SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ષ જીવનિકા શિષ્ય કહ્યું –હે પૂજ્ય ! જીવનપર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અર્થાત્ મન, વચન અને કાયદ્વારા હું પરિગ્રહ કરીશ નહિ. બીજા દ્વારા પરિગ્રહ કરાવીશ નહિ કે પરિગ્રહ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે તત સંબંધી જે કંઈ પાપ થઈ ગયું હેય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ નિન્દુ છું, આપની સમક્ષ તે પાપની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અળગો કરું છું. તે પIL નેંધ –જ્યારે જ્યારે સાધુને બીજી પરિપકવ દીક્ષા અપાય છે. ત્યારે ઉપરનાં પાંચ મહાવ્રતોની જીવનપર્યંતની પ્રતિજ્ઞા આપવામાં આવે છે. અને તે પાકી પ્રત્રજ્યાને છેદે પસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. આ પાંચ મહાવ્રતના વિશેષ-ભાંગાએ મળીને તેના ૨૫૨ ભેદે થાય છે. શિષ્ય કહ્યું –હે ભગવન! હવે છઠ્ઠા વ્રતમાં શું કરવાનું છે? ગુરુએ કહ્યું–છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી નિવર્તવાનું છે. શિષ્ય કહ્યું –હે ગુરુદેવ! હું રાત્રિભોજનને જીવનપર્યત સર્વથા ત્યાગ કરું છું. ગુરુએ કહ્યું –અન્ન, પાણી, ખાદિમ (મેવા વગેરે ખેરાક) તથા સ્વાદિમ (મુખવાસાદિ) એમ ચાર પ્રકારના આહારને રાત્રે સ્વયં ન ભોગવે, બીજા પાસે રાત્રિએ ભોજન કરાવવું નહિ કે રાત્રિભોજન કરનારને અનુમોદન આપવું નહિ. શિષ્ય કહ્યું--હે પૂજ્ય! હું જીવનપર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ કે રાત્રિભૂજન કરનારને અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વે જે રાત્રિભોજન સંબંધી પાપ કર્યું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું, આપની પાસે તે પાપને અવગણું છું અને હવેથી તે પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy