SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ = == = ભિક્ષુ નામ ૧૪ Rધ –અહીં શંકા થાય કે સાધુજીવનમાં પણ ખેરાકની અપેક્ષા તો છે જ તો પોતે ન પકાવે તો તેને માટે બીજા પકાવશે અને બીજે, પકવે. તે તે પકાવનાર માણસને ઉપયોગી સમય, તકલીફ અને પદાર્થનો વ્યય થશે અને સાધુ મહારાજેના નિમિતે, તે તેટલો વધુ પાપનો ભાગી બનશે? તે આટલી ઉપાધિમાં બીજાને નાખી પોતાનો વાર્થ સાધવો તેમાં વિપકારક ભગવાન મહાવીરની અહિંસા કેવી રીતે જળવાઈ શકશે? આનું સમાધાન સ્પષ્ટ છે કે સાધુજીવન એટલે નિઃસ્વાર્થી, નિઃસ્પૃહી અને સ્વતંત્ર જીવન. નિઃસ્વાર્થતા, નિ:સ્પૃહતા અને સ્વતંત્રતા એટલી બધી નિલેપી વસ્તુઓ છે કે તે પોતે પોતાના ભાર૫ર ટકી રહે છે એટલું જ નહિ બલકે બીજા ભાર પણ ખેંચી શકે છે. જે હલકી વસ્તુ હોય તે ઉપર જ રહે અને પિતા પ્રત્યે અન્યને પણ આકર્ષે. આમ હોવાથી જ્યાં સાધુજીવન હોય છે ત્યાં શાંતિ હોય છે. વિશ્વના જીવ માત્ર શાંતિના પિપાસુ હોવાથી તે તરફ સ્વયં આકર્ષાય છે. ત્યાગ તરફનું આ આકર્ષણ તે જ ભક્તિતવ. આ ભક્તિતવ માનવહૃદયમાં રહેલા અર્પણુતાના ગુણને બહાર ખેંચી લાવે છે. જગતના પદાર્થોને જે જીવાત્મા જેટલો ઉપભોગ કરતો હોય છે તેમાં તેની અધિક મેળવવાની સતત સ્વાર્થવૃત્તિ (તૃષ્ણ) તેના હૃદયની ઉંડાણમાં રહેલી હોય છે. તેથી તે પોતાની આવશ્યક્તા કરતાં વધુને વધુ પદાર્થોને સંચય કરી બે હોય છે. અથવા પૂરતું મળ્યું હોય તો તેથી અનેકગણું મેળવવાની ઈચ્છા સેવતો હોય છે. જ્યારે તેનામાં અર્પણતાને ગુણ પ્રકટ થાય છે ત્યારે તેની સ્વાર્થવૃત્તિ પ્રથમ તે દાન કે પરોપકારનું રૂપ પકડે છે. આવી આવી વૃત્તિના પ્રભાવે આ જગતમાં સાધનહીન અને અશક્ત છવોના વિવાહ થયા કરે છે. પરન્તુ તે દાનવૃત્તિ કે પરોપકારવૃત્તિને આદર્શ ભિક્ષુઓ જે લાભ લે તો તેટલો જ ઇતર એટલે કે અશક્ત જીવોમાંથી ભાગ પડે, આથી જ તેથી આગળ વધી જ્યારે માનવહૃદયમાં સંયમવૃત્તિ જાગે છે, અર્થાત પોતાની જાત માટે ઓછો ઉપભોગ લઈને એટલે કે તેમાંથી જ વધારીને પોતાના પૂન્ય પાત્રને અર્પે છે ત્યારે તે ભિક્ષુઓ તેટલા અપેલા ખેતરમાં જ પોતાને નિર્વાહ કરી લે છે. આથી જૈનભિક્ષુઓ કેવી વૃત્તિથી સિમ મેળવે છે. તે માટે ભ્રમ દ્રષ્ટાંત આપ્યું છે. હજુએ દશ સહ-અ. પહેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy