________________
૧૨૦
દશવૈકાલિક સૂત્ર ઉચ્ચ કેટિના કપે છે, ગુરુદેવ એ સાધકના જીવનપંથના સહચારી ભેમિયા છે અને તેની નૈકાના સુકાન સમા છે. તેથી તેની શિક્ષાને અરૂવીકાર કરો અને તેની અવગણના કરવી તે આપત્તિ અને પતનને નેતરવા જેવું અણુવિચાર્યું અને અકરણીય કાર્ય છે.
ગુદેવ બોલ્યા:
[૧] જે સાધક અભિમાનથી, ક્રોધથી, છળકપટથી કે પ્રમાદથી ગુરુ
દેવ (સાધુસમુદાયના આચાર્ય) પાસેથી વિનય (વિશિષ્ટ કર્તવ્ય)ને શિખતે નથી તે અહંકાર વડે ખરેખર પિતાની પડતીનેજ નેતરે છે. અને જેમ વાંસનું ફળ વાંસનેજ નાશ કરે છે તેમ તેની પોતાની જ પ્રાપ્ત થયેલી શક્તિ તેના પોતાના જ નાશ તરફ તેને દોરી જાય છે.
[૨] વળી જેઓ પોતાના ગુરુને મંદ કે ઓછી ઉમ્મરના જાણીને
અથવા તેમને થોડું જ્ઞાન છે તેમ ધારીને તેમની હીલને કરે છે, તેમને કટુવચને કહે છે તે ખરેખર બેટા માર્ગે જઈને પિતાના ગુરુજનોની પણ આશાતના (અપમાન) કરે છે.
[3] કેટલાક ગુરુઓ (વયના વૃદ્ધ હોવા છતાં) પ્રકૃતિથી જ બુદ્ધિમાં
મંદ હોય છે. કેટલાક વયે નાના હોવા છતાં અભ્યાસ અને બુદ્ધિમાં આગળ વધેલા હોય છે. (જ્ઞાનમાં ન્યૂનાધિક ભલે છે) પરંતુ તે બધા સાધુજના આચારથી ભરપૂર અને ચારિત્રના ગુણેમાંજ પિતાના મનને લીન રાખનારા તપસ્વી પુરુષો હેય
છે. તેઓનું અપમાન કરવું યોગ્ય નથી. કારણકે તેઓનું અપ- માન અગ્નિની માફક સદ્દગુણોને ભસ્મ કરી નાખે છે.
નોંધ –ક્ષમા, દયા ઈત્યાદિ સદગુણોના ધારક ગુરુઓ પિતે કોઈનું પણ અકાણ કરવા ઇચ્છતા નથી. પરંતુ તેવા મહાપુરુષોનું અપમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org