________________
૭૮
દશવૈકાલિક સૂત્ર ૩*૩=૯૮૯૮૧ ભેદ બીજા વ્રતના ૩*૩=૯૮૪=૩૬ ભેદે, ત્રીજા વ્રતના ૩૪૩=૯૪૬=૫૪ ભેદો, ચેથા વ્રતના ૩*૩=૯૪૩=૨૭ ભેદે, પાંચમા વ્રતના ૩*૩=૯૪૬=૫૪ ભેદે અને છઠ્ઠા વ્રતના ૩૬ ભેદે થાય છે. તેના વિસ્તાર માટે જુઓ દશવૈકાલિક સૂત્રનું ચોથું અધ્યયન. રિ૮] કારણકે પૃથ્વીકાયની હિંસા કરતા કરતા તે સાધક પૃથ્વીને
આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવની પણ હિંસા
કરી નાખે છે. [૨૯] માટે તે દેષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને પૃથ્વીકાયના
સમારંભ (સચેત પૃથ્વીની હિંસા થાય તેવું કાર્ય)ને સાધુપુરુષ જીવનપર્યત ત્યાગી દે.
નેધ –આવું કઠિનવૃત માત્ર સાધુ પુરુષોને પાળવાનું હોય છે કારણ કે ગૃહસ્થનું જીવન એવું હોય છે કે ત્યાં તેમને તેવું સામાન્ય પાપ કર્યા વિના ચાલતું નથી. પરંતુ તેમ છતાં તેણે પણ પોતાના સ્થાનને વિવેક
જળવીને વર્તવું ઘટે. [૩૦] (આઠમું સ્થાન –) સુસમાધિવંત સંયમીપુરુષો મન, વચન અને
કાયાથી જળકાયના જીવોને હણતા નથી હણવતા નથી કે
હણનારને અનુમોદન આપતા નથી. [૭૧] કારણ કે જળકાયની હિંસા કરનાર તેની હિંસા કરતે કરતે
જળને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીની પણ તે હિંસા કરી નાખે છે.
નોંધ:-પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ કે વનસ્પતિ જેવા સૂક્ષ્મ જીવોની સતત અહિંસા પાળવી ગૃહસ્થ જીવન માટે સુલભ નથી. તેથી ગૃહસ્થ શ્રાવકના પ્રથમ વ્રતમાં સુસાધ્ય એવી ત્રસ છનીજ અહિંસા બતાવી છે અને તેમાં પણ પોતાનું કર્તવ્ય જાળવતી વખતે અને એવા એવા બીજા
Jain Education International
la
For Private & Personal Use Only
www.jainelibrary.org