________________
૩
ષડુ જીવનિકા નોંધા–આચૈતર સંયોગ એટલે કષાયાદિને સંયોગ અને બાહ્યસંગ એટલે કુટુંબાદિને સંગ. [૧૮] જ્યારે આત્યંતર અને બાહ્ય સંયોગને તજે છે ત્યારે જ તે
દ્રવ્ય અને ભાવથી મંડિત બનીને સાચુ સાધુત્વ અંગીકાર કરે છે. [૧૯] જ્યારે મુંડિત થઇને તે અણગારપણું સ્વીકારે છે ત્યારે જ તે
સંવર (પાપનું ધન) રૂપ ઉત્તમ ધર્મને સ્પર્શ કરે છે.
નોંધ –ઉત્તમ ધર્મ એટલે આધ્યાત્મિક ધર્મ. આટલાં સોપાન આગળ વધ્યા પછી જ તે આધ્યામિક ધર્મને આરાધી શકે છે. [૨૦] જ્યારે સંવરરૂપ ઉત્કૃષ્ટ ઘર્મને સ્પર્શ કરે છે ત્યારે અબોધિ
(અજ્ઞાન) રૂપ કલુષિતાથી સંચિત કરેલા પાપકર્મરૂપી મેલને દૂર કરી શકે છે.
[૨૧] જ્યારે અજ્ઞાનદ્વારા અનાદિ કાળથી એકઠો કરેલો કર્મરૂપી
મેલ દૂર કરે છે ત્યારે જ સર્વવ્યાપી (કેવળ ) જ્ઞાન અને કેવળ દર્શનને સાધક પામી શકે છે.
નેધ –જે દ્વારા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળના સર્વ ભાનું એકી સાથે સંપૂર્ણ જ્ઞાન થાય તે સંપૂર્ણ જ્ઞાનને જૈનદર્શન કેવળશાન કહે છે. [૨૨] જ્યારે તે સર્વ લેકવ્યાપી (કેવળ) જ્ઞાન અને કેવળદર્શનને
પામે છે ત્યારે તે જિન (રાગ અને દ્વેષરહિત) કેવળી થઈને
લોક અને અલોકના સ્વરૂપને જાણે શકે છે. [૨૩] જ્યારે તે કેવળી જિન લોક અને અલોકના સ્વરૂપને જાણે છે
ત્યારે તે મન, વચન અને કાયાના સર્વ વ્યાપારને રૂંધીને શેલેશી ( જ્યાં મેસ જેવી આત્માની અડલ સ્થિતિ થાય છે તે) અવસ્થાને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org