________________
ષડ્ જીનિકા
૨૭
શિષ્યે કહ્યું:—હે ગુરુદેવ ! હવે ત્રીજા મહાવ્રતમાં શું કરવાનું છે ? ગુરુએ કહ્યું:~ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવાનું છે. શિષ્યે કહ્યું:—હૈ પૂજ્ય ! હું સર્વાં પ્રકારે અદત્તાદાન ( અણુહકનું લેવું કિંવા નહિ દીધેલું લેવું) તેના ત્યાગ કરું છું.
ગુરુએ કહ્યું:—ગામમાં, નગરમાં કે અરણ્યમાં કાઇપણ સ્થળે અલ્પ । કે બહુ હૈ। અથવા નાની ચીજ હૈ। કે મેટી વસ્તુ હે, ચિત્ત (પશુ, મનુષ્ય ઇત્યાદિ સજીવ વસ્તુ) હા કે અચિત્ત વસ્તુ હા; તેમાંનું કાંઇપણ અદીધેલું સ્વયં ન ગ્રહણ કરવું, ન કરાવવું કે ગ્રહણ કરનારાને અનુમેાદન પણ ન આપવું,
શિષ્યે કહ્યું:—હે પૂજ્ય ! હું જીવનપર્યંત ત્રણ કરણ અને ત્રણ યેાગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા ચારી નહિ કરું, નહિ કરાવું કે ચોરી કરતા હોય તેને ઠીક કરે છે એમ નહિ માનું. અને પૂર્વકાળે તે સંબંધી જે કંઇ પાપ થયું હોય તેથી હું નિવ્રુત્ત ચાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું, આપની સમક્ષ તેની અવગણના કરું છું અને હવેથી તેવા પાપકારી ક`થી મારા આત્માને અળગા કરું છું.
|| ૩ ||
શિષ્યે કહ્યું: હું ભગવન! હવે ચેાથા મહાવ્રતમાં શું કરવાનું હાય છે? તે કૃપા કરીને કહે.
ગુરુએ કહ્યું:—ચેાથા મહાવ્રતમાં મૈથુન (વ્યભિચાર) થી નિવવાનું હાય છે.
શિષ્યે કહ્યું:——હે ગુરુદેવ ! હું મૈથુનના સર્વથા ત્યાગ કરું છું. ગુરુએ કહ્યું:— દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી એમ ત્રણે જાતિ પૈકી કાઇ સાથે સ્વયં મૈથુન સેવવું નહિ, ખીજા પાસે મૈથુનસેવન કરાવવું નહિ કે તેવા મૈથુન સેવનારાને અનુમેદન આવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org