતિલેખના કરી વર્તમાન કાળની પરિસ્થિતિને અનુલક્ષી જે ગામમાં જે સમય ગેાચરી ( ભિક્ષા )ના હાચ તે સમયે ભિક્ષાચરી જવું ઘટે. [૨] તે ગામ અથવા નગરમાં ગાચરી ગયેલો. મુનિ ઉદ્વેગરહિત બની અવ્યાકુળ ચિત્તથી મંદ મંદ ( ઉપયેગ પૂર્ણાંક ) ચાલે. ચાલતી વખતે કેમ ચાલવુ તે વિધિ મતાવે છે: [૩] આગળ યુગ ( ચાર હાથ) પ્રમાણ સુધી દૃષ્ટિ ખરાબર લંબા વીને ખીજ, વનસ્પતિ, પ્રાણી, સચેત જળ અને સંચેત કૃત્તિકા ( થી દૂર રહીને)ને દૂર છેાડીને બરાબર જોયા પછી જ ઉપયેાગ પૂર્વક પૃથ્વી પર ચાલે. [૪] પૂર્વોક્ત ગુણુસ`પન્ન સાધુ; ખાડ કે ઊંચી નીચી વિષમ જગ્યા, અને વૃક્ષના ઠુંઠાં કે કાદવવાળી જગ્યાને છોડી દે. તેમજ બીજો સારા માર્ગો હાય તા ખાડને એળગવા સારુ કાઇ, પાષાણુ વગેરે ગેાઠવ્યાં હાય તા તે પર પણ ચાલે નિહ. [૫] કારણ કે તેવા વિષમ માગે` જતાં ત્યાં તે સંયમી કદાચ લપસી પડે કે ખાડામાં પડી જાય તે ત્રસ (હાલતા ચાલતા) જીવાની તથા સ્થાવર જીવાની હિંસા થાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર ૪૪ [૬] માટે સુસમાધિવંત સયમી ખીજે સારા માર્ગ હાયા તેવા વિષમ માગે ન જાય. અને જો સારા માર્ગ ન જ હાય તે તે માગે' બહુ ઉપયાગ (સભાળ) પૂર્વક ગમન કરે. નોંધઃ-ઉપયોગ પૂર્ણાંક ચાલવાથી પડવાને ભય ન રહે અને ન પડવાથી ત્રસ કે સ્થાવર જીવેાની હિંસા પણ ન થાય. જે સંભાળપૂર્વક ન ચાલે તેા પડી જાય અને પડવાથી પાણી, પૃથ્વી કે વનસ્પતિના જીવની કે ક્રીડી ઈત્યાદિ હાલતા ચાવતા જીવેાની હિંસા થાય અને પેાતાના શરીરને પણ ઈજા થાય. [૭] ગેાચરી જતાં માર્ગમાં પૃથ્વીકાયના પ્રાણાની રક્ષા સારુ અંગારા (સળગતી રાખ)ના ઢગલા પર, ડાંગર ર્વાદ ફોતરાંના ઢગલા કે છાણુ પર સચિત્ત રજથી ખરડાયેલા પગે સંયમી પુરુષ ગમન ન કરે કે ઓળંગે પણ નહિ. નોંધઃ-સચેત રજને પુજ્યા વિના તે વસ્તુ પર પગ મૂકવાથી સચૈત રજના જતુએ નાશ પામે તે માટે તે નિષેધ કર્યા છે. [૮] (જલકાય ઇત્યાદિની રક્ષા સારું) વરસાદ વરસતા હાય, કુંવર પડતી હાય, મહા વાયુ વાતા હોય કે ખૂબ ધૂળ ઉડતી હાય તથા માખી, મચ્છર, પતગિયા વગેરે અનેક પ્રકારના જીવે ઉડી રહ્યા હોય તેવા માર્ગમાં પણ તેવે વખતે સંયમીએ ગાચરી અર્થે ન જવું. [૯] (હવે બ્રહ્મચર્ય' રક્ષા સારુ કહે છેઃ—) સહ્મચર્ય'ના ઘાતકરૂપ વેશ્યા રહેતી હૈાય તેની આસપાસના પ્રદેશમાં પણુ કારણકે મિતેન્દ્રિય અને બ્રહ્મચારી સાધકના ત્તથી અસમાધિ થાય. નોંધઃ- વેશ્યા એટલે ચારિત્રહોન સ્રી. તેના પરંતુ તેની આસપાસના પ્રદેશમાં પણ બ્રહ્મચારીએ વિકારનાં ખીજ ચા સયેગામાં કયે વખતે પાંગરે તે કહી શકાય નહિ. આવાસમાં તે શું? જવું નહિ. કારણ કે માટે સદા સાવધ રહેવું. સંયમી ન જાય. ચિત્તમાં તે નિમિ Page #78 -------------------------------------------------------------------------- ________________ પિચ્છેષણા [૧•] અને એવા કુસ્થાને જતાં ત્યાંના વાતાવરણને વારંવાર સંસર્ગ થાય. તેવા સંસર્ગથી અનેક પ્રકારના વિકલ્પ થાય અને તેથી બધાં વ્રતમાં પીડા ઉત્પન્ન થવાનો ભય રહે અને સાધુતામાં સંશય થાય. નોંધ-–એકવાર અબ્રહ્મચર્યનો સંકલ્પ થયો કે તરત જ બીજાં મહાવતેમાં આપત્તિ આવ્યા વિના રહે નહિ, અને વ્રતોનો ભંગ થાય એટલે સાધુતાને લેપ થાય. કારણ કે સાધુતાને પાયે નિયમોની અડગતા પર જ છે. “કસેટીનાં નિમિત્તોમાં ચડવા છતાં હું અડગ રહી શકું છું” એવી જતને અહંકાર સાધકસ્થિતિમાં બહુધા પતનજ કરાવે છે. [૧૧] માટે એકાંત મુક્તિને ઈચ્છક મુનિ આ પ્રમાણે દુર્ગતિને વધા રનાર અને દેષનું આગાર જાણીને વસ્યા (રહેતી હોય તે)ના પાસમાં ગમનાગમન કરવું છોડી દે [૧૨] જ્યાં કૂતરાં, તાજી પ્રસૂતિ પામેલી ગાય, મદોન્મત્ત બળદ, ઘેડ કે ગજ હોય તથા બાળકોનું કીડાસ્થાન કે કલહ અને યુદ્ધનું સ્થાન હોય તેવા સ્થાનને દૂરથીજ છેડી દેવું. સેંધ-તેવા માર્ગે જવાથી આપત્તિને સંભવ છે માટે જવું નહિ. [૧૩] માર્ગે ચાલતો મુનિ બહુ ઊંચું મુખ રાખે નહિ કે બહુ નીચું મુખ રાખે નહિ અથવા અભિમાન ધરે નહિ કે દીનતા રાખે નહિ. તેમજ ખેરાક વગેરે સુંદર મળવાથી બહુ રાજી ન થાય કે ન મળવાથી વ્યાકુળ ન થાય. તેવી રીતે પોતાની ઇન્દ્રિયો તથા મનનું બરાબર સમતોલપણું જાળવીને તથા તેનું દમન કરીને વિચરે. [૧૪] હમેશાં ઉચ્ચ સામાન્ય કુટુંબમાં અભેદભાવે ગોચરી જનાર સંયમી, બહુ ઉતાવળું ન ચાલે તેમજ ચાલતા ચાલતા ન હસે કે ન બેલે. નેધ–ગોચરી જતાં વાર્તાલાપ કરવાથી કે હસવાથી પોતાની ક્રિયામાં ઉપગ ન રહેવાથી નિર્દોષ આહારની ગાણું થઈ શકે નહિ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દશવૈકાલિક સૂત્ર [૧૫] ગોચરી ગયેલ ભિક્ષુ ગૃહસ્થાના ઘરની બારીઓ કે ગવાક્ષ સામે, દીવાલના સાંધાના વિભાગ સામે, બારણા સામે, બે ઘરની સંધીના વિભાગ સામે કે પાણી રાખવાના ભવન સામે વગેરે, એવાં એવાં શંકાનાં સ્થાને દૂરથી છોડી દે. ચાલતાં ચાલતાં તેવાં સ્થાન પર લક્ષ ન આપે. નોંધ –આવાં સ્થાને જેવાથી કોઈને શંકા થાય કે આ કઈ ચેર જેવો લાગે છે. [૧૬] તેમજ રાજાઓ, ગૃહપતિઓ કે પોલીસનાં રહસ્ય (એકાંત વાર્તાલાપ)નાં કે જે કલેશકર (ભય) સ્થાને છે તેને દૂરથી જ છોડી દે. મેં--તેવાં સ્થાનનું નિરીક્ષણ કરવાથી પિતા પર કોઇને વહેમ ઉત્પન્ન થાય. [[૧] લેકનિષિદ્ધ કુળમાં પ્રવેશ ન કરે. વળી જે ગૃહપતિએ પિતે જ નિષેધ કર્યો હોય કે “મારે ઘેર ન આવશો;” તેવા ગૃહે તથા જે કુળમાં જવાથી તે કુળના મનુષ્યને અપ્રીતિ થાય ત્યાં પણ પ્રવેશ ન કરે પણ જે કુળમાં પ્રેમભક્તિ હોય ત્યાં ભિક્ષુ ભિક્ષાર્થે પ્રવેશ કરે. [૧૮] ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે ગયેલે મુનિ ઘરના માલિકની રજા વિના કમાડને તથા બારણુ જેવા શણના કે વાંસના પડદાને ઉઘાડે કે હેલે નહિ. નોંધબારણું બંધ કરી ગૃહસ્થો પોતાની રહસ્ય ક્રિયા કરતા હોય છે તેવી રીતે ઓચિંતા બારણું ખેલવાથી તેની લાગણી દુભાય કિંવા ક્રોધનું નિમિત્ત બની જવાય. છે. આવા દોષોની આપત્તિ નિવારવા માટે તેમ કરવું નહિ. કદાચ બારણું ખુલ્યું હોય તો પણ ઉપરનો વિવેક જાળવો ઉત્તમ છે, અને આ નિયમ એક સામાન્ય ગૃહસ્થને પણ આદરણુય છે. જે આવા નિયમનું Page #80 -------------------------------------------------------------------------- ________________ પિષણા ૪૭ ૪૭ સર્વત્ર પાલન થાય તે કોઈને “રન વિના આવશો નહિ.” એવી સૂચના દ્વાર પર લખવી ન પડે. [૧૯] મળમૂત્રની શંકા હોય તે તે નિવારીને પછી જ મુનિ ગોચરી માટે (ભિક્ષાર્થે) પ્રવેશ કરે. કદાચિત રસ્તામાં આકસ્મિક શંકા થાય તે મળ કિવા મૂત્ર વિસર્જન કરવાને યોગ્ય નિર્જીવ જગ્યા જઈ તે જગ્યાના ખાસ માલિક હેય તે તેની આજ્ઞા લઈને બાધાને નિવારી લે.. ધમળ અને મૂત્રની હાજત માર્ગમાં ન થાય તે માટે પહેલેથી જ સાવધ થવું અને કદાચ આકસ્મિક થાય તો બધાને રેકવાનો પ્રયત્ન કરવો નહિ. કારણકે કુદરતી હાજત રોકવાથી શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થવાનો ભય છે. પરંતુ તે ક્રિયાને ઉચિત સ્થાને જ તે ક્રિયા કરવી ઘટે. [૨૦] જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરમાં અંધકાર વ્યાપ્ત હેય, કે ઊંડું ભોંયરું હેય તે ઘરમાં મુનિ ભિક્ષાર્થે ન જાય. ત્યાં આગળ અંધારું હોવાથી કંઈ આંખથી જોઈ શકાય નહિ અને તેથી હાલતા ચાલતા પ્રાણીઓ ન દેખાય તે તેની હિંસાને પણ ભય રહે. નોંધ – અંધારામાં પોતાના સંયમને બાધા કરનાર ખોરાક છે કે નિર્દોષ છે તેનો પણ ખ્યાલ ન રહે. કદાચ પડી જવાનો ભય રહે. કિંવા નાના મોટાં જીવજંતુને પણ હાનિ પહોંચે. [૨૧] જ્યાં આગળ બીજ કે કૂલ વેરાયાં હોય અથવા જે સ્થાન તાજું લિંપણ થવાથી લીલું કે ભીનું ઘર હોય તે તેવું જાણીને ત્યાં મુનિ ન જાય. નોંધ –વનસ્પતિ કે જળના જીવો પણ ન દુભાય તેવી ઝીણું કાળજી રાખવા માટે પણ ભિક્ષુઓ સાવધાન રહેવું ઘટે. [૨] સંયમી મુનિ ગ્રહસ્થના ઘરને બાળક, બકરો કે કૂતરો અથવા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દશવૈકાલિક સૂત્ર વાછરડે હોય તે તેને ઓળંગીને કે તેને વેગળા કરીને પણ પ્રવેશ ન કરે. સેંધા--ળગવાથી કદાચ પડી જવાય અને હઠાવવાથી કૂતરે કે તેવું પ્રાણુ પિતાને ઇજા કરે. રિ૩] ગૃહસ્થને ઘેર ગયેલો મુનિ ( ભિક્ષા કિવા કોઈ વ્યકિત પર) આસકિતપૂર્વક કશું પણ ન જુએ. આમતેમ દૂર દૂર જોયા ન કરે અને દ્રષ્ટિને વિકાસીને પણ ન જુએ. પરંતુ ઘરમાં કોઈ વ્યક્તિને ન જુએ તે ત્યાંથી બોલ્યા વગર (ચૂપચાપ શાન્તિથી) પાછો ફરે. નોંધ –વારંવાર કોઈ સામે જેવાથી કે આમ તેમ દૂર દૂર જેવાથી * ગૃહસ્થને અવિશ્વાસ ઉત્પન્ન થવાનું કારણ મળે માટે તેમ કરવું ભિક્ષને ઉચિત નથી. [૨૪] ગોચરાગ્ન (શિક્ષાથે) ગયેલો મુનિ, જે કુળને જે આચાર હોય ત્યાં સુધીની પરિમિત ભૂમિમાં જ ગમન કરે. તે ગૃહસ્થની બાંધેલી મર્યાદાથી આગળ ગમન ન કરે. મેં -જૈન મુનિઓ માટે ઉચ્ચ વિચાર અને વર્તનવાળા કુળમાં ભિક્ષાની છૂટ છે તો પણ ભિન્નભિન્ન કુળના જ્ઞાતિ કે ધર્મગત રિવાજ પ્રમાણે તેમનાં ઘરની મર્યાદામાં રહીને જ ભિક્ષુ શુદ્ધ ભિક્ષા મેળવે; મર્યાદાથી આગળ રસોડામાં જવાથી દાતારને કદાચ દુઃખ થાય માટે તેમ ન કરવું. રિપ] જ્યાં આગળ ઉભા રહેવાથી સ્નાનાગાર કે મળ વિસર્જનગૃહ (સંડાસ) દેખાતું હોય તો તે સ્થાને છેડી અન્ય વિભાગમાં જઈ શુદ્ધ સ્થાનનું નિરીક્ષણ કરી વિચક્ષણ સાધક ત્યાં ભિક્ષાર્થે ઉભો રહે. નોંધ –તેવા સ્થળે ઉભા રહેવાથી સ્નાનાગારમાં નહાતા કે મળવિસનગ્રહમાં જતા ગૃહસ્થને મુનિનું ત્યાં ઉભું રહેવું તે અસભ્યતા ભર્યું ખાય અને તેથી મુનિની અવગણનાનો સંભવ રહે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પિšષણા ૪૯ [૨૬] સ* ઇંદ્રિયાથી સમાધિવત મુનિ પાણી કે માટી લાવવાને માર્ગ હાય તે તથા જો કે લીલોતરી વેરાણી હાય તે સ્થાનને તને પ્રારુક સ્થાને ભિક્ષાર્થે ઉભા રહે. નોંધઃ—તેવા સ્થાનમાં ઉભા રહેવાથી સૂક્ષ્મ જીવાની હિંસા થવાને સભવ રહે. [૨૭] પૂર્વોક્ત મર્યાદિત સ્થાનમાં ઊભા રહેલા ભિક્ષુને માટે ગૃહસ્થ આહાર પાણી લાવીને વ્હેરાવે તા તેમાં અકલ્પનીય (ન લઈ શકાય તેવી ભિક્ષા)ને (સુંદર હેાવા છતાં ન લે એટલું જ નહિ પરંતુ) · ઇચ્છે પણ નહિ અને કલ્પનીય હાય તેવાં અન્ન પાણીજ ગ્રહણ કરે. P નોંધઃ-દેશ ના ત્રીા અધ્યયનમાં તથા ઉત્ત૦ના ૨૪ મા અધ્યયનમાં બતાવેલી દૂષણ રહિત શુદ્ધ ભિક્ષા હાય તે ભિક્ષુ માટે કલ્પનીય છે. [૨૮] દાન માટે ગૃહસ્થ સ્ત્રી ત્યાં આગળ ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તે તે ભિક્ષા આપનાર બાઇને કહે કે આ પ્રમાણે લેવું મને કલ્પતું ( મારે માટે ગ્રાહ્ય ) નથી. નેોંધઃ—ભાજન વેરાવાથી નીચે ગંદકી થાય અને તેના પર ક્ષુદ્ર જીવા આવી ચઢે તે રસ્તામાં તે જીવોની હિંસા થવાને સંભવ રહે. ગૃહસ્થ શ્રીજ આપે તેવા ખાસ નિયમ નથી. પરંતુ વિશેષ કરીને ગૃહકાય તેમના હાથમાં હાવાથી સ્ત્રીવચન લીધું છે. [૨] અથવા ભિક્ષા આપનાર બાઇ રસ્તામાં પડેલાં નાનાં પ્રાણીએ, બીજો કે લીલોતરીને કચરતી ફચરતી ભિક્ષા લાવે તે। તે આપનાર અસંયમ કરે છે એવું જાણી તે દાતાને છેાડી દે. નોંધ:-સંચમી પેાતે સૂક્ષ્મ જીવાની હિંસા ન કરે કે નચિંતવે એ એનું જીવનવ્રત છે. આવા શુદ્ધ અહિંસક ખીન્નદ્વારા પેાતાના નિમિત્તે થતી હિંસાને પણ ન ઇચ્છે. [૩+૩૧] તેજ પ્રકારે સાધુના માટે ચિત્તમાં ચિત્ત વસ્તુ મેળવીને `કે` સચિત્ત વસ્તુ પર અચિત્ત વસ્તુ રાખીને અથવા સચિત્ત Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૦ દશવૈકાલિક સૂત્ર વસ્તુથી સંદ્રન કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ ઘરમાં વર્ષાદિનું પાણી ભર્યું હાય તેમાં અવગાહન ( પ્રવેશ ) કરીને કે તેને ચલત કરીને ચિત્ત વસ્તુને બાજુ મૂકીને જો આહાર પાણી શ્રમણ માટે લાવે તેા તે દેનારી બેનને મુનિ કહે કે તેવું ભાજનપાન મને ખપે નહિ. [૩૨] કાઈ પુરા ક`વાળાં હાથ, કડછી કે વાસણથી આહાર પાણી આપે તે તે આપનારને કહે કે તે મને કુપે નહિ. નોંધઃ-પુરા કર્યાં એટલે આહારપાણી વ્હેરાવવા ( આપવા ) પહેલાં ( જ્હારાવવા નિમિત્તે) સચિત્ત પાણીથી હાય, કડછી વગેરે ધોઈને દોષ લગાડવે! તે અને આહાર પાણી આપ્યા પછી તેવા દેષ લગાડવા તેને પશ્ચાત કર્મ કહેવાય છે. મુનિ પાતાના નિમિત્તે એક સૂક્ષ્મ જીવને પણ દુભાવે નહિ. [૩૩+૩૪+૩૫] જો હાથ, વાસણ કે કડછી પાણીથી ભિજાયાં હોય અથવા ચિત્ત પાણીથી સ્નિગ્ધ થયાં ( બહુ ભિજાયાં ) ઢાય, ચિત્ત રજ, ચિત્ત માટી કે ખારે। તેમજ હરતાલ, હિંગુલક, મન:શિલા, અંજન, મીઠું, ગેરૂ, પીળી માટી, સફેદ માટી (ખડી), *ટકડી, અનાજના ભુસે, તરતના પીસેલા લાટ, મેટા તરનુચ જેવાં ફળ, નારસ તથા તેવી સચિત્ત વનસ્પતિ ઇત્યાદિથી ખરડાચેલા હાય તા તે દ્વારા અપાતા આહાર પાણીને મુનિ ઈચ્છે નહિ, કારણ કે તેમ કરવાથી પશ્ચાત્ કના દાવા લાગે. ૩૧ મા શ્ર્લાકની નેાંધ જુએ. નોંધઃ—કદાચ તેવી વસ્તુથી હસ્તાદિ ખરડાયેલાં ન હોય છતાં પાછળથી પછાકસ્મ થવાનેા સંભવ હોય તેવાં આહારપાણી પણ કમ્પ્ય નથી તેવા અર્થ પણ ઉપરના શ્લેાકમાંથી નીકળી શકે છે. [૩૬] પરંતુ અન્નપાણી જો નહિ ખરડાયેલા એવા (ચેાકખા) હાથ, વાસણું કે કડછીથી આપે તે! તે અપાતાં આહાર પાણીને ગ્રહણ Page #84 -------------------------------------------------------------------------- ________________ પિડેષણ ૫૧ કરે. પરંતુ તે પણ (પૂર્વોક્ત દોષરહિત) એષણીય ( ભિક્ષુગ્રાહ્ય) હેવું જોઈએ [૩૭] બે જણે સાથે ભજન કરી રહ્યા હોય તે પૈકી એક જણે ભિક્ષાનું નિમંત્રણ કરે છે તે અન્નપાણીને ન ઈચછે પણ બીજા જણના અભિપ્રાયની રાહ જુએ. [૩૮] પણ બે જણે જમતા હોય તે બને નિમંત્રણ કરે છે તે અપાતા એષણીય અન્નપાણીને મુનિ ગ્રહણ કરે. [૩૯] ભિક્ષાર્થી મુનિ ગર્ભવતી સ્ત્રી માટે જ બનાવેલું ભિન્ન ભિન્ન પ્રકારનું ભેજન પાન ખવાતું હોય કે ખાવાનું બાકી હોય તે તેને છોડી દે. પણ તેના ભગવ્યા પછી વળ્યું હોય તેજ ગ્રહણ કરે. નેધ –ગર્ભવતી સ્ત્રીએ જે વસ્તુ ભોગવી ન હોય તે ન લેવાનું કારણ એ છે કે તે ભોજનમાં તેની ઈચ્છા રહી ગઈ હોય તે તે લેવાથી તેની ઇચ્છાને ભંગ થાય અને ઈચ્છાભંગના આઘાતથી ગર્ભને પણ ઈજા થવાનો સંભવ રહે. ૪૦+૪૧] કદાચિત શ્રમણ ભિક્ષુને માટે ભિક્ષા આપવા સારુ પુરા મહિનાવાળી ગર્ભવતી સ્ત્રી ઉભેલી હોય અને બેસે અથવા વળી બેઠી હેય ને ઉભી થાય તે તેના હાથનાં ભાત પાણી સંયમીઓને ગ્રહણ કરવા ગ્ય નથી માટે ભિક્ષા આપતી તે બાઈને શ્રમણ કહે કે આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી મારે માટે યોગ્ય નથી. નેધર જે ગર્ભવતી સ્ત્રીને પ્રસવ થવા માટે એક માસ બાકી હોય તે કાળને પૂર મહિને કહેવાય છે. આ વખતે તે બાઈ કેાઈ પરિશ્રમનું કાર્ય કરે તે ગર્ભને દુઃખ થવાનો સંભવ છે. [૪+૪૩] બાળક કે બાલિકાને ધવડાવતી બાઈ બાળકને દૂર રડતું મૂકીને ભિક્ષને હરાવવા માટે આહાર પાણી લાવે છે તે આહાર પાણી સંયમી પુરુષો માટે અકલ્પનીય છે. માટે ભિક્ષા આપતી બાઈને તે શ્રમણ કહે કે મને આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી કલ્પ નહિ. [૪૪] વળી જે આહાર પાણી કપનીય કે અકલ્પનીયની શંકાવાળાં હોય Page #85 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર પર તે તે આપતી ( દેનાર ) ખાઇને ભ્રમણ કહે કે મતે તેવાં આહાર પાણી લેવાં કહ્યું નહિ. નોંધઃ—ઘણી વખત ભિક્ષા આપનારને પેાતાને પણ નિર્જીવ ભિક્ષા હરો કે કેમ ? તેની શંકા હેાય છે તે તેવી ભિક્ષા સૌંચમી ન લે. [૪૫+૪૬] જે આહાર પાણી ચિત્ત પાણીના ઘડાથી ઢાંકેલ ડ્રાય, પત્થરની ખરલથી, આજોડથી, ઢેફાંથી કે માટી અથવા ખીજા તેવા કાર્ડ લેપથી છાંદેલ હોય કિવા લાખનું સીલ દીધું હોય તેવા અન્ન પાનને શ્રમણુ નિમિત્તે લપ વગેરે તાડીને શ્રમણને આપવા સારુ લાવે તા ભિક્ષા આપતી તે બાઈને શ્રમણ કહે તેવું મને કલ્યે નહિ. મોંધઃ-તાડેલા લેપ ફરી છાંદે અને તેથી ગૃહસ્થને તક્લીફ થાય, તેમજ જીવહિંસા થવાના સભવ રહે માટે તે ત્યાજ્ય કથા છે. [૪૭+૪૮] ગૃહસ્થાએ બનાવેલું ભાજન અન્ન, પાણી, ખાદિમ ( મેવા વગેરે ) તથા સ્વાદિમ ( મુખવાસાદિ ) એ ચારે પ્રકારના આહાર જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે આ ખીજાતે દાન આપવા માટે બનાવ્યું છે તે! તે આહાર પાણી સંયમી પુરુષ માટે અકલ્પનીય છે તેમ જાણીને દાતારને કહે કે આ આહાર પાણી મને કલ્પતું નથી. [૪+૫૦] બીજા શ્રમણુ કે ભિખારીઓ માટે બનાવેલું ભોજન અન્ન, પાણી, ખાદિમ (મેવા વગેરે) તથા સ્વાદિમ (મુખવાસાદ્રિ) એ ચારે પ્રકારના આહાર જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે । આ બીજાને પુણ્યાર્થે આપવા માટે બનાવ્યું છે તે તે આહાર પાણી સંયમી પુરુષ! માટે અકલ્પનીય છે તેમ જાણીને દાતારને કહે કે આ આહાર પાણી મને કલ્પતું નથી. (૫૧+પર] વળી ગૃહસ્થા માટે બનાવેલું ભાજન અન્ન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારને આહાર જે શ્રમણુ સ્વતઃ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ૩. પિચ્છેષણ જાણે અથવા સાંભળે કે આહાર કઈ યાચકે માટે બનાવ્યો છે તે તે આહાર પાણી સંયમી પુરુષો માટે અકલ્પનીય છે તેમ જાણીને દાતારને કહે કે આહારપાણ મને ક૫તું નથી. [૫૩+૫૪] ગૃહસ્થોએ બનાવેલું ભોજન અન્ન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારને આહાર જે શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે આ અન્ય મતના બીજા સાધુઓ માટે બનાવ્યા છે તે તે આહાર પાણું પણ સંયમી પુરુષો માટે અકલ્પનીય છે તેમ જાણું તે દાતારને કહે કે આ આહાર પણ મને ક૫તું નથી. નોધ:--જૈનભિક્ષુની વૃત્તિ સૌ કોઈ જીવ, પછી તે હિતૈષી હો કે વૈરી ભાવના યુક્ત હો, સૌ પર સમાન હોય છે. તેના આખા જીવનમાં ક્યાંય અન્યને લેશ પણ દુઃખ દેવાની ભાવના સાંપડતી નથી, અને તેથી જ તેની ભિક્ષાની ગવેષણ પણ તેટલી જ કાળજીપૂર્ણ હોય છે. જે અન્યને માટે કરેલું કેઈ પોતાને આપી દે તે બીજા વાચકને તે ન મળતાં જે કંઈ કષ્ટ થાય તેના દુખના નિમિત્તરૂપ પોતે બને. માટે તેવી ભિક્ષા તેને ત્યાજ્ય હોય છે. [૫૫] જે અન્નપાન સાધુને જ ઉદ્દેશીને બનાવેલ હોય, સાધુ માટે ખરીદીને બનાવેલ હય, સાધુ માટે તથા પિતાને માટે અલગ અલગ આહાર પાણી કર્યા હોય તે પૈકી સાધુ નિમિત્તનું અન્ન ભજન પિતાનામાં મિશ્ર થઈ ગયેલ હોય તેમજ સાધુ માટે સામે લાવેલું તથા સાધુ નિમિત્ત ઉમેરીને કરેલું કે ઉછીનું લવાયેલું તથા મિશ્ર થયેલું અન્નપાણે પણ ભિક્ષુ તજી દે. [૫૬] કદાચિત નવીન વસ્તુ જોઈને ભિક્ષુને શંકા થાય તો તે આહારની ઉત્પત્તિ કેમ થઈ? કોને માટે બનાવ્યું છે? કોણે બનાવ્યું છે? એમ પૂછી શંકારહિત અને દ્ધ ભિક્ષા હોય તે જ સંયમી તેને ગ્રહણ કરે WWW.Jવી Page #87 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર ૫૪ [૫૭૫૮] ચિત્ત પુષ્પ, ખીજ કે લીલેાતરીથી જે અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહાર મિશ્ર (સાથે ભળેલેા) હૈાય તે આહાર પાણી સંયમી પુરુષાને અકલ્પનીય છે. માટે તેવા આહાર પાણી દેનારને કહે કે મને તેવી ભિક્ષા કલ્પનીય નથી. [પ+૬૦] અન્ન, જળ, ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકી કોઈ પણ આહાર સચેત જળ પર રાખ્યા હાય, કીડીનાં દર, લીલ કે ફુગ પર રાખ્યા હોય તે તે અન્નપાન સંયમી પુરુષોને અકલ્પ્ય છે. માટે દેનાર મેનને ભિક્ષુ કહે કે તેવી ભિક્ષા મતે ગ્રાહ્ય નથી. [૬૧+૬૨] અન્ન, પાણી, ખાદિમ કે સ્વામિ એ ચાર પ્રકારના આહાર પૈકીના કોઇ આહાર અગ્નિ પર રાખ્યા હાય, અથવા અગ્નિ સાથે સ્પર્શી કરીને અપાય તેા તે અન્નપાન સંયમી પુરુષાને માટે ગ્રહણુ કરવા યેાગ્ય નથી. તેમ જાણીને ભિક્ષુ દેનાર ખાઈને કહે કે મને તેવું ભાજન ગ્રાહ્ય નથી. [૬૩+૬૪] (દાતાર જાણે કે મુનિને વ્હારાવતાં વાર થઈ જશે તે કદાચ અગ્નિ ઠરી જશે તેવા હેતુથી) ચુલામાં બળતણુ આધુ બેંકેલીને કે કાઢી નાખીને, અગ્નિને અજવાળીને કે વધુ પ્રદીપ્ત કરીને અથવા (તા દાઝવાના ભયથી) અગ્નિ ઠારીને, પકાવતાં અન્નના ઉભરી આવેલ જાણી તેમાંથી કંઇક આછું કરીને કે તેમાં વધુ પાણી ઉમેરીને, હલાવીને કે તેને અગ્નિ પરથી નીચે ઉતારીને આપે તેા તે ભેાજનપાન પણ સયમી પુરુષોને માટે કમ્પ્ય નથી, માટે આપનાર મેનને ભિક્ષુ કહે કે તેવી ભિક્ષા મને ગ્રાહ્ય નથી. નોંધ—અગ્નિ એ સજીવ વસ્તુ હેાવાથી તે જીવેાની (હસા થાય તેવા હેતુથી તેવી સૂક્ષ્મ હિંસાવાળે! ખારાક પણ મુનિને કહ્રપ્ચ નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ પિડેષણ ૫૫ [૬૫+૬૬] ભિક્ષાર્થે ગયેલો ભિક્ષ વર્ષા ઋતુમાં કાદવથી બચવા માટે રસ્તામાં લાકડું, પત્થર, ઈટ કે જે કંઈ સાધન ઉલંઘવા સારું રાખેલાં હોય તે સ્થિર ન હોય (હાલતા ચાલતા હોય) તે પાંચે ઈન્દ્રિયોને દમન કરનાર સમાધિવંત સાધુ તે પર થઈને ગમન ન કરે કારણ કે તેની જગ્યા કેટલી પિલી કે ઊડી છે તેની ખબર ન પડવાથી તેવા સ્થળે અસંયમનો ભય દેખાય છે. નોંધ તેવી ચાલતી વસ્તુ પર પગ મૂકવાથી પડી જવાય તે શરીરને પીડા થવાનો અને પાલી જગ્યામાં રહેલા સૂક્ષ્મ જીવોની પણ હિંસા થવાનો સંભવ છે. [૬૭] સાધુજી માટે કોઈ દાતાર નિસરણી, પાટિયું કે બાજોઠ માંડીને કિવા મેડ કે માળ પર ચઢીને ઊંચેથી લાવેલી વસ્તુ આપે– [૬૮] તે તે માળ પર ચડતાં કદાચ તે બેન પડી જાય તે હાથ કે પગ ભાંગે અને તેના પડવાથી ત્યાંના પૃથ્વીકાયના જીવોની તથા બીજા પણ ત્યાં રહેલા જીવોની હિંસા થાય. [૬૯] તેથી આ પ્રમાણે આવા મહા દોષને જાણીને સંયમી મહર્ષિઓ માળ પરથી લવાયેલી ભિક્ષા ગ્રહણ કરતા નથી. ભિક્ષા કેવી લેવી તે કહે છે:– [૭૦] સૂરણ વગેરે કંદ (કાંદા), પિંડાળુ વગેરેનાં મૂળ, તાડફળ, પાંદડાનું શાક, તુંબડું અને આદુ આ બધી વસ્તુ કાચી હોય કે છેદેલી હેય (અગ્નિ જેવું શસ્ત્ર ન લાગ્યું હોય, તે તેને ભિક્ષુ ગ્રહણ ન કરે.. નોંધ –કાચી અને છેદેલી વસ્તુમાં છ હોવાનો સંભવ છે માટે ભિક્ષુ તેને તજી દે. [૭૧+૭૨] જવનું ચૂર્ણ, (સાથે) બેરને ભૂકો, તલસાંકળી, ગોળ, પુડલા કે તેવી કોઈ પણ ચીજ કે જે દુકાનમાં વેચાતી હોય Page #89 -------------------------------------------------------------------------- ________________ પદ્મ દશવૈકાલિક સૂત્ર તે ઘણા વખતની પડતર હોય કે સચિત્ત રજથી યુક્ત હૈયા આપતી બાઇને મુનિ કહે કે મને તેવું ગ્રાહ્ય નથી. [૭૩+૭૪] જેમાં ઘણાં ઢાળયા હોય એવાં ફળ (સીતાફળ) વગેરે, અનિમિષ નામે વૃક્ષનું ફળ તથા જેને બહુ કાંટા હેાય તેવું અગિથયાનું ફળ, ટીંબરુનું ફળ, ખીલીનું ફળ, શેરડીના કટકા, સામલીવેલાનું ફળ ઇત્યાદિ કળા કદાચ અચે ત તેમાં ખવાય તેવા ભાગ થાડાને નાખી ધણા હેાય છે, માટે તે વસ્તુ આપનાર દાતારને ભિક્ષા મારે માટે ગ્રાહ્ય નથી. હાય ! પણ દેવા જેવા ભાગ ભિક્ષુ કહે કે એ [૭૫] (હવે પાણી લેવાની વિધિ કહે છેઃ) ઉચ્ચ ( દ્રાક્ષ વગેરે ઉત્તમ પદા'નું) કે નીચ (કાંજી વગેરેનું) પાણી, ગેાળનું વાસણ ધાયા . પછીનું પાણી, લોટનું પાણી, ચાખાનું ધાવણુ જો તત્કાળનું બનેલું હાય તા ભિક્ષુ તે પાણીને તજી દે. નોંધ:---એક અંતર્મુહૂત એટલે કે બે ઘડી અથવા અડતાળીસ મિનિટ સુધી તેવા પદાર્થોં પાણીમાં પડવા છતાં પાણી સચિત્ત ગણાય છે માટે તેટલા વખત પછી જ તે જળ ભિક્ષુને કલ્પનીય બને છે. [૬] પરંતુ જો તે પાણીને ઘણીવાર થઈ ગઈ હેાય (પરિણત કાળ થઇ ગયા હાય) તા તેવું પાતાની બુદ્ધિથી કે દ્રષ્ટિથો અથવા ગૃહસ્થને પૂછીને કે તેનાથી સાંભળીને જો તે પાણી શંકારહિત હાય તા ભિક્ષુ તેને ગ્રહણ કરે. નોંધ: ધાવણ અને પરિપક્વ થાય ત્યારે તે પાણીને વણું અઠ્ઠલી જાય છે તે પરથી જાણી લેવું. [9] તેમજ શસ્ત્ર પરિણમવાથી નિર્જીવ બની ગયું હોય તેમ જાણીને સંયમી તેને ગ્રહણ કરી શકે. પરંતુ અચિત્ત હોવા છતાં તેને શંકા થાય કે આ પાણી મારે માટે પથ્ય છે કે કેમ ? તે તે Page #90 -------------------------------------------------------------------------- ________________ પિપૈષણા 9. પાણીનું આસ્વાદન કરી (ચામી) તપાસીને પછી જ ભિક્ષુ ગ્રહણ કરે. [૭૮૭૯] તે વખતે ભિક્ષુ દાતારને કહે કે ચાખવા માટે મારા હાથમાં થતું જળ આપો. (હાથમાં પાણી લીધા પછી) જે ખ્યાલ આવે કે એ પાણી અતિ ખાટું કે કહી (બગડી) ગયેલું છે. તેમ જ પિતાની તૃષા છિપાવવા માટે પર્યાપ્ત નથી, તો તે દેનાર બેનને કહે કે આ પાણી કોહેલું કિવા ખાટું હોવાથી મારી તૃષા દૂર કરવા માટે યોગ્ય નથી. માટે મને તે કટપનીય નથી. નેધ–કઈ પણ ભજન કે પાણી શરીરને અપગ્ય હોય તે ચીજ ભિક્ષુઓ ન લેવી કારણ કે તેમ કરવાથી શરીરમાં વ્યાધિ થવાનો ભય રહે અને રેગિષ્ઠ થવાથી ચિત્તસમાધિમાં હાનિ પહોંચે. [૮] કદાચિત ઈચ્છા વગર કે ધ્યાન ન રહેવાથી તેનું પાણી કઈ દાતારે હરાવી દીધું હોય તે તે પોતે પણ ન પીએ કે અન્ય ભિક્ષુને પણ તેવું જળ આપે નહિ. [૮૧પરંતુ એકાંતમાં લઈ જઈને પ્રાસક (પ્રાણબીજ રહિત) સ્થાન જોઈ તે પાણીને યત્નાપૂર્વક (કાઈ જીવને દુઃખ ન થાય તેવી રીતે) નાખી દે અને તે નાખી દીધા પછી ભિક્ષુ પાછો ફરે. નેધ–પાછા ફરતી વખતે જે ક્રિયા કરવામાં આવે છે તેને “ઈવહીને કાયોત્સર્ગ” કહેવાય છે. [૮૨૫૮૩] ગોચરી ગયેલે ભિક્ષુ (તપશ્ચર્યાદિ કે રેગાદિ કારણથી પોતાને સ્થાને પહેલાં સુધાથી પીડાઈને) ભોજન કરવાને ઈચછે તે શૂન્યગ્રહ કે કોઈ ભીંતના મૂળ પાસે જવરહિત સ્થાન તપાસી લે. ઉપરથી ઢાંકેલા કે છત્રવાળા તે સ્થાનમાં મેધાવી સાધુ તેના માલિકની આજ્ઞા લઈને પિતાના હાથને સાફ કરીને પછી ત્યાં આહાર કરે. [૮૪+૫+૪૬] ઉપરની વિધિથી આહાર કરતા મુનિને ભેળમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮. દશવૈકાલિક સૂત્ર ગોઠલી, કેટક, ઘાસ, કાષ્ઠને ટૂકડે કે કાંકરે અથવા તેવા પ્રકારનો કોઈ કચરો નીકળે તો તેને (ત્યાં બેઠા બેઠા જ) હાથથી જ્યાં ત્યાં દૂર ફેંકે નહિ કે મેઢેથી ઉછાળીને ફેંકે નહિ. પરંતુ તેને હાથમાં ગ્રહણ કરી એકાંતમાં જાય અને ત્યાં એકાંતમાં જઈને નિર્જીવ જગ્યા તપાસીને યત્નાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે અને ત્યાં મૂકીને પાછા ફરી ઇર્યાપથિક ક્રિયા પ્રતિક્રમે. નેંધ --ઈ એટલે માર્ગ : માર્ગમાં જતાં જે કંઈ દેષ થયો હેય તેનું નિવારણ કરી લેવું તે ક્રિયાને ઇર્યાપથિકી ક્રિયા કહેવામાં આવે છે. [૮૭ અને જે પિતાના સ્થાને પહોંચ્યા પછી ભિક્ષા ખાવાની ઈચ્છા રાખે તે ભેજનસહિત આવીને તે પહેલાં ભજન કરવાની જગ્યા (નિર્જીવ છે કે કેમ તે) તપાસી લે. અને પછી તેને (રજેહરણથી) સ્વચ્છ કરે. નોંધ – દરેક જૈનભિક્ષુ પાસે રજોહરણ હોય છે તે એવું કેમળ હોય છે કે તેથી સૂક્ષ્મ જીવ પણ ન મરતાં બાજુએ થઈ જાય છે. [૮૮] પછી વિનયપૂર્વક તે સ્થાનમાં પ્રવેશ કરીને બહારથી આવેલો તે ભિક્ષુ; ગુરુની સમીપ આવી (આહાર મૂકી પછી માર્ગના દોષ નિવારવા માટે) ઇપથિકી ક્રિયા પ્રતિક્રમે એટલે કે કાયોત્સર્ગ કરે. નોંધ –સ્થાનમાં પ્રવેશ કરતાં મુનિશ્રી “નિસીહી” કહી ગુર્નાદિકને “ મજ્જૈણ વંદામિ” એવું કહે છે. [૯] પછી તે ભિક્ષુ; આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં જે કંઈ અતિચાર કર્યા હોય તે બધાને કમપૂર્વક યાદ કરી લે. [૯] આવી રીતે કાયોત્સર્ગ કરી પ્રાયશ્ચિત લઈ નિવૃત્ત થયા બાદ સરલ બુદ્ધિમાન તથા શાંત ચિત્તવાળો તે મુનિ આહાર પાણી કેવી રીતે મેળવ્યાં? ઈત્યાદિ બધું વ્યાકુળતા રહિત ગુરુ સમક્ષ - સ્પષ્ટ કહે.' Page #92 -------------------------------------------------------------------------- ________________ પિડેષણ પ૯ [૧] પહેલાં કે પછી થયેલા દેની કદાચિત તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તે ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે વખતે કાયોત્સર્ગ કરી (દેહભાન ભૂલી) આવું ચિત્ન કરે કે – [૨] અહો ! શ્રી જિનેશ્વર દેવોએ મેક્ષના સાધનરૂપ સાધુપુરુષના. દેહને નિભાવવા સારુ કેવી નિર્દોષવૃત્તિ બતાવી છે? ધ --આવી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી સંચમના અવલંબનભૂત શરીરનું પણ પાલન થાય છે અને મોક્ષની પણ સાધનામાં બાધા થતી નથી. [૩] (કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી) નમસ્કારનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ તેમજ પછી જિનેશ્વર દેવેની સ્તુતિ (રૂપ લોગસ્સનો પાઠ) કરી પછી થોડે સ્વાધ્યાય કરીને ભિક્ષુ ક્ષણવાર વિશ્રામ લે. [૪] અને વિશ્રામ લઇને (નિર્જરારૂપ) લાભને અર્થી તે સાધુ પિતાના કલ્યાણ માટે આ પ્રમાણે ચિંતન કરે કે, “બીજા મુનિવરો મારા પર અનુગ્રહ કરીને આ મારા આહારમાંથી થોડું લે તે હું સંસારસમુદ્રથી તરી જઉં ?” [૫] આ પ્રમાણે વિચારીને સૌથી પ્રથમ પ્રવજ્યા (દીક્ષા) વૃદ્ધને, પછી તેનાથી નાના મુનિજીને એમ ક્રમશઃ બધા સાધુઓને આમંત્રણ કરે. આ પ્રમાણે આમંત્રણ કરતાં જે કોઈ સાધુ આહાર કરવાની ઈચ્છા કરે તે તેની સાથેજ આહાર કરે. નોંધ –સૌથી પહેલાં દીક્ષા વડીલ મુનિને આમંત્રણ કરવાનું પ્રયોજન વિનયધર્મ જાળવવા માટે છે. [૬] જે કોઈ સાધુજી આહાર કરવા ન ઈચછે તે સંયમી પોતે એક લોજ રાગ અને દ્વેષને દૂર કરી પહાળા મુખવાળા પ્રકાશિત * ભાજનમાં યત્નાપૂર્વક નીચે ન વેરાય તેવી રીતે આહાર કરે. [9] ગૃહસ્થ પિતાને માટે બનાવેલું અને વિધિપૂર્વક મેળવેલું તે Page #93 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર ભેજન તીખું, કડવું, કસાયેલું, ખાટું, મધુર કે ખારું ગમે તેવું હે પરંતુ સયમી ભિક્ષુ તેને મધ કે ઘીની માફક પ્રેમપૂર્વક આરોગે. નોંધ –ઉપર તીખી વતનો નિદે શ કર્યો છે માટે તીખું લેવાનું જ હોય છે તેવું વિધાન નથી. સંયમી માટે અતિ ખાટાં, ખેરાં અને તીખાં ખાણાં ત્યાજ્ય છે પરંતુ કદાચ ભૂલથી તેવું આવી ગયું હોય તે મનમાં ગ્લાનિ લાવ્યા વગર વાપરી લેવું. ઘી અને મધ જેમ ગ્લાનિ વગર ખવાય છે તેમ કડવું ભેજન પણ તેવી રીતે માનીને સંયમી તેને ઉપયોગ કરે. [૮] મળેલો આહાર, રસ (વઘાર) રહિત છે કે જુના ધાન્યને હે. ઉત્તમ પ્રકારની શાક વગેરે સામગ્રીથી સહિત હે કે રહિત છે, સ્નિગ્ધ (ઘી વગેરે સહિત) હો કે શુષ્ક (લુખ) હે, બેરકુંટ હે કે અડદના બાકળાનું ભજન – [૯] તેમજ ભેજન અલ્પ મળે કે બહુ મળે, પરંતુ તે મળેલા આહારની કે દાતારની નિંદા ન કરે. પરંતુ તે મુધાજવી (કેવળ સંયમનું ધ્યેય રાખીને જ જીવનાર ભિક્ષુ) નિર્જીવ, નિર્દોષ અને સહજ સહજ મળેલા આહારને નિઃસ્વાર્થ ભાવે શાંતિપૂર્વક આરોગે. [૧૭](મહાપુરુષો કહે છે કે –)આ દુનિયામાં કોઈ પણ બદલાની આશા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કેવળ સંયમના નિર્વાહ માટે નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા લેનાર ભિક્ષુ એ બને મળવા દુર્લભ છે. જે નિઃસ્વાથ દાતાર અને નિઃસ્વાર્થો ભિક્ષુ હોય છે તે બન્ને ઉત્તમ ગતિને મેળવે છે. નોંધ –સરળમાર્ગમાં ગમન, પિતાના ઉપયોગી કાર્યમાં સાવધાનતા, જતાં આવતાં માર્ગમાં રહેલા સૂક્ષ્મ જીવોની પણ લક્ષ્મપૂર્વક રક્ષા, બીજા શિક્ષકોને જરા પણ દુઃખ કે આઘાત ન પહોંચે અને દાતાની પ્રસન્નતા બરાબર જળવાઈ રહે તેવી વિશુદ્ધ ભિક્ષાની ગવેષણ, દાતાર ગફલત ન કરે કે ન ભાય તેને સતત ઉપયોગ, સંપૂર્ણ નિર્જીવ ખાનપાનના ધન Page #94 -------------------------------------------------------------------------- ________________ પિšષણા માટે ખરાખર જાગરૂક દશા, ભિક્ષુવૃત્તિનું ચિંતન, ઈતર સાધકા સાથે સહુભાજનવૃત્તિ અને નિરાસક્તભાવે પ્રાપ્ત થયેલા પિંડનું ભાજન કરવું. આ ભાવને સમજીને વનારા ભિક્ષુ એજ આદર્શ`ભિક્ષુ છે અને તે ભિક્ષુની ભિક્ષાવૃત્તિ દાતારના દિલમાં સંયમ અને ત્યાગના સંસ્કાર જન્માવે છે. આવી ભિક્ષાવૃત્તિથી સંયમી જીવનના નિર્વાહ કરવા તેજ પિšષણાનું રહસ્ય છે. અને કોઇ પણ પ્રકારના ભૌતિક સ્વા` વિના કે કીર્તિની લાલસા વિના નિઃસ્વાર્થભાવે આપવું તે દાતાનું કર્તવ્ય છે અને તેજ સ્રાવ આધ્યાત્મિ વિકાસમાં તેને પ્રેરે છે. એ પ્રમાણે કહું છું. પિણૈષણા અધ્યયનનો પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા. ખીજે ઉદ્દેશક ભિક્ષા દેહની પુષ્ટિ માટે નથી. ભિક્ષા પ્રમાદ અને આળસ વધારવા માટે નથી. ભિક્ષા કેવળ જીવન પ્રવાહને જ્વલંત રાખવા માટે છે. જેમ શરીર તેા હાડ, માંસ અને મળનું ભાજન છે, નિ:સાર છે, તેની ચિંતા શી ? તેમ ગણી તેને સૂકવી નાખવું કે તેના પ્રત્યે બેદરકાર રહેવું એ કંઈ તપશ્ચરણ નથી ગણાતું પણ એ ભયંકર જડક્રિયા કહેવાય છે. તેજ રીતે દેહને અંતિ પુષ્ટ કરવા, તેનીજ ટાપટીપમાં રક્ત રહી જીવનની ઇતિ સમાપ્તિ માની લેવી તે પણ નરી જડતા છે. આ વસ્તુને સમજી શાણા સાધુઓ જે મધ્યસ્થવૃત્તિથી ભિક્ષાવૃત્તિ ચલાવે છે તેનું અહીં વર્ણન છે. ગુરુદેવ મેલ્યા: [૧] સંયમી ભિક્ષુ અધા આહાર પછી તે સુગંધી (માદક વગેરે) હૈ। Page #95 -------------------------------------------------------------------------- ________________ ર દશવૈકાલિક સૂત્ર કે ગંધ રહિત (અર્થાત તદન સાદે) આહાર છે. તે બધું ભોજન યાત્રાને છેલ્લે લેપ લાગે હેય ત્યાંસુધીનું બધું અંગુલિથી સાફ કરીને ખાઈ લે પણ છોડી ન દે. નેધ–કલો લેપ સુદ્ધાં ન છોડે એમ કહીને ઉપરના લોકમાં અપરિગ્રહિતા અને સ્વચ્છતાને આદર્શ આપ્યો છે. . [૨] ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ શેરીમાં મેળવેલ ભોજન ભોગવતાં અપર્યાપ્ત થાય અને વિશેષ આહારની જરૂર પડે તે-અર્થાત્ સુધા શાન્ત ન થાય તો[3] અથવા બીજા કોઈ કારણથી વધુ આહાર લેવાની આવશ્યક્તા ઉભી થાય તે પૂર્વોકત (પ્રથમ ઉદેશકમાં બતાવેલા) વિધિ તથા આ (નીચે કહેવાશે તે) વિધિથી અન્નપાણુની ગષણું (શ) કરે. [૪] શાણે ભિક્ષુ; ભિક્ષા મળી શકે તેવા સમયે ભિક્ષાને કાળ જાણીને ગોચરી માટે નીકળે. અને જે કંઈ અલ્પ કે પરિમિત આહાર મળે તે ગ્રહણ કરીને ભિક્ષાકાળ પૂર્ણ થતાં જ સ્થાનક તરફ પુનઃ પાછા ફરે. અકાળ (સમય વિનાના કાર્યને છોડીને યથાર્થ સમયે તે તે સમયને યેગ્ય કાર્ય કરે. નોંધ-ક્યા સમયે કયું કાર્ય કરવું, કેમ વર્તવું ઈત્યાદિ ક્રિયાને ભિક્ષુએ " સતત ઉપગ રાખ ઘટે. [૫] (મહાપુરુષો કહે છે કે –) “અહ સાધુ! કોઈ ગ્રામાદિ સ્થાનમાં તું સમય જોયા વિના ભિક્ષાર્થે જઈશ અને સમયને ઓળખીશ નહિ તે તારા આત્માને ખેદ થશે અને ખેરાક ન મળવાથી તું ગામની પણ નિંદા કરીશ.” નોંધ --ભજન વપરાઈ ગયા પછી ગોચરી જાય અને આહાર ન મળે તે રાક ન મળવાથી પોતાને દુઃખ થાય અને આ ગામ કેવું Page #96 -------------------------------------------------------------------------- ________________ પિšષણા ૩ ખરાબ છે કે અહીં ખારાક સુદ્ધાં મળતા નથી. એવા એવા અનિષ્ટ વિચાર। આવવાને પણ સંભવ રહે. [૬] માટે ભિક્ષાને સમય થાય ત્યારેજ ભિક્ષુએ ભિક્ષાર્થે ઉદ્યમ કરવા જોઈએ. ભિક્ષા સમયે નીકળવા છતાં કવચિત ભિક્ષા મળે તેા પણ દીનહીન થઈને શાક કરતાં આ સહજ સહજ તપશ્ચર્યા થઇ એમ માનીને તે સુધાના સંકટને સમભાવપૂર્વક સહન કરે. [૭] ભિક્ષુ; નાનાં મેટાં પશુ પક્ષીઓ ખારાક માટે (કે ચણુ માટે) એકઠાં થયાં હોય તેની સામે ગમન ન કરે પણ ઉપયેગપૂર્વક ખીજેજ માર્ગેથી ગમન કરે અથવા બીજો માર્ગ ન હોય તે પાછા ફરે. નોંધઃ—સામે જવાથી તે પ્રાણીઓને ભચ ઉત્પન્ન થાય અને તેથી તેમની લાગણી દુભાય અથવા ઉડી જાય તે। તેમને ખેારાકમાં અંતરાય (વિઘ્ન) પડે. [૮] ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થે ગયેલો સંયમી ભિક્ષુ કોઈ સ્થળે મેસે નહિ કે ઉભા રહીને વાતેાના ગપાટા મારે નહિ. નોંધ:-ગૃહસ્થાને અતિ પરિચય સચમી જીવનને ખાધાકર નીવડે છે. માટેજ મહાપુરુષોએ પ્રયાજન પુરતું કાર્ય લેવાનું કહ્યું છે. [૯] ગેાચરીએ ગયેલો સંયમી કોઈ ગૃહસ્થના ધરની ભાગળ, કમાડનું પાટિયું, બારણું કે કમાડને ટેકો ઋને (તેનું અવલંબન લખુંને) ઉભા રહે નહિ. નોંધ:—કદાચ તેને ટેકા દઈને ઉભા રહેતાં ખારણું કે કમાડ વગેરે ફુલી જવાથી પડી જવાને ભય છે. [૧૦+૧૧] ગાચરીએ ગયેલો સંયમી ખીજા ધર્મના અનુયાયી શ્રમણુ, બ્રાહ્મણ, કૃપણુ કે ભિખારી જો ગૃહસ્થનાં દ્વારની સન્મુખ બેજ Page #97 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર નને માટે કે પાણીને માટે આવી ઉભા ડેાય તા તેને એળગીને ગૃહમાં પ્રવેશ ન કરે. તેમજ તેમની દ્રષ્ટિ પડે તેવા સ્થાને ઉભેા પણ ન રહે. પરંતુ એકાંતમાં (એક બાજુ) જને જ ઉભે! રહે. [૧૨] કારણકે તેમ કરવાથી તે ભિખારી કિવા દાયક નાખુશ થાય અથવા બન્ને નાખુશ થાય તેમજ પોતાના ધર્મની પણુ હલકાઈ દેખાય. ૪ નોંધ:-મારામાં રખે ભાગ પડાવશે ! તેવું માની ભિખારીનું હૃદય ભાય અથવા આપનારની લાગણી દુભાય અને ભિખારીની આવી હરિફાઈ થઇ જતાં પેાતાની કદર પણ ભિખારી જેવી થવાથી જૈનશાસનના સચમી. ધર્મની મહત્તા ઘટે. [૧૩] પણ ગૃહપતિ તે આવેલા બીજા ભિક્ષુકને ભાજન આપે કિવા ના પાડે અને તેથી જ્યારે તે ભિક્ષુક પાછા કરે ત્યારબાદજ સચમી ભેજન કે પાણીને માટે ત્યાં ગમન કરે. [૧૪+૧૫] (નીલાત્પલ) લીલું કમળ, (પદ્મ) લાલ કમળ, ચંદ્રવિકાસી શ્વેત કમળ અચવા માલતી મેગરાનું કે તેવું ખીજાં કોઈ પણ ફૂલ ચૂંટીને કોઈ બાઈ ભિક્ષા આપે તેા તે ભેાજન અને પાન સયમીને અકલ્પ્ય (અગ્રાહ્ય) છે. માટે આપનાર એનને કહે કે એ આહાર પાણી હવે મતે ગ્રાહ્ય (કમ્પ્ય) નથી. [૧૬+૧૭] લીલું કમળ, લાલ કમળ, ચંદ્રવિકાસી વેત કમળ અથવા મેગરાનું કે તેવું બીજું કોઇ પણ ફૂલ કચરીતે, છેદીને કોઇ બાઇ ભિક્ષા વ્હારાવે તે તે ભેાજન અને પાન સયમીને ગ્રાહ્ય નથી. માટે ભિક્ષા આપનાર એનને ભિક્ષુ કહે કે મેન ! તે અન્નપાન મારા માટે ફેલ્પ્ય નથી. [૧૮+૧૯] કમળનેા કંદ, ખાખરાનેા કંદ, કમળની નાળ (સાંઠા), લીલા મળની નાળ, કમળના તંતુ, સરસવની ડાંડલી, શેરડીન ફટકા Page #98 -------------------------------------------------------------------------- ________________ પિણ્ડા ૫ આ બધું સચેત હોય તેા તે તથા નવી કુંપળી, વૃક્ષની, તૃણુની તથા એવી બીજી પશુ કોઇ વનસ્પતિની કાચી કુપળીઓ વગેરે હાય તા તેને પણ સાધુ ગ્રહણ ન કરે. [૨૦] તેમજ (જેનું ખીજ અંધાણું નથો તેવી) કુણી ચાળા કે મગની ફળીએ એકવાર શેકેલી હેાય અથવા કાચી હોય તે તે આપનાર બેનને ભિક્ષુ કહે કે મને તેવું ગ્રાહ્ય નથી. [૨૧] અગ્નિ આદિથી. અપકવ ારકૂટ, વાડાના કારેલાં, નાળિયેર, તલપાપડી તથા નિંબવૃક્ષનું મૂળ ( લિખેાળા ) વગેરે કાચાં હાય તા મુનિ ગ્રહણ ન કરે. [૨૨] તેમ જ ચાખાના તથા તલના આટે તેમજ સરસવના ખેાળ તથા અપકવ પાણી વગેરે કાચુ હાય અથવા મિશ્ર પાણી હાય તા ભિક્ષુ તેને પણ ગ્રહણ ન કરે. [૨૩] અપકવ કોઠુ, બિજોરુ, પાંદડા સહિત મૂળા કે મૂળાની કાતરી વગેરે કાચાં કિંવા શસ્ત્ર પરિત ન હોય તો તે પદાર્થોને સુનિ મનથી પણ ન ઇચ્છે. [૨૪] તે જ પ્રમાણે કળાનું ચૂર્ણ, બીજોનું ચૂર્ણ, બહેડાં તથા રાયણનાં મૂળ વગેરે કાચાં હોય તેા સચેત જાણીને તેને છેાડી દે. [૨૫] હમેશાં ભિક્ષુ સામુદાનિક ( ધનવાન અને નિન એ બન્ને સ્થળે ) સમાન ગાયરી કરે. નિન કુળનું ઘર જાણી તેને ઉલ્લંઘીને શ્રીમંતને વેર ન જાય. નોંધઃ-શ્રીમંત । કે ગરીબ હૈ. તપસ્વી ભિક્ષુ તે બન્ને પર સમદ્રષ્ટિ રાખે અને રાગરહિત થઇ પ્રત્યેક ઘેર ગાચરી અર્થે ગમન કરે. [૨૬] નિર્દોષ ભિક્ષાગ્રહણુની ગવેષણા કરવામાં રત અને આહારની મર્યાદાને જાણનાર પંડિત ભિક્ષુ ભેાજનમાં અનાસક્તિ રાખી Page #99 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર તથા દીનપણથી રહિત થઈને ભિક્ષાવૃત્તિ કરે. તેમ કરતાં કદા ચિત આહાર ન મળે તે પણ ખેદ ન પામે. [૨૭] ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના મેવા, મુખવાસ ઇત્યાદિ ભજન હોય છતાં તે ગૃહસ્થ આપે કે ન આપે તે પણ પંડિત ભિક્ષુ તેના પર કેપ ન કરે. [૨૮] શયા, આસન, વસ્ત્ર, ભજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં પ્રત્યક્ષ દેખાતાં હોય તેમ છતાં જે તે ન આપે તે પણ સંયમી તેના પર કાપ ન કરે. [૨૯] સ્ત્રી, પુરુષ, બાળક, કે વૃદ્ધ નમસ્કાર કરતાં હોય તે વખતે તેની પાસે કશી યાચના ન કરે. તેમજ આહાર નહિ દેનાર સાથે કઠોર શબ્દો પણ ન બેલે. [૩૦] જે નમસ્કાર ન કરે તેના પર કાપ ન કરે તેમજ કોઈ વંદન કરે તે અભિમાન પણ ન લાવે. આ પ્રમાણે વિવેકપૂર્વક જે સંયમ પાળે છે તેનું સાધુત્વ બરાબર જળવાય છે. [૩૧+૭૨કદાચ કોઈ સાધુ સ્વયં સુંદર ભિક્ષા મેળવીને “હું એકલેજ તેને ઉપભોગ કરીશ, જે હું બીજાને બતાવું તે બીજા મુનિ કિવા આચાર્ય તે સ્વયે ગ્રહણ કરશે,” એમ માનીને લેભથી પાવે છે તે લાલચુ તથા સ્વાર્થી (પેટભરો) ભિક્ષુ ઘણું પાપ કરે છે, અસંતુષ્ટ બને છે અને નિર્વાણને પામી શકતા નથી. [૩૭+૩૪] વળી કોઈ ભિન્ન ભિન્ન પ્રકારનું અન્નપાન મેળવીને તેમાંનું સુંદર સુંદર (માર્ગમાં પોતે ભોગવીને બાકી છે અને નીરસ આહાર ઉપાશ્રયમાં લાવે. કારણ કે તેમ કરવાથી બીજા શ્રમણ એમ જાણે કે “આ મુનિ ખૂબ આત્માર્થી અને લુખી વૃત્તિથી જીવનાર સંતોષી ભિક્ષુ છે કે જે સંતુષ્ટ થઈને લૂખે સૂકો આહાર જ સેવે છે.” [૫ આવી રીતે દંભથી જે પૂજા, કીર્તિ, માન અને સન્માનને ઈચ્છુક Page #100 -------------------------------------------------------------------------- ________________ પિષણ છે તે ઘણું પાપ પ્રસવ (સે) છે. અને માયારૂપી શલ્યને એકઠું કરે છે. નોંધઃ-માયા અને દંભ એ બને એકાંત અનર્થનાં મૂળ છે. તેનું જે સેવન કરે છે તે એવા અધર્મને સંચય કરે છે, કે જે અધર્મથી તે જીવાત્મા ઉચ્ચ સ્થિતિમાં હોવા છતાં નીચ ગતિમાં ગમન કરે છે. [૬] સંયમી ભિક્ષુ પિતાના સંયમરૂપ નિર્મળ યશનું રક્ષણ કરતે જેના ત્યાગમાં કેવળી (જ્ઞાની) પુરુષોની સાક્ષી છે તે ભિક્ષુ દ્રાક્ષને આસવ, મહુડાંને રસ કે બીજા કેઇ પણ માદક રસને કદી પણ ન પીએ. નેધ–કોઈ પણ માદક વસ્તુ ભિક્ષુએ ન વાપરવી, માદક વસ્તુથી જાગૃતિને નાશ થાય છે. [૩૭] મને કોઈ દેખતું નથી તેમ માની જે કોઈ ભિક્ષુ એકાંતમાં ચોરી કરીને તે માદક રસ પીએ છે તેના દોષોને અને માયાને જુઓ અને હું તે વર્ણવું છું; માટે સાંભળો. [૩૮] તેવા ભિક્ષુની આસક્તિ વધે છે અને છળકપટ તથા અસત્યાદિ દોષ પણ વધે છે. આ લેકમાં અકીર્તિ પ્રસરે છે. તેમજ પારલૌકિક શાંતિ પણ તે પામતું નથી અને (સાધુપણાથી વંચિત થઈ) સતત અસાધુતાને મેળવ્યા કરે છે. નોંધ –લેશ ત્રુટિ પણ પતનના મહાન નિમિત્તરૂપ બની જાય છે. સાધુતાના સાધકે સતત જાગૃતિ રાખવી જોઈએ. [2] જેમ ચાર પિતાના દુષ્કર્મોથી બ્રાંતચિત્ત રહે છે તેમ દુબુદ્ધિ ભિક્ષુ પણ પિતાના દુષ્કર્મોથી અસ્થિરચિતવાળા રહે છે તેવો મુનિ મૃત્યુના અંત સુધી પણ સવરધર્મની આરાધના કરી શકતા નથી. નેધ–જેનું ચિત્ત ભેગમાં આસક્ત રહે છે તે કદી સંગમમાં દત્તચિત્ત રહી શકતો નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર [૪૯] અને માત્ર વેશધારી તે સાધુ પિતાના આચાર્યોને કે બીજા શ્રમણને પણ આરાધી શકતા નથી. મહાપુરુષોના ઉપદેશની તેના પર કશી અસર થતી નથી. વળી ગૃહસ્થ પણ તેને નિદે છે. કારણકે તે બધા તેની આવી અસાધુતાને સ્પષ્ટ સમજી શકે છે. [૪૧] એ પ્રમાણે દુર્ગણોને સેવનાર અને ગુણોને તજી દેનાર તેવો ભિક્ષુ મરણના છેડા સુધી (સાચા) સંવર (પાપ રેકનાર) ધર્મને આરાધી શક્તિ નથી. * નોંધ –સદગુણોની આરાધનાથી જ ધર્મની આરાધના થાય છે જે ક્રિયાથી સગુણોની પ્રાપ્તિ કે વૃદ્ધિ ન થતી હોય તે ધર્મક્રિયા કહેવડાવવાને પાત્ર હોઈ શકે નહિ. [૪૨] જે શાણે સાધુ (બુદ્ધિમાન સાધક) સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ ઉચ્ચ રસવાળાં રસિક ભજનને છોડી દઈ તપશ્ચર્યા કરે છે, જે મદ (અભિમાન) તથા પ્રમાદથી નિવૃત્ત થઈ તપસ્વી બની વિકાસ માર્ગે વહન કરે છે; [૪૩] તે ભિક્ષના કલ્યાણરૂપ સંયમ તરફ નજર કરે. કે જે અનેક ભિક્ષુઓથી પૂજાય છે. તથા વિસ્તીર્ણ મેક્ષના અર્થથી યુક્ત બને છે. તેનું હું ગુણ કથન કહીશ. કહેતા એવા મને સાંભળે. [૪૪] ઉપર પ્રમાણે સદ્દગુણને ઇચ્છુક અને દુર્ગુણને ત્યાગી ભિક્ષ મરણને છેડા સુધી સતત સંવર ધર્મનું આરાધન કરે છે. - [૪૫] તેવો શ્રમણ આચાર્યોને તથા બીજા સાધુઓને પણ આરાધે છે. અને તેને તે ઉત્તમ ભિક્ષુ જાણીને ગૃહસ્થ પણ તેની પૂજા કરે છે. ૪૬] જે તપનો, વાણીને, રૂપનો અને આચારભાવને ચાર હોય છે ' : તે દેવનિને પ્રાપ્ત થવા છતાં કિબિષી જાતને (હલકી જાતનો) દેવ બને છે. onal Page #102 -------------------------------------------------------------------------- ________________ પિચ્છેષણ નેધ –જે તપ ન કરતો હોય છતાં તપસ્વી કહેવડાવવાને ઢોંગ કરે છે. તેમજ વાણું, રૂપ તથા આચરણ સુંદર ન હોય છતાં સુંદરતાને ઢાંગ કરે તે ચાર ગણાય છે. [૪૭] કિબિષ જાતના હલકા દેવલોકમાં ઉત્પન્ન થયેલે તે સાધક દેવપણું પામીને પણ “કયા કર્મથી મારી આ ગતિ થઈ” તેને જાણી શકતા નથી. નેંધ –- ઉચ્ચટિના દે જ ઉત્તમ પ્રકારના ભોગસુખ પામે છે. તેમજ પૂર્વકાળના જીવનને જાણી શકે તેવી શક્તિ પણ તેજ મેળવે છે. [૪૮] તે કિબિષદેવ ત્યાંથી ચવીને (ગતિ કરીને) મુંગા (ન બેલી શકે તેવા) બકરાની યોનિને પામે છે. અથવા નરકોનિમાં કે તિર્યંચ યોનિમાં ગમન કરે છે કે જ્યાં (સમ્યક્ત્વ) સધની પ્રાપ્તિ અતિ અતિ દુર્લભ છે. [૪૯] આવા દોષને જોઈને જ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે બુદ્ધિમાન સાધક લેશમાત્ર પણ માયા કે અસત્ય થતું હોય તેને છેડી દે. [૫૦] આ પ્રમાણે સંયમી ગુરુઓ પાસેથી ભિક્ષાની ગવેષણશુદ્ધિને શીખીને તથા ઈનેિ સમાધિમાં રાખીને તીવ્ર સંયમી અને ગુણવાન ભિક્ષુ સંયમમાં વિચરે. નેંધા-નિર્ભયતા એ ભિક્ષુનો મુદ્રાલેખ છે. સંતેષ એ એને સદાને સંગી સુદદ્દ છે. તેથી ભિક્ષા હાજર હોવા છતાં ન મળે કે અકચ્ચ હેવાથી છોડી દેવી પડે તો પણ તે દીન કે કાચર બનતો નથી. રસવૃત્તિને ત્યાગ, પૂજા સત્કારની વાંછાને ત્યાગ અને અપચ્ચે વસ્તુઓનો ત્યાગ એ ભિક્ષુની વૃત્તિના સહજ ગુણો છે. સગુણના ભંડારમાં તે વૃદ્ધિ કરતો કરતો તે સહજાનંદની લહેરમાં જ એકાંત મસ્ત રહે છે. એમ કહું છું. એ પ્રમાણે પિáષણ નામનું પાંચમું અધ્યયન પૂર્ણ થયું. Page #103 -------------------------------------------------------------------------- ________________ ધમર્થકામાધ્યયન (મેક્ષના ઈછુકનું અધ્યયન) સદુધર્મને આચરવાનું ફળ મોક્ષપ્રાપ્ત છે. કર્મબંધનથી સર્વથા મુક્ત થયા વિના કેઈ પણ જીવાત્માને સ્થિર, સત્ય અને અબાધિત સુખ પ્રાપ્ત થયું નથી, થતું નથી અને થશે નહિ. આ અનંતજ્ઞાની પુરુષને પ્રત્યક્ષ અનુભવ છે. . આથી જ સુખના ઈચ્છુક સાધકે મોક્ષમાર્ગના સાધનભૂત સધર્મને જ આરાધવાનું પસંદ કરે છે. તે મોક્ષમાર્ગમાં સૌથી પ્રથમ પસંદગી સંપૂર્ણ ત્યાગની છે. તેની સાધના કરનાર વર્ગ સાધક કહેવાય છે. ત્યાગીના ત્યાગરૂપી ઈમારતના સ્તંભને જ આચાર કહેવાય છે. એકદા એ મોક્ષમાર્ગના પ્રબળ ઉપાસક અને જૈન ધર્મના ઉદાર તને પચાવી શાન્તિસાગરમાં ઝીલનાર મહા તપસ્વી શ્રમણ પિતાના વિશાળ શિષ્યસમુદાય સમેત ગામની બહાર આવેલા એકાંત અરણ્યમાં પધાર્યા. તેમના સતસંગને લાભ લેવા અનેક જિજ્ઞાસુઓ ગયા, અને તે ત્યાગી, શાંત, દાન્ત તથા ધીમાન ગણિવરને બહુ ભાવ ભર્યા વંદન નમસ્કાર કરી ત્યાગના આચાર-નિયમ સંબંધમાં અનેક પ્રશ્નો કર્યા. તેમના હૃદયનું જે સમાધાન કરવામાં આવ્યું તે જિત અધ્યયનમાં છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ધમર્થકામાધ્યયન ૭૧ અહિંસાને આદર્શ, બ્રહ્મચર્યના લાભ, મૈથુનનાં દુપરિણામ, બ્રહ્મચર્ય પાલનના માનસિક ચિકિત્સાપૂણ ઉપાય, આસક્તિનું સચેટ સ્પષ્ટીકરણ એ બધું બહુ સુંદર રીતે અહીં વર્ણવ્યું છે. ગુરુદેવ બોલ્યા:– [૧] સમ્યગ્રજ્ઞાન અને સમ્યગૂ દર્શનથી સંપન્ન, સંયમ અને તપશ્ચર્યામાં રત અને આગમ (શાસ્ત્ર) જ્ઞાનથી પરિપૂર્ણ એવા એક આચાર્યવર (શિષ્યોના સમૂહ સહિત એક પવિત્ર) ઉદ્યાનમાં પધાર્યા. નોંધ –તે કાળમાં વિશેષતઃ મુનિઓ નગર સમીપના ઉદ્યાનમાં વનપાળની આજ્ઞા ચાચીને રહેતા હતા. ત્યાં આગળ ધર્મપ્રવચન સાંભળવા સાર મહારાજા, મંત્રીઓ તથા નગરજનો આવી તેમનો લાભ લેતા અને ધર્મને આચરવામાં દત્તચિત્ત રહેતાં. [૨] તે પ્રસંગે સદ્દબધ સાંભળવા આવેલા) રાજા, રાજપ્રધાને, બ્રાહ્મણ, ક્ષત્રિય તથા ઈતર વૈશ્યજને પિતાના મનને નિશ્ચલ કરીને (અથવા પિતાના આત્માને પ્રસન્ન કરીને) વિનયપૂર્વક તે મહાપુરુષને પૂછે છે કે હે ભગવન ! આપનો આચાર અને ગોચર વગેરે કેવાં છે તે કૃપા કરી કહે. નોંધા–અહીં આચારનો અર્થ ધર્મ અથવા ધર્મપાલનના મૂળ નિયમને લગતો છે અને ગેચર એટલે સંયમપાલનના ઈતર નિયમો કે જે દ્વારા મૂળવતાની પુષ્ટિ થાય તે પૂરત સમજ ઘટે. [8] ઈદ્રિયનું દમન કરનાર, જીવ માત્રનું સુખ ઇચ્છનાર અને નિશ્ચલ મનવાળા તે વિચક્ષણ મહાત્મા શિક્ષાથી યુક્ત થઈ આ પ્રમાણે કહેવા લાગ્યા – નેધ–શિક્ષાના બે પ્રકાર છે. (૧) આસેવના શિક્ષા અને (૨) ગ્રહણ શિક્ષા. પ્રથમ શિક્ષામાં જ્ઞાનાભ્યાસનો સમાવેશ થાય છે અને બીજામાં તદનુસાર વર્તન કરવાનો સમાવેશ થાય છે. [૪] (ગુરુદેવ બોલ્યા) હે શ્રોતાઓ ! ધર્મના પ્રોજનરૂ૫ મેક્ષની ઈચ્છાવાળા નિગ્રંથના અતિ કઠિન અને સામાન્યજનથી અસાધ્ય Page #105 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર ' ગણાતા એવા સંપૂર્ણ આચાર તથા ગોચરનું હું સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. કહેતા એવા મને તમે શાંત ચિત્તથી સાંભળો. [૫] આ લેકમાં જેનું પાલન કરવું અતિ અતિ કઠિન છે તેવું દુષ્કર વ્રત–આવા કઠણ આચાર એકાંત મેક્ષના ભાજનરૂપ ગણાતા અને સંયમના સ્થાનરૂપ વીતરાગના માર્ગ વિના બીજે ક્યાંય બતાવ્યો નથી અને બતાવશે પણ નહિ. નેંધ –જૈનદર્શન સિવાય સાંખ્ય, બૌદ્ધ ઈત્યાદિ કોઈ દર્શન કે તેમાં આવી કઠિન પ્રતિજ્ઞા પાળવાની હોતી નથી. જૈનદર્શનના નિયમો પ્રમાણુ તથા ગૃહસ્થવર્ગને માટે પણ કડક બનાવેલા છે. તે નિયમોનું પાલન એટલે અંશે થાય તેટલે અંશે સ્વાભાવિક ત્યાગ અને તપની આરાધના થાય છે અને તે દ્વારા આત્મવિકાસ થતું રહે છે. [૬] વયમાં બાલ કે (શારીરિક અને માનસિક શક્તિમાં અપકવ), વ્યકત (શારીરિક અને માનસિક શકિતમાં પરિપકવ) કિવા વૃદ્ધ એટલે જરાજીર્ણ તથા રોગિષ્ઠને પણ જે ગુણે અખંડ અને અત્રુટ રીતે આરાધવાનાં (પાળવાના) હેય છે તે પૂર્વના મહા પુરુષોએ જેવા આકારમાં કહ્યા છે તે રૂપે જ કહું છું. તમે સાંભળે. નોંધ –જે સ્થાન નીચે કહેવામાં આવે છે તે સ્થાને તો લઘુવચને હે કે વૃદ્ધ હે, રેગષ્ટિ છે કે આગી છે. સૌ કોઈ નિગ્રંથ સાધકને પરિપૂર્ણ રીતે પાળવાનાં છે. કારણ કે તેજ સાધુત્વનાં મૂળ છે. તેમાં કઈ પણ વ્યક્તિને અપવાદ હોઈ શકે નહિ. ગમે તે સ્થિતિમાં અને ગમે તેવા સંયોગોમાં તેનું યથાર્થ પાલન કરવું એ શ્રમણવરનું કર્તવ્ય છે. [૭] એ આચારનાં નીચે પ્રમાણે અઢાર સ્થાને છે. જે અજ્ઞાની સાધક તે પૈકીના એકની પણ વિરાધના કરે તો તે નિગ્રંથ શ્રમણ ભાવથી ભ્રષ્ટ થાય છે. [૮] (તે અઢાર સ્થાને આ પ્રમાણે છે:-) છ વ્રત (પાંચ મહાવ્રત - તથા છઠું રાત્રિભેજનને નિષેધ)નું પાલન કરવું, પૃથ્વી, પાણી, Page #106 -------------------------------------------------------------------------- ________________ ધમર્થકામાધ્યયન ( ૭૩ અગ્નિ, વનસ્પતિ, વાયુ અને હાલતા ચાલતા છે એમ છ પ્રકારનાં પ્રાણુઓ પર દયા રાખવી, અક૯ય (દૂષિત) આહાર પાણી ન લેવાં, ગૃહસ્થના ભાજનમાં ન ખાવું, તેના પલંગ પર ન બેસવું કે તેની બેઠક નવાપરવી, સ્નાન તથા શરીરની શોભાનો ત્યાગ કરે. નોંધ:- સાધુજનોએ શરીરની શોભા વધારવા માટે સ્નાન, ગંધ કે ટાપટીપ કરવી ઘટે નહિ, ગૃહસ્થનાં વાસણ, પલંગ, બેઠક કે કોઈ પણ સાધને પણ વાપરવાં ઘટે નહિ, કારણ કે તેમ કરવાથી વિલાસ અને પરતંત્રતા આવે છે. જ્યાં દેહભાન, વિલાસ અને પરતંત્રતા આવે એટલે ત્યાં સંયમ અને સ્વાલંબનનો નાશજ થાય છે. [૯] (પ્રથમ સ્થાનઃ-)–બધા જીવો સાથે સંયમપૂર્વક વર્તવું તેજ ઉત્તમ પ્રકારની અહિંસા છે અને ભગવાન મહાવીરે તેને જ અઢાર સ્થાનકેમાં પ્રથમ સ્થાને દર્શાવેલી છે. નેધ–સંયમ એજ અહિંસાનું બીજ છે. અહિંસાનો ઉપાસક સંચમી ન રહે તો અહિંસાનું પાલન ન કરી શકે. મન, વચન અને કાયાપર જેમ જેમ સંયમ આવતો જાય તેમ તેમ સાધક આહસામાં આગળ વધતો જાય એમ ભગવાન મહાવીર કહે છે. અહિંસાનું પાલન શી રીતે થાય? [૧૦] સંયમી સાધક આલેકમાં જેટલા (હાલતા ચાલતા) ત્રસ અને સ્થાવર (સ્થિર જીવો) છે તેને જાણતાં કે અજાણતાં હણે નહિ, હણ નહિ કે હણનારને અનુમોદે પણ નહિ. [૧૧] (શા માટે હણે નહિ તેનું કારણ જણાવે છે કે –) જગતના (નાના કે મેટા) સર્વ જ જીવનને ઇચ્છે છે. કેાઈ પણ પ્રાણું મૃત્યુને ઈચ્છતું નથી. માટેજ એ ભયંકર પાપરૂપ પ્રાણહિંસાને નિગ્રંથ પુરુષો સર્વથા ત્યાગી દે છે. [૧૨] (બીજું સ્થાન–) સંયમી પોતાના સ્વાર્થ માટે કે બીજાને માટે ક્રોધથી કિંવા ભયથી પરને પીડા ઉત્પન્ન કરે તેવું હિસા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૪ દશવૈકાલિક સૂત્ર કારી અસત્ય બોલે નહિ, બીજા પાસે બેલાવે નહિ અને બીજે તેવું અસત્ય બોલતે હેય તે તેને અનુદન પણ આપે નહિ. નોંધ:-વાસ્તવિક રીતે તે કઈ પણ પ્રકારનું અસત્ય બોલવું તે સંયમી સાધક માટે ત્યારે જ છે. સંચમીએ કેવી ભાષા બોલવી તે બધા