________________
૫૮.
દશવૈકાલિક સૂત્ર ગોઠલી, કેટક, ઘાસ, કાષ્ઠને ટૂકડે કે કાંકરે અથવા તેવા પ્રકારનો કોઈ કચરો નીકળે તો તેને (ત્યાં બેઠા બેઠા જ) હાથથી જ્યાં ત્યાં દૂર ફેંકે નહિ કે મેઢેથી ઉછાળીને ફેંકે નહિ. પરંતુ તેને હાથમાં ગ્રહણ કરી એકાંતમાં જાય અને ત્યાં એકાંતમાં જઈને નિર્જીવ જગ્યા તપાસીને યત્નાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે અને ત્યાં મૂકીને પાછા ફરી ઇર્યાપથિક ક્રિયા પ્રતિક્રમે.
નેંધ --ઈ એટલે માર્ગ : માર્ગમાં જતાં જે કંઈ દેષ થયો હેય તેનું નિવારણ કરી લેવું તે ક્રિયાને ઇર્યાપથિકી ક્રિયા કહેવામાં આવે છે. [૮૭ અને જે પિતાના સ્થાને પહોંચ્યા પછી ભિક્ષા ખાવાની ઈચ્છા
રાખે તે ભેજનસહિત આવીને તે પહેલાં ભજન કરવાની જગ્યા (નિર્જીવ છે કે કેમ તે) તપાસી લે. અને પછી તેને (રજેહરણથી) સ્વચ્છ કરે.
નોંધ – દરેક જૈનભિક્ષુ પાસે રજોહરણ હોય છે તે એવું કેમળ હોય છે કે તેથી સૂક્ષ્મ જીવ પણ ન મરતાં બાજુએ થઈ જાય છે. [૮૮] પછી વિનયપૂર્વક તે સ્થાનમાં પ્રવેશ કરીને બહારથી આવેલો
તે ભિક્ષુ; ગુરુની સમીપ આવી (આહાર મૂકી પછી માર્ગના દોષ નિવારવા માટે) ઇપથિકી ક્રિયા પ્રતિક્રમે એટલે કે કાયોત્સર્ગ કરે.
નોંધ –સ્થાનમાં પ્રવેશ કરતાં મુનિશ્રી “નિસીહી” કહી ગુર્નાદિકને “ મજ્જૈણ વંદામિ” એવું કહે છે. [૯] પછી તે ભિક્ષુ; આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં
જે કંઈ અતિચાર કર્યા હોય તે બધાને કમપૂર્વક યાદ કરી લે. [૯] આવી રીતે કાયોત્સર્ગ કરી પ્રાયશ્ચિત લઈ નિવૃત્ત થયા બાદ
સરલ બુદ્ધિમાન તથા શાંત ચિત્તવાળો તે મુનિ આહાર પાણી
કેવી રીતે મેળવ્યાં? ઈત્યાદિ બધું વ્યાકુળતા રહિત ગુરુ સમક્ષ - સ્પષ્ટ કહે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org