________________
પિડેષણ
૫૧ કરે. પરંતુ તે પણ (પૂર્વોક્ત દોષરહિત) એષણીય ( ભિક્ષુગ્રાહ્ય)
હેવું જોઈએ [૩૭] બે જણે સાથે ભજન કરી રહ્યા હોય તે પૈકી એક જણે
ભિક્ષાનું નિમંત્રણ કરે છે તે અન્નપાણીને ન ઈચછે પણ બીજા
જણના અભિપ્રાયની રાહ જુએ. [૩૮] પણ બે જણે જમતા હોય તે બને નિમંત્રણ કરે છે તે અપાતા
એષણીય અન્નપાણીને મુનિ ગ્રહણ કરે. [૩૯] ભિક્ષાર્થી મુનિ ગર્ભવતી સ્ત્રી માટે જ બનાવેલું ભિન્ન ભિન્ન
પ્રકારનું ભેજન પાન ખવાતું હોય કે ખાવાનું બાકી હોય તે તેને છોડી દે. પણ તેના ભગવ્યા પછી વળ્યું હોય તેજ ગ્રહણ કરે.
નેધ –ગર્ભવતી સ્ત્રીએ જે વસ્તુ ભોગવી ન હોય તે ન લેવાનું કારણ એ છે કે તે ભોજનમાં તેની ઈચ્છા રહી ગઈ હોય તે તે લેવાથી તેની ઇચ્છાને ભંગ થાય અને ઈચ્છાભંગના આઘાતથી ગર્ભને પણ ઈજા થવાનો સંભવ રહે. ૪૦+૪૧] કદાચિત શ્રમણ ભિક્ષુને માટે ભિક્ષા આપવા સારુ પુરા
મહિનાવાળી ગર્ભવતી સ્ત્રી ઉભેલી હોય અને બેસે અથવા વળી બેઠી હેય ને ઉભી થાય તે તેના હાથનાં ભાત પાણી સંયમીઓને ગ્રહણ કરવા ગ્ય નથી માટે ભિક્ષા આપતી તે બાઈને શ્રમણ કહે કે આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી મારે માટે યોગ્ય નથી.
નેધર જે ગર્ભવતી સ્ત્રીને પ્રસવ થવા માટે એક માસ બાકી હોય તે કાળને પૂર મહિને કહેવાય છે. આ વખતે તે બાઈ કેાઈ પરિશ્રમનું કાર્ય કરે તે ગર્ભને દુઃખ થવાનો સંભવ છે. [૪+૪૩] બાળક કે બાલિકાને ધવડાવતી બાઈ બાળકને દૂર રડતું
મૂકીને ભિક્ષને હરાવવા માટે આહાર પાણી લાવે છે તે આહાર પાણી સંયમી પુરુષો માટે અકલ્પનીય છે. માટે ભિક્ષા આપતી બાઈને તે શ્રમણ કહે કે મને આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી
કલ્પ નહિ. [૪૪] વળી જે આહાર પાણી કપનીય કે અકલ્પનીયની શંકાવાળાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org