અધિકાર સુવાક્યશુદ્ધિ નામના સાતમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક આવશે. અસત્ય ન બોલવાની સાથે અસત્ય ન વર્તવું તે ભાવ પણ સાથે જ સમજી લેવો જોઈએ. [૧૩] કારણકે આલોકમાં મૃષાવાદને સર્વ સાધુપુરુષોએ નિંદેલ છે. અસત્યવાદી પુરુષ પ્રત્યેક જીવોનું અવિશ્વાસપાત્ર બની રહે છે. ' માટે અસત્યનો સર્વથા ત્યાગ કરવો ઘટે. [૧૪+૧૫] (ત્રીજું સ્થાન –) સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ અપ પ્રમાણમાં કે બહુ પ્રમાણમાં વધારે તે શું પરંતુ એક દાંત ખોતરવાની સળી પણ માલિકની રજા મેળવ્યા વિના સંયમી પુરુષ સ્વયં ગ્રહણ કરતા નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવતા નથી કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન સુદ્ધાં આપતા નથી. ધ –અહીં સંયમી પુરુષ એટલે સર્વ ત્યાગી પુરુષને ધર્મ કહો છે કારણ કે તે કશું સંગ્રહી રાખતા નથી. તેણે પોતાની માલિકીની વસ્તુ પણ વિશ્વને ચરણે ધરી દીધી હોય છે. તેથી સામાન્ય વસ્તુ પણ તે આજ્ઞા વિના લઈ શકતા નથી. સંયમી ગૃહસ્થ આવો સંપૂર્ણ ત્યાગ કરી શકે નહિ. માટે તેણે અણહકની કે પોતાની માલિકી ઉપરાંતની વસ્તુ લેવી નહિ તેજ અદત્તાદાનવ્રતનું પાલન છે. મળેલી વસ્તુમાં પણ સંયમ રાખ અને અપરિગ્રહની ભાવના કેળવવી તેને સમાવેશ ગૃહસ્થ સાધકના પાંચમા વ્રતમાં થાય છે. [૧૬] (ચોથું સ્થાન –) સંયમને ભંગ કરે તેવાં સ્થાનેથી દૂર રહેનારા (ચારિત્ર ધર્મમાં સાવધાન) મુનિજને સાધારણ જનસમૂહથી Page #108 -------------------------------------------------------------------------- ________________ ધર્માર્થ કામાંધ્યયન કારણભૂત દુઃસાધ્યું, પ્રમાદના અઘ્યક્ષચને કદી આચરતા નથી. ૭૫ અને મહાભયંકર એવા [૧૭] કારણ કે આ અબ્રહ્મચર્ય એ જ અધર્મીનું મૂળ છે. મૈથુન એજ મહાદાનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિશ્ર્ચય પુરુષો ત્યાગી દે છે. નોંધ:—મહાપુરુષા બ્રહ્મચર્યવ્રત એ સર્વ ત્રતેામાં સમુદ્ર સમાન ગણે. છે. કારણ કે ઇતર વ્રતે પાળવાં સહેલાં છે. બ્રહ્મચર્ય પાળવું એજ અતિ કઠિન છે. સારાંશ કે બ્રહ્મચર્યના ભંગમાં અન્ય નિયમેાને ભંગ અને તેના પાલનમાં અન્ય ત્રતાના પાલનની સુગમતા થઈ શકે છે. [૧૮] (પાંચમું સ્થાનઃ—) જે જ્ઞાત પુત્ર (ભગવાન મહાવીર)ના વચનમાં રત રહેલા સાધુપુરુષા હૈાય છે તે બક્ષવણુ (બળેલું મીઠું), અથાણાં વગેરેનું સામાન્ય મીઠું, તેલ, ઘી, ગાળ ઇત્યાદિ કે તેવી કાઈ ખાદ્ય વસ્તુએને રાત્રિ સુધી સ ંગ્રહ (સંચય) કરી રાખતા નથી. તેમ સંચય કરવાની પૃચ્છા પણ ધરાવતા નથી. [૧૯] આ પ્રમાણે સંચય કરવા તે એક યા બીજા પ્રકારના લોભનેાજ અનુપ (અનુભવ) છે. અર્થાત્ આવી સંચય ભાવનાથી લોભની વૃદ્ધિ થાય છે. તેથી હું માનું છું કે જે કોઇ સાધુ સંગ્રહની ઇચ્છાવાળા છે તે સાધુ નથી પણ ગૃહસ્થ જ છે. નોંધઃ—વસ્તુતઃ તે તેનેા સાધુ ગૃહસ્થની ઉપમાને પણ લાચક નથી. કારણકે ગૃહસ્થ તો ત્યાગ ન કરી શકવાથી પેાતાની જાતને પૂર્ણ સંચમી કહેવડાવતા નથી. પરંતુ સાધુ તે પેાતાની જાતને પૂર્ણ સંચમી કહેવડાવે છે. બિરુદ ધારણ કરી ધર્મ ન ખાવું તેા ખમણેા ગુનેગાર ગણાય છે. [ર૦+૨૧] (અહીં કાઈ પ્રશ્ન કરે કે સાધુજી વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ રાખે છે તે સંગ્રહ કે પરિગ્રહ નથી ? તેનું સમાધાન નીચેની ગાથામાં સ્પષ્ટ રીતે કહે છે:~~~) Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬ દશવૈકાલિક સૂત્ર જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન, રજોહરણ ઈત્યાદિ સંયમનાં ઉપકરણોને સંયમના નિર્વાહ માટે જે સંયમી પુરુષો ધારણ કરે છે કે પહેરે છે તેને જગતના જીવોના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી. પરંતુ તેમાં સંયમધર્મ બતાવ્યા છે. પરંતુ તે વસ્ત્રાદિક કોઈ પણ વસ્તુ પર જે મૂચ્છ (આસકિત) હોય તોજ તે પરિગ્રહ છે એમ તે ઋષીશ્વરે ફરમાવ્યું છે. નોંધ:-સંયમના સાધનોને નિરાસક્તિથી ભોગવવાં તેમાં ઘર્મ છે. કારણકે તે સંયમની વૃદ્ધિના હેતુભૂત છે. પણ જ્યારે તેજ બંધનરૂપ થાય ત્યારે તે ત્યાજ્ય બને છે. આથી સંયમ તે વસ્ત્ર ધારણ કે વસ્ત્રત્યાગમાં નથી. પરંતુ ભાવનામાં છે તે રહસ્ય સમજાવ્યું છે. વસ્ત્ર તથા સૌ સાધનને ત્યાગી પણ જે આસક્ત હોય તો તે તાવિક અપેક્ષાએ સંયમી કે સાધુ ગણાતું નથી. [૨૨] આથી સર્વ વસ્તુ (વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ ઉપધિ) તથા સંયમના ઉપકરણનું સંરક્ષણ કરવામાં કે તેને રાખવામાં જ્ઞાની પુરુષ મમત્વભાવ આચરતા નથી, તેમજ તે પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી. ધ-સંયમીઓ દેહભાન ભૂલવાની સતત ક્રિયાઓ કરતા હોય છે. જેનો સંબંધ જન્મથી જ હોય છે તેવા દેહ પર જેને મમત્વભાવ ન હોય (અથવા દેહભાન નિવારવાનો જે પ્રયત્ન કરતા હોય) તેને વસ્ત્ર, પાત્ર, કબલાદિ પર મૂછ કેવી રીતે હોઈ શકે ? અને જે તેવી વસ્તુઓમાં પણ મૂછ હોય તે તે સંયમી શી રીતે કહેવાય? રિ૩] ( છઠું વ્રત:-) બધા જ્ઞાની પુરુષોએ વર્ણવ્યું છે કે અહે ! સાધુ પુરુષે માટે આ કેવું નિત્ય તપ છે! કે તેમને જીવનપર્યત સંયમના નિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ કરવાની હોય છે અને એકભક્ત એટલે દિવસનાજ માત્ર આહાર કરવાનો હોય છે. રાત્રિને સર્વથા ત્યાગ હોય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ધમોથેકામાધ્યયન નોંધ –ચાર પહેરનો એક ભક્ત ગણાય છે. કવચિત્ એક ભક્તને અર્થ એક વાર ભોજન કરવું એવો પણ થાય છે. પરંતુ અહીં રાત્રિભેજન પૂરતું તેનું સ્થાન છે. [૨૪] (ત્રિભોજનના દે બતાવે છે –) ધરતીને વિષે એવાં ત્રણ (હાલતાં ચાલતાં) અને સ્થાવર વગેરે સુક્ષ્મ પ્રાણુઓ હોય છે કે જે રાત્રિને વિષે (અંધારામાં જોઈ શકાતાં નથી. તે તે વખતે આહારની શુદ્ધ ગષણું શી રીતે કરી શકાય? નેધ – રાત્રે ખોરાક ખાવાથી અનેક સૂક્ષ્મ જીવોની હિંસા તથા છો ખેરામાં જવાથી શરીરમાં રોગ થવાનો સંભવ છે. તેમજ રાત્રિભાજન કર્યા પછી તુરત સૂઈ જવાનું હોવાથી તે ખોરાક પચી શકતો નથી. એમ શારીરિક અને ધાર્મિક બને દ્રષ્ટિબિંદુએ અનેક દેની ઉત્પત્તિ હોવાથી સાધુઓ માટે રાત્રિભોજનને પ્રતિબંધ કરેલ છે. તે જ રીતે ગૃહસ્થ પણ તેને ત્યાગ કરવો ઘટે. [૨૫] વળી પાણીથી ભિંજાયેલી પૃથ્વી હોય કિંવા પૃથ્વી પર બીજ વેરાયાં હોય તેમજ બીજા કીડી કુંથવા વગેરે ઘણું પ્રાણીઓ માર્ગમાં હોય છે. તેને દિવસે તે જોઈ શકાય તેથી તેની હિંસા - ન થાય. પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી શકાય ? (કારણકે હિંસાને સંભવ છે.) [૨૬] આવા આવા અનેક દોષે થવાનું જાણીને જ્ઞાતપુત્ર ભગવાન. મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ (સંસારની ગ્રંથીથી રહિત) પુરુષો રાત્રિ સમયે કઈ પણ પ્રકારના આહાર કે પાણી ઇત્યાદિને ભોગવતા નથી. [૨૭] (સાતમું સ્થાન –) સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી પૃથ્વીકાયના જીવોને હણતા નથી, હણવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. નેધ–સાધુ પુરુષો જ્યારે સંયમ અંગીકાર કરે છે તે વખતે ત્રણે કરણ ત્રણ યોગે કરીને હિંસાના પ્રત્યાખ્યાન લે છે. પહેલા વ્રતના Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દશવૈકાલિક સૂત્ર ૩*૩=૯૮૯૮૧ ભેદ બીજા વ્રતના ૩*૩=૯૮૪=૩૬ ભેદે, ત્રીજા વ્રતના ૩૪૩=૯૪૬=૫૪ ભેદો, ચેથા વ્રતના ૩*૩=૯૪૩=૨૭ ભેદે, પાંચમા વ્રતના ૩*૩=૯૪૬=૫૪ ભેદે અને છઠ્ઠા વ્રતના ૩૬ ભેદે થાય છે. તેના વિસ્તાર માટે જુઓ દશવૈકાલિક સૂત્રનું ચોથું અધ્યયન. રિ૮] કારણકે પૃથ્વીકાયની હિંસા કરતા કરતા તે સાધક પૃથ્વીને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવની પણ હિંસા કરી નાખે છે. [૨૯] માટે તે દેષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને પૃથ્વીકાયના સમારંભ (સચેત પૃથ્વીની હિંસા થાય તેવું કાર્ય)ને સાધુપુરુષ જીવનપર્યત ત્યાગી દે. નેધ –આવું કઠિનવૃત માત્ર સાધુ પુરુષોને પાળવાનું હોય છે કારણ કે ગૃહસ્થનું જીવન એવું હોય છે કે ત્યાં તેમને તેવું સામાન્ય પાપ કર્યા વિના ચાલતું નથી. પરંતુ તેમ છતાં તેણે પણ પોતાના સ્થાનને વિવેક જળવીને વર્તવું ઘટે. [૩૦] (આઠમું સ્થાન –) સુસમાધિવંત સંયમીપુરુષો મન, વચન અને કાયાથી જળકાયના જીવોને હણતા નથી હણવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. [૭૧] કારણ કે જળકાયની હિંસા કરનાર તેની હિંસા કરતે કરતે જળને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીની પણ તે હિંસા કરી નાખે છે. નોંધ:-પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ કે વનસ્પતિ જેવા સૂક્ષ્મ જીવોની સતત અહિંસા પાળવી ગૃહસ્થ જીવન માટે સુલભ નથી. તેથી ગૃહસ્થ શ્રાવકના પ્રથમ વ્રતમાં સુસાધ્ય એવી ત્રસ છનીજ અહિંસા બતાવી છે અને તેમાં પણ પોતાનું કર્તવ્ય જાળવતી વખતે અને એવા એવા બીજા la Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્માર્થ કામાધ્યયન ge કારણ પ્રસંગે અપવાદ નિયમેા દર્શાવ્યા છે. પરંતુ તેથી કંઈ પૃથ્વી, જળ આફ્રિ તત્ત્વાના ગૃહસ્થ ગમે તેવા દુરૂપયેાગ કરે તેવી છૂટ નથી. સાતમા વ્રતમાં ગૃહસ્થે જરૂરિયાત પુરતા દરેક પદાર્થીને ઉપચાણ કરવા એમ બતાવ્યું છે. દરેક કાર્યમાં સાવધાનતા અને વિવેક રાખવે જોઇએ.× [૩૨] માટે તે પાપ દુર્ગતિને વધારનારું છે તેમ જાણીને સાધુપુરુષે જીવનપર્યંત જળકાયના સમારંભને ત્યાગી દેવા. નોંધ:-જૈન સૂત્રામાં આરંભ અને સમારંભ શબ્દો હિંસક ક્રિયા અને હિંસક સાધનામાં વપરાય છે. [૩૩] (નવમું સ્થાન:—) સાધુપુરુષો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ઇચ્છે નહિ કારણ કે તે પાપકારી અને લાખંડના શસ્ત્રો કરતાં અદ્વિતીય તેમજ અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને સહન કરવું તે સથા દુષ્કર છે. [૩૪] તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશા, ચાર વિદિશાઓ, ઉપર અને નીચે એમ દશે દિશામાં દરેક વસ્તુને બાળીને ભસ્મ કરી નાખે છે. [રૂપ] અગ્નિ પ્રાણીમાત્રના નાશ કરનાર (શસ્ત્ર) છે. તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. માટે સંયમી પુરુષ! પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી લેશમાત્ર અગ્નિકાયના આરંભ કરે નહિ. [૩૬] માટે તે પાપ દુર્ગાંતિને વધારનારું છે તેમ જાણીને સાધુપુરુષ જીવનપર્યંત અગ્નિકાયના સમારંભને ત્યાગી દે. [૩૭] (દશમું સ્થાનઃ—) બહુ પાપકારી વાયુકાયના આરંભ (હિંસા)ને પણ જ્ઞાની પુરુષ। અગ્નિકાયના આરંભ જેવા દૂષિત માને છે. તેથીજ છ કાયના રક્ષક સાધુઓએ તેનું (વાયુનું) પણ સેવન કર્યું નથી. × વિશેષ વિગત માટે જીએ શ્રાવક પ્રતિક્રમણ વિધિ. Page #113 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર ૮૦ [૩૮] માટે તાડપત્રના પંખાયી, સામાન્ય વીંજણાથી કે વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષા પાતે પવન નાખતા નથી, ખીજાની પાસે પવન નંખાવતા નથી કિવા કાઇ પવન નાખતા હોય તેા તેને અનુમેાદન પણ આપતા નથી. [૩૯] તેમજ સંયમી પુરુષા પાતાની પાસે રહેલાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણાદિ (સંયમના સાધના) દ્વારા પણ વાયુની ઉદીરણા (વાયુ ઉત્પન્ન થાય તેવી ક્રિયા) કરતા નથી. પરંતુ તેને ઉપયાગપૂર્ણાંક સંયમ રક્ષાર્થે ધારણ કરે છે. [૪૦] આવી રીતે આ દેષ દુર્ગાંતિને વધારનારા છે. તેમ જાણીને સાધુપુરુષ જ્યનપર્યંત વાયુકાયના સમારંભ ન કરે. [૪૧] (અગિયારમું સ્થાનઃ-~) સુસમાધિવંત સંયમી વચન અને કાયાથી વનસ્પતિની હિંસા કરતા નથી, નથી અને હિંસા કરનારતે અનુમેાદન પણ આપતા નથી. [જર] કારણકે વનસ્પતિની હિંંસા કરતા કરતે તે જીવ વનસ્પતિને આશ્રયે રહેલાં દૃષ્ટિથી દેખી શકાય તેવાં તથા ન દેખી શકાય તેવાં પણ અનેક પ્રકારનાં પ્રાણીએની હિંસા કરી નાખે છે. પુરુષ! મન, હિંસા કરાવતા. [૪૩] માટે આ દોષ દુર્ગંતિને વધારનારા છે તેવું જાણીને સાધુપુરુષ જીવનપર્યંત વનસ્પતિકાયના આર‘ભના પણ ત્યાગ કરે. [૪૪] (બારમું સ્થાન:) સુસમાધિવંત પુરુષો મન, વચન અને કાયાથી ત્રસકાયજીવાની હિંસા કરતા નથી, ઢિંસા કરાવતા નથી અને તેવા જીવોની હિંસા કરનારને અનુમાદન પણ આપતા નથી. નોંધઃ—ત્રસકાય એટલે હાલતા ચાલતા છવા. તેમાં એ ઈંદ્રિયવાળાથી માંડીને પંચેંદ્રિયવાળા જીવાને સમાવેશ થાય છે. કૃમિ, કીડી, ભમરી, પશુ, મનુષ્ય ઇત્યાદિ સૌ ત્રસ જીવેા કહેવાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ધમાં કામાંધ્યયન 1 [૫] કારણ કે ત્રસકાયની હિંસા કરતા કરતા તે જીવ તે સકાય જીવન આશ્રયે રહેલાં, દ્રષ્ટિથી દેખી શકાય તેવાં તથા નદેખી શકાય તેવાં પણ વિવિધ પ્રાણીએની હિંસા કરી માખે છે. વધારનાર છે તેવું જાણીને સાધુ (ક) માટે આ દોષ પણ ક્રુતિને પુરુષ જીવનપર્યંત સકાયની હિંસા ન કરે. નોંધ:--ઉપરનાં જે ખાર સ્થાના કહ્યાં તે સાધુપુરુષના મૂળ ગુણા છે, હવે છ ઉત્તર ગુ@ાનું વમ કરે છે. ઉત્તર ગુણા તા મૂળ ગુણેની પતિ માટેજ ચાયેલા હોય છે. [૪૭] (તેરમું સ્થાનઃ-) આહાર, શય્યા, વસ્ત્ર તથા પાત્ર એ ચાર પ્રકારમાંથી કાઇ પણ વસ્તુ કે જે સાધુ પુરુષોને અકલ્પ્ય ( નહિ ઉપયાગ કરવા ચેાગ્ય ) હોય તેને ભિક્ષુ કદી ગ્રહણ ન કરે. અર્થાત્ તે પૈકીની જે અકલ્પ્ય વસ્તુ હોય તેના ત્યાગ કરી સંયમી સૈંયમનું અનુપાલન કરે. નોંધ:-—હરિભદ્રસૂરિ એ પ્રકારના અકલ્પ કહે છે. (૧) શિક્ષા સ્થાપના કલ્પ એટલે પિડનિયુક્તિ તથા આહાસદિની એષણાવિધ જાણ્યા વિધા આહાર ગ્રહણ કરે તેમાં દેષ થવાને સભવ હેાવાથી તે અકલ્પ્ય કહેવાય છે. તથા (૨) બીજો અકલ્પ તે સ્થાપના કલ્પ આને વિસ્તાર નીચેની ગાયાઆમાં છે તેવી અકલ્પ્ય વસ્તુ કદી ન તૈવી. [૪૮] આહાર, શય્યા, વજ્ર અને પાત્ર એમ આ ચારે વસ્તુએ પૈકી જે (સંયમી માટે) અકલ્પ્ય (અથાણુ) હાય તેતે સંયમી સાધુ ન પુછે, પણ એ કલ્પનીય (ગ્રાહ્ય) હૈાય તેનેજ ગ્રહણ કરે. પર [૪૯] જે (૧) બિયાગ (નિત્યકર્ષિક એટલે મેશાં એકજ ધરેથી આહાર લેવા અથવા ખમાયંતિ” એટલે સાધુને મમત્વભાવી આમંત્રણ આપ વ્યક્તિ બહાર લેવો તે. (૨) બિપુરૅ માટેજ ખરીદીને લવાયેલો આહાર લેવા તે. (૩) સાધુજીને ઉદ્દેશીનેજ બનાવેલા આહાર મા તે. આ કર દી સાથુ મટે તેની Page #115 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર , પાસે લાવી આહાર આપે તે લે–આવા દૂષિત આહાર પાણીને જે ભિક્ષ લે છે તે ભિક્ષઓ (આડકતરી રીતે જીવહિંસાને જ અનુમોદન આપે છે એમ ભગવાન મહાવીરે કહ્યું છે. નેધ–પિતાના નિમિત્તે કઈ જીવની હિંસા ન થાય તેમજ કોઈની લાગણી ન દુભાય તેવી રીતે રાક મેળવી સંયમી જીવન નીભાવવું તે લિઓન ધર્મ છે. [૫] તેથી સંયમમાં સ્થિર ચિત્તવાળા ધર્મજીવી નિર્ચય પુરુષ ક્રિીત, દેશિક કે આહત ઇત્યાદિ દેશવાળા આહારપાણીને ગ્રહણ કરતા નથી. નેધ–વિશેષ વિગત જાણવા માટે જુઓ દશ૦ ૩ નું અધ્યયન [૫૧] (ચૌદમું સ્થાન–) ગૃહસ્થનાં કાંસુ ઈત્યાદિ ધાતુનાં પ્યાલાં, બીજા વાસણ (ભાજન, થાળી વગેરે) તથા માટીના લેટા કે કુંડા વગેરેમાં આહાર કરવાવાળો ભિક્ષુ પોતાના સંયમથી ભ્રષ્ટ થાય છે. [૫૨] (કારણકે ગૃહસ્થના ભાજનમાં જમવાથી) તેનાં વાસણે ધોવાં પડે તે ઠંડા સચિત્ત (સંજીવ) પાણીની હિંસા થાય અને તે પાણીને ફેંકવાથી બીજા પણ ઘણું પ્રાણીઓને નાશ થાય માટે જ તીર્થંકરાદિ દેવોએ તેમાં અસંયમ કહ્યો છે. નેધ –ઉપલક દ્રષ્ટિથી તપાસનારને આ સ્થળે એમ લાગે કે આવી સામાન્ય વાતમાં પણ સંયમને લોપ થાય તો સંયમી શી રીતે જીવી શકે? પરંતુ ગભીરતાથી વિચારતાં જણાશે કે સામાન્ય દેખાતી ખલના પણ ક્રમશઃ ડે થડે બીજી ભૂલેને જન્મ આપે છે અને આખરે સંયમથી ભ્રષ્ટ પણ થઈ જવાનો સમય આવે છે માટે સામાન્ય દેખાતી ભૂલથી પણ દૂર રહેવું અને સંચમમાં જાગૃતિ રાખવી તેજ સંચમી પુર માટે જરૂરનું છે. આ ગ્રહસ્થના પાત્રમાં ભજન કરવાથી ઈતર દે પણ સંયમીમાં જન્મ Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્માર્થકામાધ્યયન વાને સંબંધ છે તેથી કાષ્ઠનાં, માટીનાં કે તેના પિતાનાં પાત્રોમાં જ જેમ લેવાનું વિધાન કર્યું છે. [૫૩] વળી ગૃહસ્થના વાસણમાં જમવાથી પશ્ચાત કર્મ અને પુરાકમાં એ બંને પ્રકારના દોષ થવાને પણ સંભવ છે. તેથી સાધુપુરુવોને તેમાં ભેજન કરવું યોગ્ય નથી તેમ ધારી નિગ્રંથ પુરુષો ગૃહસ્થના વાસણમાં ભેજન કરતા નથી. સેંધ:-પુરાકર્મ અને પશ્ચાત કર્મ એ કઈ જાતના દે છે? તે જાણવા માટે પાંચમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની ૩૨ તથા ૩૫મી ગાથા જુઓ. [૫૪] ( પંદરમું સ્થાન – ) શણને ખાટલે, પાટીને પલંગ, શણની દોરીથી બનાવેલી માચી તથા નેતરની આરામ ખુરસી વગેરે આસન પર બેસવું કે સૂવું તે આર્યભિક્ષુઓને માટે યોગ્ય નથી (અનાચી છે.) [૫૫] માટે તીર્થંકરની આજ્ઞાના આરાધક નિગ્રંથે પલંગ, ખાટલો, માચી કે તેવી નેતરની ખુરસી પર બેસતા નથી. કારણ કે ત્યાં સૂક્ષ્મ જીવેનું પ્રતિલેખન (નિરીક્ષણ) થઈ શકતું નથી. (અને વિલાસી છવન બની જવાનો પણ સંભવ છે. [૫૬] તેવાં આસનના ખુણામાં નીચે કે આજુબાજુમાં અંધારું હોય છે. તેથી તે અપ્રકાશમાં રહેલાં પ્રાણીઓ બરાબર ન દેખાવાથી તે પર બેસતાં તેની હિંસા થવાનો સંભવ છે માટે તેવા પ્રકારના માચા તથા ખાટલા વગેરેને ત્યાગ કરવાનું મહાપુરુષોએ કહ્યું છે. [૫૭] (સોળમું સ્થાનઃ-) ગોચરી માટે ગૃહસ્થને ઘેર બેસવું તે યોગ્ય નથી. કારણકે તેથી નીચે પ્રમાણે અનાચાર થવાનો સંભવ રહે છે અને મિથ્યાત્વ (અજ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થને ઘેર બેસવાથી કયા દેજે સંભવે છે તે બતાવે છે – [૫૮] બ્રહ્મચર્યવ્રત પાળવામાં વિપત્તિ ઉભી થાય છે. પ્રાણીઓને વધ થવાથી સંયમ પણ હણાય છે. ભિખારી માગવા આવ્યો હોય, નથ• ) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪ દશવૈકાલિક સૂત્ર તેને ખાવાત થાય છે તથા ગૃહસ્થાના ક્રોધનું નિમિત્ત અની જવાય છે. નોંધઃ-ગૃહસ્થ શ્રીએના અતિ પરિચયથી કદાચ બ્રહ્મચર્ય ભગ ચાના ભય રહે છે. ગૃહસ્થ પરિક્ષયથી શી મની જઈ તે ભિક્ષુને ઉદ્દેશીને ખાનપાન બનાવે તેથી હિંસા થાય અને ઘરના માલિકને પણ પાતાના ચારિત્ર પર શંકા આવે તે ક્રોધ ઉત્પન્ન થાય એવા દેશને સલવ હાવાથી મહર્ષિ આએ ભિક્ષુએ માટે ગૃહસ્થને ઘેર બેસવાને ત્યાગ બતાન્યા છે. [પ] ગૃહસ્થને ધે ખેસવાથી પ્રાર્થનું ચથાર્થ રક્ષણ થઈ શકતું નથી અને ગૃહસ્થ ઓં સાથેના પરિચયથી બીજાને પણ પેાતાના ચારિત્ર વિષે શંકા થાય છે. માટે આવીશીલતા (દુરાચાર)ને વધારનાર સ્થાનને સંયમી દૂરજ છેાડી દે. અર્થાત્ ગૃહસ્થાને ત્યાં એસે નહિ. નોંધઃ-ગૃહસ્થાને ત્યાં શારીરિક કારણું ત્રિના બેસવું કે થા વાર્તા કરવી ઇત્યાદિ અંગે સચમનાં યાતક છે માટે તેને તજી દે [૬] પશુ ।ગિષ્ઠ, તપસ્વી કે જરાવસ્થાથી પીડિત ભિક્ષુ ડાય તે આ ત્રણ પૈકી કાઇને પશુ ગૃહસ્થને ઘેર કારણુસર બેસવું કલ્પ્ય છે. નાધઃ-રાગ, તપશ્ચર્યા અને જરા દેહને શિથિલ બનાવે છે, આથી માયરાગ્ર ગયેલા ભિક્ષુ હાંરી નય કે થાકી જાય તે ગૃહસ્થને ત્યાં તેમની આજ્ઞા મામી વિવેકપૂર્વક પેાતાનેા થાક ઉતારવા માટે બેસી શકે તે સારું ઉપરના અપવાદમા છે. તેને એક યા બીજી રીતે વાળ લઈ કાઈ અનર્થ ન કરી બેસે અર્થાત્ દરેક કામાં વિવેક જાળવવા ધરે. [૬૧] ( સત્તરમું સ્થાનઃ- ) રેગિષ્ઠ કે અરેમી ક્રાòષ્ણુ ભિક્ષુ જે સ્નાનની પ્રાર્થના કરે અર્થાત્ સ્નાન છે તે પેાતાના આચાર (સંયમધર્મ)નું ઉલ્લંધન થાય છે અને તેથી સંયમને પણ હાનિ પહોંચે છે. [દર] મરણકે હારભૂમિ ક્રવા ખીજી ક્રાય પણ તેવા પ્રકારની ભૂમિ Page #118 -------------------------------------------------------------------------- ________________ ધમર્થકામાધ્યયન પર ઘણું સૂક્ષમ પ્રાણીઓ રહેલાં હોય છે માટે જે ભિક્ષ ઉષ્ણ પાણીથી પણ સ્નાન કરે તે તેને ઈજા પહોંચે છે. [૩] આથી ઠંડા કે ઉષ્ણ (સજીવ કે નિર્જીવ) કોઈપણ પાણીથી (દેહભાનથી પર થનારા) સયમી પુરુષ સ્નાન કરતા નથી. અને જીવનપર્યત તેવા કઠણ નિયમને વહન કરે છે. નેધ–સ્નાન એ જેમ શરીરશુદ્ધિ કરનારી વસ્તુ છે. તે જ રીતે શરીરસાંદર્યને વધારનારી પણ વસ્તુ છે અને તેજ દ્રષ્ટિબિંદુથી માત્ર ત્યાગી સાધક માટે આ નિષેધ છે. કે વૈધિક નિયમ પ્રમાણે ત્યાગીને પણ દેહશુદ્ધિની આવશ્યક્તા , તે છે જ પરંતુ તે શુદ્ધિ તે સૂર્યના કિરણ ઇત્યાદિથી પણ થઈ શકે. વળી સંયમી પુરુષોનાં આહાર, વિહાર અને નિહારાદિના નિયમો પણ એવા હોય છે. કે તેમનું શરીર પ્રાયઃ સ્વચ્છ રહે. તેમજ તેને બ્રહ્મચર્ય ઇત્યાદિ વ્રતે પણ પાળવાનાં હોય છે તેથી તેને દેહ અશુદ્ધ થતું નથી. પણ દેહની અશુદ્ધિ થાય તો તે પહેલી જ તકે તેને નિવારવાની ત્યાગને પણ જૈન સૂત્ર છૂટ આપે છે અને તે શુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી સ્વાધ્યાયાદિ ધાર્મિક ક્રિયા પણું ન કરી શકાય તેવો ભાર મૂકે છે. જુઓ છેદ સૂત્ર આ ઉપરથી સ્નાન કઈ દ્રષ્ટિથી કેને માટે અને કઇ સ્થિતિમાં ત્યાન્ય છે તેને વિવેકી પુરુષે વિવેકપૂર્વક વિચાર કરવો ઘટે. સૂત્રકાર તેને ૬૬ મી ગાથામાં ઉકેલ પણ આપી દે છે. [૬૪] ( અઢારમું સ્થાનઃ- ) સંયમી પુરુષ સ્નાન, સુગંધી ચંદન, લેધકુંકુમ, પદ્મકેસર વગેરે દ્રવ્યોથી કદીપણુ શરીરને વિલેપન કે મદન વગેરે કરે નહિ. [૫] પ્રમાણપત વસ્ત્રવાળા અવિરક૯પી અવસ્થાધારી અથવા નમ્ર એવા જિનકી અવસ્થાવાળા, કહ્યથી તથા ભાવથી મુંડિત (કેશલુંચન કરનારા), દીર્ધ રોમ તથા નખવાળા અને મૈથુનથી સર્વથા ઉપશ્ચાત્ત થયેલા સંયમીને વિભૂષાનું પ્રયોજન શું Page #119 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર નેધ–સારાંશ કે દેહભાનથી પર થયેલા અને સાંસારિક પદાર્થોના મેહથી વિરમેલા ત્યાગીને વિભૂષાની કશી આવશ્યક્તા નથી. કારણ કે શરીરસત્કાર એ ભિક્ષુધનું દૂષણ છે. દિ૬] (જે વિભૂષા કરે તો) વિભૂષાને નિમિત્તે ભિક્ષુ એવાં ચીકણાં કર્મો બાંધે છે કે જે કર્મોથી દુખે કરીને ઉતરી શકાય એવા ભયંકર સંસારરૂપી સાગરમાં પડે છે. નેધ–સ્નાન હો, ચંદનવિલેપન હો કે વસ્ત્ર છે, કઈ પણ વસ્તુ જ્યારે વિભૂષાના હેતુથી કાચ કે સજાય ત્યારે તે બાધક બને છે અને તેજ માટે ત્યાજ્ય કહી છે. [૬૭] કારણકે જ્ઞાનીજને વિભૂષા સંબંધી સંકલ્પ વિકલ્પ કરનારા મનને બહુ કર્મબંધને હેતુ માને છે અને તેથી જ સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરવાવાળા સાધુપુરુષોએ તેનું મનદ્વારા પણ સેવન કર્યું નથી. નેધ – શરીરની ટાપટીપમાં જેનું ચિત્ત વ્યાપ્ત રહે છે તે તેને અંગે અનેક પ્રકારના દેશે કરે છે અને તેનું ચિત્ત પણ સદા બ્રાન્ત રહે છે. [૬૮] મેહરહિત વસ્તુસ્વરૂપને યથાર્થપણે જેનારા અને સંયમ, મજુતા - તથા તપમાં રક્ત રહેલા સાધુપુરુષો પિતાના આત્માની દુષ્ટ . પ્રકૃતિને ખપાવે છે (ક્ષય કરે છે. તથા તે નિગ્રંથે પૂર્વે કરેલાં પાપને દૂર કરે છે તથા નવાં પાપને કરતા નથી. દિ૯] હમેશાં ઉપશાંત, મમત્વરહિત, અપરિગ્રહી, આધ્યાત્મિક વિદ્યાને અનુસરેલા, યશસ્વી તથા પ્રત્યેક નાના મોટા જીવોનું પિતાના આત્માની પેઠે રક્ષણ કરનારા તેવા સાધકે શરદઋતુના નિર્મળ ચંદ્રમાની માફક કર્મમળથી શુદ્ધ થઈ સિદ્ધગતિને પામે છે અથવા | સ્વલ્પકર્મ બાકી રહ્યાં હોય તે ઉચ્ચ પ્રકારના દેવળેકનાં વિમા નેને પ્રાપ્ત કરે છે. નેધ–આચારધર્મનાં વ્રતો એ ત્યાગી જીવનના અનિવાર્ય નિયમો Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮ ધમોથેકામાધ્યયન છે. તેમાં અપવાદને લેશમાત્ર સ્થાન નથી. કારણ કે તેના પર ત્યાગી છવનની રક્ષાને આધાર છે. એ આચારના અઢાર સ્થાને માં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ મહાવ્રતા છે અને તે મૂળ ગણે છે. કારણ કે ત્યાગનાં મૂળજ તે છે, અને બીજા તેર નિયમ એ એ મૂળના સિંચનરૂપ છે. તેથી મૂળની રક્ષા માટે ભિક્ષુએ ખૂબ સાવચેત રહેવું ઘટે. રાત્રિભોજન શારીરિક અને ધાર્મિક અને દૃષ્ટિએ ત્યાજ્ય છે. અહિંસાની સંપૂર્ણ આરાધના સાર છ પ્રકારના જીવોનું જ્ઞાન અને તેની રક્ષા થાય તેવું વર્તન પણ તેટલું જ અગત્યનું છે. તેથી જ શરીરસૌદર્ય અને ગૃહસ્થસંસર્ગ ઈત્યાદિને ત્યાગ પણ આવશ્યક છે. પતનનાં નિમિત્તાથી દૂર થઈ માત્ર સાધુજીવનની તાલાવેલીમાં તલ્લીન રહેવાય તે સારજ નિયમાની ઉત્પત્તિ છે. રખે કઈ સાઘક આવા નિયમોને પરાધીનતાનું સ્વરૂપ આપી છોડી દે! કે તે તરફ બેદરકાર રહે! કારણ કે નિયમોની પરાધીનતા સાધક જીવનમાં આવી રીતે ઉપયોગી છે અને કાર્યસાધક પણ છે. એમ કહું છું. એ પ્રમાણે ધર્માચકામ નામનું છછું અધ્યયન પૂર્ણ થયું. Page #121 -------------------------------------------------------------------------- ________________ સુવાક્યશુદ્ધિ (ભાષાની વિશુદ્ધિ) જેમ કાયિક સંયય સાધક માટે અનિવાર્ય અને આવશ્યકીય છે તેજ પ્રમાણે વચનશુદ્ધિની પણ સાધકને પરિપૂર્ણ જરૂરિયાત છે. વાણી એ અંતઃકરણના ભાવેને વ્યક્ત કરવાનું સાધન છે. અને તેટલાજ પુરતી તેની ઉપયોગિતા છે. જે ભાવે એકી સાથે હાયમાં ન મૂકી શકાય અને અન્યને પ્રેચ્છા આપવાની જરૂર હોય ત્યારે અથવા પિતાને જોઈતો વસ્તુ મેળવવી હોય ત્યારે વાણીના ઉપયોગની આવશ્યકતા રહે છે. પરંતુ કોઈ પણ કાર્યકારણ સિવાય વાણું વાપરવી તેને વાચાળપણું એટલે કે વાણીનો દુરુપયોગ કહેવામાં આવે છે. આથી જ સવિશેષ કારણ સિવાય સજજન પુરુષે બહુધા મૌન સેવે છે. - જે વાણીને દુરુપયોગ કરે છે તેને પોતાની શક્તિને દુર્થી થાય છે એટલું જ નહિ પરંતુ તે વાણીનું સામર્થ્ય પણ એટલું જ હણાય છે કે પછી તે વાણુની સામી વ્યક્તિ પર જોઈએ તેવી અસર થતી નથી. તેમજ તેમાં અસત્ય કે કઠોરતા આવવાને પણ ભય રહે છે. આથી વાણી કેવી અને જ્યાં બાલવી ઘટે તેનું જ આ અધ્યયનમાં ખૂબ વિસ્તૃત વર્ણન છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ સુવાકયશુદ્ધિ ગુરુદેવ મેલ્યા: [૧] પ્રજ્ઞાવાન ભિક્ષુ ચાર પ્રકારની ભાષાના સ્વરૂપને જાણીને તે પૈકી એ પ્રકારની ભાષા વડે વિનય શીખે, અર્થાત બે પ્રકારની ભાષાના વિવેકપૂર્વક ઉપયેાગ કરેં. પરંતુ એ પ્રકારની ભાષાને તે સર્વથા નજ એટલે. સંધ:- સાચી, ખાટી, મિશ્ર અને વ્યવહુારિક એમ ચાર પ્રકારની ભાષાએ પૈકી પહેલી અને છેલ્લી બે ભાષાને ભિક્ષુ વિનયપૂર્વક બાલે. જાડી અને સિથ ભાષાને તે સથા ત્યાગન કરે. સાચી અને સવદ્વારિક ભાષા પણ પાપ અને હિંસારહિત હોય તેજ ખેાલે. "" [૨] ( હવે સત્યભાષા પણ કેવા પ્રકારની ખેલવી તે સ્પષ્ટ કરે છેઃ—) બુદ્ધિમાન ભિક્ષુ સત્યભાષા પણ અવકતવ્ય (ન ખેલવા લાયક) હોય તેા તે સત્ય હૈાવા છતાં તેને મેલે નહિ. (જેમકે શિકારી પૂછે કે પેલા મૃગલા કયાં ગયા ?” તે ભાષા સત્ય હોવા છતાં હિંસક હોવાથી તેના ઉપયોગ કરવા ટે નહિ.) તેમજ મિત્ર એટલે થેાડી સત્ય અને થાડી અમત્ય અને સૃષા (સાવ અસત્ય) આ ભાષાઓને તીર્થંકરાએ વર્જ્ય ભાષા કહી છે માટે તેવી વાણીને પ્રજ્ઞાવાન સાધુએ ન લે. સત્ય [] બુદ્ધિમાન ભિક્ષુ અસત્યામૃષા (વ્યવદ્વાર) ભાષા તથા ભાષા પણ પાપરહિત, અકર્કશ (દામળ) અને પુનઃ સંદેહરહિત (નો યાગરો વા જેવી સંદિગ્ધ નાહ. ) હેાય તેવી ભાષા વિચારીતે ખેલે, નોંધઃ—કઠોર ભાષાનું પરિણામ બહુ વૈર અને ઝેર વર્ષાવનારું ઢાંચ એ વાણી એ ભાવને વ્યક્ત કરવાનું અોડ સાધન છે. માટે પ્રવૃત્તિની શુદ્ધિ સાર જેટલી ભાવશુધ્ધિની આવશ્યક્તા છે તેટલીજ વચનશુદ્ધિની પણ આવચક્તા છે. સાધકને પણ સ`સારમાં પ્રવૃત્તિ કરવાની હોય છે અને છન્નુદ્વારા ભાવ વ્યક્ત કરવા સારું ભાષા માલવાની હોય છે. તે ભાષા ઉપયેાગિતા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ દશવૈકાલિક સૂત્ર અને સર્વવ્યાપકતાની દ્રષ્ટિથી ગળેલી હેાવી જોઈએ એટલુંજ માત્ર નહિ અર્ક સાધુના મુખમાંથી ઝરતી વાણી મીઠી અને [૪] (મિશ્રભાષાને દોષ કહે છેઃ~~) બુદ્ધિમાન અને પીડાકારી એવી સત્ય ભાષા ન મેલે સત્યામૃષા એટલે કે મિશ્ર ભાષા પણુ કે જે મેક્ષમાર્ગમાં બાધા કરે છે, તેને પણ છેડી દે. બ્યસૂચક હાવી ઘટે. અિક્ષુ માત્ર હિંસક એટલુંજ નહિ પરંતુ શાશ્વત અર્થ અર્થાત્ નોંધ:- ઘેાડી સત્ય અને થેડી અસત્ય એવી મિશ્ર ભાષા પણ ન એલવી કારણ કે મિશ્ર ભાષામાં સત્યને અશ હેાવાથી જનતા વધુ ભરમાય અને પાતે પણ પેાતાને સત્યવાચક કહેવડાવી શકે. આવી દૃભવૃત્તિ ઐહિક અને પારલૌકિક અને પ્રકારના હિતમાં બાધક છે. [૫] અજાણપણે અસત્ય હોવા છતાં સત્ય લાગે તેવી ભાષા પણ જે સાધક ખેલે છે તે પાપકર્મથી બંધાય છે. તા જાણી જોઈને જૂહું ખેલે તેના પાપનું તેા પૂછવું જ શું? નોંધ:—જેમ કાઈ પુરુષે સ્રીનું રૂપ ધારણ કર્યું હોય તેને કઇ સ્ત્રી કહે તે પણ તે તાત્ત્વિક દૃષ્ટિએ પાપમય પ્રયાગ ગણાય. તે પછી એલલું તે પાપ હોય તેમાં આશ્ચર્ય શું / પાપના આધાર પ્રવૃત્તિ પર છે. જેવી પ્રવૃત્તિ તેવું તેનું ફળ ઝેર પીનારનું જેમ મૃત્યુજ થાય છે. તેમ પાપકર્મોનું પણ દુષ્પરિણામસ્વચ થતું રહે છે. માત્ર ફેર એટલેાજ કે જો તે પાપ આસક્તિપૂર્વક ન થયું હોય તે તેનું પશ્ચાત્તાપ ઈત્યાદિદ્વારા નિવારણ થઇ શકે છે. અને આક્તપૂર્વક થયું હાય તેા તેના ભયંકર પરિણામને ભાગળ્યા વિના છૂટકારા થતે નથી. [tō] (હવે નિશ્ચયાત્મક ભાષાને પણ ત્યાગ કરવા ઘટે તે સંબંધમાં કહે છેઃ~) વળી અમે અવશ્ય જઈએ છીએ. કિવા જઇશું, અમે કહીશુંજ, અમારું અમુકજ કાર્ય ચશે અથવા અમુકજ થવાનું છે, હુંજ તે કરીશ અથવા આ માણસજ તે કરશે” વગેરે વગેરે ભાષાઓ કે જે ભવિષ્ય, કે વર્તમાનમાં શંકાસ્પદ છે તેવી ભાષાઓને પણ નિશ્ચયાત્મક રીતે ભિક્ષ ન મેલે. (( Page #124 -------------------------------------------------------------------------- ________________ સુવાકયશુદ્ધિ નોંધ –-આનશ્ચયાત્મક વસ્તુને નિશ્ચિત કહેવાથી ઘણા દેશે થવાને સંભવ છે. વળી સાધુજીની જવાબદારી સામાન્ય જનથી વિશેષ રૂપે હોવાથી તેના વચન પર વિશ્વાસ રાખી કેાઈ કંઈ કાર્ય કરી બેસે. માટે તેવી નશ્ચચાત્મક વાણુનો ઉપયોગ સાધુપુરુષ ન કરે. કેટલીક નિશ્ચયાત્મક વસ્તુ હોય છતાં પોતાને પૂર્ણ નિશ્ચય ન હોય તો તેને પણ નિશ રૂપે ન બેસે. સારાંશ કે સાધુ બહુ ઉપયોગપૂર્વક પિતાના પદની જવાબદારી સમજી ભાષાનો પ્રયોગ કરે. [૮] ભિક્ષુ ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળ સંબંધમાં જે વસ્તુને ન જાણે તે વિષે તે એમજ છે કે થશે એવું કશું પણ ચોક્કસ ન વદે [૯] તેમજ ભૂતકાળ, ભવિષ્ય કાળ અને વર્તમાનકાળને વિષે જે કાર્યપર શંકા હેય (અર્થાત જે કાર્યને નિશ્ચય ન હોય) તે સંબંધમાં તે એમજ છે એવું પણ કશું નિશ્ચિત ન કહે. [૧૧] પરંતુ ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળમાં જે વસ્તુ (કાર્ય) સંશયરહિત હોય અને અદૂષિત હોય તેને જ એ આમ છે કે તેમ છે વગેરે વગેરે કહે. અર્થાત પરિમિત ભાષાઢારા તે સત્ય બિનાને વ્યક્ત કરે. [૧૧] તેમજ બીજા ની લાગણી દુભાય તેવી હિંસક તથા કઠેર ભાષા સત્ય હોય તો પણ તે ન બેલે. કારણ કે તેવી વાણીથી પાપનું આગમન થાય છે. [૧૨] કાણાને રે કાણા! નપુંસકને રે નપુંસક! રોગીને એ રોગી! અને ચોરને એ ચાર ! આ ભાષા સ્પષ્ટ સત્ય હોવા છતાં ન બેલે. નેંધ –કારણ કે તે વસ્તુ સાચી હોવા છતાં તેમ કહેવાથી સામાની લાગણી દુભાય છે અને લાગણી દુભવવી તે પણ એક પ્રકારની હિંસા છે. માટે જ્યાં સુધી નિર્દોષ સત્ય ભાષા બેલી શકાય ત્યાં સુધી તેવી દુષિત વાણને ઉપયોગ ન કર ઘટે. Page #125 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર [૧૩] આચાર અને ભાવના ગુણોને સમજનાર વિવેકી સાધુ, આવી રીતે કિવા બીજી કઈ પણ રીતે સામા માણસની ઘાત થાય છે તેનું હદય દુભાય તેવી ભાષાને બેલે નહિ. [૧૪] તેમજ બુદ્ધિમાન ભિક્ષુ રે મૂર્ખ ! રે લંપટ વેશ્યામ રે કૂતરી! રે દુરાચારી! રે કંગાળ! રે દુર્ભાગી! આવા આવા સંબોધનથી કોઈ પણ સ્ત્રીને ન બોલાવે. [૧૫] વળી હે દાદી ! મોટી દાદી ! હે માતા ! હે માશી! હે ફઈ ! હે ભાણેજી !, હે બેટી !, હે બેટાની બેટી !, નેધ– ભલે ગૃહસ્થ જીવનમાં તેની સાથે તેવો સંબંધ હોય તે પણ હવે (સબંધને ત્યાગ કર્યા પછી) સાધુજી તેવી રીતે તેને ન બોલાવે કારણ કે તેમાંથી મોહને જન્મ થાય છે. [૧૬] તેમજ અરે ફલાણી, અરે સખી! અરે છોકરી ! વગેરે વગેરે તથા અરે ચાકરડી !, અરે શેઠાણું , અરે ગેમિની ( ગાયની ધણીયાણી)!, રે મૂર્ખ !, રે લંપટ છે, દુરાચારી અહીં આવ. આવાં આવાં તેડાં વચનથી ન જ સંબંધે કે બોલાવે. નોંધ –આવાં તે અને અવિવેકી વચનેથી સામાના હૃદયમાં આધાત ઉત્પન્ન થાય છે. માટે તેવી વાણી સર્વથા સંયમી પુરુષ માટે ચાય છે. [૧૭] (આવશ્યક્તા હોય ત્યારે કેમ બેલવું તે કહે છે –સ્ત્રીની સાથે જ્યારે વાર્તાલાપ કરવાનો હોય તે મધુરભાષામાં તેનું નામ લઇને અથવા (નામ ન આવડતું હોય તો) મેગ્યતા પ્રમાણે તેના ગોત્રરૂપે સંબોધન કહીને તેને એકવાર કિવા (આવશ્યક કાર્ય હાય તે) બહુવાર ભિક્ષુ તેની સાથે બેલે. | નેધ–વાર્તાલાપને પ્રસંગ પડે ત્યારે પિતાની કે સામી વ્યક્તિની લઘુતા ન થાય તેવી રીતે વિવેકપૂર્વકજ સંયમ પુર બેલવું જોઈએ. Page #126 -------------------------------------------------------------------------- ________________ સુવાકયહુદ્ધિ [૧૮+૧] તેજ પ્રમાણે પુરુષ સાથે પણ હે બાપા!, મેટા બાપા, પિતા, કાકા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર એ પ્રમાણે મેહ ઉત્પન્ન કરે તેવા સંબંધવાચક વિશેષણથી કિંવા હે!, અરે ! રે ફલાણા! રે સ્વામી ! હે ગેમિક! હે મૂર્ખ !, હે લંપટ !, રે દુરાચારી! આવાં આવાં સંબોધનથી પણ ન બેલે. રિ૦] પરંતુ ગ્યતા અનુસાર તેનું નામ લઈને અથવા મેત્ર પ્રમાણે સિધન કરીને આવશ્યકતા પ્રમાણે એકવાર અથવા વારંવાર બેલે. રિ૧] તેમજ મનુષ્ય સિવાય ઈતર પણ પચેદિયવાળાં પ્રાણીઓ પૈકી જ્યાં સુધી આ નર છે કે માદા છે તે નિશ્ચય ન થાય ત્યાં સુધી તે અમુક જાતિનાં છે તેવુંજ કહે પણ આ નર છે કે આ માદા બી જ છે તેવું કશું ચાક્સ ન કહે. નેધ–ભાષાને સીધો સંબંધ માત્ર કનિદ્રય સાથે હોવાથી જ અહીં પચેંદ્રિય છે માટે ખાસ કહ્યું છે. આપણું વાણીની સારી માઠી અસર પશુઓ પર તુરતજ થાય છે. માત્ર તેઓને વાણી ન હોવાથી તે જયકત કરી શક્તા નથી. [ ૨૩] તેજ પ્રમાણે મનુષ્ય, પશુ, પક્ષી કે સપને આ જાડે છે, એના શરીરમાં માંસ ખૂબ છે માટે વધ કરવા યોગ્ય છે કે - કાવા યોગ્ય છે. એવું એવું પાપી વચન પણ ન બેસે. પરંતુ તે સંબંધમાં કહેવાનું ખાસ પ્રયજન પડે તે તેને વૃદ્ધ દેખી તે બહુ વૃદ્ધ છે, સુંદર છે, પુષ્ટ છે, નિરોગી છે, પ્રૌઢ શરીરવાળ છે એ પ્રમાણે નિર્દોષ વચન બેલે. (સવઘ ભાષા ન બેલે) રિનું તેજ પ્રમાણે અદ્ધિમાન ભિક્ષુ ગાને જઇને આ દેહવા ગ્ય છે તણ નાના વાછડાઓને દેખી આ નાથવા થાય છે અથવા ઘાઓને જોઈ આ રથમાં જવા થોગ્ય છે એ પ્રમાણે (સાવભાષા) ન બેલે. Page #127 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર [૨૫] પરંતુ “ખાસ બેલવાનો પ્રસંગ પડે તે ભિક્ષુ તેને આ બળદ તરુણ છે, આ ગાય રસાળ (દુઝણ) છે અથવા આ બળદ નાનો કિવા માટે છે અને આ ઘેડે રથને યોગ્ય છે એમ કહે. નોંધ –જે વચનના નિમિત્તે અન્ય પ્રાણીને દુઃખ ન થાય તેવી અદુષિત ભાષા સંયમી બોલે. રિ૬૨૭) તેમજ ઉદ્યાન, પર્વત કે વનમાં ગયેલો (અથવા જઈને રહેલ) બુદ્ધિમાન ભિક્ષુ ત્યાં મોટા મોટા વૃક્ષોને જોઈને આ પ્રમાણે ન બેસે કે “આ વૃક્ષનાં લાકડાં મહેલના થાંભલા, ઘરનાં તારણે, બારસાખ, ભેગળ, વહાણે અથવા પાણીયારાં વગેરે બનાવવા માટે લાયક છે.” [૨૮] “તેમજ આ વૃક્ષ બાજઠ, કથરોટ (કાછપાત્રી), હળના દાંતા, ખેતરમાં અનાજના ઢગલાને ઢાંકવાનાં લાકડાનાં ઢાંકણું, ઘાણુને લાટ, ગાડીના પડા વચ્ચેની નાભી કે ચરખાનો લોટ અને સનીની એરણ રાખવા માટે મેગ્ય છે.” [૨૯] વળી બેસવાના આસન માટે, સુવાના પલંગ માટે કે ઘરની નિસરણી વગેરેને માટે યોગ્ય છે. ” તેવી હિંસાકારી ભાષાને બુદ્ધિમાન ભિક્ષુ કદી ન બોલે. નોંધ ––એવું એવું બોલવાથી રખે કોઈ વૃક્ષને કાપે ! અને જે કપાય તે તેથી ભિક્ષુ હિંસાને નિમિત્ત બને. [ ૩૧] માટે ઉદ્યાન, પર્વત અને વનમાં ગયેલે બુદ્ધિમાન ભિક્ષુ ત્યાં મેટાં મોટાં વૃક્ષને જોઈને આ પ્રમાણે બેલે કે “આ અશોકાદિ વૃક્ષ ઉત્તમ જાતિવાળાં છે, આ નાળિયેરનાં વૃક્ષો બહુ મેટાં છે, આ આંબા વિગેરે વૃક્ષ વર્તુલાકારે છે, વડ વગેરે વૃક્ષે વિસ્તારવાળાં છે તથા તે બધાં શાખા, પ્રતિશાખાઓથી વ્યાસ, રમણીય અને દર્શનીય છે. એવી અદૂષિત ભાષા પ્રસંગ પડે તો બોલે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સુવાકયશુદ્ધિ [ ૩૩] તેમજ કેરી વગેરે ફળ પાકી ગયાં છે, અથવા તે પરાળ વગેરેમાં પકાવીને ખાવા યોગ્ય છે કે હવે તે ખાવાયોગ્ય છે, નહિતો સડી જશે. હમણુંજ તેને ભાંગવા જોઈએ એવાં યોગ્ય થઈ ગયાં છે એવું એવું પાપમય ન બોલે. પરંતુ ખાસ પ્રજન પડે છે તેમ કહે કે આ આંબામાં ફળ બહુ આવ્યાં છે, તેથી તે વૃક્ષે ભારભૂત થઈને નમી ગયાં છે, આ વખતે ફળ બહુજ આવ્યાં છે અને તેનાં ફળો અદ્દભુત રૂપાળાં છે એવું એવું નિષ્પાપી વચન બોલે. [૩૪] વળી અનાજના વેલાઓ કે અનાજની ફળીઓ જેવી કે વાલની કે ચોળાફળીઓ સંબંધમાં તે પાકી ગઈ છે, તેની છાલ લીલી થઈ ગઈ છે, એ પાપડી કુણી છે, ને લણવા ગ્ય છે, કિંવા શેકવાયોગ્ય છે. આ અનાજ ઓળા કરીને ખાવાયોગ્ય છે એવું પણ ભિક્ષુ ન બેલે. [૫] પરંતુ વનસ્પતિ ખૂબ થઈ છે. ઘણું અંકુરાઓ ફૂટી નીકળ્યાં છે. તેને મોર, ટીસી વગેરે ઉત્પન્ન થયાં છે, તેને હીમ વગેરેનો ભય ન લાગે તેવી છાલ થઈ ગઈ છે, કણે ગર્ભમાં છે કિવા બહાર નીકળ્યાં છે, તેના ગર્ભમાં દાણું બંધાણ નથી કિવા ચેખા વગેરેના દાણું બંધાણું છે એવી એવી નિર્વઘ ભાષા બોલે. [૬] વળી કોઇને ત્યાં જમણું કર્યું હોય તેને જોઈને સુંદર કર્યું છે કે કરવા યોગ્ય છે, વળી ચેરને જોઈને આ ચાર મારવા યોગ્ય છે. તથા નદીઓને જોઈને આ સુંદર કાંઠાવાળી છે, આ નદીઓ તરવા - તથા ક્રીડા કરવા જેવી છે એવી એવી સાવદ્ય ભાષા ન લે. [૩૭] પરંતુ પ્રસંગોપાત બેલિવું પડે તો જમણને જમણ કહે, ચેરને ' ધન માટે આણે ચેરી કરી હશે તેમ કહે તથા આ નદીઓના કાંઠા સમાન છે તેટલું અને તેવુંજ પરિમિત વચન બોલે. Page #129 -------------------------------------------------------------------------- ________________ દશકાશક સૂત્ર [૮] તેમજ મદીઓને જલપૂર્ણ જેને આ નદીઓ કાયાથી તરસ થાય છે, માવઠાશ ઉતરવા લાયક છે કે આખું પાણી પીવા હાથક છે એવું એવું ન બોલે. [] પરંતુ બેવાને પ્રસંગ પડે તે બુદ્ધિમાન સાધુ આ નદીઓ અગાધ છે, જેળના કલ્લેલથી તેનું પાણી ખૂબ ઉછળે છે અને ઘણા વિસ્તારમાં તેનું પાણી વહે છે એવું એવું નિર્દોષ બેલે. [૪૦] તેમજ કેઈએ કઈ પણ જાતની બીજાને માટે વાચ્છાશ ક્રિયા કરી હોય કે કરવાનો હોય તેને જાણીને કે જેણમે આ ઠીક કર્યું છે એવું પણ મુનિ પાપકારી વચનં ન બોલે. [૪૧] તેમજ કઈ પાપક્રિયા થતી હોય તે આ સુંદર કર્યું છે અથવા ભજન તૈયાર થયું હોય તે ઠીક પકાવ્યું છે. આ શાકને ઠીક છેવું છે, કૃપણુનું ધન હરાયું તે તે ઠીક થયું, પેલો પાપી મરી ગયો તે ઠીક થયું, આ મકાન વગેરે સ્ત્રી બનાવ્યું છે, તથા આ કન્યા હવે બરાબર વિવાહ યોગ્ય થઈ ગઈ છે એવું પણ બુનિ પાપકારી ભાષણ ન કરે. [૪૨] પરંતુ બોલવાને ખાસ ઝઝંગ પડે તે પકાવેલા અબાદિને કહે કે આ પ્રયત્નથી પકાવ્યું છે, છેદાયેલું શાક્ષત્રાદિ પ્રયત્નથી છેડાયું છે, સુંદર કન્યાને જોઇને કન્યાનું સંભાળપૂર્વક લાલનપાલન કર્યું છે તે સાધ્વી થવાને લાયક છે. શૃંગાર ઇત્યાદિ તે કર્મબંધનનાં હેતુભૂત છે તથા ઘાયલ થયેલાને બહુ ઘાયલ થયેલ છે તેવું તેવું અદૂષિત વાક્ય બેલે. [૪] કોઈ ગૃહસ્થથી વાર્તાલાપનો પ્રસંગ પડે ત્યારે “આ વસ્તુ તે સર્વોત્કૃષ્ટ છે, અતિ મૂલ્યવાન છે, બીજી ઉપમા ન મળી શકે અને ઈતર સ્થળે લભ્ય ન થાય તેવી આ અનુપમ વસ્તુ છે. આ વસ્તુ વેચવલ વેવ્ય નથી, હિરા સ્વચ્છ નથી. આ વસ્તુ અવર્ણનીય-મક છે. અપ્રીતિ કરનાર છે. એવાં એવાં વચન શિશુ ન બોલે. Page #130 -------------------------------------------------------------------------- ________________ સુવાક્યશુદ્ધિ સેંધ:-ઘણું વખત વસ્તુના ગુણદોષનું આપણને યથાર્થ ભાન નથી હતું તેથી અલ્પ મૂલી વસ્તુનું બહુ મૂલ્ય અંકાય છે અને બહુ ભૂલી વસ્તુને અન્યાય થાય છે. આથી કોઈપણ વસ્તુની આકસ્મિક પ્રશસા કે અપ્રશંસા કરવી ઘટે નહિ. સારાંશ કે સંયમીને બહુ મિતભાષી થવું ઘટે. જ્યાં આવશ્યક્તા હોય ત્યાં પણ વિવેકપૂર્વક તુલનાત્મક વચનને જ ઉપયોગ કરવો જોઈએ. [૪૪] “હું આ તમારી બધી વાત એને કહીશ અથવા તમે આ બધી મારી વાત તેમને કહેશે” એવું એવું ન બોલે. પરંતુ પ્રત્યેક સ્થળે બધું વિચારીને જ બુદ્ધિમાન સાધુ બોલે. નેધ–ઘણી વખત ગૃહસ્થ જન સંચમીને કહે કે આ સમાચાર તમે ત્યાં આપજે તે “હા, હું તે બધું કહીશ” તેમ કહેવું ઘટે નહિ. કારણ કે એક મુખમાંથી નીકળેલી ભાષા બીજાના મુખમાંથી નીકળતી વખતે તેનું તાદૃશ્ય જળવાઈ શકે નહિ. તે દષ્ટિએ તથા સંયમીને તેવા વ્યવહારમાં પડવું યોગ્ય નથી. તે બતાવવા માટે પણ ઉપરનું કથન પર્યાપ્ત છે. [૪૫] “તમે આ માલ ખરીદ કર્યો તે ઠીક કર્યું, આ વસ્તુ વેચી તે ઠીક કર્યું, આ માલ ખરીદવા લાયક છે અથવા નહિ, આ વસ્તુમાં લાભ થશે માટે લે, આ વસ્તુમાં લાભ નથી માટે વેચે.” એવાં એવાં વ્યાપારીને યોગ્ય વચને પણ સંયમી પુરુષ કદી ન બોલે. નેંધ –આ વ્યવહારમાં આત્મિક અને બાહ્ય બંને રીતે પતન છે, ત્યારે આવું કહે છે ત્યારે તેને સંયમ હણાય છે. તેમજ બાહ્યદષ્ટિથી પણ તેવા ભિક્ષુની અપ્રીતિ થાય છે. આ સિવાય કેટલીક વાતે અસત્ય થવાને સંભવ હોવાથી ઇતર ગૃહસ્થને પણ ગેરલાભ થવાનો ભય રહે છે. એવા એવા અનેક દેશે તેમાં સમાયેલા છે. તેથી જ સંયમીને તેવી ભવિષ્યવિદ્યા સંપાદન કરવા માટે પણ મહાપુરુષોએ મના કરી છે. કારણકે તેવું શાસ્ત્ર અધિકારી વિના બહુધા શસ્ત્રરૂપે પરિણમે છે. [૪૬] કદાચિત કેાઈ ગૃહસ્થ અ૯૫ મૂલ્ય વા બહુ મૂલ્યવાળી વસ્તુના સંબંધમાં પૂછવા માગે તે સંયમ ધર્મમાં બાથા ન પહેચે તેવી રીતે ભિક્ષુ અદૂષિત વચન એલે. s Page #131 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર [૪૭] તેમજ ધરમુનિ કોઈપણ ગૃહસ્થને “બેસે, આવે, આમ કરે, સૂઈ જાઓ, ઉભા રહે,” એવું એવું ન કહે, નેધ–ગૃહસ્થ સાથેના આતપરિચયમાં ન આવવા માટે આ વસ્તુ કહી છે. સંયમીને અસંચમીને અતિ સંસર્ગ હાનિકર્તા છે. [૪૮] આલોકમાં ઘણું માત્ર નામનાજ સાધુઓ કહેવાય છે. વેશ સાધુએાને હોય છે. પરંતુ સાધુઓના ગુણો હોતા નથી. માટે તેવા અસાધુને સાધુ ન કહે. પરંતુ સાધુતાના ધારકને જ સાધુ છે એમ કહે. નોંધ – સાધુપદની જવાબદારી ઘણું જ હોય છે. સાધુજી જ્યારે સાધના ગુણ ન હોવા છતાં કોઈ વ્યક્તિને સાધુ કહે તે તેમના વચન પર વિશ્વાસ રાખી જનતા ભરમાય અને તે સાધુજી પણ જે કુસાધુને સાધુ તરીકે માને તો તેને સસર્ગ વધુ થાય અને તેને દુણને વારસે પણ કદાચ પતામાં ઉતરે તેવું ભવિષ્યમાં ભયનું કારણ છે માટે ઉપરની પ્રવૃત્તિ ત્યાજ્ય ગણાવી છે. - સાધુ કેણુ? [૪] સમ્યગ જ્ઞાન અને સમ્યગ દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપશ્ચર્યામાં રક્ત આવા ગુણોથી સંયુક્ત સંયતિનેજ સાધુ કહે (માને) ધ–સાચે વિવેક, સાચી સમજ, ઈંદ્રિય તથા મનને સંયમ અને સાચી તપશ્ચર્યા આ ચાર ગુણેનું સમન્વયપણું, અધિકપણું એજ સાધુતા આવી સાધુતાની જ્યાં સુવાસ હોય તેજ સાધુ. [પી દે, મનુષ્યો, કિવા પશુઓનાં પારસ્પરિક યુદ્ધો કે ઠુંઠ થતાં હોય ત્યાં અમુક પક્ષને જય થાઓ કિવા થવો જોઈએ તેમજ - અમુક પક્ષની છત ન થાઓ અથવા અમુક પક્ષ હારવો જોઈએ એમ પણ ભિક્ષુ ન બેલે. નેધ–આ પ્રમાણે બોલવાથી તેઓમાંના એક પક્ષના હૃદયમાં આઘાત પહોંચવાનો સંભવ છે.. પિલ વાયુ, વૃષ્ટિ, ઠંડી કે ઉની હવા, ઉપદ્રવનું શમન, સુકોળ તથા દૈવિક ઉપસર્ગની શાંતિ ઇત્યાદિ ક્યારે થશે અથવા આમ થાઓ Page #132 -------------------------------------------------------------------------- ________________ સુવાકયશુદ્ધિ કે ન થાઓ” એવું એવું સંયમધર્મને દૂષિત કરે તેવું ભવિષ્ય કશું ભિક્ષુ ન બેલે તેમજ તેવી રીતે વર્તે પણ નહિ નેધ –એમ કરવાથી ઈતરજનોને દુ:ખ થવાનો સંભવ છે. તે દુખના નિમિત્તભૂત સાધુજને ન થવું ઘટે. [૫૨] તેમજ વાદળ, આકાશ કે રાજા જેવા) માનવને આ દેવ છે એવું કહે નહિ. પરંતુ મેઘને દેખીને કહે કે આ મેઘ ચડેલ છે, ઊંચે ઘેરાઈ રહ્યો છે અથવા જળ આપનાર છે કિવા વરસે છે એવું એવું અદૂષિત વચન બોલે. નેધ–તે કાળમાં વાદળ, આકાશ કે બ્રાહ્મણવર્ગને સામાન્ય જનસમૂહ દેવ તરીકે માની તેમાં અદ્દભુતતાનો આરોપ કરતો હતે. આવી રીતે બેટી અભૂતતા માનવાથી વહેમ અને અકર્મણ્ય ઇત્યાદિ દેને વૃદ્ધિ થાય. આથી વ્યક્તિ કે વસ્તુપૂજાને જૈનશાસનના મહાપુરુષોએ વિરોષ કરી ગુણપૂજાનું જ મહત્વ બતાવ્યું છે. [૫૩] તથા આકાશને અંતરિક્ષ અથવા ગુહ્ય (દેવની એક જાત) દેને જવા આવવાને આ ગુપ્ત માર્ગ છે તેમ કહે અને ઋદ્ધિમાન કે . બુદ્ધિમાન નરને જોઈને તે ઋદ્ધિશાળી કે બુદ્ધિમાન છે તેવું જ કહે. - નેધ–કેઈની ખેતી પ્રશંસા કે બેટી અદ્દભુતતા વ્યક્ત ન કરે. [૫૪] તેમજે ક્રોધ લેભ, ભય કે હાસ્યને વશ થઈને પણ પાપકારી નિશ્ચયકારી કે અન્યની લાગણી દુભાય તેવી ભાષા સાધક હાંસી કે મજાકમાં પણ ન બોલે, [૫૫] આવી રીતે મુનિ વાયશુદ્ધિ, અને વાક્યની સુંદરતાને સમજીને હમેશાં દૂષિત વાણીથી દૂર રહે. આ વસ્તુનું જે વિવેકપૂર્વક ચિંતન કરીને પરિમિત અને અદૂષિત વાક્ય બોલે છે તે જ સાધક સતyસામાં પ્રસંશા (આદર) ને પામે છે. નેંધ –હું બોલું છું તેનું પરિણામ શું આવશે? એવું એવું ખૂબ વિચારીને જે બોલે છે તેની વાણી સ્વચ્છતા અને સફળતાને આરાધે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦) દશવૈકાલિક સૂત્ર [૫૬] ભાષાના ગુણો તથા દોષોને જાણી, વિચારીને તેમાંની દુષ્ટ ભાષાનો હમેશાં ત્યાગ કરનાર, છ કાયના જીવોમાં યથાર્થ સંયમ પાળનાર, સાધુપણામાં સદા ઉપયોગી તેની સાધક હમેશાં હિતકારી અને મધુર ભાષા બેલે. પિ૭] અને આ પ્રમાણે દૂષિત અને અદૂષિત વાકયની કસોટી કરીને બેલનાર, બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર, સમાધિવંત, ક્રોધ, માન, માયા અને લેભથી રહિત તથા તે અનાસક્ત ભિક્ષુ, (નવાં પાપકર્મોને સંયમદ્વારા રોકી) પૂર્વનાં સંચિત પાપકર્મરૂપી મળને પણ દૂર કરે છે તથા આલેક અને પરલોકની આરાધના સાધ્ય કરી લે છે. નોંધ –આલમાં પોતાના સુંદર સંચમથી સતપુરુષોમાં માન્ય બને છે અને પિતાના આદર્શ ત્યાગ તથા તપશ્ચર્યાના પ્રભાવે પરલોકમાં ઉત્તમ પ્રકારની દેવયોનિને અથવા સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. આવશ્યક્તા વિના ન બોલવું, બોલવું પડે ત્યારે ગળીને બોલવું. અસત્ય ન બોલવું, સત્ય બોલવું પણ તે સત્ય કઠોર અને બીજાની લાગણી ને દુભાય તેવું હોવું જોઈએ. પોતાના પ્રત્યેક વ્યવહારમાં પણ આજે કે પછી તે વચનથી પરને પીડા ન થાય તેવો વિવેક જાળવી વ્યવહારિક સંભાષણ કરવું આ વાક્યશુદ્ધિની વસ્તુ જેટલી શ્રમણ ભિક્ષુઓને અગત્યની છે. તેટલીજ અથવા તેથી પણ વધુ ગૃહસ્થ સાધકને પણ જરૂરી છે. કારણ કે વાણુની શુદ્ધિ પર ક્રિયાની શુદ્ધિને બહુ આધાર છે એટલું જ નહિ પણ ક્રોધાદિ ષડરિપુઓ પર કાબુ લાવવા સારુપણુ મૃદુ, સ્વલ્પ સત્ય અને સ્પષ્ટ વાણીની જરૂર છે. એમ કહું છું – . એ પ્રમાણે સુવાકયશુદ્ધિ નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું. Page #134 -------------------------------------------------------------------------- ________________ આચારણિધિ (સદાચારને ભંડાર-સંગ્રહ) સગુણને સૌ કઈ ઈચ્છે છે. સૌને સજજન થવું ગમે છે, પરંતુ સદગુણોની શોધ કરી સાધના કરવાની તીવ્ર ઈચ્છા, તીવ તમન્ના બહુ વિરલ જનેમાંજ સાંપડે છે. સગુણોને માર્ગ સહેલ નથી તેમ સુકાય પણ નથી. સગુણેને માર્ગ તે દુલભ તેમજ દુઃશક્ય છે. માનસિક વૃત્તિના દુરાગ્રહે, હઠાગ્રહ અને માન્યતાઓને બદલવી; તેને મન, વાણું અને કાયાને સંયમ કરી ત્યાગમાર્ગ જેવા વિકટ પથે વાળી દેવી તે કાર્ય મૃત્યુદ્વારે પહોંચેલા માનવીના સંકટ કરતાં પણ આકરૂં સંકટ છે. , તે સદવર્તનની આરાધના કરનારને શકિત હોવા છતાં પળે પળે ક્ષમા રાખવી પડે છે. જ્ઞાન, બળ, અધિકાર અને ઉચ્ચ ગુણે હોવા છતાં સામાન્ય જન પ્રત્યે પણ સમાનતા અને નમ્ર ધારવો પડે છે. વૈરીને વહેલભ ગણવાં પડે છે. અન્યના દુગુણોની ઉપેક્ષા કરવી પડે છે. સેકડા સેવકે હાજર હોવા છતાં સ્વાવલંબી અને સંયમી બનવું પડે છે. સેંકડો પ્રભનેના સરળ દેખાતા માર્ગ પર મીટ ન માંડતાં ત્યાગની સાંકડી અને ગહન કેડીમાં ગમન કરવું પડે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દશવૈકાલિક સૂત્ર આ બધું સ્નેહ ભર્યા હદ અને ઉછરંગે સહન કરી ઉત્સાહ પૂર્વક આગળ વધ્યે જાય તે સદગુણેને સંગ્રહ સાચવી શકે છે, પચાવી શકે છે અને તેનું સર્વે ચૂસી શકે છે. - આવા સદાચારી સાધુને ક્યાં કયાં અને કેવી રીતે જાગૃત રહેવાનું હોય છે તે માનસિક, કાયિક અને વાચિક એમ સંયમના ત્રણે અંગેની ભિન્નભિન્ન દષ્ટિબિંદુઓથી આપેલી સળગ વિચારણું જમાં અધ્યયનમાં આપેલી છે કે જે સાધકના જીવન માટે અમૃતસમાન પ્રાણ પૂરે છે. ગુરુદેવ બોલ્યા – [૧] સદાચારના ભંડારરૂપ સાધુતાને પામીને ભિક્ષુઓએ શું કરવું જોઈએ તે હું આપને ક્રમપૂર્વક કહીશ. હે ભિક્ષુઓ! તમે મને સાંભળે. [૨] પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, લીલું ઘાસ, વનસ્પતિ, વૃક્ષો અને બીજ તથા જે હાલતાં ચાલતાં પ્રાણુઓ છે તે બધા જીવો છે એમ મહર્ષિ (સર્વજ્ઞ પ્રભુ)એ કહ્યું છે. નેધ-આ વિશ્વમાં ઘણાં તો એવા સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે કે ને આંખથી દેખાતાં નથી છતાં વૃદ્ધિ, હાનિ, લાગણું ઇત્યાદિ પરથી જાણી શકાય છે કે એ છો છે. હમણાં વૈજ્ઞાનિક શોધથી વનસ્પતિમાં પણ મોટા પ્રાણીઓ જેવી જ સુખ, દુઃખ, વિરહ, શેક, પ્રેમ ઈત્યાદિની લાગણીઓ છે તેવું સિદ્ધ થયું છે. સૌ જીવો પછી તે નાના હે કે મેટા, જીવવા ઇછે? છે, સૌને સુખ પ્રિય છે. માટે સુખના ઇછુકે તેનું રક્ષણ કરી તેને સુખ પહોચે તેમ સાવધાનીથી રહેવું અને વર્તવું જોઈએ. [3] તે છ પ્રત્યે હમેશાં અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે મન, - વાણી અને કાયા (કર્મ)થી અહિંસક રહે છે તે સાધક તે પ્રમાણે કરવાથી આદર્શ સંયમી બને છે. નોંધ-જેમ ઉપયોગિતાઓ (જરૂરિયાતો) ઘટે તેમ હિંસા ઘટે અને જેમ જેમ હિંસા ઘટે તેમ તેમ અનુકંપા જાગૃત થાય. આથી સાચે Page #136 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રણિધિ ૧૦૩ સંયમી જ સાચો અહિંસક કે અનુકંપક કહેવડાવવાને લાયક બની શકે છે. જે અસંયમી હોય તે અવશ્ય એ છાવત્તા પ્રમાણમાં હિંસક હોયજ. પછી તે હિંસા સ્થળ છવાની છે કે સૂક્ષ્મ જીવોની હે, પ્રત્યક્ષ છે કે પરેશ હે, પોતે કરતે હે કે બીજા પાસે કરાવતો હોય તેમાં તે જાણ્યે અજાણ અવશ્ય ભાગીદાર બનતે હોય છે. પછી ભલે તે કર્મથી હિંસક હે કે મનથી હિંસક હું પણ તે સાવ અહિંસક તે ન જ હોઈ શકે. [૪] (હવે ક્રમપૂર્વક પ્રત્યેક ની અહિંસા જેન ભિક્ષુઓએ કેમ પાળવી તે બતાવે છે –) સમાધિવંત સંયમી પૃથ્વી, ભીંત, સચિત શિલા કે પૃથ્વીનું ટે પણ પિતે ભાંગે નહિ કે ખેતરે નહિ, બીજા પાસે ભગાવે કે ખેતરાવે નહિ. તેમજ બીજે કઈ તેવી સજીવ પૃથ્વીને ભાંગતે કે ખેતર હોય તે અનમેદન આપે નહિ. આ પ્રમાણે ત્રણ કરણથી તથા મન, વચન અને કાયા એમ ત્રણ યોગથી સંયમી હિંસા ન કરે. [૫] તેમજ સજીવ પૃથ્વીપર કે સજીવ ધૂળથી ખરડાયેલા આસન પર બેસે પણ નહિ. પરંતુ જે આવશ્યક્તા હોય છે જેની માલિકીની તે વસ્તુ હોય તેની અઝિા માગી લીધા બાદ તેનું પ્રમાર્જન કરીને પછીજ તે પર બેસે. નોંધઃ–પ્રમાર્જન કરવાનું પ્રયોજન એ છે કે તેમ કરવાથી સજીવ ધૂળ બાજુ પર થઈ જાય અને તેથી સમ જીવોનું પણ સંરક્ષણ થાય. આ ક્રિયા માટે જૈનભિક્ષુઓ રજોહરણ નામનું ઉપકરણ (સંયમનું સાધન) હમેશા પિતાની પાસે રાખે છે. [૬] સંયમી ભિક્ષુ ઠંડુ પાણી, કરાનું પાણી કે સચિત્ત બરફનું પાણી ન સેવે (અર્થાત ન પીએ). પરંતુ અગ્નિથી પૂર્ણ તપાવેલું તથા ધાવણનું નિર્જીવ થયેલું પાણી જ પ્રહણું કરે અને વાપરે. - નેંધ –આગળ ચોથા અધ્યચનમાં કહેવાઈ ગયું છે કે પાણીમાં બીજું કોઈ પણ શસ્ત્ર પડે તે તે નિર્જીવ થાય આથી ગેળ, આટે કે તેવી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દશવૈકાલિક સૂત્ર બીજી કોઈ વસ્તુ પડી હોય તે તે ઠંડુ પાણી પણ (અમુક કાળ વીત્યા પછી) અચેત (નિર્જીવ) બને છે. અને તેનું પાણી જે નિર્જીવ તેમજ શરીરસ્વાથ્યને અનુકૂળ હોય તો ભલે અગ્નિતત ન હોય છતાં ભિક્ષુ તેને ગ્રહણ કરી શકે છે. [૭] સંયમી મુનિ કદાચિત કારણવશાત્ પિતાને દેહ સચેત પાણીથી ભિંજાયેલ હોય તે તેને વસ્ત્રથી ન લૂછે કે હાથેથી ન મસળે. તેમજ સચેત પાણીના જીવોની દયા જાણીને તે ભિજાયેલા દેહને તે વખતે સ્પર્શ પણ ન કરે. નેધ –મળશંકા દૂર કરવા જતાં કે અન્ય કારણથી બહાર જઈ આવતાં માર્ગમાં અકસ્માત વરસાદ પડવાથી કાયા ભિજાય ત્યારે કેમ વર્તવું તે માટે ઉપરની બિના છે. અન્યથા વરસાદ પડતો હોય ત્યારે ઉપરના આવશ્યક કારણ સિવાય પિતાના સ્થાનની બહાર નીકળવાની જૈનશાસ્ત્ર મુનિશ્રીને મના કરે છે. [૮] મુનિ બળતા અંગારા, અગ્નિ, અગ્નિના કણો કે બળતા કાણને સળગાવે નહિ, હલાવે નહિ તેમ ઠારે પણ નહિ. [૯] વળી તાડના વીંજણાથી, પંખાથી, ઝાડની ડાળે કરીને કિવા બીજી કોઈ વસ્ત્ર ઈત્યાદિ વસ્તુઓને હલાવીને પોતાના શરીરને વાયુ ન નાખે તેમજ બીજી આહારાદિ વસ્તુને ઠંડી કરવા માટે પણ વાયુ ન નાખે. [૧૦] સંયમી ભિક્ષુ ઘાસ, વૃક્ષ, ફળ કિવા કોઈ પણ વનસ્પતિનાં મૂળિ થાને છેદે (કાપે) નહિ તેમજ ભિન્ન ભિન્ન પ્રકારનાં બીજે કે તેવી બીજી કાચી વનસ્પતિઓ ખાવાનો મનથી પણ વિચાર ન કરે. [૧૧] મુનિ વૃક્ષની ખીચોખીચ ઝાડીઓમાં ઉભો ન રહે તેમજ બીજ, લીલી વનસ્પતિ, પાણી, બિલાડીના ટોપ જેવી વનસ્પતિ તથા લીલ કે ફૂલ પર બેસે પણ નહિ. [૧૨] સર્વ પ્રાણીઓની હિંસાથી વિરામ પામેલ ભિક્ષુ મન, વાણી કિંવા કર્મથી ત્રસ (હાલતા ચાલતા) છાની પણ હિંસા ન કરે. Page #138 -------------------------------------------------------------------------- ________________ (૪) તજ ત્યાં બેસીને વિકી ભિક્ષુ આ આચારપ્રણિધિ ૧૦૫ પરંતુ આ વિશ્વમાં નાના મોટા જીના) જીવનની કેવી વિચિત્રતા ( ભિન્નભિન્નતા ) છે તેને વિવેકપૂર્વક જોઈને સંયમમય વર્તન રાખે. નોંધ ઘણી વખત સૂમ ની દયા પાળનાર મોટા જીની લાગણું ન દુભાવાય તેવી સ્પષ્ટ વસ્તુને ભૂલી જાય છે. તેથી અહીં મન અને વાણુથી પણ ત્રસ જીવોની લાગણી ન દુભવવી એ ભાર આપે છે. [૧૩] (હવે બિલકુલ સૂક્ષ્મ જીવોની દયા માટે કહે છે કે –) પ્રત્યેક જીવો પ્રત્યે દયા ધરાવનાર સંયમી ભિક્ષુ આ (કહેવાતા) આઠ (પ્રકારના) સૂક્ષ્મ જીવોને વિવેકપૂર્વક સમજીને તથા તેને જોઇને પછીજ ત્યાં બેસે, ઉભો રહે અથવા સૂએ. [૧૪] તે આઠ પ્રકારના કયા સૂક્ષ્મ જીવો છે? એમ જ્યારે સંયમી ભિક્ષુઓ પ્રશ્ર કરે ત્યારે વિચક્ષણ અને મેધાવી ગુરુ આ પ્રમાણે કહે છે. [૧૫] (૧) સ્નેહ સૂક્ષ્મ-એસ ધુંવર કે તેવું સૂક્ષ્મ પાણું, (૨) પુષ્પ સૂક્ષ્મ-ઘણા બારિક ફલે (૩) પ્રાણી સુમ–સૂક્ષ્મ કંથવા જેવા જંતુઓ, (૪) ઉત્તિગ સૂક્ષ્મ-કીડી નગરાનાં દર. (૫) પનક સુક્ષ્મ-લીલફૂલ, (૬) બીજ સૂક્ષ્મ–બીજે (૭) હરિત સૂક્ષ્મલીલા અંકુરાઓ અને (૮) અંડ સુક્ષ્મ-કીડી,માખી વગેરેનાં સૂક્ષ્મ ઈડીએ. [૧૬] બધી ઈદ્રિયોને નિયમમાં રાખનાર સંયમી ભિક્ષુ ઉપરનાં આઠે સૂક્ષ્મ પ્રાણીઓને જાણીને તે ન હણાય તેમ સર્વભાવથી ઉપ યોગપૂર્વક વર્તે. [૧૭] સંયમી ભિક્ષુ નિત્ય ઉપગપૂર્વક (સ્વસ્થ ચિત્ત રાખી એકાગ્રતા પૂર્વક) પાત્ર, કંબલ, શાસ્થાન, ઉચ્ચાર ભૂમિ, પથારી અથવા આસનનું પ્રતિલેખન કરે. નેધચક્ષુથી કઇ જતુ છે કે કેમ તે જોઈ લેવું અને જીવજંતુઓ હોય તો તેને એક બાજુ ઇજા ન પહોંચે તેવી રીતે મૂકવાં તેવી ક્રિયાને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દશવૈકાલિક સૂત્ર પ્રતિલેખન વિધિ કહેવાય છે તે કેવી રીતે થાય છે તે વિસ્તારપૂર્વક જોવા માટે જુએ ઉત્તરાધ્યયન સૂત્ર. અધ્યયન ૨૬ મું. સ્થા [૧૮] સંયમી ભિક્ષુ મળ, મૂત્ર, બળખા, નાકના મેલ કે શરીરને મેલ નાખવાના હોય તો તે પણ વરહિત સ્થાન જોઇને જ નાખે. નોંધઃ—જે સ્થળે મળ વગેરેનું વિસર્જન કરવાનું હોય છે. તે નને ઉચ્ચાર ભૂમિ કહેવાય છે. તે સ્થાન પણ વિશુદ્ધ તથા જીવરહિત છે કે કેમ તે જોઈ લીધા પછીજ ત્યાં મળશુદ્ધિ કરવી ઘટે. આવી શુધ્ધિની ગૃહસ્થજીવનમાં પણ ખૂબ આવશ્યક્તા હેાય છે. [૧૯] ભાજન કે પાણી માટે ગૃહસ્થના ઘરમાં ગયેલા ભિક્ષુ યત્ના (સાવધાની)પૂર્વક ઉભા રહે અને મર્યાદાપૂર્વક ખેલે. પરંતુ ત્યાં રહેલા પદાર્થો તરફ (કિંવા રૂપવતી સ્ત્રીઓ સંરક્ પેાતાનું મન) પ્રેરે લલચાવે) નહિ. [૨૦] (ગૃહસ્થને ધેર ભિક્ષાર્થે જતાં) ભિક્ષુ ભ્રૂણું પોતાના કાનેથી સારું નરસું સાંભળે છે તથા આંખોથી સારું બુરું જુએ છે, પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યેાગ્ય નથી. [૨૧] સારું નરસું જે સાંભળેલું કે જોયેલું કહેવાથી ખીજાતે ઈજા પહોંચે કે લાગણી દુભાય તેવું ભિક્ષુ કદી ન ખોલે. તેમજ કાઈપણ પ્રકારે ગૃહસ્થને છાજે (સાધુને ન છાજે) તેવા વ્યવહાર પણુ ન આચરે. નોંધઃ- ગૃહસ્થને છાજે તેવા એટલે કે સંયમ ધર્મને બાધિત વ્યવહાર સાધુ ન કરે. [૨૨] કાઈના પૂછવાથી કે અણપૂછ્યું કદી પણ ભિક્ષુ ભિક્ષાના સઁબઁધમાં આ રસાળ છે કિંવા રસહીન છે, આ ગામ સારું છે કિવા ખરાબ છે અથવા આ દાતાએ આપ્યું અને કલાણાએ ન આપ્યું વગેરે વગેરે કશું પણ ન ખેલે. [53] ભિક્ષુ ભાનમાં આસક્ત ન થાય અને ગરીબ કે તવંગર બન્નેને ઘેર સમાનભાવથી ગાયરી (ભિક્ષાર્થે') જઇ દાતારના અવગુણુ し Page #140 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રણિધિ ૧૦૭ ન ખેલતાં મૌનપણે જે કંઇ મળે તેમાં સંતેષ માને. પરંતુ પેાતાના નિમિત્તે ખરીદેલી, કરેલી કે લવાયેલી હોય તેવી તથા સચેત ભિક્ષા કદી ન લે. [૨૪] સંયમી પુરુષ કદી (રાત્રિવાસ) ચેડા પણ આહારના સંચય ન કરે અને પ્રત્યેક જીવાની રક્ષા કરનાર તે સાધક નિઃસ્વાર્થ તથા (અપ્રતિબદ્ધતાથી) અનાસક્ત ભાવે સંયમી જીવનને વહન કરે. [૨૫] કઠણત્રતાને પાલક, અલ્પ ઇચ્છાવાળા અને સંતેષી જીવન ગાળનાર સંતુષ્ટ સાધક જિતેશ્વરાના સૌમ્ય અને વિશ્વવલ્લભ શાસનને (સાંભળીને) પ્રાપ્ત કરીને કદી પણ આસુરત્વ (ક્રોધ) ન કરે. નોંધ:-સ’ચમ, સંતાષ અને ઈચ્છાના નિરેષ્ઠ એ ત્રણ વસ્તુના જેમાં વિકાસ તે જૈન. આવેા સાધક જિનશાસનને પામીને પ્રસંગ પાયે પણ કાપ ન કરે. કારણ કે કાપ કરવાથી જૈનત્વ હણાય છે અને આસુરત્વ (આસુરીભાવ) ઉત્પન્ન થાય છે. આસુરી પ્રકૃતિને હણી દૈવી પ્રકૃતિને આરાધવી તે એક ધ શ્રવણનું ફળ છે. [૨૬] સાંભળતાં કાનને સુખ ઉત્પન્ન કરે તેવા (મનેાહર) શબ્દો (સાંભળીને તે) તરફ રાગવૃત્તિ ન ધરે કિંવા ભયંકર કે કઠેર સ્પર્શ થયેથી તે તરફ દ્વેષ ન ધારણ કરે. પરંતુ સમભાવથી તેને દેકારા સહન કરે. નોંધઃ—રાગના સ્થાનેમાં રાગ અને દ્વેષના નિમિત્તોમાં દ્વેષ થવા તે તા જીવાત્માને માટે પ્રકૃતિસિદ્ધ વસ્તુ છે. માટેજ તે બન્નેમાં સમાનવૃત્તિ જાળવી શકે તેજ શ્રમણ અથવા તેવી વૃત્તિને ઉપાસક તેજ જૈનસાધક ગણાય.. [૨૭] ભિક્ષુસાધક ભૂખ, પિપાસા (તૃષા), ઠંડી, ગરમી, હલકી શય્યા, અપ્રેમ ઉત્પન્ન કરે તેવા પ્રસંગ, સિંહ ઈત્યાદિ પશુ કિવા માનવ તરના ભયપ્રસંગ ઇત્યાદિ જે કં પરિષદેા (આકસ્મિક આવી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દશવૈકાલિક સૂત્ર પડેલાં સંક્ટો) ઉત્પન્ન થાય તેને પ્રસન્ન ચિત્તથી સહન કરે. કારણ કે દેહનું દુઃખ તે તે મહાસુખનું નિમિત્ત છે. નેધ –દેહનું દુઃખ એટલે ઈદ્રિને સંયમ. જો કે ઈંદ્રિયને અસંયમ એ બાહ્ય દષ્ટિએ દેખતાં સુખરૂપ ભાસે છે. પરંતુ પરિણામે એકાંત દુઃખનું જ કારણ છે. ત્યારે સંયમ એ પ્રથમ ઈદ્રિયના અધ્યાથી દુખરૂપ ભાસે છે. પરંતુ પરિણામે એકાંત સુખનું જ કારણ છે. સંચમી પુરુષ ગૃહસ્થ હોય તે પણ સંયમ દ્વારા સંતેષ અને અહિંસાના સદ્દગુણોને કેળવે છે અને સુખી થાય છે. [૨૮] સંયમી સૂર્યાસ્ત થયા પછી અને સૂર્ય ઉગતા પહેલાં કોઈ પણ પ્રકારના આહારની મનથી પણ ઇચ્છા ન કરે. નોંધ –રાત્રિભોજનનો નિષેધ બૌદ્ધ અને પ્રાચીન વેદધર્મમાં પણ છે. રાત્રિભેજન શારીરિક નિયમ (વૈદિક દષ્ટિ)થી પણ વન્યું છે. [૨૯] સંયમી ગુસ્સાથી શબ્દને તતણુટ ન કરે તેમજ અચપલ, (ચપલતાથી રહિત), ભેજનમાં પરિમિત, અ૫ભાજી (ડું બેલનાર) અને ભજન કરવામાં દાન્ત (મિકેન્દ્રિય) બને. કદાચ દાતા અલ્પ આહાર આપે છે તે થોડું મેળવીને તેની નિંદા ન કરે. [૩૦] સાધુ કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર ન કરે અને પોતાની આત્મ પ્રશંસા પણ કદી ન કરે. તેમજ શાસ્ત્રજ્ઞાન અથવા અન્ય વસ્તુને મેળવીને, તપશ્ચર્યા કરીને ઉચ્ચ જાતિ કે ઉત્તમ બુદ્ધિ મેળવીને તે માટે અભિમાન ન લાવે. [૧] જાણે કે અજાણે અધાર્મિક ક્રિયા (ધર્મિષ્ઠ સાધકને ન છાજે તેવું વર્તન) થઈ ગઈ હોય તો તે કરીને તેને ન છુપાવતાં પ્રાયશ્ચિત દ્વારા પિતાના આત્માને તુરતજ તે પાપથી મુક્ત કરે અને (બીજીવાર તે ન થાય તે માટે સાવધાન રહે) અર્થાત બીજી વાર તેવું ન આચરે. Page #142 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રણિધિ ૧૦૯ નોંધઃ-સાધક માત્ર ભૂલને પાત્ર છે. પછી તે ગૃહસ્થ હા કે ત્યાગી હા. પરંતુ તે નાની કે મેાટી ભૂલ થયા પછી તુરત જ તેનું પ્રાયશ્ચિત કરી લેવું જોઇએ. તેવી ભૂલ ક્રીથી ન થવા પામે તેજ પ્રાયશ્ચિતની પાછી કસેાર્ટી છે. વારવાર પ્રાયશ્ચિત લેવા છતાં ભૂલ થઇ જતી હાય ! તે કાંતે સાચું પ્રાયશ્ચિત નથી. અથવા તેા પ્રાયશ્ચિત તે ભૂલને માટે યાગ્ય નથી કે એછું. છે તેમ સમજવું. [૩૨] જિતેન્દ્રિય, અનામત અને શુદ્ધ અંતઃકરણવાળા સાધક ભૂલથી અનાચાર (અયેાગ્ય કાર્ય) સેવાઈ ગયા હોય તે તેને છૂપાવી ન રાખે પર ંતુ હતૈષી ગુરુજનની સમક્ષ તેને પ્રકટ કરી તેનું પ્રાયશ્ચિત લઇ લે અને હંમેશાં શુદ્ધ (નિષ્પાપી) થતા રહે. [૩૩] વળી પેાતાના આચાય (ગુરુદેવ) મહાત્માનું વચન સ્વીકારે અને પછી કાર્યથી પૂર્ણ કરે. નોંધઃ- }:—આ શ્ર્લામાં વિનયિતા બતાવી છે. ઘણા સાધકા મહાપુરુ દેશની શિક્ષા વચનથી સ્વીકારે છે. પરંતુ વર્તનમાં જો તે શિક્ષા ન ઉતરે તે ચાર્થ લાભ થતા નથી. માટેજ વાણી અને વર્તન ખન્નેમાં તે વસ્તુ લાવવી તેમ કહ્યું છે. [૩૪] (ભાગાનાં પ્રત્યક્ષ સુખા શા માટે ત્યાગવાં તેના ઉત્તરમાં કહે છે કે:-) મનુષ્યજીવનનું આયુષ્ય બહુ પરિમિત (ટ્રક) છે. અને પ્રાપ્ત થયેલું જીવન ક્ષણભંગુર છે માત્ર આત્મસિદ્ધિ (વિકાસ)ને। માર્ગ જ નિત્ય છે. એમ સમજી સાધક ભેગાથી નિવૃત્ત થાય છે. નોંધઃ—જીયન અનિત્ય હેાચ તા ભાગેાની અનિત્યતા તા સ્પષ્ટ છે.. આનત્યતામાં આનંદનાં બિંદુએ નથી સાંપડતાં તેથી તત્ત્વજ્ઞ સાધક આસક્તિથી સ્વયં વિરમી જાય છે. [૩] માટે સત્યના શોધક સાધકે પોતાનું મનેબળ, શારીરિક શક્તિ, આરાગ્ય, શ્રદ્ધા, ક્ષેત્ર અને કાળ જોઇને ચેાગ્ય રીતે પેાતાના આત્માને ધર્માંમાં જોડી દેવા ઘટે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દશવૈકાલિક સૂત્ર | નોંધ:--સિંહણનું દુધ બલિષ્ઠ છે, અમૃત એ ઉત્તમ છે, પરંતુ પાત્ર તેને ઝીલી શકે તેવું ન હોય તો તે દૂધ નકામું જાય છે અને ઉલટું પાત્રને નુકશાન કરે છે. તે જ રીતે ત્યાગ, પ્રતિજ્ઞા, નિયમે એ બધું ઉત્તમ હવા છતાં પાત્રની ગ્યાયેગ્યતાનો વિવેક ન કરાય તો તે ઉત્તમ વસ્તુઓ અને તેને ગ્રહણ કરનાર વ્યક્તિઓ પણ નિંદાને પાત્ર બની રહે છે. માટે જ દરેક કાર્ય કરતા પહેલાં ઉપર્યુક્ત પદાર્થોને વિચાર અને વિવેક જાળવવા માટે મહાપુરુષે દિશાસૂચન કરે છે. [૩૬] (ઘણા સાધકો પોતે શક્તિમાન અને સાધનસંપન્ન હોવા છતાં ધર્મચિ નથી ધરાવી શકતા તેને ઉદ્દેશીને મહાપુરુષો કહે છે કે–જ્યાં સુધી જરા (વૃદ્ધાવસ્થા) આવી નથી, જ્યાંસુધી રેગને ઉપદ્રવ થયો નથી. જ્યાં સુધી બધી ઇદ્રિ તથા અંગ ક્ષીણ થયાં નથી ત્યાં સુધી મનુષ્ય અવશ્ય ધર્મને આચરે જઈએ. - નેંધ –શરીર એ ધર્મનું પરમ સાધન છે. તે સ્વસ્થ હોય તે જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અહિંસા, સંયમ ઈત્યાદિ વસ્તુઓનું પાલન થાય. બાળપણમાં તે સાધન પરિપક્વ હેતું નથી અને જરા અવસ્થામાં ક્ષીણ થવાનો ભય છે તેથી તરુણ અને યુવાન વયમાં જ ધર્મકૃત્ય કરવાં એ સમુચિત છે. [૭] (ધર્મક્રિયાનું પ્રજન શું?) આત્મહિતને ઇચ્છુક સાધક પાપની વૃદ્ધિ કરનારાં ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારના દેષને શીઘ વમી દે (તજી દે). નેધ –ધર્મક્રિયાનું ફળ સીધું આત્મા સાથે પરિણમે છે એમ જૈનશાસન માને છે એટલે ધર્મિષ્ટની પરીક્ષા તેના બાહચિહનોથી નહિ પણ ગુણથી થાય છે અને જેટલે અંશે દેવોને વિલય તેટલી જ ગુણોની ઉન્નતિ થાય છે. તેથીજ સર્વદેષોના મૂળરૂપ આ ચાર કષાયોને અહીં વર્ણવી તેને દૂર કરવા એજ સાધકનું ધર્મકર્તવ્ય. એમ સમજાવ્યું છે. (૧૮) ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાને નાશ કરે છે અને લેભ તો સર્વગુણોનો નાશક છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રણિધિ નોંધ:પ્રેમ એ જીવનનું અમૃત છે. વિનય એ જીવનની રસિકતા છે મિત્રભાવ એ જીવનનું મીઠું અવલંબન છે. અવલંબન, વિકાસ અને જીવન એ ત્રણે ગયા પછી તે ચેતન જડવત બની જાય છે. તેથી જ આ દુર્ગુણ પર ઓછાવત્તે વિજય મેળવવા માટે પ્રતિક્ષણે સાવધાન રહેવું એજ સાધકને ધર્મ અને મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય છે. [૩૯] માટેજ સાધક ઉપશમ (મા)થી ક્રોધને હણે, મૃદુતાથી અભિ માનને જીતે, સરળ સ્વભાવથી માયાને અને સંતોષ દ્વારા લેભને વિજય કરે. નેધ–સહનશીલતા પિતાના અને પરના બનેના ક્રોધને દૂર કરી શકે છે. મૃદુતા અભિમાનને ગળી જાય છે. સરળ સ્વભાવ હોય ત્યાં કપટ ટકી શકતું નથી અને સંતોષ આવે તે લોભને પણ વિનાશ થતો જાય છે. આથી સૌથી પરમ સ્થાન સંતોષનું છે. એક સ્પૃહા આવી કે ઉપરના ચારે દેષો ન ઇચ્છવા છતાં થવાનાજ અને સંતોષ જ એટલે બધા દોષોને ક્રમશઃ વિલય થતો જવાને. સારાંશ કે અસંતોષ એજ દુર્ગુણોનું મૂળ અને પતનનું પ્રબળ નિમિત્ત છે. [૪] (ક્રોધાદિ કષાયથી હાનિ શી થાય તે બતાવે છે–) ક્રોધ અને માનને વશ નહિ કરવાથી તથા માયા અને લેભને વધારવાથી આ ચારે કાળા કષાય પુનર્જન્મરૂપ વૃક્ષનાં મૂળને સિંચન ' કર્યા કરે છે. નોંધ –“ હુમૂત્રમ પર લાવો” દુઃખનું મૂળ શું? તેને પ્રત્યુત્તર મળે છે કે સંસાર અને સંસાર એટલે જન્મમરણનું ચક્ર. સારાંશ કે દુખના હેતુભૂત પુનર્જન્મને નિવારવા એજ જીવનને હેતુ છે. તો તેને વધારનારા કષાયોને જીત્યા વિના સંસારથી મુક્તિ શી રીતે સંભવે ? [૪૧] હવે ભિક્ષુસાધકના વિશિષ્ટ નિયમે બતાવે છે –) પિતા કરતાં અધિક ઉત્તમ ચારત્રવાળા એટલે કે ચારિત્રવૃદ્ધ અથવા જ્ઞાન* વૃદ્ધ એવા ગુરુજને પ્રત્યે વિનય જાળવે. પિતાના ઉચ્ચ ચારિત્રને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દશવૈકાલિક સૂત્ર નિશ્ચલ રાખે. સંકટના સમયમાં પણ તે પિતાની ટેકને તજે નહિ. તેમજ કાચબાની પેઠે અંગે પાંગ (ઇકિયાદિ વર્ગ)ને ગોપવી તપ અને સંયમ તરફજ પિતાને પુરુષાર્થ વાળે. નેધ–વિનયિતા જાળવવાથી તે તે વિશિષ્ટ પુષોના ગુણોને વાસે મળે છે. ઉચ્ચ ચારિત્રને ટકાવી રાખવાથી આત્મશક્તિ અને સંકલ્પબળ ખૂબ વધે છે. કરી તેમજ તે સાધક નિદ્રાને શેખ ન રાખે. હાંસીની વાતને ત્યાગ કરે, કોઈની છાની વાતમાં રસ ન લે. પરંતુ તે હમેશાં (નિવૃત્તિના સમયે) અભ્યાસ તથા ચિંતનમાં રત રહે. નેંધ –અધિક નિદ્રાને આશ્રય લેનાર સાધક આળસુ થઈ જાય છે. નિદ્રાનો હેતુ માત્ર શ્રમને નિવારવાના જ છે પરંતુ તેજ જે શોખની વસ્તુ થઈ પડે તો સંયમમાં હાનિ ઉપજાવે છે. હાંસી મજાકની ટેવ પિતાને અને પરને ઉભયને દુઃખ ઉત્પન્ન કરાવે છે. છાની વાતો સાંભળવાથી નિંદા, દુષ્ટભાવ અને પાપિષ્ટ પ્રકૃતિ બને છે માટે અતિ નિદ્રા, હાંસી અને કોઈની ગુપ્ત વાતો સાંભળવાની ટેવ શાણા સાધકે છોડી દેવી ઘટે. [૪૩] (સ્વાધ્યાયમાં કદાચ મન ને ચાટે ત્યારે શું કરવું તે કહે છે:-) આળસને સર્વથા ત્યાગી તથા મન, વચન અને કાયા એ ત્રણેની (એકાગ્રતા) એકવાક્યતા કરી તે યોગને નિશ્ચળરૂપે (દશ પ્રકારના) શ્રમણધર્મમાં સ્થાપે. શ્રમણધર્મમાં સર્વથા યુક્ત રહેલ યોગી પરમ અર્થને પામે છે. નોંધ –સહિષ્ણુતા, નિર્લોભતા (સતોષ, સરળતા, કોમળતા, નિરભિઅનિતા સત્ય, સ યમ, બ્રહ્મચર્ય. ત્યાગ અને તપ આ દશ પ્રકારના સંયમી ધર્મો છે. સાધુઓને તેમાં જે સમયે જેની કસોટીને પ્રસંગ આવે તે સમયે તેમાં સતત અડેલ રહે. આ ધર્મો જ સાચા શ્રવણધર્મો છે અને તે ધથી જ પરમાર્થ (માક્ષસ્થિતિ) પમાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રણિધિ ૧૧૩ [૪૪] આલાક તથા પરલોક બન્નેમાં હિત થાય અને જેનાથી સદ્ગતિ પ્રાપ્ત થાય તેવા અહુશ્રુત જ્ઞાની પુરુષની સાધકે ઉપાસના કરવી ઘટે અને (તેમના સત્સંગથી) પેાતાની શંકાનું સમાધાન કરી અને નિશ્ચય કરી લેવા જોઈએ નોંધ:-આલાકમાં જ્ઞાનદાન મળવાથી હિત થાય અને તે જ્ઞાનના પ્રભાવે ઉત્તમ ચારિત્રનું ઘડતર થાય તેથી પરલેાકના પણ ઉપકારક ગુરુ હિતકારી ગણાય કારણકે તેવા જ્ઞાની પુરુષના નિમિત્તથીજ અંત:કરણની અશુદ્ધિ નીકળી વિશુદ્ધિ થાય છે કે જે વિશુદ્ધિારા આત્મસાક્ષાત્કાર થઇ શકે. આત્મસાક્ષાત્કાર એજ જીવેાનું અભીષ્ટ છે. અને આવી પવિત્રતાથી પ્રાપ્ત થયેલી દૃિષ્યગતિ કિંવા ઉત્તમગતિ પણ વધુને વધુ તે સાધકને આત્મવિકાસના પંથેજ લઈ જાય છે. [૪૫+૪૬] (એ જ્ઞાની ગુરુ સમીપે કેવી રીતે ભેંસવું ? તે સંબધમાં હવે કાયાવિનય કહે છેઃ—) જિતેન્દ્રિય મુનિ પેાતાના હાથ, પગ અને શરીરને યથાવસ્થિત (વિનયપૂર્ણાંક) રાખીને તથા પેાતાની ચપળ ઇંદ્રિયાને ગેાપવીને ગુરુજતાની બહુ પાસે અડાઅડ ન બેસે તેમજ ગુરુના સાથળને અડીને પશુ ન બેસે. પરંતુ મધ્યમ રીતે વિનય તથા વિવેક જાળવીને ગુરુજના પાસે બેસે. નોંધઃ—જે આસને બેસવાથી ગુરુને કે ઇતરજંનેને વિઘ્ન થાય કે પેાતાને અવિનય જણાય તેવા આસને ન બેસવું ઘટે. [૪૭] (હવે વચનવિનય ખતાવે છેઃ—) સંયમી સાધક અણુપૂછ્યા કદી ન મેલે તેમજ કોઇ ખેલતું હેાય તે પૂર્ણ ન મેલી રહે તે પહેલાં વચ્ચે પણ ન મેલે. પીઠ પાછળ કાષ્ઠની નિંદા ન કરે. તેમજ માયા ( કપટ ) અને અસત્ય એ બન્ને ઝેરને સથા તજી દે [૪૮] વળી જે ભાષા મેાલવાથી ખીજાને અવિશ્વાસ ઉત્પન્ન થાય, જે વાણી ખેાલવાથી અન્ય જન શીઘ્રકુપિત થાય તથા જે વાણીથી કાઇનું અહિત થાય તેવી ભાષાને સથા ન મેલે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દશવૈકાલિક સૂત્ર [૪૯] પણ આત્માથી સાધક જે વસ્તુ જોઈ હોય તેને જ પરિમિત અને સદેહ રહિત, પૂર્ણ, સ્પષ્ટ અને અનુભવયુક્ત વાણીમાં બેલે. તેવી વાણી પણ વાચાળપણથી અને અન્યને ખેદ થાય તેવા ભાવથી રહિત હોવી જોઈએ. [૫૦] શ્રમણ્ય (સાધુપણ)ના આચાર તથા જ્ઞાનને ધારણ કરનાર અને દ્રષ્ટિવાદને ભણનાર એવા જ્ઞાનમુનિ પણ વાણીમાં ઉચ્ચારણ કરવામાં ભૂલી જાય તે બનવા યોગ્ય છે. માટે તેવું જાણીને સાધકમુનિ તેની હાંસી કે મશ્કરી ન કરે નેધ – આચારાંગ સૂત્રમાં શમણના આચારે છે તથા ભગવતીમાં મામયનું ભવ્ય જ્ઞાન છે. તે બન્નેને તથા દ્રષ્ટિવાદ નામનું સૂત્ર કે જે હાલમાં ઉપલબ્ધ નથી તે જૈનસૂત્રોમાં ઉપયોગી અને આવશ્યક ગ્રંથ છે. એવું મહાન જ્ઞાન પામ્યા પછી પણ ઉચ્ચાર કે વાણીમાં ખલના થવી સંભવિત છે. તો તે સમયે “ આવા પણ ભૂલી ગયા” એમ કહી તેની હાંસી કે મકરી મુનિ કદી કરે નહિ. કારણકે મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે તેમ નણું નમ્રભાવથી તે ભૂલ સુધારવા માટે જ્ઞાનીજનને પ્રેમપૂર્વક પ્રાર્થનારૂપે કહે, પણ તેમને માઠું લાગે તેવું ન કરે. [૫૧] નક્ષત્રને વિચાર, જોતિષ, સ્વપ્નસંબંધિ જ્ઞાન, વશીકરણ વિદ્યા, શુકન શાસ્ત્ર, મંત્રવિદ્યા કે વૈદ્યચિકિત્સા સંબંધી કદાચ પિતાને જ્ઞાન થયું હોય તે તે ગૃહસ્થજનોને ન કહે કારણ કે તેને કહેવાથી નાના પ્રકારે અનર્થ થવા સંભવ છે. પિર] (હવે કયા સ્થાને મુનિજનોએ રહેવું તે સ્થાનને નિર્દેશ કરે છે–) ગૃહસ્થજનને નિમિત્ત બનેલાં સ્થાન, શવ્યા અને આસનને મુનિ ભોગવી (વાપરી) શકે, પરંતુ તેવું સ્થાન સ્ત્રી, પશુથી રહિત (એકાંત) હેવું જોઈએ અને મૂત્રાદિ શરીરબાધા નિવારી શકાય તેવી ભૂમિકાની સાનુકૂળતા હોવી જોઈએ. [૫] જે તે સ્થાનમાં સાધુજી એકાકી હોય (સાથેના સાધકો પાસે ન હાય) ત્યારે સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કે કથા વાર્તા ન કરે અને Page #148 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રણિધિ ૧૧૫ ગૃહસ્થને પણ અતિ પરિચય ન કરે પણુ સાધુજનાની સાથેજ પરિચય રાખે. નોંધ:--એકાંતમાં એકાકી સ્ત્રી સાથે વાર્તાલાપ કરવાથી અન્યને શંકા ઉત્પન્ન થવાના ભય છે. એકાકી ગૃહસ્થ સાથેના અતિ પરિચયથી પણ રાગ ધનને સભવ છે માટે ભિક્ષુ સ્ત્રીએ કે પુરુષા સાથે ઉપયોગ પુરતાજ યસ બધ રાખે. [૫૪] જેમ કુકડાનાં બચ્ચાંને હમેશાં બિલાડીથી ભય રહ્યો તેજ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે. નોંધઃ કથન ઉપરથી તા એકાંતવાચીજ જારશે. પરંતુ ઊં અ જીથી તપાસતાં તેની વાસ્તવિકતાનેા ખ્યાલ આવી જશે. સ્રીશરીરને ભય રાખવા એટલે સ્રીપરિચય ન કરવા તેજ ભાવ છે. સ્રીનતિ પ્રત્યે પુરુષને કે પુરુષજાતિ પ્રત્યે સ્ત્રીને ઘૃણા લાવવા માટેનું આ કથન નથી. તેમ અતડા રહેવા માટે પણ નથી. પરંતુ બ્રહ્મચર્યંના સાધક કે સાધિકાને કેટલું જાગૃત રહેવું જેઈએ તેની સાવધાની સૂચક આ કથન છે. [૫૫] સાધક શ્રૃંગારનાં ચિત્રવાળી દિવાલને (તે તે ચિત્રા પર ટકટકી લગાડીને જુએ નહિ કિવા તત્સંબંધી ચિંતન કરે નહિ. તેમજ સુસજ્જિત સ્ત્રીને પણ તેના અભિનય તરફ દ્રષ્ટિ કરીને જોવાના કે ચિતવવાના પ્રયત્ન કરે નહિ. કદાચ અકસ્માતથી દ્રષ્ટિ પડે તે સૂર્ય'ની જેમ તેનાથી પણ તુરતજ દ્રષ્ટિને પાછી ખેંચી લે. હાય છે નોંધઃ-સ્વાભાવિક રીતે સૂપર દ્રષ્ટિ લાંબેક વખત ટકી શકતી નથી. તેજ રીતે બ્રહ્મચારીની દ્રષ્ટિ એવી સુમધુર રીતે કેળવાઈ જવી જોઇએ કે તેને ઈરાદા પૂર્વક સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, અભિનય ઇત્યાદિ જેવાનું મન ન થાય, અને ઈરાદો ન હેાવા છતાં લેવાય તા તે પરથી વિકારી ભાવના તે જાગૃત નજ થવી જોઇએ. તેજ રીતે સાધ્વી સ્રીને પુરુષ પ્રત્યે પણ - સમજી લેવું. [૫૬] બ્રહ્મચારી સાધકે જેના હાથ અને પગ છેદાઇ કાન અને નાક કપાઈ ગયાં હોય કે વિકૃત થઇ ગયેલા હાય, ગયાં. હાય તથા Page #149 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર પૂરાં સે વર્ષ થઈ ગયાં હોય તેવી વૃદ્ધ અને બેડોળ સ્ત્રીને પણ સંસર્ગ ત્યાગ ઘટે. ' મેંધા–બ્રહ્મચર્ય પાળનાર વ્યક્તિએ પુરુષ સ્ત્રી કે કિંવા સ્ત્રીએ પુરુષ ડે સાથે રહેવાનું તે સર્વથા છોડી દેવું ઘટે. એકાંત એ વિકારની વાસનાનું ઉત્તેજક નિમિન છે. વિકારને રાક્ષસ વચ, વર્ણ કે સંદર્યને વિચાર કરવા સારુ ઘેલી શકતો નથી. કારણકે તે અવિવેકી, કુટિલ અને સર્વભક્ષી છે. [૫૭] આત્મસ્વરૂપના શોધક માટે શેભા (શરીર સૌદર્ય), સ્ત્રીને સંસર્ગ અને રસવાળાં સ્વાદુ ખાણુઓ એ તાલપુટ (ભયંકર) ઝેર જેવાં છે. - નેંધા–રસનેંદ્રિયને જનનેન્દ્રિય સાથે ખૂબ ગાઢ સંબંધ હોવાથી, તેવાં તીખા તમતમતાં કે અતિ રસાળાં મિષ્ટાન ઈત્યાદિ ભોજનો વિકૃતિ, ઉત્પન્ન કરે છે. શરીરૌંદર્ય અને ટાપટીપ તેમાં ઉત્તેજન લાવે છે. પછી ત્રીજે સ્ત્રીને ગાઢ સંસર્ગ થાય એટલે આવી સ્થિતિમાં તે મહાસમર્થ મનસ્વી પુરુષનું પણ પતન થવાનો સંભવ છે. જેમ ઝેર પીધા છતાં અમર રહી શકાય એ અપવાદ જવલ્લેજ હોય તે જ રીતે આ ત્રણ વસ્ત-- ઓનું સતત સેવન હોવા છતાં પતન ન થવું તે તે આકાશકુસમ જેવી અશક્ય વસ્તુ છે. [૫૮] સ્ત્રીઓનાં અંગપ્રત્યંગ, આકાર, મીઠાં વેણુ અને સૈમ્ય નિરીક્ષણ (ટાક્ષો) એ કામ, રાગ (મવિકાર)ને વધારવાનાજ નિમિત્તરૂપ છે. માટે શાણે સાધક તેનું ચિંતન ન કરે. નેધ–વિષચભાવના કિંવા વિકારી દ્રષ્ટિથી સ્ત્રીનાં અંગોપાંગ જેવાં એ પણ મહાન ભયંકર દેષ છે. [૫] બધી પુદ્ગલ (જડ) વસ્તુઓનાં પરિણામને અનિત્ય સ્વભાવવાળાં જાણુને શાણો સાધક મને વિષયમાં (મનગમતી ભિન્નભિન્ન પ્રકારની વસ્તુઓમાં) આસક્તિ ન રાખે અને અમને પદાર્થો પર ઠેષ પણ ન લાવે. Page #150 -------------------------------------------------------------------------- ________________ આચારપ્રણિધિ ૧૧૭ [૬] હમેશાં મુનિ પિદંગલિક (જડ) પદાર્થોના પરિણમનને યથાર્થરૂપે જાણુને, તૃષ્ણ (લાલચ)થી રહિત થઈ તથા પિતાના આત્માને શાંત રાખીને સંયમ ધર્મમાં વિચરે. નોંધઃ–પદાર્થમાત્રને પલટવાને સ્વભાવ છે. જે આજે સુંદર દેખાય છે તેજ કાલે અસુંદર અને અસુંદર સુંદર બની જાય છે. પદાર્થમાત્રના આ બને પાસાં તપાસી તિરસ્કાર કે પ્રલોભનમાં ન પડતાં સમભાવ પૂર્વકજ સાધુએ રહેવું, [૬૧] ભિક્ષુ જે શ્રદ્ધા અને વૈરાગ્યભાવથી પોતાના ઘરને છોડીને એવા ત્યાગની ભૂમિકાને પામ્યા છે તેજ શ્રદ્ધા અને દ્રઢ - વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા ઉત્તમ ગુણોમાં રહી સંયમ ધર્મનું પાલન કરે. નેધ–ઉત્તમ ગુણેમાં મૂળ ગુણો તથા ઉત્તરગુણેને સમાવેશ થાય છે. તેનું વિસ્તૃત વર્ણન જોવા માટે જુઓ–દશવૈકાલિક સૂત્ર અધ્યયન કર્યું. [૨] તે સાધુ હમેશાં સંયમયોગ, તપ અને સ્વાધ્યાયોગનું જ સતત અધિષ્ઠાન કરતા હોય છે અને તેવા જ્ઞાન, સંયમ અને તપશ્ચર્યાના પ્રભાવે સંપૂર્ણ શસ્ત્રોથી સજિત સેનાના ઉપરી (સેનાની જેમ પિતાનું અને પિતાના સૈન્યનું રક્ષણ કરે છે તેમ)ની માફક પિતાને અને પરનો ઉદ્ધાર કરવા માટે શક્તિમાન બને છે. સેંધા–જે પોતાના દોષ દૂર કરી આત્મહિત સાધી શકયો નથી તે કદી પણ લોકહિત સાધવાનો દાવો કરી શકે નહિ. કારણકે પોતાના દેષોને દૂર કરવાથીજ તેવા શુદ્ધ ચારિત્રશીલની અસર અન્ય પર થઈ શકે છે અને તે જ સમર્થ પુરુષ યથાર્થરૂપે લેકનું હિત કરી શકે છે. અહીં સવિદ્યા, સંયમ અને તપ એ શસ્ત્રો છે, સાધક એ શૂરવીર છે, દે એ શત્રુઓ છે અને સગુણે એ પોતાની સેના છે. આવો શરીર પુરુષ શત્રુઓને સંહારી પોતાનું અને સદ્દગુણેનું રક્ષણ કરી શકે છે. [૬૩] સ્વાધ્યાય તથા સુધ્યાનમાં રક્ત, સ્વ અને પર છવોના રક્ષક, તપશ્ચર્યામાં લીન તથા નિષ્પાપી તે સાધકનું પૂર્વકાલીન પાપકર્મ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દશવૈકાલિક સૂત્ર પણ જેમ અગ્નિથી ચાંદીને મેલ હણાય તેમ હણાઈ જાય છે. [૬૪] પૂર્વ કથિત (ક્ષમા દયાદિ) ગુણોને ધારણ કરનાર, સંકટોને સમભાવે સહન કરનાર શ્રત વિદ્યાને ધારણ કરનાર, જિતેન્દ્રિય, મમત્વભાવથી રહિત તથા અપરિગ્રહી તે સાધુ કર્મરૂપી આવરણે દૂર થયા પછી આત્મતિથી વાદળોના સમૂહથી અવ્યાપ્ત સંપૂર્ણ ચંદ્રમાની પેઠે ઝળહળી ઉઠે છે. અર્થાત કર્મમળથી નિર્મળ થઈ આત્મસ્વરૂપમય બને છે. નોંધ -સતત ઉપગપૂર્વક જાગૃત દશા, ગૃહસ્થજીવનને છાજતાં સૌ કઈ કર્મનો ત્યાગ આસક્તિ, મદ, માયા, છળકપટ, લોભ અને કદાગ્રહને ત્યાગ. એજ ત્યાગે જીવવું એ ત્યાગી જીવનનું પરમ ચેતનવંતું લક્ષ્યબિંદુ છે. જે સાધનાના માર્ગમાં વિદ્યાનો દુરુપયોગ અને બળનો સંસર્ગ એ કાંટા જેવાં છે તેને નિમૂળ કરી સત્સંગ અને સદ્દવિચાર સેવા સદ્દવર્તન માટે ચાણે સાધક સદા અને સતત ઉઘમવંત રહે. એમ કહું છું. એ પ્રમાણે આચારપ્રણિધિ નામનું આઠમું અધ્યયન પૂર્ણ થયું. Page #152 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ પહેલો ઉદ્દેશક વિનય એટલે વિશિષ્ટ નીતિ-વિશિષ્ટ કર્તવ્ય. સાધક જીવનનાં બે પ્રકારનાં કર્તવ્યો પૈકી સામાન્ય કરતાં વિશિષ્ટ કર્તવ્ય તરફ તેનું વિશેષ લક્ષ્ય હોવું જોઈએ, કારણકે સામાન્ય કર્તવ્ય ગે છે. વિશિષ્ટ કર્તવ્ય એ મુખ્ય છે. મુખ્ય ધર્મના પષણ માટેજ સામાન્ય કર્તવ્યની યેજના ઉપયોગી છે. જે વિશિષ્ટ કતવ્ય હણાતું હોય તો સામાન્ય કર્તવ્યની રક્ષા એ નિષ્ણાણ દેહની રક્ષા જેવી નિર્માલ્ય છે. ગૃહસ્થનાં વિશિષ્ટ કર્ત, સાધકના વિશિષ્ટ કર્યો અને ભિક્ષુ શ્રમણનાં વિશિષ્ટ કર્તવ્ય ભિન્ન ભિન્ન હોય છે. અહીં દરેક જિજ્ઞાસુઓના જીવનને સ્પર્શતા ઉલેખે છે. પરંતુ એમાં પણ વિશેષ ભાર ગુરુકુળના શ્રમણ સાધકનાં પોતાના ગુરુજેવો તરફનાં શાં શાં કર્તવ્ય છે? તે વર્ણન આ ઉદેશકમાં વિશેષ સાધકને માટે ઉપકારક ગુરુને શાસ્ત્રકારે પરમાત્મા જેવી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દશવૈકાલિક સૂત્ર ઉચ્ચ કેટિના કપે છે, ગુરુદેવ એ સાધકના જીવનપંથના સહચારી ભેમિયા છે અને તેની નૈકાના સુકાન સમા છે. તેથી તેની શિક્ષાને અરૂવીકાર કરો અને તેની અવગણના કરવી તે આપત્તિ અને પતનને નેતરવા જેવું અણુવિચાર્યું અને અકરણીય કાર્ય છે. ગુદેવ બોલ્યા: [૧] જે સાધક અભિમાનથી, ક્રોધથી, છળકપટથી કે પ્રમાદથી ગુરુ દેવ (સાધુસમુદાયના આચાર્ય) પાસેથી વિનય (વિશિષ્ટ કર્તવ્ય)ને શિખતે નથી તે અહંકાર વડે ખરેખર પિતાની પડતીનેજ નેતરે છે. અને જેમ વાંસનું ફળ વાંસનેજ નાશ કરે છે તેમ તેની પોતાની જ પ્રાપ્ત થયેલી શક્તિ તેના પોતાના જ નાશ તરફ તેને દોરી જાય છે. [૨] વળી જેઓ પોતાના ગુરુને મંદ કે ઓછી ઉમ્મરના જાણીને અથવા તેમને થોડું જ્ઞાન છે તેમ ધારીને તેમની હીલને કરે છે, તેમને કટુવચને કહે છે તે ખરેખર બેટા માર્ગે જઈને પિતાના ગુરુજનોની પણ આશાતના (અપમાન) કરે છે. [3] કેટલાક ગુરુઓ (વયના વૃદ્ધ હોવા છતાં) પ્રકૃતિથી જ બુદ્ધિમાં મંદ હોય છે. કેટલાક વયે નાના હોવા છતાં અભ્યાસ અને બુદ્ધિમાં આગળ વધેલા હોય છે. (જ્ઞાનમાં ન્યૂનાધિક ભલે છે) પરંતુ તે બધા સાધુજના આચારથી ભરપૂર અને ચારિત્રના ગુણેમાંજ પિતાના મનને લીન રાખનારા તપસ્વી પુરુષો હેય છે. તેઓનું અપમાન કરવું યોગ્ય નથી. કારણકે તેઓનું અપ- માન અગ્નિની માફક સદ્દગુણોને ભસ્મ કરી નાખે છે. નોંધ –ક્ષમા, દયા ઈત્યાદિ સદગુણોના ધારક ગુરુઓ પિતે કોઈનું પણ અકાણ કરવા ઇચ્છતા નથી. પરંતુ તેવા મહાપુરુષોનું અપમાન Page #154 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ ૧૨૧ કરવાથી સ્વાભાવિક રીતે જ પેાતાના દોષથી અપમાન કરનાર તે સાધકનું અહિત થાય છે. કારણ કે વિશ્વમાં કને! એ અચળ કાયદો છે કે જેવી જાતનું કર્તા કર્યાં કરે તેવું તેને ફળ મળ્યા કરે. [૪] કેાઇ મૂર્ખ માણુસ સર્પને નાને જાણીને પણ જો તેને ખીજવે તા તેનું તે સદ્નારા અહિત થાય છે. તેવીજ રીતે જે પેાતાના અજ્ઞાનથી આચાર્યનું અપમાન કરે છે તે ખરેખર પેાતાના અજ્ઞાનથીજ-પોતાના દુષ્કાર્યથીજ જન્મમરણના ચક્રમાં ફર્યા કરે છે. [૫] કુપિત થયેલા વિષ સર્પ પ્રાણુનાશથી અધિક શું કરી શકે? મૃત્યુથી અધિક કંઇ કરી શકતા નથી. પણ આચાર્યંતે અપ્રસન્ન કરવામાં આવે તે તે સાધક તેઓની અસાતનાથી અજ્ઞાનતાને મેળવી (જ્ઞાનભ્રષ્ટ બની) મુક્તિમાથી અવશ્ય દૂર જાય છે, નોંધઃ— —આ પૂર્ણપમાદશી શ્લોકા નથી તેથી સર્પની પૂર્ણ ઉપમા આચાર્યા પર ઘટી શક્તી નથી. ભાવ એ છે કે સર્પ સ્વય' કષ્ટ આપનારને પ્રતિકષ્ટ આપવાના પ્રયત્ન કરે છે. જ્યારે આચાર્યા સ્વય" કોઈનું પણ અહિત ઈચ્છતા નથી. પણ પેાતાનાજ દોષથી તે દુ:ખી થાય છે. એટલે તેમાં ગુરુએ કઈ દુષિત ન ગણાય. [૬] જે સાધક ગુરુજનાનું અપમાન કરીને આત્મવિકાસ સાધવા ઇચ્છે છે તે જેમ ક્રાઇ જીવનની ઇચ્છા રાખી મળતી અગ્નિમાં પ્રવેશ કરે છે; દ્રષ્ટિવિષ સર્પને કાપાવે છે અથવા ઝેર ખાય છે તેવુંજ કાર્ય કરે છે. નોંધઃ—જેમ જીવવાનેા ઇચ્છુક ઉપરની ત્રણ વસ્તુ કરવાથી જીવી શકે નહિ તેજ રીતે સાધકજન ગુરુની અસાતના કરી સક્રમ જીવન જીવી શકે નહિ. [] કદાચિત્ (વિદ્યા કે મંત્રના બળથી ) અગ્નિ ન પણ ખાળે, કાપાયમાન થયેલો વિષ સર્પ પણ્ ન કરડે, તેમજ હુલાહુલ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ દશવૈકાલિક સૂત્ર વિષ પણ કદાચિત ન મારે. પરંતુ ગુરુને તિરસ્કાર તે અફળ જાયજ નહિ. એટલે કે તેનાથી તો અવશ્ય મુક્તિનો માર્ગ નજ પ્રાપ્ત થાય. અર્થાત સંયમથી ભ્રષ્ટ જ થાય. નેધ–ગુરુજનોને તિરસ્કાર મોક્ષને પ્રતિબંધક શત્રુ છે. તેમાં અપવાદને લેશ માત્ર સ્થાન નથી. આથી સાધક પુરુષોએ ઉપકારી ગુરુઓ પ્રત્યે સદા સુવિનીત રહેવું ઘટે. [૮] જેમ કઈ મૂખે પિતાના મસ્તકથી પર્વતને ભાંગવા ઇચ્છે (તે પર્વતને બદલે પિતાનું માથુંજ ભાંગે), સૂતેલા સિંહને પાસે જઈ જગાડે અથવા ભાલાની અણી પર લાતને પ્રહાર કરે (તે ભાલાને કશી ઈજા ન પહેચે પણ પગના સેંકડે ખડે થઈ જાય.) તો પિતજ દુઃખી થાય છે. તે જ રીતે ગુરુજનના તિર સ્કાર કરનારની પણ તેજ પ્રકારની દુઃખદ સ્થિતિ થાય છે. ]િ પરંતુ કદાચિત (વાસુદેવ જેવા પુરુષો) પિતાની શક્તિથી મસ્તક વડે પર્વતને ભેદી નાખે, કેપેલો સિંહ પણ કદાચ ભક્ષણ ન કરે તથા ભાલાની અણી પણ કદાચ ન ભેદે, પરંતુ ગુનો કરેલે તિરસ્કાર કે તેની અવગણના તે બરાબર સાધકના મેક્ષ માર્ગમાં બાધા ઉત્પન્ન કરે જ છે. [૧૦] આચાર્ય દેવની અપ્રસન્નતાથી અજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અઝાન આવવાથી મેક્ષમાર્ગમાં અંતરાય ઉભો થાય છે. માટે અબાધિત સુખ (મેક્ષગતિના સુખ)ને ઇચ્છુક સાધક હમેશાં ગુરુની કૃપા મેળવવામાંજ આનંદ માને. [૧૧] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ભિન્નભિન્ન પ્રકારની ઘી, મધ ઇત્યાદિ. પદાર્થોની આહુતિઓ તથા વેદના મંત્રપદે વડે અભિષિક્ત કરેલા. હેમાગ્નિને નમસ્કાર કરે છે તેમ શિષ્ય અનંત જ્ઞાનને પામવા છતાં પણ પિતાના ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે. Page #156 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ ૧૨૩ નોંધા–રાગદ્વેષના સંપૂર્ણ ક્ષય થયા પછીજ સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ જૈનદર્શન માને છે. તેવી ઉચ્ચ સ્થિતિ પામવા છતાં પણ ગુરુનો વિનય જાળવવાને વ્યવહાર બતાવી શાસ્ત્રકારોએ વિનયનું અપાર માહાઓ દર્શાવ્યું છે. અને વિનયજ આત્મવિકાસની નિસરણીનું પ્રથમ પગથિયું છે તેમ બતાવ્યું છે. [૧૨] શિષ્યનું કર્તવ્ય છે કે જે ગુરુની પાસેથી ધર્મશાસ્ત્રના ગૂઢ રહસ્યો શીખેલે હોય તે ગુરુને વિનયભાવ બરાબર જાળવે. તેમજ મસ્તકે અંજલિ જોડી તેમને પ્રણામ કરે. વચનથી તેમને સત્કાર કરે અને કાયાથી તેમની સેવા કરે; એ રીતે હમેશાં મન, વચન અને કાયા એ ત્રણે યુગોથી હમેશાં ગુરુને સત્કાર કરે–તેમને વિનય જાળવે. [૧૩] અધર્મ તરફની લજ્જા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય એ ચારે સદ્દગુણો આત્મકલ્યાણને ઇચ્છનારા માટે આત્મવિશુદ્ધિનાંજ સ્થાને છે. (કારણ કે તે સદ્દગુણથી કર્મરૂપી મેલ દૂર થાય છે.) માટે “મારા ઉપકારી ગુરુ સતત તેવી શિક્ષા આપે છે તે મારા. હિતને માટે છે અને તેથી જ હું સતત તેવા મારા ગુરુની પૂજા કરું તે ઉચિત છે” આવી ભાવના ઉત્તમ પ્રકારના સાધકને અવશ્ય થાય છે. [૧૪] જેમ રાત્રિ વ્યતીત થાય અર્થાત પ્રાતઃકાળમાં તપતા સૂર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રમાં પ્રકાશ કરે છે તે જ પ્રમાણે આચાર્યદેવ પિતાનાં જ્ઞાન, ચારિત્ર અને બુદ્ધિયુક્ત ઉપદેશ દ્વારા જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે. અને જેમ દેવામાં ઈદ્ર શોભે તેમ સાધુગણમાં તે શોભા પામે છે. [૧૫] જેમ ચંદ્રિકાના વેગથી યુક્ત અર્થાત શરદપૂર્ણિમાને ચંદ્રમા ગ્રહ, નક્ષત્ર અને તારાગણના પરિવારથી યુક્ત થઈને વાદળાં વિનાનાનિર્મળ આકાશમાં ખૂબ સુંદર અને દેદીપ્યમાન દેખાય છે તેજ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દશવૈકાલિક સૂત્ર પ્રમાણે ગણને ધારણ કરનારા આચાર્ય પણ સત્યધર્મરૂપી નિર્મળ આકાશમાં પિતાના સુસાધુગના પરિવાર સહિત શેભાયમાન લાગે છે. નેધ –અહીં ગણ શબ્દ સાધુગણમાં મહત્તસૂચક શબ્દ તરીકે આચાર્ય માટે જ વપરાયેલો છે. [૧૬] સદ્દધર્મને ઇચ્છુક અને તે દ્વારા અનુત્તર (સર્વશ્રેષ્ઠ) સુખ મેળવવાની ભાવનાવાળા ભિક્ષુ જ્ઞાન, દર્શન તથા શુદ્ધ ચારિત્રના મહાભંડારરૂપ, તથા શાંત, શીલ તથા બુદ્ધિથી યુક્ત સમાધિવંત એવા આચાર્ય મહર્ષિઓને વિનય અને ભક્તિથી સંતુષ્ટ કરે છે અને તેઓને આરાધી લે છે. [૧૭] જે બુદ્ધિમાન સાધક હોય છે તે આ ઉપરનાં સુભાષિતેને સાંભળીને અપ્રમત્તપણે પિતાના આચાર્યદેવની સેવા કરે છે અને તે દ્વારા સજજ્ઞાન, સચ્ચારિત્ર ઇત્યાદિ અનેક ગુણોને આરાધીને ઉત્તમ એવી સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે. નોંધ:--બ્રહ્મચર્ય, સંયમ, ગુરુભક્તિ, વિવેક મૈત્રી અને સમભાવ એ છએ મેક્ષાથી શ્રમણનાં સહચારી સગુણ હોવા જોઈએ. કારણ કે તે જ ઉન્નતિની સીડીનાં પગથિયાં છે તે વાત મુક્તિને અધિકારી ન ભૂલે. એમ કહું છું - (આ પ્રમાણે સુધર્મસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું હતું.) એમ વિનયસમાધિ નામના અધ્યયનનો પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયે. બીજો ઉદ્દેશક જેમ વૃક્ષનું પ્રથમ મૂળ પછી સ્કંધ, શાખા, પ્રતિશાખા, પુષ્પ, ફળ અને રસ એમ ક્રમપૂર્વક સંવર્ધન થાય છે. તે જ પ્રકારે અધ્યાત્મ વિકાસમની પણ ક્રમ પ્રમાણે ભૂમિકાઓ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૦ - • = વિનયસમાધિ ૧૨૫ કઈ મૂળ સિવાયનું વૃક્ષ કે પાયા સિવાય ઘર બાંધવા જાય છે તે વૃક્ષનાં ફળ ખાઈ શકતા નથી અને ઘર બાંધી શકતા નથી. તેજ પ્રમાણે જે સાધક વિનયરૂપ મૂળનું યથાર્થ સેવન કર્યા વિના ધર્મવૃક્ષ વાવે છે તે સાધક મુક્તિ માર્ગમાં પૂર્ણ સફળતા પામી શકતો નથી. ગુરુદેવ બોલ્યા: [૧] જેમ મૂળથી વૃક્ષનું થડ, થડમાંથી શાખા, શાખામાંથી પ્રતિશા ખાઓ, શાખા અને પ્રતિશાખાઓમાંથી પાંદડાઓ ઉત્પન્ન થાય છે અને પછી ક્રમથી તે વૃક્ષમાં ફૂલો, ફળ અને મીઠે રસ ઉદ્દભવે છે [૨] તેજ પ્રમાણે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ પરિણામ (એટલે કે રસરૂપ) મેક્ષ છે. તે વિયરૂપી મૂળદ્વારા વિનયવાન શિષ્ય આલોકમાં કીર્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરી મહાપુરુષ દ્વારા પરમ પ્રશંસાને પામે છે અને ક્રમશ: પિતાનો આત્મવિકાસ સાધી અને નિઃશ્રેયસ (પરમ કલ્યાણ) અર્થાત્ - મેક્ષ પણ પામે છે. નોંધ-જે વૃક્ષનું ફળ મેક્ષ હેચ તે વૃક્ષ કેવું મહત્વશાળી લેવું જોઈએ તે સહજ સમજાય તેવી સ્પષ્ટ વસ્તુ છે. અને તેથી જ તેવા ધર્મનું વર્ણન દશા સૂ૦ ના પહેલા લેકમાં ટૂંકરૂપે જ આપી દીધું છે. અહીં ધર્મને વૃક્ષની ઉપમા આપવાનો હેતુ એ છે કે ધર્મની ભૂમિકાઓનો પણ અનુકમ હોય છે. અનુક્રમ સિવાય વસ્તુને સ્પર્શ કરાય તો તે લાભને બદલે અપશ્ચ થવાથી ઉલટી હાનિ પહોંચાડે છે. તે સમજાવવા પુરતે આ પ્રયત્ન છે. સધર્મનું માહાસ્ય જેટલું વિશેષ તેટલુંજ વિનયનું પણ માહા ભ્ય વિશેષજ હેવું જોઈએ. અહીં વિનયને અર્થ વિશિષ્ટ નીતિ એટલે સજનનું કર્તવ્ય. દયા, પ્રેમ, વિવેક, સંયમ, પરોપકાર, પરસેવા એ બધાં સર્જનનાં કર્તવ્ય છે. આવાં કર્તવ્ય બજાવનાર વિનીત ગણાય. આવા વિનયથી મહાપુરુષોની કૃપા પ્રસાદી સાધ્ય બને છે. વિશ્વમાં સુયશની Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દશવૈકાલિક સૂત્ર સુવાસ પ્રસરે છે, સાચું જ્ઞાન થાય છે અને આત્મદર્શન થઈ મુક્તિનો સરળ અને સીધે માર્ગ મળી રહે છે. એ વિનચ તેજ સધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ, ધૈર્ય એ તેને કંદ, જ્ઞાન એ તેને સ્કંધ. શુભભાવ-જેના દ્વારા તેને પોષણ મળે એ તેની ત્વચા, સંપૂર્ણ અનુકંપા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ત્યાગ એ તેની શાખાઓ, ઉત્તમ ભાવના એ તેની પ્રતિશાખાઓ, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ તેના પલ્લવો, નિર્વિષયતા, નિર્લોભતા અને ક્ષમાદિ ગુણે તે તેનાં પાત્ર, વાસનાને ક્ષય અને દેહાધ્યાસને ત્યાગ એ તેનાં પુષ્પો, મોક્ષરૂ૫ ફળ અને તેવી વીતરાગ દશામાં પ્રાપ્ત થતું નિરાબાધ સુખ તે તેને મધુર રસ સમજો. [8] જે ક્રોધી, અજ્ઞાની (મુખ), અહંકારી, સદા કટુ વચનને પ્રયોગ કરનાર, માયાવી અને ધૂર્ત હોય તે જીવાત્મા અવિનીત કહેવાય છે અને તે પાણીના પ્રબળ પ્રવાહમાં કાષ્ટ તણાય તેમ આ સંસારના પ્રવાહમાં તણાતા રહે છે. નોંધઃ-ક્રોધ, મૂર્ખતા, અભિમાન, કુવચન, માયા અને શઠતા એ બધાં સજજનતાના શત્રુઓ છે. આ ગુણે સાચા વિનયભાવને ઉત્પન્ન થવા દેતા નથી. અને તેથી તે જીવાત્મા લેક અને પરલોકમાં પ્રવાહમાં પડેલા કાણની માફક પરાધીન બની દુઃખ, ખેદ, કલેશ, શાક અને વૈર વિરોધમાં સબડયા કરે છે. તેને કયાંય શાંતિને શ્વાસ ખેંચવાને અવકાશ મળી શકતો નથી. [૪] કઈ ઉપકારી મહાપુરુષ જ્યારે સુંદર શિખામણ આપી તેને વિનયમાર્ગમાં લાવવા પ્રેરણા કરે ત્યારે જે મુખ મનુષ્ય ઉલટ કેપ કરી તે શિક્ષાને તિરસ્કાર કરે છે તે ખરેખર સ્વયં આવતી સ્વર્ગીય લક્ષ્મીને લાકડીથી રોકવા જેવું જ કાર્ય કરે છે. ૫ દાખલા તરીકે પ્રધાન સેનાપતિની શિક્ષાને આધીન નહિ થયેલા - હાથી અને ઘોડાઓ (અવિનીતતાને કારણે) જેમ ભાર વહન કર- વાના કામમાં જોડાઈને ખૂબ દુઃખ ભોગવતા દેખાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ ૧૨૭ [૬] તેમજ તેજ સેનાપતિની શિક્ષાને આધીન થયેલા હાથી અને ધાડાએ મહા યશ અને સમૃદ્ધિને પામી અતિ અતિ સુખ ભાગવતા દેખાય છે. નોંધઃ—જે ધાડાએ તથા હાથીએ શિક્ષિત નથી હેાતા તેમને ખૂબ ક્ષાર વહન કરવા પડે છે અને ત્યાં તેની કશી કદર કે કિંમત હેાતી નથી. પરંતુ જે શિક્ષિત હાય છે તેની ત્યાં ખૂબ પ્રશંસા થાય છે. તેને સારાં સારાં ભેાજને ખાવા મળે છે. તેના ઉપર જરીયા ઝુલા વગેરે આભૂષણેા ગાઢવાય છે. તેની સેવા માટે ચાકરો તૈયાર હૈાય છે. તેજ દ્રષ્ટાંતથી અવિનીત આત્મા અને સુવિનીત આત્માએનું સમજી લેવું. [૮] ઉપરના દ્રષ્ટાંત પ્રમાણે આ લોકમાં પણ જે નરનારી અવિનીતપણે વર્તે છે તેને પણ ખૂબ માર પડવાથી કેટલાકની ઇંદ્રિયા ખેાડીલી થઈ જાય છે કિવા કેટલાક ધવાયેલા બને છે. [૯] પરંતુ જે સ્ત્રી પુરુષોએ સુવિનીયની આરાધના કરી હેાય છે તે આ લોકમાં મટ્ઠા યશસ્વી અને મહાસંપત્તિને પામી સુખ ભાગવતા દેખાય છે. [૧૦] ( જે કદાચ દૈવયેનિમાં પુણ્યકર્માંથી જાય તાપણુ વિનયધથી જે વિરૂદ્ધ વર્તી હાય છે તે જીવાની ત્યાં પણ શી ચિંત થાય છે તે કહે છે.—) અવિનીત જીવેા દેવ, યક્ષ કે ભવનપતિ નામના દૈવરૂપે દૈવયેાનિમાં ઉત્પન્ન થાય તાપણુ ચાકરપણું પામીને દુ:ખ ભાગવતાજ દેખાય છે [૧૧] પણ જે વિનીત જીવાત્માએ હાય છે તે દેવ, યક્ષ કે ભવનપતિ દેવ થષ્ટને પણ ત્યાં મહા યશસ્વી તથા મહાસંપત્તિને પામીને સુખ ભાગવતાજ દેખાય છે. ( આવી રીતે પશુ, માનવ કે દેવ ત્રણે સ્થિતિમાં સુખ અને દુઃખને આધાર સદ્ગુણુની આરાધના પરજ છે. ) Page #161 -------------------------------------------------------------------------- ________________ * * * ૧૨૮ દશવૈકાલિક સૂત્ર નેધ–સુખ અને દુઃખને અનુભવ આત્મવિશુદ્ધિ પર નિર્ભર છે અને આત્મ વિશુદ્ધિને આધાર સધર્મની આરાધના પરજ હોય છે. બાહ્ય સંપત્તિ મેળવવી તે ભલે પુણ્યને આધીન હોય પરંતુ તેમાંથી સાંપડતું સુખ કે દુઃખ તે તો આત્મશુદ્ધિ અને આત્મમલિનતા પરજ આધાર રાખે છે. તેથી જ આત્મશુદ્ધિ કરવી તે જ જીવનનું મુખ્ય ધ્યેય છે એમ મહાપુરુષોએ કહ્યું છે. ઘણું સંપત્તિવાળા છ બિચારા પામર અને દુખી હોય છે છે ત્યારે કઈ કઈ સંપત્તિ ન હોવા છતાં સ્વાધીન અને સુખી હોય છે.” [૧૨] જે સાધકે પોતાના ગુરુ તથા વિદ્યાગુરુની સેવા કરે છે. અને આજ્ઞા અનુસાર વર્તે છે તેઓની શિક્ષા (જ્ઞાન) પાણીથી સિંચાયેલાં વૃક્ષોની જેમ પ્રતિદિન વધ્યે જાય છે. નોંધ –સતપુરુષની પ્રત્યેક ક્રિયાઓમાં સાધના ભંડાર ભર્યા હોય છે. તેઓની આસપાસનું વાતાવરણ જ એટલું પવિત્ર હોય છે કે તેમાંથી જિજ્ઞાસુ અને સત્યશોધક સાધક જીવનના અગમ્ય કેયડાઓને ક્ષણમાત્રમાં ઉકેલી શકે છે. [૧૦+૧૪] (હવે ગુરુના વિનયની આવશ્યકતા સમજાવે છે –-) ગૃહ સ્થ લોકે પિતાની આજીવિકા માટે કે પરના (સગા સંબંધીના ભરણપોષણ) માટે માત્ર લૈકિક (આ લોકમાંજ) સુખોપભોગ અર્થે કળાના આચાર્યો પાસેથી તે તે કળાના નૈપુણ્યને શીખે છે. અને રાજા તથા શ્રીમંતના પુત્રો પણ ત્યાં તે વિદ્યા શીખવા માટે આવીને વધ, બંધન, માર અને દારૂણ કષ્ટ સહન કરે છે. [૧૫-૧૬] તેવી બાહ્ય જીવનના ભરણપોષણની શિક્ષા માટે તેવા શ્રીમંત ના પુત્ર અને રાજકુમારે પણ તે કળા શીખવા સારુ (ઉપરનું કષ્ટ સહન કરે છે.) તે કળાચાર્યની સેવા કરે છે, તેને નમે છે, તેને ભારી સત્કાર કરે છે અને પ્રસન્નતાપૂર્વક તેમની આજ્ઞાને વશ થઈ વર્તે છે, તો પછી જે મેક્ષને પરમ પિપાસુ Page #162 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ મુમુક્ષ સાધક છે તે સાચું જ્ઞાન મેળવવા માટે શું ના કરે? : આથીજ મહાપુએ કહ્યું છે કે ઉપકારી ગુરુઓ જે કંઈ હિતકારી કહે તેનું ભિક્ષુ કદી ઉલંઘન ન કરે. નોધ -જે રીતે જૈનદર્શનમાં ગુરુ આજ્ઞાનું માહાચ ગાયું છે “આજામાં જ ધર્મ બતાવ્યો છે.” તે જ રીતે ગુરુની આદર્શતા ઉપર ખૂબ ભાર આપે છે. નિઃરવાર્થતા, શુદ્ધ ચારિત્ર અને પરમાર્થ બુદ્ધિ એ ગુરુના વિશિષ્ટ ગુણ છે, [૧૭] (હવે ગુરુ તરફને કાયિક વિનય બતાવે છે –) સાધક, ભિક્ષુ શયા, આસન, સ્થાન ગુરુ કરતાં નીચે રાખે. ચાલવામાં પણ ગુરુના આગળ ન ચાલે અને નીચે નમીને ગુરુદેવના પાદકમલને વંન કરે તથા ગુરુને હાથ જોડીને નમન કરે [] પિતાનું શરીર કિંવા વસ્ત્ર ઈત્યાદિ જે ગુજ્ઞા શરીરે અડકી લાગી જાય તે મારા આ “ અપરાધને માફ કરો. હવે હું ફરીથી તેમ નહિ કરું” એમ બોલી ફરીથી તે પ્રમાણે જ વિનયપૂર્વક વર્તન કરે. [૧૯] ગળિયે બળદ જેમ ચાબુક પડ્યા, પછીજ રથને વહન કરે છે તેજ પ્રમાણે જે દુષ્ટબુદ્ધિ અવિનીત શિષ્ય હોય છે તે ગુરુદેવ વારંવાર કહે ત્યારે જ તે કાર્ય કરે છે. [૨૦+૨૧] પરંતુ ધીર સાધુએ તે ગુરુ એકવાર કહે કે વધુ વખત કહે પણ તે વખતે પિતાની શયા કે આસન પર બેઠાં બેઠાં પ્રત્યુત્તર ન આપતાં પિતાનું આસન શીધ્ર છોડીને સેવાભાવપૂર્વક તેને પ્રત્યુત્તર આપવું જોઈએ. તેમજ તે બુદ્ધિમાન શિષ્ય તર્કથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગુરુશ્રીના અભિપ્રાયો અને સેવાના ઉપચારો જાણી તે તે ઉપાયોને સમય પ્રમાણે આદરે. નોંધઅહીં વિવેક અને વ્યવસ્થા જાળવવાનું, કહી મૂર્ખતા કે અંધશ્રદ્ધાને લેશ માત્ર સ્થાન નથી તેમ સમજાવ્યું છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ દશવૈકાલિક સૂત્ર [૨૨] વિનીતના સદ્ગુને નાશ થાય છે અને વિનીતને સઙ્ગાની સંપત્તિ સાંપડે છે. જે મનુષ્ય આ બે વસ્તુને જાણી લીધી છે તેજ સાચું જ્ઞાન મેળવી શકે છે. [૨૩] જે સાધક સંયમી બનીને પણ બહુ ક્રોધી, પેાતાના સ્વાર્થ અને સુખ માટે આતુર, ચાડીચુગલી કરનાર, ખાટા કાર્યોમાં સાહસિક, હલકા (દુર્ગુણી) મનુષ્યાનેા તાખેદાર, અધર્મી, અવિનયી, મૂર્ખ, પેટભરેશ એવા જે માત્ર નામને જ સાધુ હાય છે તે કદી મેક્ષના અધિકારી બની શકતા નથી. [૨૪] પરંતુ જે ગુરુનેાની આજ્ઞાને આધીન રહેનાર, જ્ઞાન તથા ધર્મના રહસ્યને જાણનાર અને વિનયનું પાલન કરવામાં પંડિત પુરુષા હૈાય છે. તેઓ દુઃખે કરીને તરી શકાય એવા સંસારમાં તરીને અર્થાત્ સકળ કર્મના ક્ષય કરીને સર્વોત્તમ એવી મેાક્ષગતિને પામી ગયા છે, પામે છે અને પામશે. નોંધ:-ક્રોધ, સ્વચ્છ દંતા, માચા, શાતા અને માંધતા એ પાંચ વિનયસખાના ફ્ક્તા શત્રુઓ છે. તેને ત્યાગ કરી તથા ઉપરના સદ્ગુણાની આરાધના કરી સાધક સૌંસારના પ્રવાહમાં ન વહેતા પેાતાની લીધેલ પ્રતિજ્ઞા પર અડગ અને સ્થિર રહે. એમ કહું છુંઃ એ પ્રમાણે વિનયસમાધિ નામના અધ્યયનનો બીજો ઉદ્દેશક સમાસ થયે.. ત્રાએ ઉદ્દેશક જે પૂન્યતા સગુણા સિવાય પણ સભ્ય છે તે પૂજ્યતા સ્વ ગંને પર ઉભયને બાધક છે, વિકાસની રાધક છે અને પશ્ચાત્તાપની જ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ ૧૩૧ : તેવી પૂજ્યતાને રંગ જ્યાં સુધી પ્રજામાં જડતા, મૂર્ખતા અને અદૂરદર્શિતા હોય છે ત્યાં સુધી જ ટકે છે. પરંતુ પ્રજામાં જ્યારે જ્ઞાન, ગુણગ્રાહકતા અને વિવેકબુદ્ધિ જાગે છે ત્યારે તે પૂજ્ય રંગવિહેણું બની પામરતામાં પલટાઈ જાય છે. આથીજ મહર્ષિજને તેવી ક્ષણિક પૂજ્યતાને પ્રાપ્ત કરવાને લેશમાત્ર નિર્દેશ કરતા નથી. પૂજ્યતા જે ગુણેથી લભ્ય થાય છે તે જ ગુણેને અહીં નિર્દેશ કર્યો છે. ગુરુદેવ બોલ્યા:[૧] જેમ અમિહેત્રી બ્રાહ્મણ અગ્નિની શુશ્રષા કરવામાં સાવધાન રહે ' તે પ્રમાણે શિષ્ય પોતાના ગુરુની સેવા કરવા માટે સાવધ રહેવું ઘટે. કારણકે આચાર્યની દ્રષ્ટિ અને સારા પરથી જ જાણીને જે સાધક આચાર્યની ઇચ્છાઓને આરાધી લે છે (સમજી પૂર્ણ કરે છે) તેજ પૂજનીય બને છે. ૨) જે શિષ્ય સદાચારની આરાધના માટે વિનય કરે, તેમની સેવા કરતે કરતે ગુરુજનેનું વાક્ય સાંભળી તેના કહેવા પ્રમાણે જ કાર્ય કરે અને ગુરુનું અપમાન ન કરે તે જ સાધક પૂજનીય બને છે. જે પિતાથી જ્ઞાનમાં કે સંયમમાં વડીલ હોય તે વયમાં નાના હોય તો પણ તેને વિનય કરે. વળી જે ગુણીજન પાસે નમ્રભાવે વર્તે તથા જે સત્યવાદી, વિનયી અને ગુરુજનોની આજ્ઞા પ્રમાણે ચાલનાર હોય તે પૂજનીય છે. [૪] જે ભિક્ષુ સંયમયાત્રાના નિર્વાહ માટે હમેશાં સામુદાનિક વિશુદ્ધ અને અજ્ઞાત ઘરમાં ગોચરી કરે, પરંતુ ત્યાં આહાર ન મળે તો ખેદ ન કરે તેમ મળે તે બડાઈ ન મારે તે પૂજ્ય બને છે. : Page #165 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર નેધ–સામુદાવિક ગોચરી એટલે શ્રીમતી કેગરીબના ઘર ભેદ ચાખ્યા સિવાય અભેફભાવે ભિક્ષા મેળવવી, અજાણ્યા ઘરોમાં પાભિક્ષાર્થે જવું. કારણ કે તેમ કરવાથી શુદ્ધ અને પ્રદુષિત ભિક્ષા મેળવી. સુલભ થાય છે. કદાચિતું ભિક્ષા ન મળે, તો વિલાપ કરે નહિ અને મળે તે “એ મેળો વુિં અભિમાન લાવે નહિ. [૫] સંથારે, શવ્યાસ્થાન, આસન અને ભાતપાએ સુંદર કે અતિ મળવા છતાં અ૮૫ની ઈચ્છા રાખી જરૂરિયાત પૂરતું જ લઈ જે પિતાના આત્માને સંતોષે તથા ન મળે તે પણ સદા ઉત્તમ પ્રકારના સંતોષમાં રક્ત રહે તે પૂજ્ય છે. દિ ઉત્સાહી મનુષ્ય વડે ધન કે તેવી કોઈપણ વસ્તુની આશાથી લોખંડના કાંટાઓ પર ચાલવું કે સૂવું શક્ય છે પણ કાનમાં બાણની માફક ખૂંચે તેવા કઠોર વાણી રૂપ કંટકને કેઈપણ જાતના સ્વાર્થ વિના સહન કરવા તે બહુ બહુ અશક્ય છે છતાં તેને પણ જે સહન કરે છે તે ખરેખર પૂજનીય છે. [૭] (લેખંડના કાંટાઓ કરતાં પણ વાણીના કાંટાઓ કેવા ભયંકર દુઃખદ હોય છે તે બતાવે છે - ) વળી જોખંડના કાંટાઓ તે મુહૂર્ત (બેઘડી) જ દુઃખ આપે છે અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો હૃદયમાં એવા તે આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી; અને, તે એવા તે ગાઢ વૈર કરનારા હોય છે કે તે દ્વારા અનેક અત્યાચાર અને દુષ્કર્મો થઈ જાય છે કે જેના પરિણામે જન્મ સુધી હલકી ગતિમાં દુઃખ સહેવાં પડે છે (એવા તે મહા ભયંકર હોય છે.). નેધ–આ અનુભવી પુનું કેવું અનુભવ અમૃત છે! એક કાર બચતના પરિણામે કરે માનવને સંહાર ! એક કહેર વચતના પરિણામે પારિક સુરકારિતાના વિનાશ ! અને એક કાર વચનના પરિણામે પવિ Page #166 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ * * * છતાને શિખરે પહોંચેલી વ્યક્તિઓનાં પતન મહાભારતના અને બીજા અનેક ઇતિહાસમાં નથી નજરે ચડતાં? આજે પણ કઠોર વચનમાં દુષ્પરિણામો નાથી અજાણ્યાં છે? આથી જ વાચાની શુદ્ધિ પર મહર્ષિઓએ ખૂબ ભાર આપે છે. [૮] કઠેર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાં જ ચિત્તમાં કઈ વિચિત્ર પ્રકારનો વિકાર કે જેને વૈમનસ્ય કહેવામાં આવે છે તેવું ઉત્પન્ન કરી દે છે. પરંતુ તેવાં કહેર વચનને પણ જે મેક્ષમાર્ગને શૂરવીર અને જિતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પિતાને ધર્મ માની પ્રેમપૂર્વક સહન કરે છે, તે જ ખરેખર પૂજ્ય છે. નેધ–ક્ષમા એ વીર પુરુષનું ભૂષણ છે. શક્તિ હોય તે જ સહન કરી શકે છે. પામર કદાચ કાયાથી સહન કરે પણ તેના મનની વિક્રિયા કદી સહી શકતી નથી. તેમાં પણ શસ્ત્રોના ઘા શિર પર ઝીલી લેનારા અને સામે પ્રહાર કરનારા લાખે શરીરે મળી શકે; પ્રતિક્રિયા કર્યા વિના દેહદુ:ખ સહન કરનારા સાધકે પણ મળી શકે; પરતુ વિના વાંકે શબ્દના બાણ પડતાં હોય તેને પ્રેમપૂર્વક ઝીલી લેનારા તો વિરલ જ મળવાના.. [૯] જે સાધુ કાઈપણ મનુષ્યની પાછળ તેના કદી અવર્ણવાદ (નિંદા) ન બેલે, પ્રત્યક્ષમાં કદી વેરવિરોધ થાય તેવી ભાષા ન બેલે તથા નિશ્ચયાત્મક અને અપ્રિય કરનારી ભાષા પણ કદાપિ ન બેલે તેજ ખરેખર પૂજય છે. સેંધા–નિંદા જેવું કોઈ પણ વિષ નથી. જેની નિંદા કરતી હોય તે માણસ કદાચ દૂષિત હોય તે તેના દોષો નિંદા કરવાથી ઘટવાને બદલે વધે છે. જે નિંદા કરે તે પોતે તે જ દુષ્ટ બનતો રહે છે અને જેની પાસે નિંદા થતી હોય તે વાતાવરણ ગંદુ અને ઝેરી બનાવે છે. આ દુર્ગુણદારા પિતાનું અને સમાજનું એમ બન્નેનું હિત હણાય છે તેથી તે દુર્ગાને સર્વથા ત્યાગ કર. [૧ જે અલેલુપી, અકૌતુકી (હાથચાલાકીની વિદ્યાથી રહિત), મંત્રજંત્રાદિ ઈજાળ નહિ કરનાર, અમાથી (નિષ્કટી) અને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દશવૈકાલિક સૂત્ર પિશુનતા રહિત, અદીનવૃત્તિવાન અને જે સ્વયં પેાતાની પ્રશંસા ગાતા નથી તેમ અન્યની પાસે પ્રશંસા કરાવવાની ઈચ્છા પશુ ધરાવતા નથી તેજ ખરેખર પૂજ્ય છે. [૧૧] “ હું આત્મન્ ! સાધુ ગુણાથી જ થવાય છે અને અસાધુ પશુ અવગુણુાથીજ ચવાય છે માટે તું સાગુણાને ગ્રહણ કર અને અસાધુગુણા ( અવગુણુા ) ને ત્યાગી દે. ” આવી રીતે પેાતાનાજ આત્માર્થી પેાતાના આત્માને સમજાવીને જે રાગ અને દ્વેષના નિમિત્તોમાં સમભાવ જાળવી શકે છે, તેજ ખરેખર પૂજનીય છે. નોંધઃ—સદ્ગુણાની સાધનામાં જ સાધુતા છે અન્ય ચિહનામાં નહિ. આવી વિચારણા જે જે સાધકમાં ઉત્પન્ન થાય છે તે જ સાધુ સાધુત્વને આરાધી પેાતાના દાષાને દૂર કરી શકે છે. [૧૨] પેાતાથી વડીલ હા કે નાની ઉમ્મરના હા, સ્ત્રી હા હા, શિક્ષિત હૈ। કે ગૃહસ્થ હા. કાષ્ટની પણ જે તિરસ્કાર ન કરે તેમજ અહંકાર અને ક્રીષને તિલાંજલિ આપી કે તેજ ખરેખર પૂજ્ય છે. કે પુરુષ નિંદા કે [૧૩] ગૃહસ્થ જેમ પેાતાની કન્યાને યત્નપૂર્વક ચાગ્યઠેકાણું મેળવી ત્યાં વરાવી ? છે તેજ પ્રમાણે શિષ્યથી પૂજાયેલા ગુરુદેવ પણ્ યત્નપૂર્વક જ્ઞાનાદિ સદ્ગુણોની પ્રાપ્તિ કરાવી ઉચ્ચ ભૂમિકાપર સાધકને મૂકી દે છે. એવા ઉપકારી અને માન આપવાને યેાગ્ય મહાપુરુષાને જે જિતેન્દ્રિય, સત્યમાંજ સદા રક્ત અને તપસ્વી સાધક પૂજે તેજ ખરેખર પૂજનીય બને છે. [૧૪] સદ્ગુણ્ણાના સાગર સમા તે ઉપકરી ગુરુએનાં સુષિતા સાંભળીને જે મુદ્ધિમાન મુનિ પાંચ મહાવ્રતા અને ત્રણ ગુપ્તિએ (મન, વચન અને કાયાના સંયમ )થી યુક્ત થઇ ચારે કાયાના ક્રમશઃ ત્યાગ કરતા રહે છે તેજ ખરેખર પૂજ્ય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વિનય સમાધિ નોંધ –અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સંપૂર્ણ પાલન કરવું તે મહાવ્રતો છે. [૧૫] આવી રીતે અહીં સતત ગુરુજનની સેવા કરીને જેનદર્શનનું રહસ્ય જાણવામાં નિપુણ અને જ્ઞાનકુશળ વિનીત ભિક્ષુ પિતાના પૂર્વે કરેલાં પાપકર્મના મેલને પણ દૂર કરીને અનુપમ પ્રકાશવાળી મોક્ષગતિને પામે છે. નેધ–લાભ કે હાનિમાં, તથા નિંદા કે સ્તુતિમાં સમાનતા, સંતોષ, જિતેન્દ્રિતા એવા એવા સાધુગુણેને સ્વીકાર અને દીનવૃત્તિ, નિંદા, અને તિરસ્કાર જેવા દર્શને ત્યાગ તે જ પૂજ્યતાનાં જનક છે. શમણ કદી પૂજ્યતાને ચાહતો નથી. છતાં ગુણની સુવાસ પૂજ્યતાને વયં આકર્ષે છે. આવો શ્રમણ શીધ્ર પોતાનું સાધ્ય સાધી નિર્વાણુના અનુપમ આનંદનો શીધ્ર ઉપભોગ કરી શકે છે. એમ કહું છું:. એ પ્રમાણે વિનયસમાધિ નામના અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક પૂર્ણ થયા. - ચોથો ઉદ્દેશક સમાધિ એટલે અધ્યાત્મશાન્તિને અનુભવ. અધ્યાત્મશાંતિના પિપાસુ સાધકે સમાધિને સાધવા ઈચ્છે છે તે સમા ધિનાં અહીં ચાર સાધનો સમજાવ્યાં છે. જે સાધુએ તે સાધનેને સાવધાનીથી ઉપયોગ કરે છે અને પ્રત્યવાને સમજી સાથે સાથે તેના પરિહાર કરે છે તે જ સાધકે આગળ વધે છે. જે સાધનને દુરુપયોગ કરે છે તે પોતે પટકાઈ પડે છે અને સાથે સાથે સાધનેને પણ ગુમાવી બેસે છે. આ વસ્તુ બરાબર સમજાવવા સારુ શિષ્યને સંબોધીને ગુદેવ બોલ્યા:સુધર્મ સ્વામીએ પિતાના શિષ્ય બૂસ્વામીને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું હતું કે – Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ દશવૈકાલિક સૂત્ર | હે આયુશ્મન ! ભગવાન મહાવીરે આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું છે. તે સ્થવિર (પ્રાઢ અનુભવી) ભગવાને વિનયસમાધિનાં ચાર સ્થાને વર્ણવ્યાં છે. શિષ્ય કહ્યું – હે પૂજ્ય ! તે સ્થવિર ભગવાનએ કયાં ચાર સ્થાને વર્ણવ્યાં છે ? - ગુરુદેવે કહ્યું–તે સ્થવિર ભગવાનેએ આ ચાર વિનયસમાધિનાં સ્થાને વર્ણવ્યાં છે તે આ પ્રમાણે છે –(1) વિનયસમાધિ, (૨) શ્રુત સમાધિ, (૩) તપસમાધિ અને (૪) આચારસમાધિ. [૧] જે જિતેન્દ્રિય સંયમીઓ હમેશાં પિતાના આત્માને વિનય સમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિમાં આત્માને રમાડે છે તે ખરેખર પંડિત પુરુષ છે. તે વિનયસમાધિના પણ જે ચાર ભેદે છે તે આ પ્રમાણે છે(૧) જે ગુરુની પાસેથી શિક્ષણ પ્રાપ્ત થયું છે તે ગુરુને મહા ઉપકારી જાણી તેની સેવા કરે, (૨) તેની સમીપમાં રહી વિનય જાળવે, (૩) ગુરુના વચનનું યથાર્થ પાલન કરે અને (૪) વિનયી હોવા છતાં અહકારી ન બને. તે પૈકી ચોથું પદ ખાસ યાદ રાખવું. અહીં આ પ્રમાણે તે વિષયને લૅક કહે છે – [૨] મોક્ષાથી સાધક હિતંશિક્ષાને સદા ઈચ્છે. ઉપકારી ગુરુની સેવા કરે, ગુરુની સમીપમાં રહી વચનનું પાલન કરે અને અભિમાનના મદથી અહંકારી ન બને તે જ વિનયસમાધિનો આરાધક ગણાય છે. “ચાર પ્રકારની કૃતસમાધિ કહેવાય છે કે આ પ્રમાણે મેં સાંભળી છે” એમ ગુરુદેવ બોલ્યા: તે આ પ્રમાણે છે – (૧) અભ્યાસ કરવાથી મને સૂસિદ્ધાંતનું પરિપકવ જ્ઞાન થશે” તેમ ખામી અભ્યાસ કરે, (૨) “અભ્યાસ કરવાથી મારા ચિત્તની એકા Page #170 -------------------------------------------------------------------------- ________________ વિનયસમાધિ ૧૭ ગ્રતા કેળવાશે” તેમ ધારી અભ્યાસ કરે, (૩) “મારા આત્માને સધર્મમાં બરાબર સ્થિર કરીશ” એમ માની અભ્યાસ કરે અને (૪) જે હું ધર્મમાં બરાબર સ્થિર હઈશ તો અન્યને પણ ધર્મમાં સ્થાપી શકીશ. તે પ્રમાણે ચાર પદો થાય છે. તે પિકી ચોથું પદ ખાસ યાદ રાખવું. અહીં તે વિષયને લૅક કહેવાય છે – [3] શ્રુતસમાધિમાં રત થયેલ સાધુ સત્રોને ભણુને જ્ઞાનની, એકાગ્ર ચિત્તની, ધર્મસ્થરતાની અને અન્યને ધર્મમાં સ્થિર કરવાની . શક્તિ કેળવે છે. માટે સાધકે મૃતસમાધિમાં રક્ત થવું ઘટે. આ ચાર પ્રકારની ખરેખર તપસમાધિ પણ થાય છે અને તે આ પ્રમાણે છેઃ-(૧) સાધક ઐહિક સ્વાર્થ (આલેકના સુખ) સારુ તપ ન કરે, (૨) પારલૌકિક (સ્વર્ગાદિ) સુખ સારુ તપ ન કરે, (૩) કીર્તિ, વર્ણ, (લાઘા) શબ્દ કે લેકને માટે તપ ન કરે અને (૪) નિર્જ (પાપકર્મને વીખેરવું તે) સિવાય કોઈપણ બીજા કારણે ત૫ ન કરે તે પૈકી ચોથા પદને બરાબર યાદ રાખે. તેને શ્લેક આ પ્રમાણે છે – [૪] તપસમાધિમાં હમેશાં જોડાયેલે સાધક ભિન્નભિન્ન પ્રકારના સદ્દગુણોના ભંડારરૂપ તપશ્ચર્યામાં હમેશાં રક્ત થાય અને કોઈપણ પ્રકારની આશા રાખ્યા સિવાય તે નિર્જરાર્થીજ (કર્મને ક્ષીણ કરવાની ભાવના રાખનાર) બને તો તે સાધુ તપદ્વારા તે પ્રાચીન પાપને પણ દૂર કરી શકે. નેંધ –સર્વ દિશાવ્યાપી ચશને કીર્તિ, અમુક દિશાવ્યાપી ચશને વર્ણ. ગામમાં જ ફેલાતાં ચશને શબ્દ અને કુળમાં જ ફેલાતા મર્યાદિત ચશને લેક કહેવાય છે. આચારસમાધિ પણ ચાર પ્રકારની હોય છે. તે આ પ્રમાણે છે – કઈ પણ સાધક (૧) અહિક સ્વાર્થ સારુ શ્રમણના સદાચારોને ન સેવે, (૨) પરલૌકિક સ્વાર્થ સાર પણ સદાચારને ન સેવે, (૩) કીર્તિ, વર્ણ, શબ્દ કે શ્લોકને માટે પણ સાધુના આચાર ન પાળે અને (૪) (અર્થાત) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ દશવૈકાલિક સૂત્ર અર્હત દેવાએ ફરમાવેલા નિરાના હેતુ સિવાચ કોઇપણ સ્વાર્થ માટે આચાર ન પાળે. તે પૈકી ચાથુ પદ ખરાખર યાદ રાખવું. અહીં ફ્લેકિ આ પ્રમાણે છેઃ www [૫] જે સાધુ દમિતેન્દ્રિય બની આચારથી (સચ્ચારિત્રથી) આત્મસમાધિને અનુભવે છે, જિનેશ્વરાના વચનમાં અણુ થઈ ગયે હેાય છે, વાદવિવાદોથી વિરત અને સંપૂર્ણ ક્ષાયક ભાવને પામી આત્મમુક્તિની નિકટ ગયેલા હાય છે— [૬] તે સાધુ ચાર પ્રકારની આત્મસમાધિને આરાધી, સુવિશુદ્ધ થઈ તથા ચિત્તની સુસમાધિ સાધીને પરમ હિતકારી અને એકાંત સુખકારી એવું પેાતાનું કલ્યાણુસ્થાન સ્વયં પ્રાપ્ત કરે છે. [૭] આથી તે જન્મ અને મરણના ચક્રથી તથા દુન્યવી લાગણીથી સર્વથા મુક્ત થઇ શાશ્વત (કાયમી) સિદ્ધ થાય છે. અથવા જે ઘેાડાં પૂર્વક બાકી રહી ગયાં હાય તે। મહાન ઋદ્ધિશાળી સર્વોત્તમ કાટિના દેવ અને છે. નોંધ:-> તપમાં ભૌતિક વાસનાની ગંધ નથી, જે તપમાં કીર્તિ કે પ્રશંસાની આકાંક્ષા નથી, માત્ર કર્મોંમળથી મુક્ત થવા સારુજ જે તપને આદરે છે તે જ આદર્શ તપશ્ચર્યાં છે. જે આચારમાં આત્મદમન, મૌન અને સમાધિ છે એ જ સાચેા આચાર છે. જે વિનયમાં નમ્રતા, સરળતા અને સેવાભાવ છે એજ વિનય છે અને જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય છે તે જ સાચુ જ્ઞાન છે. એમ કહું છું: એ પ્રમાણે વિનયસમાધિ નામનું નવમું અધ્યયન પૂર્ણ થયું. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ નામ આદર્શ સાધુ વૈરાગ્યના ઉરેકથી જ્યારે હૃદય વાસિત બને છે ત્યારે જ ત્યાગ પર પ્રેમ જાગે છે, ત્યાગની લગની લાગે છે અને તે મુમુક્ષુ કઈ ગુરુદેવને શેાધી ત્યાગમાની વિશાળ વાટિકામાં વિહાર - આસાત અને સ્વચ્છંદતાના ત્યાગને એકરાર કરી, પ્રતિજ્ઞા લઈ કડક નીતિનિયમો સ્વીકારે છે. આવી યાજજીવનની તીવ્ર પ્રતિજ્ઞા લેનાર ત્યાગીની આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક દષ્ટિએ કેટલી જવાબદારી હેય, છે તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે. ગુરુદેવ વા– [૧] (બુદ્ધ પુરુષેના ઉપદેશ કે કોઈ નિમિત્તથી) ગૃહસ્થાશ્રમને છોડીને - ત્યાગી થયેલ ભિક્ષુ હમેશાં જ્ઞાની પુરુષોના વચનમાં રક્ત રહે અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે નિત્ય ચિત્તસમાધિ જાળવે, સ્ત્રીઓના પાશમાં ન પકડાય અને વમેલા ભેગેને પાછા ભેગવવા ન ઇચ્છે તેજ આદર્શ ભિક્ષુ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ -- - - ૧૪૦ દશવૈકાલિક સૂત્ર [૨] જે પૃથ્વીને સ્વયં ન દે, ન ખેલાવે અને ખોદતે હેય તેને અનુમોદન પણ ન આપે; વળી સચિત પાણું પોતે ન પીએ, ન પાય અને પીતો હોય તેને અનુમોદન ન આપે; તેમજ અગ્નિ એ આ વિશ્વમાં તીણુ શસ્ત્ર છે (સર્વને નાશ કરી નાખે છે.) તેને સ્વર્ય ન બાળે, બીજા દ્વારા બનાવે નહિ કે બાળતો હોય તેને અનુમોદન પણ ન આપે તે આદર્શ ભિક્ષુ છે. નેધ–અહીં કોઈને શંકા થાય કે એમ શા માટે? તેનું સમાધાન એ છે કે જૈન દર્શનમાં આધ્યાત્મિક વિકાસની બે શ્રેણિઓ છે. (૧) ગહસ્થ સંયમીમાર્ગ અને (૨) સાધુસંયમીમાર્ગ. ગૃહસ્થસંચમીને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંયમ પાળવાન હોય છે, તેથી તેની અહિંસા, બ્રહ્મચર્ચ અને ત્યાગ તે પ્રમાણમાં મર્યાદિત હોય છે. પરંતુ ત્યાગીને તે સંપૂર્ણ અહિંસા, સંપૂર્ણ બ્રહ્મચર્ય અને સંપૂર્ણ સંયમ પાળવાનાં હોય છે. ઉપરના લોકમાં સાધુના ત્યાગની બિના છે. પૃથ્વી, પાણી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પોતે સજીવ છે. પરંતુ તે સૂક્ષ્મ જીવો હોવાથી તેની લાગણી પ્રત્યક્ષ દેખાતી નથી. તેની અહિંસા સંપૂર્ણ રીતે ગૃહસ્થ જીવનમાં સાધ્ય નથી. માટેજ ગૃહસ્થસંચમમાર્ગ તેની મર્યાદા છે. પરતુ . ત્યાગી જીવનમાં આવી અહિંસા સહજ સાધ્ય છે. તેથી ત્યાગી સાધુ માટે તેવી સૂમ અહિંસા પણ સર્વથા ત્યાન્ય બતાવી છે. [8] પંખા વગેરે સાધનથી પવમ પિતે ન નાખે, ને બીજા પાસે નંખાવે અને વનસ્પતિઓને પણ ન છે કે ન છેદાવે; માર્ગમાં - સચેત બીજો પડયાં હોય તે તેને છોડીને ચાલે અને ભિક્ષા પણ સચેત હોય તો ન લે તે આદર્શ ભિક્ષુ ગણાય છે. [૪] જે પિતાને (માટે) ઉદ્દેશીને બનાવેલી ભિક્ષા ન લે તેમજ પોતે સ્વયં ભોજન ન પકાવે કે અન્યદ્વાર પણ ન પકાવે તેજ આદર્શ અહિંસક ભિક્ષુ છે, કારણ કે ભિક્ષા પકાવવાથી પૃથ્વી, ધાસ, કાઈ અને તેને આશ્રયે રહેલા ઇતર જીવોની પણ હિંસા થાય છે માટે ભિક્ષુ તેવી હિંસક પ્રવૃત્તિને છેડી દે. Page #174 -------------------------------------------------------------------------- ________________ = == = ભિક્ષુ નામ ૧૪ Rધ –અહીં શંકા થાય કે સાધુજીવનમાં પણ ખેરાકની અપેક્ષા તો છે જ તો પોતે ન પકાવે તો તેને માટે બીજા પકાવશે અને બીજે, પકવે. તે તે પકાવનાર માણસને ઉપયોગી સમય, તકલીફ અને પદાર્થનો વ્યય થશે અને સાધુ મહારાજેના નિમિતે, તે તેટલો વધુ પાપનો ભાગી બનશે? તે આટલી ઉપાધિમાં બીજાને નાખી પોતાનો વાર્થ સાધવો તેમાં વિપકારક ભગવાન મહાવીરની અહિંસા કેવી રીતે જળવાઈ શકશે? આનું સમાધાન સ્પષ્ટ છે કે સાધુજીવન એટલે નિઃસ્વાર્થી, નિઃસ્પૃહી અને સ્વતંત્ર જીવન. નિઃસ્વાર્થતા, નિ:સ્પૃહતા અને સ્વતંત્રતા એટલી બધી નિલેપી વસ્તુઓ છે કે તે પોતે પોતાના ભાર૫ર ટકી રહે છે એટલું જ નહિ બલકે બીજા ભાર પણ ખેંચી શકે છે. જે હલકી વસ્તુ હોય તે ઉપર જ રહે અને પિતા પ્રત્યે અન્યને પણ આકર્ષે. આમ હોવાથી જ્યાં સાધુજીવન હોય છે ત્યાં શાંતિ હોય છે. વિશ્વના જીવ માત્ર શાંતિના પિપાસુ હોવાથી તે તરફ સ્વયં આકર્ષાય છે. ત્યાગ તરફનું આ આકર્ષણ તે જ ભક્તિતવ. આ ભક્તિતવ માનવહૃદયમાં રહેલા અર્પણુતાના ગુણને બહાર ખેંચી લાવે છે. જગતના પદાર્થોને જે જીવાત્મા જેટલો ઉપભોગ કરતો હોય છે તેમાં તેની અધિક મેળવવાની સતત સ્વાર્થવૃત્તિ (તૃષ્ણ) તેના હૃદયની ઉંડાણમાં રહેલી હોય છે. તેથી તે પોતાની આવશ્યક્તા કરતાં વધુને વધુ પદાર્થોને સંચય કરી બે હોય છે. અથવા પૂરતું મળ્યું હોય તો તેથી અનેકગણું મેળવવાની ઈચ્છા સેવતો હોય છે. જ્યારે તેનામાં અર્પણતાને ગુણ પ્રકટ થાય છે ત્યારે તેની સ્વાર્થવૃત્તિ પ્રથમ તે દાન કે પરોપકારનું રૂપ પકડે છે. આવી આવી વૃત્તિના પ્રભાવે આ જગતમાં સાધનહીન અને અશક્ત છવોના વિવાહ થયા કરે છે. પરન્તુ તે દાનવૃત્તિ કે પરોપકારવૃત્તિને આદર્શ ભિક્ષુઓ જે લાભ લે તો તેટલો જ ઇતર એટલે કે અશક્ત જીવોમાંથી ભાગ પડે, આથી જ તેથી આગળ વધી જ્યારે માનવહૃદયમાં સંયમવૃત્તિ જાગે છે, અર્થાત પોતાની જાત માટે ઓછો ઉપભોગ લઈને એટલે કે તેમાંથી જ વધારીને પોતાના પૂન્ય પાત્રને અર્પે છે ત્યારે તે ભિક્ષુઓ તેટલા અપેલા ખેતરમાં જ પોતાને નિર્વાહ કરી લે છે. આથી જૈનભિક્ષુઓ કેવી વૃત્તિથી સિમ મેળવે છે. તે માટે ભ્રમ દ્રષ્ટાંત આપ્યું છે. હજુએ દશ સહ-અ. પહેલું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દશવૈકાલિક સૂત્ર આવી રીતે આ નિમિત્તે ગૃહસ્થામાં પણ સંચમવૃત્તિને આવિર્ભાવ ચતે રહે છે. જૈનદર્શનમાં દાન કે પરોપકાર કરતાં સંચમને ઉચ્ચ કોટિનું સ્થાન છે. કારણ કે દાતાર પોતાના ઉપગની સામગ્રી બરાબર લઈને પછી વધુ હોય તે જ દાન કરે છે. પરોપકારમાં પણ ઊંડી ઊંડી પ્રત્યુપકારની વાસના છે. જ્યારે સયમમાં તે સ્વાર્થ બિલકુલ ન હોવા છતાં સંચમી વિશ્વમાં પ્રાપ્ત થયેલાં પોતાનાં સાધને સ્વચ છેડી દે છે. આથી જ તે સંયમ દ્વારા વિશ્વનાં અનેક પ્રાણુઓના આશીર્વાદ ગુપ્ત રીતે મેળવતો રહે છે. આ પરથી સહજ રીતે સમજાશે કે ત્યાગીજીવન એ ગૃહસ્થ જીવનને બોજારૂપ નથી પરંતુ ગૃહસ્થજીવનને માનસિક બજારમાંથી બહાર ખેંચી હળવું કરી દેવામાં નિમિનરૂપ છે અને તેવું ત્યાગીજીવન હોય તે જ તે ત્યાગી જીવન કહેવાય. પરંતુ જ્યારે ત્યાગીજીવન ગૃહસ્થજીવનને બોજારૂપ થઈ પડે તેવું બને ત્યારે તે જીવન ઉપરના બને છેવન કરતાં નિકૃષ્ટ એટલે કે ભિખારીજીવન બની જાય છે. પિ જે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં ઉત્તમ વચને તરફ રુચિ ધરાવીને સૂક્ષ્મ અને ધૂળ બન્ને પ્રકારના છ જવનિકાય પ્રત્યેક પ્રાણસમૂહ)ને પિતાના આત્મસમાન માને, પાંચ મહાવ્રતને સ્પર્શ કરે અને પાંચ પ્રકારનાં પાપહાર ( મિથ્યાત્વ, વ્રતરહિતતા, કષાય, પ્રમાદ અને અશુભ યોગ-વ્યાપાર)થી રહિત થાય તેજ આદર્શ ભિક્ષ છે. નોંધા-જેમ પિતાને સુખ, શાંતિ અને આનંદ પ્રિય છે. તે જ રીતે જગતના સૂફમથી માંડીને મોટા છ સુધી સોને તે જ પ્રિય છે તેવું જાણી પિતાનું વર્તન અન્યને સુખકારક બનાવવું તેને આત્મસમાનવૃત્તિ કહેવામાં આવે છે. [] જે ક્રોધ, માન, માયા અને લેભનું હમેશાં વમન કરતે રહે છે, જ્ઞાની પુરુષોના વચનમાં ચિત્તને સ્થિર કરી રાખે છે, તેનું, - ચાંદી ઇત્યાદિ ધનને છોડી દે છે તેજ આદર્શ ભિક્ષુ છે. [] જે મૂઢતાને છેડી પિતાની દ્રષ્ટિ શુદ્ધ (સમ્યગૂ દ્રષ્ટિ) રાખે છે, - મન, વચન અને કાયાને સંયમ રાખે છે, જ્ઞાન, તપ અને Page #176 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ નામ ૧૪૩ સંયમમાં રહી તપથી પૂર્વકર્મોને ક્ષીણું કરવાનો પ્રયત્ન કરે છે તેજ આદર્શ ભિક્ષુ છે. [૮] તેમજ ભિન્નભિન્ન પ્રકારનાં આહાર, પાણી, ખાવ કે સ્વાદ વગેરેની સુંદર ભિક્ષા મેળવીને કાલ કે પરમદિવસે વાપરવામાં કામ લાગશે તેમ ધારીને જે સાધક સંચય ન કરે કે ન કરાવે તે આદર્શ ભિક્ષુ છે. ]િ તેમજ જે ભિન્નભિન્ન પ્રકારનાં ભજન, પાન, સ્વાદ અને ખાવા વગેરે આહાર મેળવીને પિતાના સ્વધર્મ સાથીદાર સાધુઓને બેલાવીને તેની સાથે ભજન કરે છે અને ભોજન કરીને સ્વા ધ્યાયમાં રત રહે છે તે જ આદર્શ ભિક્ષુ છે. - નેંધ –પિતાના સાથીદારે સિવાય એકાકી શિક્ષા કરવામાં એક્ષપટાપણું વગેરે દોષો છે; અને નિ:સવાર્થ એ તો સાધુજીવનનું પરમ સાધન છે તેથી તે દ્રષ્ટિએ સહભોજન બતાવ્યું છે અને અનુપગી વાતને કચરો ન ભરાય તે સારુ સ્વાધ્યાય પ્રેમ કેળવવાનું સમજાવ્યું છે. [] જે ટેટ, ફસાદ કે કલેશ થાય તેવી કથા ન કહે, નિમિત્ત મળવા છતાં કોઈ પર કાપ ન કરે, ઈ દિયોને નિશ્ચલ રાખે, મન શાંત રાખે, સંયમયોગમાં સતત સ્થિર ભાવે જોડાયેલો રહે તથા ઉપશાંત રહી કોઈને પણ તિરસ્કાર ન કરે તેજ આદર્શ ભિક્ષુ છે. [૧૧] જે ઈદ્રિયોને કાંટા સમાન દુઃખ દે તેવાં આક્રોશ વચન, પ્રહાર અને અગ્ય ઠપકાઓ સહન કરે, જ્યાં ભયંકર અને પ્રચંડ * ગર્જના થતી હોય તેવા ભયાનક સ્થાનમાં પણ રહી શકે (અથવા જે ભયંકર શબ્દ, હાસ્ય,) સુખ અને દુઃખ બધું સમાન રીતે જાણી વહન કરે તેજ આદર્શ ભિક્ષુ છે. [૧૨] જે સ્મશાન જેવા સ્થળે •વિધિયુક્ત :પ્રતિમા (એક પ્રકારની ઉરચ કોટિની તપશ્ચર્યાની ક્રિયા)ને અંગીકાર કરી ત્યાં ભય ઉત્પન્ન Page #177 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક. સૂત્ર કરે તેવા ભયાનક શબ્દ સાંભળીને પણ જે ન બીએ અને વિવિધ સદ્દગુણે અને તપશ્ચરણમાં જ રત રહી પિતાના દેહભાનને પણ ભૂલી જાય તેજ આદર્શ ભિક્ષુ છે. નેધ ભિક્ષુઓની પ્રતિમાના જ પ્રકાર છે. તેમાં તપશ્ચર્યાની ભિન્ન ભિન્ન ક્રિયાઓ (એકસ વ્રતનિયમપૂર્વક) કરવાની હોય છે. તેને વધુ વિસ્તાર જેવા માટે જુઓ –ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૧ મું તથા દશાશ્રુતસ્કંધ. [૧૩] તથા તેવા સ્થાનમાં જે મુનિ દેહમૂછથી મુક્ત રહી ઘણીવાર કઠોર વચનના પ્રહારથી તથા દંડ કે શસ્ત્રથી હણાય કિવા વિધાય તે પણ પૃથ્વી સમાન (સર્વ સહન કરી) અડગ રહે, કુતૂહલ (ચેષ્ટાના વ્યાપાર)થી રહિત રહે અને વાસના રહિત બને તેજ આદર્શ ભિક્ષુ છે. [૧] પિતાના દેહથી બધા પરિષ (અણધાર્યો આવી પડેલાં સંક) છતી (સહન કરીને જે ભિક્ષુ જન્મમરણો એજ મહાભયનાં સ્થાન છે એમ જાણી સંયમ અને તપમાં રક્ત રહી જન્મમરણ રૂ૫ સંસારથી પિતાના આત્માને ઉગારી લે તે જ સાચો સાધુ છે. [૧] જે સૂત્ર તથા તેના રહસ્યને જાણીને હાથ, પગ, વાણી અને ઈદ્રિયોને યથાર્થ સંયમ રાખે (અર્થાત સન્માર્ગમાં વિવેકપૂર્વક તેને જે), અધ્યાત્મ રસમાંજ જે મસ્ત રહે અને પોતાના આત્માને સમાધિમાં રાખે તેજ સાચે સાધુ છે. નેધ–-શાનનું ફળ સંયમ. અને ત્યાગ છે તેથી જ્ઞાનીનું પ્રથમ ચિહ્ન સંયમ છે, સંયમી સ્વાસ્થય પ્રવૃત્તિથી પર થઈ જાય છે અને આત્મભાવમાં જ રત રહી શકે છે. [6]. સંયમના ઉપકરણોમાં અને ભેજન વગેરેમાં જે અનાસક્ત રહે - અતાત ઘરોમાં પરિમિત ભિક્ષા થઈ, સંયમી જીગ્ન, ચલાવે, Page #178 -------------------------------------------------------------------------- ________________ * ભિક્ષુ નામ ૧૪૫ ચારિત્રમાં ક્ષતિ ઉત્પન્ન કરે તેવા દેથી રહિત રહે; અને લેવું, વેચવું, ભેળું કરવું વગેરે અસંયમી વ્યાપારોથી વિરત બની સર્વ પ્રકારની આસક્તિથી પણ રહિત થાય તેજ આદર્શ ભિક્ષુ છે. ' નોંધઃજે કે પદાર્થોને ત્યાગ એ પણ શકય વસ્તુ છે છતાં તેને ત્યાગ કર્યા પછી કંઈ ત્યાગધર્મની સમાપ્તિ થઈ જતી નથી. ઊંડી ઊંડી રહેલી પદાર્થની વાસનાઓનો ત્યાગ કરો તે જ ખરેખર ત્યાગ છે. [૧૭] જે લેલુપતાથી રહિત થઈ કોઈ પણ પ્રકારના રસમાં આસક્ત ન બને, ભિક્ષાચરીમાં અલ્પ ખોરાક (પરિમિત) ગ્રહણ કરે, ભોગી જીવન ગાળવાની વાસનાથી પર થાય, સત્કાર, પૂજન છે. અને ભૌતિક સુખની પરવા ન કરે, નિરભિમાની અને સ્થિર આત્માવાળો હોય તેજ આદર્શ ભિક્ષુ છે. [૧૮] જે બીજા કોઈ પણ મનુષ્યને (કદાચ દુરાચારી હોય તે પણ) દુરાચારી ન કહે. બીજે જેથી કોપાયમાન થાય તેવું દૂષિત વાય પણ ન બેલે, (જે દુષિત હશે તે જ પોતાના પુણ્ય અને અને પાપનું સ્વયે પરિણામ ભોગવશે.) બધા જીવોને પુણ્ય અને પાપનું પરિણામ પૃથફ પૃથફ મળવાનું છે તેમ જાણી પિતાના દોષ દૂર કરે અને પિતાને (સ્વભાવ) બીજા કરતાં ઊંચે છે એવું અભિમાન ન કરે તેજ આદર્શ શ્રમણ છે. [૧૯] જે જાતિ, રૂપ, લાભ કે જ્ઞાનનું અભિમાન ન કરે, સર્વ પ્રકા* રના અહંકારને છડી સદ્દધર્મના ધ્યાનમાંજ રક્ત રહે તેજ ભિક્ષ છે. રિ૦] જે મહામુનિ સાચા મનોજ માર્ગ જણાવે, પિતે સધર્મમાં . બરાબર સ્થિર રહી બીજાને પણ સાચા ધર્મમાં સ્થિર કરે; ત્યાગમાર્ગ ગ્રહણ કરીને દુરાચારનાં ચિહ્નોને ત્યાગી દે (કક્ષાધુને Page #179 -------------------------------------------------------------------------- ________________ નારાજ દશવૈકાલિક સૂત્ર સગ ન કરે અને કોઈની બાજી, હાંસી કે મશ્કરી પણ ન કરે તેજ આ ભિક્ષુ છે. [૨૧] (તે ભિક્ષુ શું પામે છે?) તેવો આદર્શ ભિક્ષુ હમેશાં કલ્યાણમાર્ગમાં પિતાના આત્માને સ્થિર રાખી નશ્વર અને અપવિત્ર દેહવાસને છોડીને અને જન્મમરણનાં બંધનેને સર્વથા છેદીને અપુનરાગમન (જ્યાંથી પુનઃ આગમન થતું નથી તેવી મેક્ષસ્થિતિની ). ગતિને પ્રાપ્ત થાય છે (પામે છે). નોંધ – પોતાના અંતરાત્માની પંચના થાય તેવાં કોઈપણ કાર્યો ન કરે અને જે કાર્ચ ઇતર ચહા કે ભિક્ષુ જાણીને છૂ લાવે તેવાં કાર્યોને પણ સદંતર ત્યાગ કરી ભિક્ષુસાધક કેવળ સમાધિ માર્ગમાં જ વિચારે અને અંતરાત્માની મેજમાં મસ્ત રહે. એમ કહું છું – એ પ્રમાણે ભિક્ષુ નામ નામનું દસમું અધ્યયન પૂર્ણ થયું. Page #180 -------------------------------------------------------------------------- ________________ રતિવાક્ય ચૂલિકા (સંયમથી કંટાળેલા સાધકને પ્રેમ ઉત્પન્ન કરનારાં વાક્યો) ૧૧ ભિક્ષજીવન એ ગૃહસ્થજીવ કરતાં સંયમ અને ત્યાગની દ્રષ્ટિએ શણું ઉચ્ચ અને સાત્વિક છે. તેમ છતાં તેની પણ સાધક સ્થિતિજ છે. સાધક દશાની ભૂમિકા ગમે તેવી ઉચ્ચ હોવા છતાં જ્યાં સુધી તે સાધક આત્મ સાક્ષાત્કારની સ્થિતિમાં સ્થિર થયો ન હોય. જ્યાં સુધી તેની વાસનાનાં ઊંડા ઊંડા બીજ બળી ને ખાક ન થઈ ગયાં હોય ત્યાં સુધી તેને પણ નિયમેની વાડને સુરક્ષિત રાખી અનુસરવાનું રહે છે. લાખ કરોડને પૂજ્ય અને પ્રેરક હોવા છતાં ધાર્મિક નિયમોની સત્તા આગળ તેને પણ શિર નમાવવાનું હોય છે. કારણ કે અભ્યાસની અસરને લેપ એટલા તે ચિરસ્થાયી અને મજબૂત હોય છે કે જે ચીજને વર્ષો થયાં ત્યાગ કર્યો હોય, જેને સંક૯પ પણ ન હોય તેવી સ્થિતિમાં પશુ સહજ નિમિત્ત મળતાં મનને દષ્ટ વૃત્તિ તરફ દોરી લેવામાં તે અધ્યાસ તેહમદ નીવર્સ પડે છે. આવી વૃત્તિને વેગ શિથિલ મનના સાધક પર તુરત અસર કરી મૂકે છે. જ્યારે મન આવી ચચળ અને પામર રિસ્થતિમાં મૂકાય ત્યારે તેના દુષ્ટ વેગને દબાવી પુનઃ સંયમમાર્ગમાં સ્થિર શી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ દશવૈકાલિક સૂત્ર રીતે કરી શકાય તેનાં સચેાટ અને સંક્ષિપ્ત ઉપાયાનું આ ચૂલિકામાં વર્ણન છે. ગુરુદેવ મેલ્યાઃ— આ શાણા સાધકો ! અહીં ખરેખર દીક્ષિત (પ્રત્રજિત) થયા પછી દુઃખ ઉત્પન્ન થાય અને તેથી સંયમમાંથી ચિત્તના પ્રેમ ખસી જઈ, સંયમ છેાડી (ગૃહસ્થાશ્રમમાં) ચાલી જવાની ઇચ્છા થાય. પરંતુ હજી સંયમને ત્યાગ ન કર્યો ડ્રાય તેવા સમયે ઘેાડાની લગામ, હાથીના અંકુશ અને વહાણુના સઢ સમાન આ અઢાર સ્થાના (વાકયેા)ને ભિક્ષુએ ખૂબજ વિચારવાં. તે સ્થાન આ પ્રમાણે છેઃ – (૧) (પેાતાના આત્માને સંબોધીને) હું આત્મન! આ દુષમ ફાળનું જીવનજ દુ:ખમય છે. નોંધઃ-સંસારના દરેક જીવા દુઃખી છે. તે હું સ'ચમ જેવી ઉત્તમ વસ્તુ છેાડીને ગૃહસ્થાશ્રમમાં જઉં છતાં ત્યાં પણ સુખ કાં હતું ? (૨) ગૃહસ્થાશ્રમીએના કામભોગ ક્ષણિક અને હલકી કાટિનાજ હાય છે. નોંધઃ-ક્ષણિક અને તે પણ માની લીધેલા અને પરિણામે અપાર દુઃખરૂપ કામભેાગા પર સ્નેહ શા માટે રાખવા? (૩) વળી સંસારી માયામાં ક્રુસેલા મનુષ્ય બહુ કપટવાળા હાય છે. નોંધ:—સંયમને ત્યાગી દીધા પછી તેવા કલુષિત વાતાવરણમાં રહેવાથી અંતઃકરણ દુઃખિત થાય છે. (૪) વળી આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કંઇ લાંખા વખત ટકવાનું નથી. (૫) સંયમ છેડીને ગૃહસ્થાશ્રમમાં જતાં ક્ષુદ્ર મનુષ્યેાની પણુ (ન ઈચ્છવા છતાં) ખુશામત કરવી પડે છે. 