SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયસમાધિ મુમુક્ષ સાધક છે તે સાચું જ્ઞાન મેળવવા માટે શું ના કરે? : આથીજ મહાપુએ કહ્યું છે કે ઉપકારી ગુરુઓ જે કંઈ હિતકારી કહે તેનું ભિક્ષુ કદી ઉલંઘન ન કરે. નોધ -જે રીતે જૈનદર્શનમાં ગુરુ આજ્ઞાનું માહાચ ગાયું છે “આજામાં જ ધર્મ બતાવ્યો છે.” તે જ રીતે ગુરુની આદર્શતા ઉપર ખૂબ ભાર આપે છે. નિઃરવાર્થતા, શુદ્ધ ચારિત્ર અને પરમાર્થ બુદ્ધિ એ ગુરુના વિશિષ્ટ ગુણ છે, [૧૭] (હવે ગુરુ તરફને કાયિક વિનય બતાવે છે –) સાધક, ભિક્ષુ શયા, આસન, સ્થાન ગુરુ કરતાં નીચે રાખે. ચાલવામાં પણ ગુરુના આગળ ન ચાલે અને નીચે નમીને ગુરુદેવના પાદકમલને વંન કરે તથા ગુરુને હાથ જોડીને નમન કરે [] પિતાનું શરીર કિંવા વસ્ત્ર ઈત્યાદિ જે ગુજ્ઞા શરીરે અડકી લાગી જાય તે મારા આ “ અપરાધને માફ કરો. હવે હું ફરીથી તેમ નહિ કરું” એમ બોલી ફરીથી તે પ્રમાણે જ વિનયપૂર્વક વર્તન કરે. [૧૯] ગળિયે બળદ જેમ ચાબુક પડ્યા, પછીજ રથને વહન કરે છે તેજ પ્રમાણે જે દુષ્ટબુદ્ધિ અવિનીત શિષ્ય હોય છે તે ગુરુદેવ વારંવાર કહે ત્યારે જ તે કાર્ય કરે છે. [૨૦+૨૧] પરંતુ ધીર સાધુએ તે ગુરુ એકવાર કહે કે વધુ વખત કહે પણ તે વખતે પિતાની શયા કે આસન પર બેઠાં બેઠાં પ્રત્યુત્તર ન આપતાં પિતાનું આસન શીધ્ર છોડીને સેવાભાવપૂર્વક તેને પ્રત્યુત્તર આપવું જોઈએ. તેમજ તે બુદ્ધિમાન શિષ્ય તર્કથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગુરુશ્રીના અભિપ્રાયો અને સેવાના ઉપચારો જાણી તે તે ઉપાયોને સમય પ્રમાણે આદરે. નોંધઅહીં વિવેક અને વ્યવસ્થા જાળવવાનું, કહી મૂર્ખતા કે અંધશ્રદ્ધાને લેશ માત્ર સ્થાન નથી તેમ સમજાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy