________________
દશવૈકાલિક સૂત્ર
પૂરાં સે વર્ષ થઈ ગયાં હોય તેવી વૃદ્ધ અને બેડોળ સ્ત્રીને પણ
સંસર્ગ ત્યાગ ઘટે. ' મેંધા–બ્રહ્મચર્ય પાળનાર વ્યક્તિએ પુરુષ સ્ત્રી કે કિંવા સ્ત્રીએ પુરુષ
ડે સાથે રહેવાનું તે સર્વથા છોડી દેવું ઘટે. એકાંત એ વિકારની વાસનાનું ઉત્તેજક નિમિન છે. વિકારને રાક્ષસ વચ, વર્ણ કે સંદર્યને વિચાર કરવા સારુ ઘેલી શકતો નથી. કારણકે તે અવિવેકી, કુટિલ અને સર્વભક્ષી છે. [૫૭] આત્મસ્વરૂપના શોધક માટે શેભા (શરીર સૌદર્ય), સ્ત્રીને
સંસર્ગ અને રસવાળાં સ્વાદુ ખાણુઓ એ તાલપુટ (ભયંકર)
ઝેર જેવાં છે. - નેંધા–રસનેંદ્રિયને જનનેન્દ્રિય સાથે ખૂબ ગાઢ સંબંધ હોવાથી, તેવાં તીખા તમતમતાં કે અતિ રસાળાં મિષ્ટાન ઈત્યાદિ ભોજનો વિકૃતિ, ઉત્પન્ન કરે છે. શરીરૌંદર્ય અને ટાપટીપ તેમાં ઉત્તેજન લાવે છે. પછી ત્રીજે સ્ત્રીને ગાઢ સંસર્ગ થાય એટલે આવી સ્થિતિમાં તે મહાસમર્થ મનસ્વી પુરુષનું પણ પતન થવાનો સંભવ છે. જેમ ઝેર પીધા છતાં અમર રહી શકાય એ અપવાદ જવલ્લેજ હોય તે જ રીતે આ ત્રણ વસ્ત-- ઓનું સતત સેવન હોવા છતાં પતન ન થવું તે તે આકાશકુસમ જેવી અશક્ય વસ્તુ છે. [૫૮] સ્ત્રીઓનાં અંગપ્રત્યંગ, આકાર, મીઠાં વેણુ અને સૈમ્ય નિરીક્ષણ
(ટાક્ષો) એ કામ, રાગ (મવિકાર)ને વધારવાનાજ નિમિત્તરૂપ છે. માટે શાણે સાધક તેનું ચિંતન ન કરે.
નેધ–વિષચભાવના કિંવા વિકારી દ્રષ્ટિથી સ્ત્રીનાં અંગોપાંગ જેવાં એ પણ મહાન ભયંકર દેષ છે. [૫] બધી પુદ્ગલ (જડ) વસ્તુઓનાં પરિણામને અનિત્ય સ્વભાવવાળાં
જાણુને શાણો સાધક મને વિષયમાં (મનગમતી ભિન્નભિન્ન પ્રકારની વસ્તુઓમાં) આસક્તિ ન રાખે અને અમને પદાર્થો પર ઠેષ પણ ન લાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org