4 Page #182 -------------------------------------------------------------------------- ________________ રતિવાકય ચૂલિકા ૧૪૯ (૬) ગૃહસ્થાશ્રમ સ્વીકારવા જતાં વમેલી વસ્તુને ફરીથી પીવી પડશે. નોંધઃ—જે તુચ્છ કામભેગાને ત્યાગી દીધાં છે તે ફરીથી ગ્રહણ કરવા કાઈ પણ પ્રકારે ઇષ્ટ નથી. :: (૭) ત્યાગની ઉચ્ચ ભૂમિકામાંથી ક્ષુદ્ર વાસના માટે ગૃહસ્થ જીવન સ્વીકારવું તે નરકાગારમાં જવા માટેની તૈયારીરૂપ છે. (૮) ગૃહસ્થાશ્રમમાં રહેનારાને ગૃહસ્થાશ્રમને પણ ધર્મ પાળવા તે દુ:શકય છે તેા આદર્શો ત્યાગ તા કયાંથી જ પળાય ? નોંધઃ—જો કે ગૃહસ્થાશ્રમમાં પણ કેટલાક ઉત્તમ સાંચમી પુરુષા હાય છે. પરન્તુ તેવા પુરુષો ભાગ્યેજ મળી આવે છે. કારણ કે તેની આસપાસનું વાતાવરણ જ એવું ક્લુષિત હેાય છે કે તેવા સ્થળે રહી સૂચમની આરાધના કરવી એ કઠિન વસ્તુ છે. (૯) અચાનક રાગ ઉત્પન્ન થઇ જ્યારે દેહના નાશ થઈ જાય છે (ત્યારે ધર્મ સિવાય ઈતર ક્રાપ્ત સહાયક થતાં નથી ) (૧૦) ખરાબ સંકલ્પ પણ આધ્યાત્મિક મૃત્યુ કરે છે. નોંધ:—આપણે એક શરીરથી આત્મા ભિન્ન થઈ અન્ય શરીર ધારણ કરે ત્યારે જ તેવી સ્થિતિને મૃત્યુ માનીએ છીએ. પરન્તુ વાસ્તવિક રીતે તા અશ્ચાત્મિક પતન એ જ મૃત્યુ છે. (૧૧) ગૃહસ્થવાસ કલેશમય છે. ત્યાગ એ શાન્તિમય છે. (૧૨) ગૃહસ્થવાસ બંધન છે. ત્યાગ એ મુક્તિ છે. (૧૩) ગૃહસ્થજીવન (પાપમય હાય તેા) દૂષિત છે જ્યારે સંયસીનું જીવન એ પવિત્ર જીવન છે. (૧૪) ગૃહસ્થાના કામભેગા નિઃસૃષ્ટ (હલકી કેાટિના) છે, (૧૫) જગતના સૌ જીવેા પુણ્ય અને પાપથી ઘેરાયેલા છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર . (૧૬) મનુષ્યનું જીવન ખરેખર દાભડાની ટોચ પર રહેલા જલબિન્દુ જેવું ચંચળ અને ક્ષણિક છે. નેધ–એવા વિનશ્વર જીવન માટે ટેક જેવી ઉત્તમ વસ્તુ શા માટે છોડવી ? (૧૭) અરેરે ખરેખર પૂર્વકાળે પાપકર્મ બહુ કર્યું હશે. નોંધ –પાપ કર્મના પ્રભાવે જ સંયમ પર અણગમે ઉત્પન્ન થાય છે. અથવા સંયમ જેવી ઉત્તમ વસ્તુ શા માટે ન ગમે? (૧૮) દુકારિત્રનું સેવન કરીને કદી પાપકર્મોથી મુક્તિ મળી શકશે નહિ પરંતુ દુખે સહી શકાય તેવાં પૂર્વ પાપ કર્મોને મનમાં વેદન કર્યા સિવાય સહી લેવાથી અને તપ દ્વારા તેને ખપાવવાથી જ તે કર્મોથી મુક્તિ મળી શકશે. નોંધ –આ અઢારે વાક્યોનું ખૂબ ઊંડું ઊંડું ચિંતન કરવાથી સંચમથી અસ્થિર થયેલું (કંટાળેલું) મન પણ અસ્થિર થઈ જાય છે. અહીં શ્વેકે કહેવાય છે – [૧] કોઈ અનાર્ય પુરુષ જ્યારે ભગના હેતુએ પોતાના ચિરસંચિત ચારિત્ર ધર્મને તજી દે છે ત્યારે તે ભાગમાં આસક્ત થયેલો અજ્ઞાની ભવિષ્યકાળને લેશમાત્ર વિચાર કરી શકતો નથી. નોંધ:-- જ્યારે કઈ પણ સાધારણ કે બુદ્ધિમાન સાધક પોતાને ન છાજે તેવું અકાર્ય કરી નાખે છે ત્યારે તે વખતે તે એટલે આવેશમાં હોય છે કે તેને તે વખતે કાર્યના પરિણામની ભયંકરતાને લેશ માત્ર ખ્યાલ રહેતો નથી. [૨] પરંતુ જ્યારે તે ત્યાગાશ્રમ છોડીને ગૃહસ્થ જીવનમાં પાછો આવે છે ત્યારે ત્યાગધર્મ અને ગૃહસ્થ ધર્મ એ બન્ને ધર્મથી ભ્રષ્ટ થઈ (સ્વર્ગથી ચુત થઈ) પૃથ્વી પર પડેલા દેવેન્દ્રની માફક ખૂબ પરિસ્તાપ કરે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ રતિવાકય ચૂલિકા નેધ દેવેન્દ્રની ઉપમા તે સાર આપેલી છે કે ક્યાં એ સ્વર્ગીય સુખ અને કયાં એ મૃત્યુલોકનાં દુખ ! તે જ રીતે કયાં એ સંયમી જીવનને આનંદ અને કયાં એ પતિત જીવનની વિપત્તિ! સંયમભ્રષ્ટની લેકમાં પણ અપકીર્તિ ફેલાય છે અને તેના હૃદયમાં પણ ઊંડાણનું દર્દ થયા કરે છે. [2] પ્રથમ તે વિશ્વનો વંદનીય હોય છે અને ભ્રષ્ટ થયા પછી અવંદ (તિરસ્કારને પાત્ર) બને છે ત્યારે પિતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલી (સ્વર્ગથી વ્યુત થયેલી) દેવીની માફક તે ખૂબ પરિતાપ પામે છે. [૪] શ્યમ તે મહાપુરુષને પણ પૂજા હોય છે અને પછી તેજ અપૂજ્ય બને છે ત્યારે રાજ્યથી પદભ્રષ્ટ થયેલા રાજાની માફક તે ખૂબ પરિતાપ પામે છે. [૫] પહેલાં તે માન્ય હેય છે અને પછી તેજ (ત્યાગાશ્રમથી ભ્રષ્ટ થઈ) અમાન્ય થાય છે ત્યારે ખેડુની જીંદગીમાં પલટાયેલા (અથવા સાવ નાના ગામડામાં અનિચ્છાએ મૂકાયેલા) ધનિક શેઠની માફક પરિતાપ કરે છે. નેધ –પતિત થઈ હલકા કુળમાં ગયેલો અથવા ધનહીન બની હલકા સ્થાનમાં ગયેલો શેઠ જેમ પૂર્વની સ્થિતિ સંભારીને જીવન પર્યન્ત ખેદ કર્યા કરે છે તેમ મુનિવેશ ત્યાગી ગૃહસ્થજીવનમાં ગયેલો સાધક પરિતાપ કરે છે. [૬] ભેગની લાલચે ત્યાગાશ્રમને તરછોડી ગૃહસ્થ જીવનમાં ગયેલો સાધક જ્યારે યૌવન વયથી પરવારીને જરાવસ્થાથી ગ્રસ્ત થયેલો બુદ્ધ બને છે ત્યારે જાળમાં મૂકેલી વસ્તુ ખાવાની લાલચે - લોકના દાંતામાં ક્ષાયેલ માછલાંની માફક ખૂબ પીઢ પામે છે. s] અને જ્યારે તે પિતાના મળેલા કલેશકારી કુટુંબની ચારકારની ચિંતાઓથી ઘેરાય છે-હણાય છે ત્યારે તે બંધનમાં ફસાઈ ન પડેલા હાથીની માફક ખૂબ પરિતાપ કર્યા કરે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર દશવૈકાલિક સૂત્ર [2] વળી ત્યાગાશ્રમને છોડી ગૃહસ્થ જીવનમાં ગયેલ મુનિ જ્યારે સ્ત્રી, પુત્ર અને કચ્ચાં બચ્ચાંના પરિવારથી વિંટાઈને મેહનીય કર્મની પરંપરાથી તેમાંજ ગુંચાઈ જાય છે ત્યારે તે કાદવમાં ખૂચેલા હાથીની માફક “નીર તી ” ન પાછું કે ન કાંઠો એમ બન્ને સ્થિતિની વચ્ચે રહી ખેદ કર્યા કરે છે. નોંધ:--સ્ત્રી, પુત્રાદિ પરિવારમાંથી નિવૃત્ત થઈ તેને શાંતિ મેળવવાની જરા માત્ર કુરસદ રહેતી નથી ત્યારે તે જાળમાંથી છૂટવા ફાંફાં મારવાને પ્રયત્ન કરે છે. પરંતુ એવાં ગાઢ બંધન હોય છે કે પછી તે ધારે તે પણ છૂટી શકતા નથી અને તેથી તે બમણ પીડા પામે છે. [+૧૦] (પછી આવી સ્થિતિમાં જ્યારે તે વિચાર કરવા બેસે છે ત્યારે તેને સદ્દવિચાર આવે છે અને ત્યારે તેને પશ્ચાતાપ થાય છે કે હા ! આ મેં ખૂબજ છેટું કર્યું.) જે હું જિનેશ્વરેએ બતાવેલા વિશુદ્ધ સાધુત્વથી ભરેલા ત્યાગમાર્ગમાં આનંદપૂર્વક રહ્યો હતો તે આજે મારા અપૂર્વ આત્માઓજસ અને અપૂર્વ જ્ઞાનની સાથે આખા સાધુગણને અધિપતિ બનત. કયાં એ મહર્ષિઓના ત્યાગમાર્ગમાં રક્ત રહેલા ત્યાગી પુરુષને દેવલોક સમાન સુખદ ત્યાગ અને કયાં તે ત્યાગ માર્ગને તરછોડી ગૃહસ્થ જીવનથાં ગયેલા પતિત ભિક્ષુને મહા નરકયાતના સમાન ગૃહસ્થાશ્રમ ! નેધ–પતિત થયેલાનું જીવન પામર જેવું હેવાથી તે ગૃહસ્થાશ્રમના આદર્શ ધર્મને પણ આરાધવાને લાયક રહેતો નથી અને તેના હૃદયના ઊંડા ભાગમાં સાધુજીવનની શાંતિ સાંભરે છે, તેથી તે ગૃહસ્થાશ્રમ જીવન લગભગ નરકાવાસ જેવું જ ગાળે છે. એવી ઉપમા કહી તેવા પતિત ભિક્ષની મોદશાને ચિતાર આપે છે. ૧૧ (આ બધું કહી હવે મહાપુરુષ સંયમથી કંટાળેલા સાધુને કહે છે –) ત્યાગ માર્ગમાં રમી રહેલા મહાપુરુષનું દેવેન્દ્ર સમાન Page #186 -------------------------------------------------------------------------- ________________ રતિવાકય ચૂલિકા ૧૫૩ ઉત્તમ સુખ અને ત્યાગમાર્ગથી ભ્રષ્ટ થયેલા પતિનું નરક સમાન અત્યંત દુઃખ એ બન્નેની તુલના કરીને પંડિત સાધુએ ત્યાગ માર્ગમાં આનંદપૂર્વક રહેવું ઘટે. નોંધ- ત્યાગથી પ્રાપ્ત થતું આધ્યાત્મિક સુખ છે તે અનુપમ સુખ છે. તેની તુલના સ્વર્ગીય સુખ સાથે ન જ કરી શકાય. પરંતુ અહીં તો જેમ મનુષ્યજીવન કરતાં દેવજીવન ઉત્કૃષ્ટ છે તેમ ગૃહસ્થજીવન કરતાં ત્યાગી જીવન ઉત્કૃષ્ટ છે અને માનવજીવન કરતાં નરકજીવન નિકૃષ્ટ છે તેમ આદર્શ જીવન કરતાં પતિત ગૃહજીવન નિકૃષ્ટ છે તે બતાવવા પૂરતું ઉપરનું ઉપમાવાય છે. [૧૨] ધર્મથી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સંપત્તિથી પતિત થયેલા દુર્દશ્ય મુનિનો; અલ્પ તેજ થઈ ઠરી ગયેલા યજ્ઞના અગ્નિ અને ભયંકર ઝેરી છતાં ડાઢ ખેંચી લીધેલા સર્પની માફક, દુરાચારીઓ પણ તિરસ્કાર કરે છે. | નેધ–સર્પનું ઝેર ઠાલવવાનું સાધન ગયા પછી તેને બાળકો પણ સતાવે છે, યજ્ઞનો અગ્નિ પવિત્ર મનાય છે છતાં તેજ ગયા પછી તેની કશી કિમત રહેતી નથી અને દેહમાંથી ચેતન ગયા પછી તે દેહની કિંમત પણ રહેતી નથી તેમ સાધુધર્મરૂપ આત્મા ગયા પછી તે સાધક નિચેત બની જાય છે તેથી તેની દશા એક હલકા વર્તનવાળા ગૃહસ્થ કરતાં પણ ઘણુંપાત્ર બની જાય છે. [૧] ધર્મથી પતિત થયેલા અધર્મને સેવનારા અને પિતાના વ્રત નિયમોથી ભ્રષ્ટ થયેલા સાધુને આ લેકમાં પણ ચારિત્રની ક્ષતિ, અધર્મ, અપયશ અને હલકાં માણસોમાં પણ નિદા ઇત્યાદિ ગેરલાભ થાય છે. અને જીવનના અંતે પરલોકમાં પણ અધર્મના ફળસ્વરૂપે તેને અધમગતિ મળે છે. [૧૪] જે સાધક બેદરકાર (દુષ્ટ) ચિત્તના વેગને વશ થઈ ભાગોને ભેગવવા સારુ તે તે પ્રકારના અસંયમ (સંયમથી વિરૂદ્ધ વર્તન- ને આચરીને જેની કલ્પના ન કરી શકાય તેવી દુખદ (નરક) Page #187 -------------------------------------------------------------------------- ________________ અગા - સરકારી કામકાજ ૧૫૪ દશવૈકાલિક સૂત્ર ગતિમાં ગમન કરે છે તે સાધકને ફરીથી આવા ઉચ્ચ સદ્દ બોધની કે ધર્મની પ્રાપ્તિ પણ સુલભ થઈ શક્તી નથી. [૧૫] “એ બિચારા કલેશમાં રહેલા અને દુઃખમાં જ સબડતા નાર કીના છનું પત્યેષમ અને સાગરોપમ જેવા લાંબા કાળ, સુધી એક સરખું ભેગવવાનું દુઃખ કયાં? અને આ સંયમમાં આકસ્મિક પડેલું ડું દુઃખ કયાં એ બન્ને વચ્ચે તે મહાન અંતર છે તે પછી “રે મારું આ ક્ષણિક માનસિક દુઃખ શું હતું?” એવું એવું સાધક વિચારે. નોંધ --પપમ એ મેટા કાળનું પ્રમાણ છે અને સાગરોપમનું. પ્રમાણ તો તેનાથી પણ અધિકકાળ પ્રમાણ છે. [૧૬] (દુ:ખને લીધે સંયમ છેડવાની મનોવૃત્તિ જાગે તો તે વિચારે કે –) આ મારું દુઃખ લાંબે કાળ ટકવાનું નથી, (ભેગની ઇચ્છાથી જે સંયમ છેડવાનું મન થાય તે વિચારે છે કે જીવાત્માની ભેગપિપાસા પણ છેડે વખત જ રહે છે. છતાં કદાય) આ શરીર ટકે ત્યાં સુધી તેવી ભેગપિપાસા ન દૂર થાય તે “આ મારા જીવનના અંતે તે જરૂર ચાલી જશે.” આવા વિચારો સેવીને ત્યાગ તરફ ઉપજેલા અણગમાને સાર્થક નિવારી નાખે નોંધ –“ જીવન જાય તે ભલે જતું, પરંતુ માર સંયમમય જીવન તે ન જ જવું જોઈએ. આ જીવન ગયા પછી જીર્ણને બદલે ફરી સુંદર મળી શકશે. પરંતુ આધ્યાત્મિક જીવન મૃત્યુ પામ્યા પછી પુનઃ તેને પામવું અતિ અતિ શકય છે.” આવી વિચારણા સાધક કરતે હેચ છે. [૧૭] જ્યારે તેવા સાધુને આત્મા ઉપરના વિચારોને સેવતાં એટલો બધો નિશ્ચિત થઈ જાય કે તે દેહને ત્યાગ કરે પસંદ કરે, પરંતુ સદ્દધર્મના નિયમોને ન છેડે ત્યારે જેમ સુદર્શન પર્વતને વાયુના પ્રચંડ ઝાપટાંઓ લાગવા છતાં તેને લાવી શકતાં નથી Page #188 -------------------------------------------------------------------------- ________________ રતિવાક્ય ચૂલિકા ૧૫૫ તેમ તેવા અડેલ અને સુદઢ સાધકને ઈદ્રિ (ના વિષયે) ડેલાયમાન કરી શકશે નહિ. [૧૮] ઉપર પ્રમાણે આ બધું જોઇને (સાંભળીને) બુદ્ધિમાન સાધક તે પિકી પિતાની આત્મશક્તિ અને તેને 5 ભિન્નભિન્ન પ્રકારના ઉપાયોને વિવેકપૂર્વક વિચારીને તથા તે (પૈકી પિતાને ગ્ય) આચરીને મન, વચન, અને કાયા એ ત્રણે યોગોનો યથાર્થ સંયમ જાળવી જિનેશ્વર દેવોના વચનમાં બરાબર સ્થિર રહે. નેધ–ત્યાગીનું પતિત જીવન બેધારી તલવાર જેવું છે. જેના ઘા ઉપર અને નીચે બન્ને બાજુ પર લાગે છે. સીડી ઉપર ચડેલો માણસ નીચેના ઉભેલા માણસથી ખૂબ ઊંચે દેખાય છે, પણ જ્યારે તે પટકાચ ત્યારે ચત્તોપાટ પડો ઉભેલા માણસથી નીચે જાય છે અને તેને મારની ચોટ પણ લાગે છે, આ જ દશા તેવા ભિક્ષુની થાય છે. તેવા ભવિષ્યને નહિ ઈચ્છનાર સાધકે સદ્દવિચાર અને મંથનનું ચૂર્ણ લઈ પોતાના મનને કચરો સાફ કર; પશ્ચાત્તાપના સાબુથી અંતઃકરણને એવું તો સ્વચ્છ કરવું કે પછી તેવા દુષ્ટ વિચારોનું ફરીથી આગમન થાય. એમ કહું છું - એ પ્રમાણે રતિવાક્ય નામની પહેલી ચૂલિકા પૂર્ણ થઈ. Page #189 -------------------------------------------------------------------------- ________________ વિવિક્ત ચર્ચા 30: (એકાંત ચર્ચા) ૧૨ આ સંસારના પ્રવાહમાં અનંત કાળથી પરિભ્રમણ કરતા આત્મા અનંત સંસ્કારાને સ્પર્શી ચૂકયા અને ભેગવી પણ ચૂકયા, છતાં હજી તે નથી. પોતાના ભાનમાં આવ્યા કે નથી પોતાના સ્વરૂપથી ચુત થયા. તેનાં લક્ષણા હજી તેનાતે રહ્યાં છે. બીજા તત્ત્વના પ્રસંગમાં આવવા છતાં હજી તે એક છે, અદ્વિતીય છે. એ ચેતના શક્તિના સ્વામી તેજ એક આત્મા, તેજ ચૈતન્યપુંજઃ તેનીજ શાધ પાછળ લાગી જવું તેનુંજ નામ વિવિખ્ત ચર્ચાએકાંત ચો. વિશ્વના પ્રાણીસમૂહ જે પ્રવાહમાં વહી રહ્યો છે તે પ્રવાહમાં વિવેક વિના વઢે જવું તેનું નામ એકાંત ચર્યાં. આવી ગતિમાં લેશમાત્ર વિજ્ઞાન, બુદ્ધિ, હૃદયની શક્તિની કે જાગૃતિની ખાસ આવશ્યક્તા રહેતી નથી. અધજન પણ તે પ્રવાહને ટેકે વહી શકે છે. હૃદયહીન પણ ટેકે ટેકે પેાતાનુ ગાડુ ગબડાવી શકે છે. આ રીતે એક ક્ષુદ્ર જંતુથી માંડીને માનવજીવનનાં વિકાસક્રમ સુધી સામાન્ય રીતે તે આ પ્રવાહ ગતિજ જોઈ શકાય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીનાં બધાં કાર્યોમાં પણ તેવુંજ બને છે. પરંતુ માનવસમાજના વિરલવર્ગ એવા પણ હોય છે કે જેના બુદ્ધિના વિકાસ માર્ગમાં પડેલાં આવરણા દૂર થયાં છે, જેનાં આંત Page #190 -------------------------------------------------------------------------- ________________ - - વિવિક્ત ચર્યા ૧પ૭ રિક ચક્ષુઓ ઉઘડી ગયાં છે અને જેના પ્રમાણમાં ચેતનાશક્તિની ઝણઝણાટી લાગી છે તે પોતાના કષ્ટપ્રદ ભાવીને સ્પષ્ટ જોઈ શકે છે. અને પિતાના વીર્યને ઉપગ તેને વહાવવામાં કરવાને બદલે તેની જીવનનોકાનું આખું સુકાન ફેરવી લે છે અને પોતાનું ધ્યેય નક્કી કરી સેંકડો સંકટોને દૂર કરવા માટે શસ્ત્રસજિત શૂર, વીર અને ધીર લડવૈયો બને છે. સંસારના ઈતર શૂરવીરે પોતાનું સત્વ અને માયા મુડી રક્ષવા બાહ્ય સંગ્રામ ખેડે છે. જ્યારે આ યુદ્ધો તે વસ્તુની ઉપેક્ષા કરી આત્મસંગ્રામમાં જ ખેલવાનું પસંદ કરે છે. તેજ તેની બીજાથી ભિન્ન એવી વિવિત ચર્યા. ગુરુદેવ બોલ્યા – [ એકાંત ચર્યા એટલે વિશ્વના પ્રવાહથી પોતાના આત્માને બચાવી લે. તેવી એકાંતચર્યાના લાભ અને ઉદેશનું નિદર્શન.] ' ' [૧] સર્વજ્ઞ પ્રભુએ ફરમાવેલી અને ગુરુદ્વારા સાંભળેલી આ (બીજ)' ચૂલિકાને હું કહીશ કે જે ચૂલિકાને સાંભળી સદ્દગુણી સજજન પુરુષોની બુદ્ધિ શીધ્ર ધર્મ તરફ ઉત્સાહિત બને છે. આ પ્રમાણે જંબૂસ્વામીને ઉદેશીને સુધર્મ સ્વામીએ કહ્યું હતું તેજ મન નામના શિષ્યને ઉદ્દેશીને શયંભવ ગુરુદેવ બેલ્યા[૨] (નદીના પ્રવાહમાં તણુતા કાછની પેઠે) સંસારના પ્રવાહમાં બહુ બહુ જ વહેતા હોય છે. તે પ્રવાહની પર થવા માટે જેનું લક્ષ્ય જાગૃત થયું હોય તે મેક્ષાથી સાધકે જે પ્રવાહમાં સંસારી છે વહેતા હોય તેની સામી બાજુ એટલે કે તેનાથી ઉલટી પ્રવૃત્તિમાં પિતાના આત્માને જેવો ઘટે. નોંધ-મનુષ્યજીવન, યોગ્ય સમય અને સાધને મળવા છતાં ઘણું. મનુષ્યને ભૌતિક જીવન સિવાયના ઈતર જીવનને કશો ખ્યાલ હોતો નથી. તે બધા એવા ઔધિક પ્રકારના જીવો હોય છે. અર્થાત તેમની બધી ક્રિયાઓ પરંપરા પ્રમાણે બીન કરતાં હોય છે તેમ થતી રહે છે. તે પૈકી કઈક બેયાથી સાધક જાગૃત થાય છે અને તે લોક પ્રવાહમાં ન તણાતાં પ્રત્યેક ક્રિયાઓમાં વિવેક કરતા થઈ જાય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દશવૈકાલિક સૂત્ર [ણ જાતના પામર જીવો બિચાસ સુખ શોધવા માટે સંસારના પ્રવાહમાં ઘસડાઈ રહ્યા છે ત્યાં વિચક્ષણ સાધુઓની મન, વચન અને કાયાની એકવાક્યતા (શુભ વ્યાપાર)જ માત્ર તે પ્રન્નાહની વિરૂદ્ધ જાય છે. સારાંશ કે દુન્યવી જીવન હમેશાં એકજ પ્રવાહમાં વહેતું હોય છે, માટે સંસારથી પાર ઉતરવું હોય છે શ્રેયાએ માર્ગ બદલી નાખવો જોઇએ. નોંધ:--ચાલુ પ્રવાહમાંથી વિગ બદલતી વખતે સાધકને ખૂબ સાવચેતી રાખવાની હોય છે. દુન્યવી લોકાથી તેનું લક્ષ્ય ભિન્ન દેખાતાં કરડા જનની કરડી નજરે તેના પર ફરી વળે છે. તેથી કહ્યું છે કે “હરિને મારગ છે શૂરાનો કાયરનું નહિ કામ જોને.” પરન્તુ આખરે સંકટ સહી એક તેના અંતરાત્માનું બળ પૂરું પડી જાય છે અને તે સાધક પોતાનું કાર્ય સાધી સકે છે. [] (હવે તેવા સાચા સુખના જિજ્ઞાસુ સાધકે લોકપ્રવાહની સામે જવામાં કયા બળને ખીલવવું જોઈએ તે કહે છે:-) પ્રથમ તે તેવા સાધકે સદાચારમાં માનસિક બળ કેળવી, સંયમ અને ચિત્તસમાધિની બરાબર આરાધના કરી લેવી અને પછી ત્યાગી પુરુષનાં જે ચર્ચા, ગુણે અને નિયમે છે તે જાણું તે અનુસાર વર્તન બનાવવું જોઈએ. નોંધઃ—ચર્યા એટલે કેમ સંયમી જીવન ગાળવું તે; ગુણો એટલે મૂળ તથા ઉત્તર ગુણેની આરાધના અને ભિક્ષાદિના નિયમો તે નિયમો. આ બધું જાણી આચરવા માટે સાધકે તૈયાર રહેવું ઘટે. હવે નીચે તે વસ્તુ સ્પષ્ટ કરે છે પ્રિ (૧) અનિયતવાસ (કોઈ પણ નિયત ગૃહ કે આમ કરી ન - રહેવું અર્થાત વસુધામાં સર્વત્ર વિચરવું. ) (ર) સસુદનચર્યા ( જુદા જુદા અરોમાંથી શિક્ષા મેળવવી.) (8) અજ્ઞાત . (અપરિચિત ગૃહસ્થાના ઘરમાંથી બહુ અલ્પ અલ્પ ભિક્ષા. મેળવવી.) (૪) એકાંતનું સ્થાન ( જ્યાં સંયમની બાધક વસ્તુ Page #192 -------------------------------------------------------------------------- ________________ - વિક્ત ચર્ચા ૧૯ ન હોય તેવું સ્માન તે એકાંત સ્થાન.) (૫) જીવનની જરૂરિયાત પૂરતાં જ અલ્પ સાધન. () કલહ ત્યાગ. આ જ પ્રકારથી યુક્ત વિહાસ્ય જ મહર્ષિઓએ વખાણી છે. શાણે ભિક્ષુ તેનો આદર કરે. * * જે સ્થળે મનુષ્યને કાલાહલ થતા હોય કે સાધુજનનું અપમાન થતું હોય તેવું સ્થાન છેડી દે. તેમજ મૂહસ્થ જ્યારે બીજ ઘરમાંથી ખોરાક અને પાણી આપે ત્યારે તે ઘણું ખરું જોવાયેલું આહાર પાણી જ લેવાને સાધુએ પ્રયત્ન કરવો ઘટે. અને તે દાતા જે હાથ કિંવા ચમચાથી ખેરાક લાવેલ હોય તે ભિક્ષા લેવાને ભિક્ષુ ઉપયોગ રાખે. નોંધ:-- અહીં ખરડાયેલા ચમચાથી ભિક્ષા લેવાનું પ્રયોજન એ છે કે તે ગૃહસ્થ તે સાધનને તુરત સજીવ પાણીથી સાફ ન કરે. જે સાફ કરે તો તે તકલીફ માટે ભિક્ષુ નિમિત્તભૂત થાય. આહાર પાણી જયાંથી લાવે તે જોવાનું પ્રયોજન એ છે કે ગૃહસ્થ પિતાની જરૂરિયાતની ચીજ ને આપી નથી સે ને ! તેમજ તે આહાર શુદ્ધ છે કે કેમ ઇત્યાદિને ખ્યાલ આવે. [૭] મધમાંસાદિ અભક્ષ્યને સર્વથા ત્યાગી આદર્શ ભિક્ષુઃનિરભિમાની, પિતાના આત્મા પર સખ્ત કાબુ રાખવા સારુ વારંવાર બલિષ્ઠ ખોરાકને નહિ લેનાર, વારંવાર કાયોત્સર્ગ (દેહભાન ભૂલી જવાની ક્રિયા ) કરનાર અને સ્વાધ્યાય યોગમાં પ્રયત્નશીલ બને. ભિક્ષુ; શયન, આસન, શસ્યાઓ, નિષવાઓ (સ્વાધ્યાયનાં સ્થાન) તથા ખેરાક પાણી વગેરે પર મમત્વ રાખી હું જ્યારે કરીને આવું ત્યારે મને જ આપજે બીજાને નહિ એન્ટ્રી એવી શાહને પ્રતિજ્ઞા ન કરાવે તેમજ કોઈ ગામ, કુળ, નગર કે દેશપર ભવ્યત્વ ભાવ પણ કદી ન કરે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દશવૈકાલિક સૂત્ર નોંધ –-મમત્વભાવ એ સાધુજીવન માટે સર્વથા ત્યાજ્ય છે. કારણ કે એક વસ્તુ પર મમત્વ થયું એટલે બીજી વસ્તુ પર વિશુદ્ધ પ્રેમ ઉડી જવાને અને કદાચિત મમત્વવાળી વસ્તુને જે કંઈ થાય તેના સારા માઠાની અસર પિતા પર પડવાની, એટલું જ નહિ પણ પરિણામે જેટલી એક વસ્તુ પર અતિ આસક્તિ થાય તેટલો જ ઈતર પદાર્થ પર ઠેષ થવાને. દેષ એ એક પ્રકારની માનસિક હિંસાજ છે અને તે માનસિક વિચારે આખરે ક્રિયામાં પરિણત થઈ દુષ્પરિણામ લાવી મૂકે છે. સર્વથા રાગ અને દ્વેષથી રહિત થવાના ભાવવાળા ત્યાગી માટે મમતા તે સારુજ ત્યાજ્ય કહી છે. [૯] આદર્શ મુનિ; અસંયમી જનેની ચાકરી ન કરે તેમજ તેને અભિવાદન ( ભેટવાની ક્રિયા ), વંદન કે નમન પણ ન કરે. પરંતુ જે અસંયમીઓના સંગથી મુક્ત હોય તેવા આદર્શ સાધુઓના સંગમાં રહે કે જે સંસર્ગથી તેના ચારિત્રની હાનિ ન થાય. નેંધ –મનુષ્યો જેના પરિચયમાં આવે છે, જેની ગુલામી કરે છે, જેનું પૂજન કરે છે તેવું જ તેનું મન અને વિચારે ઘડાતા જાય છે અને આખરે તે તેવા જ બની રહે છે. કારણ કે સંસર્ગના આદેલનની તેમના પર અવ્યક્ત કે વ્યક્ત રીતે જરૂર અસર થાય છે. આથી જ મહાપુરુષોએ સતપુરુષોના સંગનું અપાર માહાસ્ય વર્ણવ્યું છે. અને ખળપુરુષોનો સંગ સર્વથા ત્યાજ્ય બતાવ્યો છે. સંયમના ઈચ્છુક સાધકે પોતાથી અધિક ગુણવાન હોય તેને જ સંસર્ગ કરવો ઘટે. [૧] (કદાચ તે ઉત્તમ સંગ ન મળે તે શું કરવું તે બતાવે છે.) ભિક્ષુ; પિતાથી અધિક ગુણવાન કે સમાન ગુણવાળે ન મેળવી શકે તે કામોગામાં અનાસક્ત રહી તથા પાપને ત્યાગ કરી સાવધાનતા પૂર્વક એકાકી વિચરે (પરંતુ ચારિત્રહીનના સંગમાં ન રહે. ) નેધ -- કે જૈનસૂત્રોમાં એક ચર્ચાને ત્યાજ્ય કહી છે અને તેમ કહેવાનું કારણ એ છે કે એકાકી વિચરતા સાધુને અદૂષિત ચારિત્ર નિભાવવું એ અતિ કઠિન વસ્તુ છે અને તેના પર કોઈ છત્ર ન હોય તે તે સાધક Page #194 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ નામ ૧૬૧ સમાજને વિશ્વાસપાત્ર રહેવા પામતા નથી. એવા એવા અનેક દોષોના સભવ છે એમ છતાં જૈનદર્શન એ અનેકાંતદન છે, તેમાં પ્રાપ્ત થતાં થના એકાંત હાતાં નથી. અને તેથીજ તે ઉપરના શ્યામાં બતાવે છે કે જેને સંગ આત્મ(સંચમ)ધાત થતા હેાય તેવા સંગથી વિમુક્ત રહેવું એજ સમુચિત છે. સારાંશ કે એકચર્ચા પ્રશંસનીય નથી તેમ એકાંતનિંદ્ય પણુ નથી. છતાં વર્તમાન સમયે તેા એકચર્ચાના પ્રશ્ન ખૂબજ ચિંતનીય અને વિવાદગ્રસ્ત છે. કારણકે વર્તમાન સાધુવર્ગમાં દેખાતી એકચર્યા બહુ મેાટા પ્રમાણમાં સ્વ દૈવૃત્તિથી જન્મેલી નજરે પડે છે, અને જ્યાં સ્વચ્છ છે ત્યાં સાધુતાના આદરી લુપ્ત થાય છે. આવે સ્થાને આ દૃષ્ટિએ એકચર્ચા ત્યાન્ય બને છે. પરંતુ જો તેમાં પણ કાઈ અપવાદિત એકચર્ચા હેાય અને આત્મસાધનાથે ઉત્પન્ન થઇ હેચતા તે અતિ પ્રા ́સનીય છે. સારાંશ કે એકચર્ચાની ઇષ્ટતા કે અનિષ્ટતાને તેાળ સયાગબળા પર વિવેકની તુલાથી માપી લેવા ઘટે. [૧૧] ( ચાતુર્માસ્યમાં ) જૈનભિક્ષુને એક સ્થાને વધારેમાં વધારે ચાર માસ સુધી અને અન્ય ઋતુઓમાં એક માસ સુધી રહેવાની આજ્ઞા છે, અને જે સ્થળે ચામાસું કરેલું હેાય ત્યાં ખીજાં એ વર્ષોં ાડી અને ત્રીજે રહી શકાય અને તેજ પ્રમાણે એક માસ જે સ્થળે રહ્યા હોય તેનાથી બમણા વખત બીજા ક્ષેત્રમાં ગાળી પછી ત્યાં માસ ભર રહેવું હેાય તે રહી શકાય. એમ જૈન શાસ્ત્ર આજ્ઞા કરે છે, સારાંશ કે સૂત્રને પરમાર્થ જે પ્રકારની આના કરે છે તે સૂત્રનાજ ફરમાવેલા માર્ગે ભિક્ષુ વિચરે. નોંધ:શારીરિક વ્યાધિ કે ખીન્ન કાઇ તેવા અનિવાય અને મહાન કારણે કદાચ તે પ્રમાણમાં અપવાદ હોઈ શકે છે. કારણ કે એક સ્થળે વધુ રહેવાથી આતિ કિંવા રાગ ખર્ધન થાય અને આસકિત કે રાગધન એ સચમનાં ધાતક છે. તેથી સચમની રક્ષાના હેતુએ જ તેમ કરવા ફરમાવ્યું છે તે વિવેક ભૂલવા ન જોઈએ. એક માસ કે ચાતુર્માસ્ય જેટલેા કાળ જે સ્થાને રહેવાનું થયું ઢાંચ તેનાથી ખમણેા કાળ ખીજે સ્થળે પસાર થયા પછી ત્યાં તેટલા કાળ રહી રાકાય. એ પ્રમાણે સૂત્રની આજ્ઞા છે જુઆ આચારાંગ સૂત્ર. ૧૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર [૧૨ વળી ભિક્ષ સાત્રિને પહેલે પ્રહરે કે અંતિમ પ્રહરે પિતાના આત્માનો પોતાના આત્માદ્વારા અચના (નિરીક્ષણ કરે. કે મે આજે શું કર્યું? બાઈ શું કસ્યાનું છે? મારાથી આથિરવાનું શક્યા હોવા છતાં મેં શું આચર્યું નથી ?' બજાજને મને કે માને છે (ઉચ્ચકે નીચ) મારી આત્મા દેબ પાત્ર તે નથી ને હું મારી કઇ ભૂલને છેડી શકતા નથી ? આ પ્રમાણે ખૂબખૂબ સંભાળપૂર્વક (સક્રમ દોષને પણ જતો ર્યા વિના) વિચારીને ફરીથી ભવિષ્યમાં સંયમનું ઉલ્લંઘન (દે) ન થવા પામે તેવી ચીવટ રાખે [8] બૈર્યવાન ભિક્ષુ, લપિ (ભૂલથી) પાઈપણ કાર્યમાં મન, વચન કે કાયાથી લેશમાત્ર પણ દેષ થઈ જાય છે તે જ વખતે ઉત્તમ જોડે જેમ લગામથી તુરત વશ થાય છે તેમ પોતાના આત્મા (મન)ને વશ કરી સન્માર્ગમાં સ્થાપે [૧૪] જે પૈર્યવાન અને જિતેન્દ્રિય સાધકનું ઉપર કહ્યાં પ્રમાણે હમેશાં વર્તન રહે છે તેને જ આ લેકના ઉત્તમ પુરુષો તરીકે જ્ઞાનીજને માને છે અને તે જ સાચા સંયમમય જીવનથી જીવી જાણે છે. નોંધ –થોડા વખત માટે સદ્દવર્તન જાળવવું એ શકય છે. આપત્તિ ન આવે ત્યાં લગી તેવા લાંબા કાળ સુધી પણ વૃત્તિને સુરક્ષિત રાખવી રાકય છે. પરંતુ સંકટની અપાર ઝડીઓમાં પણ મન, વચન અને કાયાથી તમાં અડગ રહેવું તે જ ખરેખર શક્ય છે. મન, વચન અને કાયાની એકવાકયતા એ સંયમ જીવનનું આવશ્યક આગ છે f૧પ ખરેખર સમાધિવંત પુરુષોએ આ આત્માને જ ઈદ્રિ સહિત હમેશાં અસન્માર્ગમાં જતાં બચાવી લેવો જોઈએ. કારણ કે જે આત્મા અક્ષત (અવશ) હશે તે જન્મજરા મરણરૂપ સંસારના માર્ગમાં ભમવું પડશે અને આત્મા જ જે વશ હશે તે તે સંયમીઆ બધા દુઃખથી મુક્તિ પામી શકશે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ નામ ૧૬૩ નોંધઃ-શાસનના નિયમોને આધીન નહિં રહેતાં એકલા ફરવું, ગુરુકુળ વાસ ને છેડી જુદા વિહરવું એ કંઈ વિવિકતચર્યા નથી અને એકચર્યા પણ નથી, આ તે કેવળ અનેકાંત ચર્ચા જ છે. જે એકચર્યામાં વૃત્તિની પરાધીનતા અને સ્વચ્છંદતાનો અતિરેક હેય તે ચર્ચામાં ત્યાગના વિકાસને બદલે દુરાચારની વૃદ્ધિ થવાને જ વધુ સંભવ છે. વયં પોતાના જ પાપનું પ્રક્ષાલન, પોતાની જ શક્તિથી વિપત્તિઓનું વિદારણ અને પિતાનું જ પોતાને અવલંબન બનાવી એકાંત આત્મદમન કરવું તે જ આદર્શ એકચર્યા. આત્મરક્ષાને પ્રબળ ઉપાસક એ વીરસાધક આવી એકાંત (સગદેષ રહિત ) ચર્ચાનું રહસ્ય સમજી ઈદ્રિયની ચપળતા અને મનના દુષ્ટ વેગને આધીન ન થતાં કેવળ એકજ લક્ષ્ય રાખી પોતાનું સાધ્ય સાધી અને વીતરાગ ભાવની પરાકાષ્ઠા પામી સિક, બુદ્ધ અને મુક્ત થાય એ જ સંચમ અને ત્યાગનું અતિમ ફળ છે. એમ કહું છું - એ પ્રમાણે વિવિતચર્યા નામની બીજી ચૂલિકા પૂર્ણ થઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ Page #198 -------------------------------------------------------------------------- ________________ આજ લેખકનાં બીજા પ્રકાશિત થયેલાં પુસ્તકે [ સરકૃત ભાષાના સામાન્ય અભ્યાસીને પણ ખાસ ઉપયોગી] જૈન સિદ્ધાંત પાઠમાળા સંસ્કૃત છાયા સાથે ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્ર સંસ્કૃત છાયાયુક્ત તથા ગુજરાતી ટિપ્પણ; તે ઉપરાંત ભક્તામરાદિ આઠ સ્તો. . એક છે. આના પર ૪૬૮ ૧૦ બે પિયા ---(૦):– - એકી અવાજે વિદ્વાની પ્રશંસા પામેલું | ગુજરાતી ભાષામાં! સુખને સાક્ષાત્કાર જેમાં આંતરિક અને બાહ્ય બને સુખની બહુ ઝીણવટથી સરળ અને સુંદર ભાષામાં સમજણ આપી સાચા સુખના સાથને બતાવ્યાં છે. ૮. ખ. એક આને પૃષ્ઠ ૮૮કિંમત દેહ અને " સાચા સુખના શોધકેએ આ પુસ્તક મંગાવી સાંગોપાંગ એક વખત તે જરૂર વાંચી જવું જોઈએ..' .' ક i . * Page #199 -------------------------------------------------------------------------- ________________ સસ્તું સુદર જેણે અનેક જિજ્ઞાસુને સંતાા છે અને પ્રશંસા પ્રાપ્ત કરી છે તે ઉત્તરાધ્યયન સૂત્ર [ ગુજરાતી અનુવાદન ] જેમાં સંપૂર્ણ ઉત્તરાધ્યન સૂત્રનું ગુજરાતી ભાષાંતર ઉપરાંત ઉપયેાગી, સમૃદ્ધ અને સરળ નાંધ તથા ટિપ, ૮. ખ. ચાર આના : પૃષ્ઠ:૪૦૦ • મૂલ્ય છે આના જૈન ધર્મના આદર્શ જાણુવા આજેજ મંગાવી લેા અને વાંચે. સારુ જેની બબ્બે આવૃત્તિઓ બહાર પડી ચૂકી છતાં માત્ર તેવીતે તેવીજ છે.. સરસ સ્મરણુશક્તિ [ અનુભવપૂર્ણ ] જેમાં સ્મરણુશક્તિ વધારવાના સરળ ઉપાયે। દર્શાવવામાં આવ્યા છે. ૮. ખ. એક આને પૃષ્ઠ સંખ્યા ૨૪ કિંમત એક આત Page #200 -------------------------------------------------------------------------- ________________ તુરતમાં બહાર પડનારાં પુસ્તકા તમારા જીવનપથમાં પગલે ને પગલે પ્રેરણા પાનારી; દરેક જિજ્ઞાસુને એક સરખી ઉપયાગીઃ સાધક સહુચરી જેમાં ઉત્ત દેશ॰ તથા સૂર્ય॰ સૂત્રના ચૂંટેલાં શ્લોકપુષ્પાનું સુંદર વર્ગીકરણ કરી સુમધુર પુષ્પમાળા બનાવી છે. ઉપર પ્રાકૃત મૂળ શ્લોકા; તેની નીચે સમશ્લોકી ગૂર્જ ગિરામાં અનુવાદિત અનુષ્ટુપ શ્લોકો અને તેની નીચે ભાવવાહી સંક્ષિપ્ત વિવરણુ 5 —પાપનું પ્રાયશ્ચિત— પ્રતિક્રમણ્ આધુનિક યુગાચિત બારે ત્રતાને લગતા દાષાનું પ્રાયશ્ચિત જેની એક બાજુ પ્રાકૃત ભાષામાં મૂળ પદ્યો; તેની નીચે સંસ્કૃત છાયાયુક્ત શ્લોકેા, અને બીજી બાજુ ગૂજરાતી ભાષામાં અનુવાદિત પડ્યો અને તેની નીચે અસરકારક વિસ્તૃત વિવરણ પૃષ્ઠ સંખ્યા ૧૦૦ ૮. ખ. એક આને કિંમત એક આના Page #201 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર સમૃદ્ધ નોંધ સાથે ગુજરાતી અનુવાદન લેખસંગ્રહ ભિન્ન ભિન્ન વિષ પરના પ્રગટ થયેલા લેખે આદર્શ ગૃહસ્થાશ્રમ ગૃહસ્થધર્મને લગતાં કર્તવ્યને સચેટ ખ્યાલ પુસ્તકો મળવાનાં ઠેકાણું મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર સાબરમતી ગૂજરાત દિનકર મદિર સાબરમતી: ગૂજરાત અજરામર જૈન વિદ્યાશાળા લિંબડીઃ કાઠિયાવાડ. Page #202 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી સંતબાલજીનાં અન્ય પુસ્તકો 0 - o 0 0 2 0 -0 o 0 0 20-0 0 20o 0 6 0 છે 9 0 ધમદષ્ટિએ સમાજ રચના.... સિદ્ધિનાં સંપાન અભિનવ ભાગવત ભા. 1 લે અભિનવ ભાગવત ભા. 2 જે અભિનવ રામાયણ (નવજીવન) અભિનવ મહાભારત ભા. 1 લે અભિનવ મહાભારત ભા. 2 જો સર્વધર્મ પ્રાર્થના પીયૂષ....... વિશ્વવત્સલ મહાવીર .... ચિત્તચારિત્ર્ય વિશુદ્ધિ .... તત્વાર્થસૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર (અપ્રાપ્ય) આચારાંગ સૂત્ર ( 55 ) સાધક સહુચરી ( , ) દશવૈકાલિક સૂત્ર 3-00 15-00 15-00 10-00 : : : 10-00 : પ્રાપ્તિસ્થળ : મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર અમદાવાદ-૩૮૦ 004 . E ary.org