________________
૮
ધમોથેકામાધ્યયન છે. તેમાં અપવાદને લેશમાત્ર સ્થાન નથી. કારણ કે તેના પર ત્યાગી છવનની રક્ષાને આધાર છે.
એ આચારના અઢાર સ્થાને માં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ મહાવ્રતા છે અને તે મૂળ ગણે છે. કારણ કે ત્યાગનાં મૂળજ તે છે, અને બીજા તેર નિયમ એ એ મૂળના સિંચનરૂપ છે. તેથી મૂળની રક્ષા માટે ભિક્ષુએ ખૂબ સાવચેત રહેવું ઘટે.
રાત્રિભોજન શારીરિક અને ધાર્મિક અને દૃષ્ટિએ ત્યાજ્ય છે. અહિંસાની સંપૂર્ણ આરાધના સાર છ પ્રકારના જીવોનું જ્ઞાન અને તેની રક્ષા થાય તેવું વર્તન પણ તેટલું જ અગત્યનું છે. તેથી જ શરીરસૌદર્ય અને ગૃહસ્થસંસર્ગ ઈત્યાદિને ત્યાગ પણ આવશ્યક છે.
પતનનાં નિમિત્તાથી દૂર થઈ માત્ર સાધુજીવનની તાલાવેલીમાં તલ્લીન રહેવાય તે સારજ નિયમાની ઉત્પત્તિ છે.
રખે કઈ સાઘક આવા નિયમોને પરાધીનતાનું સ્વરૂપ આપી છોડી દે! કે તે તરફ બેદરકાર રહે! કારણ કે નિયમોની પરાધીનતા સાધક જીવનમાં આવી રીતે ઉપયોગી છે અને કાર્યસાધક પણ છે.
એમ કહું છું. એ પ્રમાણે ધર્માચકામ નામનું છછું અધ્યયન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org