________________
૨૧
સળંગ સકલના
પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં જૈનધર્મનું સંપૂર્ણ રહસ્ય દર્શાવ્યું છે, જૈનદનનું ધ્યેય સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિનું છે. કાઁથી સંપૂર્ણ મેક્ષ થયા વિના સંપૂર્ણ અધ્યાત્મભાવતી પ્રાપ્તિ થઈ શકે નહિ, અને સંપૂર્ણ મુક્તિ તા ક્રોધાદિ ષરિપુએના સંપૂર્ણ ક્ષય વિના સાવ અશકય છે, તેથીજ તે રિપુઓના સંડાર કરવા સારુ તે છપ્પાળ મેવ જીન્નાહ । વાચેય તમે ચત્રો । આત્મા સાથે યુદ્ધ કરવાનું સૂચવે છે, અને સાધનરૂપ અહિંસા, સંયમઅને તપશ્ચર્યાને ધ બતાવી ગૃહસ્થ અને શ્રમણને માટે વિકાસના રાજમાર્ગને નિર્દેશ કરે છે. ત્યારથી માંડીને એકી સંખ્યાના બધાં અધ્યયને માર શ્રમણને કેમ વર્તવું તે સંબંધમાં સાંકળરૂપે ચાલ્યા આવે છે. અને ચેાથાથી માંડીને એકી સંખ્યાના બધા અધ્યયને વિશેષતઃ સાધુજીવનની શિક્ષા સંબંધમાં છે.
આવી સળંગ સંકુલના પરથી સિદ્ધ થાય છે કે આ સૂત્ર ક્રાઇ શ્રમણુશિષ્યને ઉદ્દેશીને જ તેમના ગુરુદેવે બનાવ્યું હાય.
ગ્રંથકારની પેાતાની જ કૃતિ છે ?
જો કે આ સૂત્રના લેખક શય્યભવ પાતે સ્વતંત્ર લાગતા નથી. કારણકે જો તેમની સ્વતંત્ર કૃતિ હેત તે! ફ્રી ફ્રી એકને એક વસ્તુ ન આવે. પરંતુ આમાં કેટલેક સ્થળે એકને એક વસ્તુ વારંવાર આવે છે. એટલે જાણે કાઇ પાતાના પ્રિયજનને સરળ અને સુંદર શિક્ષા આપી ન રહ્યું હાય ! તેમ જણાય છે. અને આથીજ શય્યભવ આચાર્યે પાતાના લધુશિષ્ય મનકને ઉદ્દેશીને આ ગ્રંથનું સંપાદન કર્યું હાય તેમ માનવાનું સમુચિત પ્રમાણ પ્રાપ્ત થાય છે.
આ ગ્રંથ તેમની સ્વતઃકૃતિ નથી પણ ભિન્ન ભિન્ન આગમેામાંથી સારાસાર ચૂંટી તેને વિસ્તૃત રૂપ આપ્યું હોય તેમ નીચેના પ્રમાણેાયી સ્વયંસિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org