________________
દશવૈકાલિક સૂત્ર ' ગણાતા એવા સંપૂર્ણ આચાર તથા ગોચરનું હું સંક્ષિપ્તમાં વર્ણન
કરીશ. કહેતા એવા મને તમે શાંત ચિત્તથી સાંભળો. [૫] આ લેકમાં જેનું પાલન કરવું અતિ અતિ કઠિન છે તેવું દુષ્કર
વ્રત–આવા કઠણ આચાર એકાંત મેક્ષના ભાજનરૂપ ગણાતા અને સંયમના સ્થાનરૂપ વીતરાગના માર્ગ વિના બીજે ક્યાંય બતાવ્યો નથી અને બતાવશે પણ નહિ.
નેંધ –જૈનદર્શન સિવાય સાંખ્ય, બૌદ્ધ ઈત્યાદિ કોઈ દર્શન કે તેમાં આવી કઠિન પ્રતિજ્ઞા પાળવાની હોતી નથી. જૈનદર્શનના નિયમો પ્રમાણુ તથા ગૃહસ્થવર્ગને માટે પણ કડક બનાવેલા છે. તે નિયમોનું પાલન એટલે અંશે થાય તેટલે અંશે સ્વાભાવિક ત્યાગ અને તપની આરાધના થાય છે અને તે દ્વારા આત્મવિકાસ થતું રહે છે. [૬] વયમાં બાલ કે (શારીરિક અને માનસિક શક્તિમાં અપકવ),
વ્યકત (શારીરિક અને માનસિક શકિતમાં પરિપકવ) કિવા વૃદ્ધ એટલે જરાજીર્ણ તથા રોગિષ્ઠને પણ જે ગુણે અખંડ અને અત્રુટ રીતે આરાધવાનાં (પાળવાના) હેય છે તે પૂર્વના મહા પુરુષોએ જેવા આકારમાં કહ્યા છે તે રૂપે જ કહું છું. તમે સાંભળે.
નોંધ –જે સ્થાન નીચે કહેવામાં આવે છે તે સ્થાને તો લઘુવચને હે કે વૃદ્ધ હે, રેગષ્ટિ છે કે આગી છે. સૌ કોઈ નિગ્રંથ સાધકને પરિપૂર્ણ રીતે પાળવાનાં છે. કારણ કે તેજ સાધુત્વનાં મૂળ છે. તેમાં કઈ પણ વ્યક્તિને અપવાદ હોઈ શકે નહિ. ગમે તે સ્થિતિમાં અને ગમે તેવા સંયોગોમાં તેનું યથાર્થ પાલન કરવું એ શ્રમણવરનું કર્તવ્ય છે. [૭] એ આચારનાં નીચે પ્રમાણે અઢાર સ્થાને છે. જે અજ્ઞાની
સાધક તે પૈકીના એકની પણ વિરાધના કરે તો તે નિગ્રંથ શ્રમણ
ભાવથી ભ્રષ્ટ થાય છે. [૮] (તે અઢાર સ્થાને આ પ્રમાણે છે:-) છ વ્રત (પાંચ મહાવ્રત - તથા છઠું રાત્રિભેજનને નિષેધ)નું પાલન કરવું, પૃથ્વી, પાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org