SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર નૂતન બનાવવાં (૩) ચમત્કારિક મંગળ-વિવાહાદિ કાર્ય (૪) ક્ષીણમંગળધનાદિની પ્રાપ્તિ અને (૫) સદા મંગળ-ઘર્મપાલન. તે બધાં પછી સર્વોત્તમ મંગળ જો કોઈ હોય તો તે ધર્મ જ છે. બીજાં મંગળામાં અમંગળનો સંભવ છે. ઘર્મરૂપ મંગળમાં તેમ બનતું નથી. તે સદા મંગળમય રહે છે અને પાળનારને પણ મંગળમય રાખે છે. માટે જ તે સર્વોત્તમ મંગળ છે. દુર્ગતિમાં જતાં જીવોને બચાવે તે ધર્મ. તે ધર્મ આ ત્રણ વસ્તુમાં સમાઈ જાય છે. અહિંસા:-અહિંસા એટલે પ્રાણાતિપાતથી વિરતિ. શુદ્ધ-પ્રેમ, દયા કે અનુકંપાથી હૃદય છલકાય છે ત્યારે જ સાચો મિત્રભાવ જાગે છે. સર્વ પ્રાણી પ્રત્યે મિત્રભાવ રાખવો, ઉપયોગ પૂર્વક કોઈને દુભવવાની ઇચ્છા રાખ્યા વિના દેહિક, માનસિક કે આત્મિક કાઈ પણ તેવી ક્રિયા કરવી તે વાસ્તવિક રીતે અહિંસક ક્રિયા છે. આવી અહિંસાના આરાધક માત્ર અહિંસક જ નથી હોતો બલકે હિંસાના પ્રબળ વિઘક હોય છે. સંયમ–આસ્રાવદ્વારથી ઉપરતિ ( પાપકાર્યોને રોકવાં). સંયમના ત્રણ પ્રકાર છે. (૧) કાયિક સંચમ, (૨) વાચિક સંયમ અને (૩) માનસિક સંચમ. દેહને લગતા પદાર્થોની જેમ બને તેમ જરૂરિયાતો ઘટાડવી તે કાયિક સંયમ છે. વાણીને દુષ્ટમાર્ગથી નિવારીને સુમાર્ગમાં પ્રવર્તાવવી તે વાચિક સંયમ અને મનને દર્વિકપમાંથી છોડાવીને સુવ્યવસ્થિત રાખવું તે માનસિક સંચમ છે. સંયમના વિસ્તૃત સત્તર ભેદેનું વર્ણન આગળ આવશે. તપ:–વાસનાને નિરોધ કરે તેનું નામ તપ. ઊંડી ઊંડી મલિન ચિત્તવૃત્તિની શુદ્ધિ માટે આંતરિક તથા બાહ્યક્રિયા કરવી તે તપશ્ચર્યા છે. તે તપના બાર ભેદેનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. અહિંસામાં સ્વ અને પરનું હિત છે. મેં કોઈને શાન્તિ મળે છે. માટે જ અહિંસા એ ઘર્મ છે. સંયમથી પાપી પ્રવૃત્તિ અટકે છે, તૃષ્ણ મંદ પડે છે અને તેવા સંચમીપુ જ રાષ્ટ્રપતિમાં સાચા ઉપકારક થઈ પડે છે. અનેક દુઃખિતેને તે દ્વારા આશ્વાસન મળે છે, માટે સંયમમાં ઘર્મ છે. તપશ્ચર્યાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે માટે જ તપશ્ચર્યામાં ધર્મ છે. આ રીતે તે તો દ્વારા સામાજિક, રાગટ્રીય અને આધ્યાત્મિક ત્રણે દ્રષ્ટિઓનો સમન્વય, શુદ્ધિ તથા વિકાસ થાય છે. માટે જ તે ત્રણે તત્ત્વોની ક્રિયા તે ધર્મક્યિા છે. આવા ધર્મમાં જેઓનું મન છે તેઓ મનુજ અને દેવોને પણ વંદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy