SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પિડેષણ પ૯ [૧] પહેલાં કે પછી થયેલા દેની કદાચિત તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તે ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે વખતે કાયોત્સર્ગ કરી (દેહભાન ભૂલી) આવું ચિત્ન કરે કે – [૨] અહો ! શ્રી જિનેશ્વર દેવોએ મેક્ષના સાધનરૂપ સાધુપુરુષના. દેહને નિભાવવા સારુ કેવી નિર્દોષવૃત્તિ બતાવી છે? ધ --આવી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી સંચમના અવલંબનભૂત શરીરનું પણ પાલન થાય છે અને મોક્ષની પણ સાધનામાં બાધા થતી નથી. [૩] (કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી) નમસ્કારનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ તેમજ પછી જિનેશ્વર દેવેની સ્તુતિ (રૂપ લોગસ્સનો પાઠ) કરી પછી થોડે સ્વાધ્યાય કરીને ભિક્ષુ ક્ષણવાર વિશ્રામ લે. [૪] અને વિશ્રામ લઇને (નિર્જરારૂપ) લાભને અર્થી તે સાધુ પિતાના કલ્યાણ માટે આ પ્રમાણે ચિંતન કરે કે, “બીજા મુનિવરો મારા પર અનુગ્રહ કરીને આ મારા આહારમાંથી થોડું લે તે હું સંસારસમુદ્રથી તરી જઉં ?” [૫] આ પ્રમાણે વિચારીને સૌથી પ્રથમ પ્રવજ્યા (દીક્ષા) વૃદ્ધને, પછી તેનાથી નાના મુનિજીને એમ ક્રમશઃ બધા સાધુઓને આમંત્રણ કરે. આ પ્રમાણે આમંત્રણ કરતાં જે કોઈ સાધુ આહાર કરવાની ઈચ્છા કરે તે તેની સાથેજ આહાર કરે. નોંધ –સૌથી પહેલાં દીક્ષા વડીલ મુનિને આમંત્રણ કરવાનું પ્રયોજન વિનયધર્મ જાળવવા માટે છે. [૬] જે કોઈ સાધુજી આહાર કરવા ન ઈચછે તે સંયમી પોતે એક લોજ રાગ અને દ્વેષને દૂર કરી પહાળા મુખવાળા પ્રકાશિત * ભાજનમાં યત્નાપૂર્વક નીચે ન વેરાય તેવી રીતે આહાર કરે. [9] ગૃહસ્થ પિતાને માટે બનાવેલું અને વિધિપૂર્વક મેળવેલું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy