SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પિચ્છેષણા [૧•] અને એવા કુસ્થાને જતાં ત્યાંના વાતાવરણને વારંવાર સંસર્ગ થાય. તેવા સંસર્ગથી અનેક પ્રકારના વિકલ્પ થાય અને તેથી બધાં વ્રતમાં પીડા ઉત્પન્ન થવાનો ભય રહે અને સાધુતામાં સંશય થાય. નોંધ-–એકવાર અબ્રહ્મચર્યનો સંકલ્પ થયો કે તરત જ બીજાં મહાવતેમાં આપત્તિ આવ્યા વિના રહે નહિ, અને વ્રતોનો ભંગ થાય એટલે સાધુતાને લેપ થાય. કારણ કે સાધુતાને પાયે નિયમોની અડગતા પર જ છે. “કસેટીનાં નિમિત્તોમાં ચડવા છતાં હું અડગ રહી શકું છું” એવી જતને અહંકાર સાધકસ્થિતિમાં બહુધા પતનજ કરાવે છે. [૧૧] માટે એકાંત મુક્તિને ઈચ્છક મુનિ આ પ્રમાણે દુર્ગતિને વધા રનાર અને દેષનું આગાર જાણીને વસ્યા (રહેતી હોય તે)ના પાસમાં ગમનાગમન કરવું છોડી દે [૧૨] જ્યાં કૂતરાં, તાજી પ્રસૂતિ પામેલી ગાય, મદોન્મત્ત બળદ, ઘેડ કે ગજ હોય તથા બાળકોનું કીડાસ્થાન કે કલહ અને યુદ્ધનું સ્થાન હોય તેવા સ્થાનને દૂરથીજ છેડી દેવું. સેંધ-તેવા માર્ગે જવાથી આપત્તિને સંભવ છે માટે જવું નહિ. [૧૩] માર્ગે ચાલતો મુનિ બહુ ઊંચું મુખ રાખે નહિ કે બહુ નીચું મુખ રાખે નહિ અથવા અભિમાન ધરે નહિ કે દીનતા રાખે નહિ. તેમજ ખેરાક વગેરે સુંદર મળવાથી બહુ રાજી ન થાય કે ન મળવાથી વ્યાકુળ ન થાય. તેવી રીતે પોતાની ઇન્દ્રિયો તથા મનનું બરાબર સમતોલપણું જાળવીને તથા તેનું દમન કરીને વિચરે. [૧૪] હમેશાં ઉચ્ચ સામાન્ય કુટુંબમાં અભેદભાવે ગોચરી જનાર સંયમી, બહુ ઉતાવળું ન ચાલે તેમજ ચાલતા ચાલતા ન હસે કે ન બેલે. નેધ–ગોચરી જતાં વાર્તાલાપ કરવાથી કે હસવાથી પોતાની ક્રિયામાં ઉપગ ન રહેવાથી નિર્દોષ આહારની ગાણું થઈ શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy