________________
૨૨
દશવૈકાલિક સૂત્ર ગુએ કહ્યું –ખરેખર તે આ ષડૂછવનિકા નામનું અધ્યયન કાશ્યપ શેત્રીય શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવ્યું છે, પ્રરૂપ્યું છે અને પ્રસિદ્ધ કર્યું છે. વળી એ અધ્યયન શીખવાથી કલ્યાણ અને ધર્મબંધ પણ થઈ શકશે. તે આ પ્રમાણે –(છ કાય જીવનાં પૃથક્ પૃથ નામે કહે છે) (૧) પૃથ્વીકાય સંબંધીના છે, (૨) જળકાય સંબંધીના છે, (૩) અગ્નિકાય સંબંધીના જીવે, (૪) વાયુકાય સંબંધીના જીવો, (૫) વનસ્પતિકાય સંબંધીના જીવ અને (૬) ત્રસકાય સંબંધીના છે.
નોંધ –દુઃખાદિથી જે જીવોની દુભાતી લાગણી પ્રત્યક્ષ ન દેખી શકાય પરંતુ અનુમાનથી જાણી શકાય અને જે સ્થિર હોય તેને સમાવેશ સ્થાવરમાં થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના છોને સ્થાવર કહેવાય છે અને દુઃખાદિથી જેની દુભાતી લાગણી પ્રત્યક્ષ દેખી શકાય છે તેવા બધા હાલતા ચાલતા જીવોનો સમાવેશ ત્રસજીમાં થાય છે.
[૧] પૃથ્વીકાયમાં અનેક જ હોય છે. પૃથ્વીકાયની જુદી જુદી
ખંડકાયામાં પણ ઘણું છે રહ્યા હોય છે. પૃથ્વીને અગ્નિ ઇત્યાદિ બીજું (પૃથ્વી સિવાયનું) શસ્ત્ર પરિણમે (લાગે) નહિ (તે શસ્ત્રદ્વારા હણાય નહિ). ત્યાંસુધી પૃથ્વી પિતે સચેત કહેવાય છે. પૃથ્વીના જીવોને અગ્નિ વગેરેથી નાશ થાય છે.
[૨] એક પાણીના બિંદુમાં અસંખ્યાત (અનેક) પૃથફ પૃથફ જીવો
રહ્યા હોય છે. તેને બીજું અગ્નિ વગેરે શસ્ત્ર પરિણમે (લાગે) નહિ ત્યાં સુધી તે સચેત (જીવસહિત) કહેવાય છે. પરંતુ જ્યારે તેને બીજું શસ્ત્ર લાગે છે ત્યારે તે છોનો નાશ થાય છે. અને તેથી અમુક કાળ સુધી તે અચિત (જીવરહિત) રહે છે.
ધ:-- હમણાં હમણાં વૈજ્ઞાનિક શોધથી એક પાણીના બિંદુમાં સેંકડે છ રહે છે તે પ્રયોગ જગજાહેર થઈ ચૂક્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org