________________
મ પુપિકા
(વૃક્ષના ફૂલસંબંધી)
વસ્તુને સ્વભાવ એજ ધર્મ, તેના ઘણા પ્રકારે હેઈ શકે જેવાં કે – દેહધર્મ, મનધર્મ, આત્મધર્મ. તેજ પ્રકારે વ્યક્તિધર્મ સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, વિશ્વધર્મ વગેરે. અહીં તે ખાસ કરીને સાધુતા જાળવવાને સાધુધર્મ સમજાવવામાં આવે છે કે જે સાધુ ધર્મમાં મુખ્યતયા નહિ તે ગૌણુતાએ પણ ઈતર ધર્મોનો (વ્યક્તિધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, અને વિશ્વધર્મને સમાવેશ થાય છે.
ભગવાન મહાવીરની પાટે બેસી તેમનાં જે પ્રવચને શ્રીસુધર્મસ્વામીએ જંબૂને ઉદ્દેશીને કહ્યાં હતાં તેજ પ્રવચનોને પોતાના સુશિષ્ય મનકને શ્રી સ્વયંભવ સ્વામીએ કહ્યાં.
ગુરુદેવ બોલ્યા:– [૧] ધર્મ એ સર્વોત્તમ (ઉચ્ચ પ્રકારનું) મંગળ છે. અહિંસા,
સંયમ અને તપ એજ ધર્મનું સ્વરૂપ છે. આવા ધર્મમાં જેનું મન હમેશાં લીન રહે છે તેવા પુરુષને દેવો પણ નમસ્કાર કરે છે.
નોંધ-કેઇ મનુષ્ય મંગળ જોયા વિના કેઇ પણ શુભ કાર્યને પ્રારંભ કરતું નથી માટે મંગળની સૌ કોઈને આવશ્યક્તા છે. મંગળ પાંચ પ્રકારનાં છે (૧) શુદ્ધ મંગળ-પુત્રાદિને જન્મ (૨) અશુદ્ધ મંગળ-ગૃહાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org