SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આચારણિધિ (સદાચારને ભંડાર-સંગ્રહ) સગુણને સૌ કઈ ઈચ્છે છે. સૌને સજજન થવું ગમે છે, પરંતુ સદગુણોની શોધ કરી સાધના કરવાની તીવ્ર ઈચ્છા, તીવ તમન્ના બહુ વિરલ જનેમાંજ સાંપડે છે. સગુણોને માર્ગ સહેલ નથી તેમ સુકાય પણ નથી. સગુણેને માર્ગ તે દુલભ તેમજ દુઃશક્ય છે. માનસિક વૃત્તિના દુરાગ્રહે, હઠાગ્રહ અને માન્યતાઓને બદલવી; તેને મન, વાણું અને કાયાને સંયમ કરી ત્યાગમાર્ગ જેવા વિકટ પથે વાળી દેવી તે કાર્ય મૃત્યુદ્વારે પહોંચેલા માનવીના સંકટ કરતાં પણ આકરૂં સંકટ છે. , તે સદવર્તનની આરાધના કરનારને શકિત હોવા છતાં પળે પળે ક્ષમા રાખવી પડે છે. જ્ઞાન, બળ, અધિકાર અને ઉચ્ચ ગુણે હોવા છતાં સામાન્ય જન પ્રત્યે પણ સમાનતા અને નમ્ર ધારવો પડે છે. વૈરીને વહેલભ ગણવાં પડે છે. અન્યના દુગુણોની ઉપેક્ષા કરવી પડે છે. સેકડા સેવકે હાજર હોવા છતાં સ્વાવલંબી અને સંયમી બનવું પડે છે. સેંકડો પ્રભનેના સરળ દેખાતા માર્ગ પર મીટ ન માંડતાં ત્યાગની સાંકડી અને ગહન કેડીમાં ગમન કરવું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy